ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
“जानामि धर्मं न च में प्रवृत्तिः।। जानाम्यधर्मं न च में निवृत्तिः" વિક્રમના મોઢામાંથી આ શબ્દો સાંભળીને રાજીવને આશ્ચર્ય થયું. મહાભારતમાં દુર્યોધન ના મોઢે બોલાયેલા આ શબ્દોના અર્થથી એ અજાણ ન હતો.
"શું થયું ભાઈ," એણે વિક્રમને ઢંઢોળતાં પૂછ્યું. વિક્રમ નુ શરીર સહેજ સળવળ્યું અને હળવેથી એણે આંખો ખોલી, અને કમરામાં નજર ઘુમાવી. પોતે પોતાના બેડરૂમમાં જ છે એ સમજતા એ રાજીવ તરફ ફર્યો અને કહ્યું. "અરે તું સવાર સવારમાં અહીં શું કરે છે."
"હું તો રાતથી જ અહીં છું."
પણ કેમ? તારે ઘર-બાર નથી કે પછી મારા બંગલામાં મારા બેડરૂમમાં વધુ કમ્ફર્ટેબલ લાગે છે.? વિક્રમે રુક્ષ અવાજે કહ્યું.
"ગઈ કાલે સાંજે તે શું ખાધું હતું?" રાજીવના આ જવાબથી વિક્રમ ગુંચવાયો.
"એની સાથે તારે શું લેવાદેવા તારું કામ કર ચુપચાપ,"
"કેમ કે, કાલે રાત્રે તું અને તારો બોડીગાર્ડ કે જેને તે બહુ માથે ચડાવ્યો છે એ શેરા બંને બેહોશ થઇ ગયા હતા. તને કેટલી વાર કહ્યું છે કે એ શેરાને સમજાવી દે કે આપણે ફેમિલી છીએ અને એટલીસ્ટ ફેમિલીના માણસ ગમે ત્યારે તરો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે તો તને ફોન આપે."
"મેં જ એને ના પડી છે. ખાસ કરીને જયારે હું ઊંઘતો હોઉં તો કઈ પણ થાય મને ડિસ્ટર્બ નહીં કરવાનો."
"કાલે રાત્રે પૂજાનો ફોન આવ્યો હતો"
"અરે હા,મોમ અને પૂજા આજે આવવાના હતા, એ લોકો આવી ગયા?"
"ના આન્ટીની તબિયત અચાનક બગડી. અને એ લોકો દુબઈમાં જ ઉતરી ગયા ત્યાં કોઈ હોસ્પિટલમાં 24 કલાક ઓબ્ઝર્વેશન માટે રાખ્યા છે. આમેય અંકલ ના ગયા પછી એ માનસિક અસ્વસ્થ હતા જ"
"હા એટલે જ મેં એમને 2-3 મહિના યુરોપ ફરવા મોકલી દીધા એમનું મન ડાયવર્ટ થઈ શકે એ માટે,"
"પણ ઓલી પૂજા તો એને સાસુમા સમજીને એને ચીપકીને જ ફરે છે. એને પોતાનો બિઝનેસ જોવો નથી, એનો બિઝનેસ પણ આપણા મેનેજર લોકો અને હું તારી મદદથી સાંભળીએ છીએ."
"પૂજાને મોમના કહેવાથી જ મેં આગ્રહ કરીને સાથે મોકલી હતી. એ તો પોતાના બિઝનેસને રિવાઇવ કરવા અને મૂવઓન કરવા માંગતી હતી. પણ મેં જ."
"તેનું દિલ તોડી નાખ્યું. અને છતાં તારી મોમને કંપની આપવા એ પોતાનો બિઝનેસ મેનેજરોના ભરોસે છોડીને 3 મહિના માટે યુરોપ ગઈ. અને એ ભોળી છોકરીની તને કઈ કદર જ નથી. એનું દિલ તોડીને તું ઓલી સોનલની પાછળ..."
"બ..સ... રાજીવ ડોન્ટ ક્રોસ યોર લિમિટ. અત્યાર સુધી હું ભાઈ બનીને વાત કરતો હતો હવે બોસ તરીકે હુકમ કરું છું મારી બધી એપોઇન્ટમેન્ટ કેન્સલ કર. અને સૌથી પહેલી દુબઇની જે ફ્લાઈટમાં ટિકીય મળે એ બુક કરવાનું એજન્ટને કહી દે. અને હા તું પણ મારી સાથે જ આવે છે. હું ફ્રેશ થઇ જાઉં ત્યાં સુધીમાં બધું પતાવી નાખ."
"કાલે સોનલનો ભાઈ જીતુભા ઉદયપુર પહોંચ્યો ત્યારે આપણા માણસોએ એને પકડવાની કોશિશ કરી હતી પણ એ છટકી ગયો."
