Humsafar - 24 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 24

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમસફર - 24

થોડાક ટાઇમ પછી એ બધા હોસ્પિટલમાં હોય છે

પીયુ હોશ માં આવી જાય છે પણ એનો રિપોર્ટ આવવાનો બાકી છે

જે રૂમ માં પીયુ હતી એજ રૂમમાં રુચી અને વીર પણ હતા 

રુચી : હવે કેમ લાગે છે ?

પીયુ : થોડોક થાક લાગે છે 

રુચી : હજાર વાર કહ્યું છે કે ખાવાનું ધ્યાન રાખ પણ ના તારે તો તારી મનમાની જ કરવી હોય 

પીયુ : દીદી પ્લીઝ મમ્મી ની જેમ વાત ના કરો

રુચી : ચુપ થઇ જા 

~ પછી એક ડોક્ટર એના હાથમાં એક ફાઇલ લઈને આવે છે

વીર : ડોક્ટર રિપોર્ટ માં શું છે ?

ડોક્ટર : કંઈ સીરીયસ નથી ( હસતા કહે )

રુચી : પણ એ અચાનક કેમ પડી ગઈ ?

ડોક્ટર : કારણ કે એ પ્રેગ્નેન્ટ છે કોન્ગ્રેચ્યુલેશન એ જલ્દી જ મોમ બનવાનાં છે 

રુચી.... પીયુ અને વીર આ સાંભળીને શોકડ થઈ જાય છે

રુચી શોક્ટ થઈ ને પીયુ તરફ જોવે છે

પીયુ શોક્ટ થઈ ને વીર તરફ જોવે છે

વીર શોક્ટ અને ખુશ થઈ ને પીયુ સામે જોવે છે 
વીર ખુશ થઈ ને ઉછળવા લાગ્યો 

વીર : યાહ...... હું જલ્દી જ ડેડ બનવાનો છું 

રુચી વીર ને જોઈ ને વધુ શોકડ થઈ જાય અને બેહોશ થઈ જાય 

પીયુ : દીદી

વીર : ભાભી..... ડોક્ટર..... પ્લીઝ હેલ્પ 

પીયુ : આ બધું તારા કારણે થયું ડફર ( વીર ને કહે )

વીર : થેન્ક યુ ( સ્માઇલ ની સાથે ફ્લાઇગ કિસ )

થોડાક સમય પછી ડોક્ટર રુચી ને ચેક કરે 

ડોક્ટર : કોન્ગ્રેચ્યુલેશન તમે પણ પ્રેગ્નેન્ટ છો 

વીર : સાચું ?

ડોક્ટર : હા....આ બંને ને પાંચ અઠવાડિયાં થઈ ગયા છે 

રુચી ખુશ થઈ ને એના પેટ પર હાથ ફેરવ્યો અને અમન ના વિષય માં વિચારવા લાગી 

વીર : ભાઈ આ સાંભળીને કેટલા ખુશ થઈ જશે 

પછી રુચી વીર અને પીયુ ને ઘુરે છે 

રુચી : પીયુ મને તારા થી આ ઉમ્મીદ નોહતી ક્યાર થી આ બધું ચાલી રહ્યું છે 

પીયુ : દીદી જે પણ થયું એ એક ભૂલ હતી હું આ બાળક ને અબોટ કરાવી લઈશ અને સોરી આ બધા માટે 

વીર : અબોશન ? અબોશન વિશે શું બોલી રહી છે ?

રુચી : પીયુ તુ પાગલ છે તુ હોશ માં તો છે ને ખબર પણ છે તુ શું બોલે છે ?

પીયુ : હા , દીદી હું હોશ માં છું 

વીર : હું પણ જાણવા માગું છું કે તું શું બોલી રહી છે 

રુચી : એ અબોશન કરવા માંગે છે 

વીર : શું ? તું પાગલ છે ? એ મારું બાળક છે તું આવું ના કરી શકે 

પીયુ : તું છે કોણ જે મને આ બધું કહી રહ્યો છે તું મારો પતિ અથવા બોયફ્રેન્ડ નથી , શું ખબર થોડાક દિવસો પછી તું કહીશ કે તારે બાળક નથી જોઇતું જેમ તે કહ્યું હતું કે બધું ભૂલી જા જે આપણા વચ્ચે થયું 

વીર : પીયુ એવું કંઇ નથી.... હું આ વિશે તારી સાથે ઘણીવાર વાત કરવા માંગતો હતો પણ તું મારી વાત સાંભળવા તૈયાર નહોતી પછી હું શું કરી શકું 

પીયુ : મારે તારા બહાના નથી સાંભળવા 

વીર : આ બહાના નથી હું તને પ્યાર કરું છું સાચે જ પ્યાર કરું છું મને નથી ખબર ક્યારે હું તને આટલો બધો પ્યાર કરવા લાગ્યો પણ હું તને બહુ જ પ્યાર કરું છું અને તું મને હંમેશા મારી લાઇફ માં જોઈએ છે મારે આ તને ઘણીવાર કહેવું હતું પણ તે મને હંમેશા ઇગ્નોર કર્યો , પીયુ પ્લીઝ મને ન છોડ 

પછી વીર નીચે બેસીને પીયુ ને પુછ્યુ

વીર : પીયુ મારી સાથે મેરેજ કરીશ ?

