Premtrushna - 1 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 1

Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 1

“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા .

અહીં ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી . 

ખુશી ની કલાસમેટ ભૂમિ જેણે નવું નવું એડમિશન લીધું હતું તેનો આજ કૉલેજ નો પેહલો દિવસ હતો તેણી હજુ આરામ થી અરીસા સામે ઊભા રહી તૈયાર થઈ રહી હતી .

“ ચાલ ભૂમિ આજે ડો. મલ્હોત્રા ના લેબ માટે મોડું થઈ રહ્યું છે બાકી ખબર છે ને કે ડો. મલ્હોત્રા ........... ” ખુશી બોલી .

“ હા બાકી ડો. મલ્હોત્રા લેબ માં આવવાની પરવાનગી નહિ આપશે એ જ ને ” ભૂમિ બુક્સ બેગ માં મૂકતા મૂકતા બોલી .

“ હા અને આપણે ....... ” ખુશી બોલી ત્યાં તો ...

“ આપણે બહાર ઉભા રેહવુ પડશે ” ભૂમિ મસ્તી કરતા કરતા બોલી .

“ તને બધું ખબર છે તો પણ ......... ” ખુશી થોડી ગુસ્સે થતા બોલી .

“ તો પણ તું આવું કરે છે ભૂમિ તને ખબર છે ને મને ગુસ્સો આવે છે ” ભૂમિ ખુશી ને ચીડવતા ચીડવતા બોલી .

“ થઈ ગયું તો હવે જઈએ ” ખુશી બોલી .

“ હા બાબા ચાલ જઈએ બસ નાની નાની વાતો માં રીસે ભરાઈ જાઈ છે તું હો ખુશી ” ભૂમિ બેગ લેતા બોલી .

“ હા હા હું તો એમ જ વગર વાતે બોલું છું ને ” ખુશી મો ચડાવતા ચડાવતા બોલી .

“ ચાલ ને ” ભૂમિ સ્કુટી સ્ટાર્ટ કરતાં કરતા બોલી .
ખુશી પાછળ બેઠી અને ભૂમિ સ્કુટી શાંતિ થી ચલાવતી જાઈ છે .

“ ચાલ ભૂમિ જલ્દી ચલાવ ને બેન ” ખુશી થોડી ટેન્શન માં હતી . 

“ અરે ચલાવું જ છું હવે શુ આમાં એરોપ્લેન ના પાંખીયા ફીટ કરી અને ઉડનખટોલું બનાવી ને ઉડાવું . સ્કુટી છે આ અને રોડ પર ઘણા વાહનો છે શાંતી થી ચલાવું પડે ” ભૂમિ સ્કુટી ચલાવતા ચલાવતા બોલી . 

“ પણ થોડું જલ્દી ચલાવ ” ખુશી બોલી .

“ હા હા , શાહ મેડિકલ કોલેજ તો તમારા વગર અધુરી છે અરે ....... પ્રિન્સિપાલ પોતે  તમારા આગમન ની પ્રતીક્ષા કરતા હસે ને કે ક્યારે ખુશી ઓહ ..... માફ કરજે ક્યારે શ્રી શ્રી ખુશી દેવી આવે અને કોલેજ માં ખૂબસૂરતી ના ફૂલ ખીલે .ખુશી દેવી આવે તે પછી પ્રોફેસર લેક્ચર લે એવુ ને ...... ” ભૂમિ ખુશી ની મજાક ઉડાડતા ઉડાડતા બોલી રહી .

“ હા ઉડાડી લે તું મજાક . તારો પેહલો દિવસ છે ને કૉલેજ માં એટલે તું અત્યારે એટલું સામાન્ય હોઇ એમ લે છે થોડા દિવસ માં તને પણ બધો જ અનુભવ થઈ જશે કે આ કૉલેજ માં બધા કેટલાં કડક કાયદા છે ” ખુશી ચેતવણી ના સ્વર માં ભૂમિ ને ચેતવી રહી .

“ હા હા હવે જોઈએ તમારી શાહ મેડીકલ કોલેજ કેટલીક કડક કાયદા વાળી છે ” ભૂમિ અલ્હડપણે બોલી રહી .

શાહ મેડીકલ કોલેજ નું પૂરું નામ એટલે શ્રી જે જે શાહ મેડીકલ કોલેજ . શ્રી જે જે શાહ મેડીકલ કોલેજ એ ગુજરાત ની નામાંકીત અને અનુશાસિત મેડીકલ કૉલેજ .

૭ એકર માં ફેલાયેલી આ લાંબી બિલ્ડિંગો ના હરોળ સાથે મોટું કેમ્પસ ધરાવતી વિશાળ કદના લેકચર રૂમ અને અદ્યતન સાધનો થી સજ્જ આ મેડીકલ કૉલેજ કોઈ પણ મેડીકલ ના સ્ટુડન્ટ માટે સ્વર્ગ થી ઓછી નથી .

અહીં ના દરેક પ્રોફેસર પણ એટલા જ કડક અને અનુશાસન માં માનનાર હતા. અહીં ના દરેક વિદ્યાર્થી ને આ નિયમો નું સખત પણે પાલન કરવું પડતું હતું . 