"મને ખબર જ હતી કે તારાથી એ એરેન્જમેન્ટ નહિ થાય," નિસ્પૃહી ભાવે વિક્રમે કહ્યું અને ઉમેર્યું."ભૂલી જા હમણાં એ બધું. સોનલ, એનો થનારો વર, એનો ભાઈ, એના પપ્પા. આપણી પહેલી પ્રાયોરિટી મોમ છે. મેં જે કહ્યું એ ફટાફટ પતાવ" કહી એ પોતાના બેડરૂમના બાથરૂમ માં ઘૂસ્યો.
xxx
"ગુડ મોર્નિંગ" પૃથ્વીએ સ્પે રૂમમાં બીજા બેડ પર સુતેલી પૂજાને કહ્યું આમ તો પૂજા પાંચેક મિનિટ પહેલા જ જાગી હતી પણ થાક અને આળસના કારણે એ બેડ પર જ પડી હતી,
"અરે તમે અત્યારમાં આવી ગયા પૂરતો આરામ તો કરવો હતો."પૂજાએ પલંગ પરથી ઉઠતા કહ્યું પૃથ્વી પૂજાને, સુમતિ ચૌહાણને જ્યાં એડમિટ કરાયા હતા એ સ્પે રૂમમાં પહોંચાડી, અને પછી હોસ્પિટલની નજીકની એક હોટેલમાં રોકાયો હતો,
"હા મેં સરસ ઊંઘ કરી લીધી છે અને ચા નાસ્તો પણ કરી લીધા છે. હવે તું હોટેલ પર જય અને આરામ કરીને બપોરના લંચ લઇ અને પછી જ આવજે, હું ત્યાં સુધી અહીં આ આંટી પાસે બેઠો છું. અને કઈ ઇમર્જન્સી હશે કે ડોક્ટરની કઈ વિશેષ સૂચના હશે તો હું ફોન કરીશ."
"સોરી, ગઈ કાલે રાત્રે હું થોડી ગભરાયેલી હતી મેં જીવનમાં કદી આવી કોઈ પરિસ્થિતિનો સામનો નથી કર્યો એટલે એકલી મૂંઝાતી હતી. હવે બપોર સુધીમાં તો વિક્રમ આવી જશે પછી તમે છુટ્ટા. અને મારે અહીં આરામ જ છે અહીં ટોયલેટ + બાથરૂમ બધું છે હું અહીં જ સ્નાન કરી લઈશ. "
'જયારે આપણા કોઈ મદદગાર આપણને કઈ કહે અને એ વાતમાં આપણું કોઈ નુકશાન ન હોય તો એની વાત માની લેવી જોઈએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે." પૃથ્વીના આ વાક્ય થી પૂજા હસી પડી અને ચુપચાપ પોતાની વેનિટી બેગ અને એક જોડી કપડાં પ્લાસ્ટિક ની બેગમાં લઇને હોટેલ પર ગઈ પૃથ્વી સુમતિ ચૌહાણ ના ચહેરા સામે જોઈ રહ્યો હતો. દવાની અસરના કારણે એ ઘસઘસાટ નિંદરમાં હતા. મોનિટર પર એના હાર્ટબીટ અને બીપી લેવલ દેખાતા હતા. એક સરાસરી નજર એમના પર નાખોને પછી એણે પોતાનો નવો જાપાનથી 2 દિવસ પહેલા આવેલ મોબાઈલ વિઝ્યુઅલ ફોન કાઢી એમના 2-3 ફોટો પડ્યા પછી એ રૂમની બહાર નીકળ્યો અને મોહનલાલ ને ફોન લગાવ્યો.
xxx
"સર સુરેન્દ્રસિંહ,," મોહનલાલ કંઈક કહી રહ્યો હતો.
"મારે વાત થઇ એમની સાથે મેં એમને કહ્યું છે કે, હમણાં જીતુભા કે અન્ય કોઈ સાથે કોઈ વાત ન કરતા અને 2-3 દિવસ શ્રી નાથદ્વારામાં જ રોકાજો." અનોપચંદે કહ્યું.
"પણ જીતુભાને અને એના ઘરનાને ઇન્ફોર્મ તો કરી દઈએ."
"અત્યારે એના દુશ્મનો જો ભ્રમમાં હોય તો એમને રહેવા દઈએ અને એમાં જ મજા છે. અનોપચંદે હસતા હસતા કહ્યું. અને ઉમેર્યું. "ઓલી ફાઈલોની ઇન્ફોર્મેસન?"
"એક અઠવાડિયામાં મળશે." મોહનલાલે જવાબ આપ્યો.
"સાઉથ અમેરિકાના આપણા સોર્સને એક્ટિવ કરો, અને માહિતી ઝડપથી મંગાવો કૈક જબરદસ્ત થઇ રહ્યું છે આપણા નાક નીચે. અત્યારે કેન્દ્રની સરકાર નિષ્ક્રિય છે. બધી એજન્સીઓ ની પણ એ જ હાલત છે. મારી ગટ ફીલિંગ કહે છે કે રાજસ્થાનમાં કંઈક જબરું ઘડાઈ રહ્યું છે. એટલે જ મેં જીતુભાને ઉદયપુર રવાના કર્યો છે. સુરેન્દ્ર સિંહને પણ ત્યાં રોકાવા કહ્યું છે. ખેર મારે ડિટેલમાં મેં માંગી એ ફાઈલ જોવી છે બને એટલું ઝડપથી એ એરેન્જ કરો."
"5-6 દિવસ તો થશે જ" બધું ચેક કરતા કરતા."
"ઠીક છે. પૃથ્વીના શું ખબર છે.?"
"એ દુબઈ રોકાઈ ગયો છે. કોઈ ઇન્ડિયન મહિલાઓને કૈક હેલ્થ ઇમરજન્સી હતી એટલે,"
"એ ચાલાક છે. જરૂર કંઈક હાથ લાગ્યું હશે નહિ તો એમ રોકાઈ ન જાય. હમણાં એનો સામેથી ફોન ન આવે ત્યાં સુધી કોઈ કોન્ટેક્ટ ન કરતા. અને ખડકસિંહને સંદેશો આપી દો બધું બરાબર છે."
xxx
જીતુભા કંપની ના ગેસ્ટહાઉસમાંથી તૈયાર થઈને બહાર આવ્યો. ગિરધારી તૈયાર જ હતો. જીતુભાએ એની સામે જોયું જાણે ગઈકાલે જોયો હતો એવો જ માથે ચંદન કંકુનું તિલક "આ અત્યારમાં ક્યાં દર્શન કરવા ગયો હશે કે આ તિલકનો સામાન ભેગો રાખ્યો હશે?' એમ વિચારતા જીતુભાએ એને કહ્યું પહેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પોલીસ સ્ટેશનમાં જઈએ અને પછી આપણે વિચારીએ."
"ભલે જીતુભા સર,"
"આ સર નું પૂછડું મૂક ગિરધારી, ખાલી જીતુભા કહેજે."
"જેવો હુકમ" કહી એને સુમો સ્ટાર્ટ કર્યો જીતુભા ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠો અને થોડીવારમાં એ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. જીતુભાઇ સુરેન્દ્રસિંહની કારનું લોકેસન પૂછ્યું અને તપાસ કેટલે આગળ વધી એ પૂછ્યું. પછી ગિરધારી ને લઈને કાર જે જગ્યાએથી મળી હતી ત્યાં જવા નીકળ્યો.
xxx
વીસી એન્ટરપ્રાઈઝના મુખ્યાલયમાં આજે ચહલ પહલ હતી. કંપનીના 25 વર્ષ પુરા થતા હોવાની ખુશીમાં કંપનીએ અનેક ડિસ્કાઉન્ટ સ્કીમ પોતાના ક્લાયન્ટને માટે રજૂ કરી હતી કેમ્પસ કોર્નરના એક જુનવાણી બંગલાને રિનોવેટ અને મોડીફાય કરીને આ મુખ્યાલય બનાવવામાં આવ્યું હતો. ચાર માળનું બિલ્ડિંગ અને આગળ મોટું ખુલ્લું મેદાન જેનો ઉપયોગ કંપનીના મુખ્ય અધિકારીઓ અને એમના સેક્રેટરી તથા સહાયકોના ઉપરાંત કોઈ બિઝનેસ દિલ માટે આવેલા મહેમાનોના વાહન પાર્ક કરવા માટે થતો હતો. 8000 ફૂટમાં ફેલાયેલ ચોથે માળમાં સૌથી મોટી ઓફિસ વિક્રમની હતી જેમાં મરણ પહેલા એના પપ્પા મહેન્દ્ર ચૌહાણ બેસતા. એની બાજુમાં સહેજ નાની કેબીન ધર્મેન્દ્રની હતી જયારે બીજી બાજુની પ્રમાણમાં નાની કહી શકાય એવી કેબીન રાજીવની હતી આ ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અન્ય મેનેજમેન્ટ ઓફિસર ની કેટલીક કેબીન હતી. એ પછી એક હોલ જેવું બનાવેલું જેમાં બધા મોટા સાહેબોના પર્સનલ આસિસ્ટન્ટ કે સેક્રેટરી બેસ્ટ જેને બધાની સેપરેટ બંધ કેબિનો હતી પછી બીજા અને ત્રીજા વર્ગના મેનેજર આસિસ્ટન્ટ મેનેજર ક્લાર્ક વિગેરે લોકો માટે ક્યુબિક ડેસ્ક બનાવેલા હતા.