કૉલેજ ને સંલગ્ન અહી શ્રી જે જે શાહ હોસ્પિટલ પણ હતી . અહીં પણ નામાંકિત તેમ જ અનુભવી ડોક્ટર્સ હતા જે આ જ કૉલેજ માં એકસમય ના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા હતા .

અહી થી ગ્રેજ્યુટ થયેલા વિદ્યાર્થીઓ આગળ જઈ વિશ્વકક્ષાએ નામ બનાવ્યું છે. અહીં આ કૉલેજ માં એડમીશન લેવુ એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે પણ અહી ના કડક નિયમો નું પાલન કરવું દરેક વિદ્યાર્થી ના ગજા ની વાત નથી . 

ભૂમિ એ અહી નવુ એડમિશન લીધું હતું એટલે તેને ખ્યાલ નહોતો કે તે એક નામાંકીત કૉલેજ ની સ્ટુડન્ટ છે જ્યાં મસ્તી મજાક નહિ પણ અનુશાસન ને પ્રથમ ગણવામાં આવે છે . 

અહીં એક વર્ષ માં ૧૦૦ વિદ્યાર્થી ની સંખ્યા હતી અને ભૂમિ તેમાંની હવે એક બની ગઈ હતી . 

ભૂમિ નું વ્યકિતત્વ એટલે સાવ અલ્હડ , મોજીલું અને મસ્તમૌલા . પોતાની ધૂન માં જ રહેવું અને હસી મજાક કરવી તે તેના વ્યક્તિત્વ નો એક ભાગ હતો . 
ભૂમિ ના આવા જ વ્યક્તિત્વ હોવા થી ખુશી ને ભૂમિ ની ચિંતા થઈ રહી હતી કે તે આવા કૉલેજ માં કેમ કરી ને એડજેસ્ટ થાશે .

“ ટ્રિંગ ટ્રીંગ ......... ” ખુશી નો ફોન ની રીંગ વાગી .

“ હેલ્લો ..... ” ખુશી એ ફોન ઊંચક્યો .

“ ખુશી ક્યાં રહી ગઈ છો . હજુ સુધી કૉલેજ કેમ નથી આવી લેબ ચાલુ થવાનો સમય થઈ ગયો છે ” સામે ના છેડે ખુશી ની ફ્રેન્ડ આનંદી બોલી રહી .

“ અરે હું આવી જ રહી છું ” ખુશી બોલી .

“ કેટલી વાર હજુ ..... તને ખબર છે ને કે ડો. મલ્હોત્રા પછી લેબ મા બેસવા નહિ દેશે અને પનીશમેન્ટ દેશે એ તો અલગ થી ” આનંદી બોલી રહી .

આનંદી અને ખુશી બંને બેસ્ટફ્રેંડ . બન્ને જણ આ જ કૉલેજ માં મળેલા અને પેહલા જ દિવસ થી બંને ના ગાઢ મિત્રતા થઈ ગયેલી . ત્યાર થી લઈને આજ સુધી બંને બહેનપણીઓ જોડે જ બેઠી હોઈ કૉલેજ ના ક્લાસ રૂમ થી લઈને કેન્ટીન ના ટેબલ સુધી . 
“ પણ આ ભૂમિ જો ને ..... આ ...... ” ખુશી બોલી રહી .

“ ભૂમિ નવી છે તું તો અહિયાં પેહલે થી છે ને તને તો ખબર જ છે ને ડો મલ્હોત્રા ની કે નઈ !!!!! ” આનંદી ખુશી ને વચ્ચે અટકાવી સામે બોલી રહી . 

“ હુ પણ એને ક્યારની આ જ સમજાવી રહી છુ પણ એ મારી વાત માને તો ને એ સાવ ધીરે રહી ને ચલાવે છે . ” ખુશી થોડી ચીડ સાથે બોલી .

“ એને કે જલ્દી ચલાવ ..... ” આનંદી બોલી .

“ હા કહું છું એને ” ખુશી બોલી .

“ સારું ચાલ મળ્યા કોલેજ એ .... ” આનંદી બોલી .

“ સારું ચાલ હું ફોન રાખું અને મળ્યા કૉલેજ પર ” ખુશી ફોન કટ કર્યા બોલી .

“ ભૂમિ ...... મહેરબાની કરી ને જલ્દી ચલાવ . પોતાના માટે નહિ તો મારા માટે . મારે ડો . મલ્હોત્રા ની લેબ મા લેટ થઈને ...... ” ખુશી વચ્ચે બોલતા બોલતા અટકી .

કેમ કે તે જાણતી હતી કે ડો . મલ્હોત્રા કેવા વ્યક્તિત્વ ધરાવતા પ્રોફેસર હતા અને તેને એ પણ અંદાજો હતો કે જો કોઈ સ્ટુડન્ટ ડો . મલ્હોત્રા ની લેબ મા લેટ થઈ તો તેની સાથે શું થાય છે એ પણ પૂરા કૉલેજ વચ્ચે ..........