સાડા નવ વાગ્યા હતા અને સેક્રેટરી વાળા હોલમાં એક સહેજ સ્થૂળ અને શામળી પણ ચહેરાથી આકર્ષક એવી લગભગ 45 ની ઉંમરની એક યુવતી કે જેણે શાલીનતાથી એક કોટનની પણ સરસ દેખાતી સાડી પહેરી હતી ચહેરા પર આછો મેકઅપ, ગળામાં નકલી સફેદ મોતીની માળા, બન્ને હાથમાં 2-2 સોનાંની અને 5-7 અલગ અલગ રંગની કાચની બંગડીઓ પહેરી હતી. જમણા હાથમાં એક વીંટી, અને સુની માંગ વાળી એ યુવતી કે જે ધર્મેન્દ્ર ચૌહાણની સેક્રેટરી હતી એણે પોતાના હેન્ડ પર્સને પોતાના ટેબલ પર મૂક્યું પછી બેલ મારી ને પ્યુન ને બોલાવ્યો અને પૂછ્યું. "ધર્મેન્દ્ર સર આવી ગયા છે?" પ્યુને જવાબ આપ્યો કે "હા એ તો આઠ વાગ્યે જ આવી ગયા છે." ઓકે. મને પાણી પીવડાવ, અને સરસ કડક કોફી પીવડાવ" કહી એણે પ્યુનને વિદાય કર્યો. પછી પોતાનું પર્સ ખોલીને એમાંથી નાનો આયનો કાઢ્યો અને પોતાનો ચહેરો એમાં જોયો અને પોતાના પ્રતિબિંબ ને જોઈને એક સંતુષ્ટિનો ભાવ એના મનમાં ઉપન્યો. પ્યુન પાણી આપી ગયો પાણી પી ને પછી એને ટેબલનું લોક ખોલ્યું અને કેટલીક ફાઈલ તેમાંથી કાઢી. ગઈકાલે ટીવીમાં જોયેલ કોઈ ફિલ્મી ગીત ગણગણતા એ ફાઈલમાં નજર ફેરવતી રહી. પાંચેક મિનિટ માં કોફી આવી ગઈ એ દરમિયાનમાં એણે પોતાને આજના કરવાના કામની યાદી મનોમન બનાવી નાખી હતી. કોફીની સુગંધ થી એનું મગજ તરબતર થવા લાગ્યું હતું. એણે ફાઈલોને ટેબલ પર એક સાઈડ હડસેલી, અને આરામથી પોતાના શરીરને ખુરશી પર લંબાવીને એ કોફીની સુગંધ માણતી રહી, અને કંઈક વિચારતી રહી. પછી મનમાં કંઈક ફાઇનલ થતા એક હળવી મુસ્કુરાહટ સાથે એણે કોફીનો કપ મોઢે માંડ્યો. કોફી પુરી કરીને એને પોતાના ટેબલ પર પડેલા ઇન્ટરકોમ માં એક નંબર દબાવ્યો સામેથી ફોન ઉંચકાયો એટલે કહ્યું.
"સર, રાજીવ સરનો ફોન હતો એ અને વિક્રમ સર સીધા દુબઇ જાય છે. એટલે અનોપચંદ એન્ડ કુ ના નવા કોન્ટ્રાક્ટ ના પેપર તમે ફાઇનલ કરજો આ ઉપરાંત બેંગ્લોરના આપણા ફાર્મ યુનિટમાં કંઈક મુશ્કેલી છે તો ત્યાંના જી.એમ ને તમારે ગાઈડ કરવાના છે અને હા. વિક્રમ સરે કહ્યું છે કે ગઈ કાલે એજે અનાથ આશ્રમમાં ગયા હતા. એને 5 લાખનું ડોનેશન આપવાનું છે. તો એ ચેક તૈયાર કરવાનો છે."
"હા મને લાગે છે કે બેંગ્લોર મારે જ જવું પડશે રાજીવ હોત તો એને મોકલી દીધો હોત. એની વે મારે 2-3 લેટર નું બ્રિફિંગ આપવું છે. શો કમ ઈન મે ઓફિસ."
"10 મિનિટ પછી આવીશ" કહીને એ યુવતીએ ફોન મૂકી દીધો. ધર્મેન્દ્ર ચૌહાણ બઘવાઈ ને હાથમાં પકડેલા રીસીવર ને જોતો રહ્યો.કોઈ કંપનીના માલિક ના કાકા અને કંપનીના જનરલ મેનેજરને કંપનીમાં નોકરી કરતી એક અદની સેક્રેટરી આવો ઉડાઉ જવાબ આપ્યો એ આશ્ચર્યની વાત હતી.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.