~ પીયુ શોકડ થઈ જાય કારણ કે એને ક્યારેય આ નહોતુ વિચાર્યું

વીર : મને ખબર છે હું ક્યારેક બેવકૂફ ની જેમ વિચાર્યા વગર બોલી દઉં છું અત્યાર ની જેમ કોઇની પણ ફિલીંગ ને જાણ્યા વગર જ પણ હું કોઈ ની ફિલીંગ ને જાણી જોઈને દુખ પહોંચાડવા નથી માંગતો , હું સાચે જ તને પ્યાર કરું છું અને મને ખબર છે તું પણ મને પ્યાર કરે છે પ્લીઝ મારી સાથે મેરેજ કરી લે 

પીયુ : ના.... તું આ બધું ફક્ત આ બાળક નાં કારણે કહી રહ્યો છે ...... નહીંતર તું આ બધું ક્યારેય ન કહી શકે 

વીર : ના.....પ્લીઝ મારો વિશ્વાસ કર હું એ બધું કરીશ જે મેં કહ્યું 

પીયુ : મારે વિચારવા માટે થોડોક સમય જોઈએ છે એટલે પ્લીઝ આ ડ્રામા હવે બંધ કર 

રુચી : વાહ આ બધું થઈ ગયું અને તમે બંને એ કોઈ ને કહેવું પણ જરૂરી ન સમજ્યું અને પીયુ તુ તો મને કહી શકતી હતી ને 

પીયુ : દીદી હું તમને કેહવા માંગતી હતી પણ આને મને રોકી લીધી 

રુચી : શું ? ( વીર તરફ જોવે છે )

વીર : આઈ એમ સોરી ........આઈ એમ રીયલી સોરી..... મેં પહેલા જ કહ્યું હું ક્યારેક ક્યારેક સ્ટુપીડ થઈ જાઉં છું 

રુચી અને પીયુ :‌ હા.... તું છે 

રુચી : હવે એ વિચારો કે આ બધું પેરેન્સ ની સામે કેમ કહીશું 

વીર : હું આ વિશે બધા ને વાત કરીશ ડોન્ટ વરી 

પીયુ : અને પ્લીઝ આ વખતે કોઈ પાગલપણું ન કરતો 

વીર : હમ્મ , પણ હું સાચે જ બહુ ખુશ છું હું અંકલ અને ડેડ એક સાથે બની રહ્યો છું, હું ભાઈ ને કોલ કરી ને આ ગુડ ન્યૂઝ આપું 

રુચી : ના.... પ્લીઝ એમને કોલ ન કર 

વીર : પણ શું કામ ? 

પીયુ : ડફર એ એમને સરપ્રાઇઝ આપવા માંગે છે 

વીર : ઓહ.... ઓકે.... ઓકે 

       થોડીક કલાક પછી એ ત્રણેય ઘરે આવી જાય વીર અમન ને લેવા એરપોર્ટ પર જાય અને પીયુ ને ઠીક નથી લાગતું એટલે એ એના રૂમમાં જાય અને સૂઈ જાય રુચી લીવિંગ રૂમ માં બેસી ને અમન ની રાહ જોવે છે 

રુચી થી ઇન્તજાર નથી થઈ શકતો એ અમન ને જોવા માંગે છે કારણ કે એક મહિના ની ઉપર થઈ ગયો છે એ ખુશ પણ છે અને ઉત્સાહીત પણ છે કારણ કે આ બહુ જ મોટી ખુશી છે એના અને અમન માટે કે એ બંને મમ્મી પપ્પા બનવા ના છે જલ્દી રુચી ની આંખો દરવાજા તરફ જ છે એને ગાડી નો અવાજ સંભળાયો એટલે એ ઉભી થઇ ગઈ અને સ્માઈલ કરે એ દરવાજા સામે જોવે 

પણ એની સ્માઈલ જલ્દી જ ગાયબ થઈ જાય કારણ કે એને એની સામે અમન નહીં પણ રાહુલ દેખાય 

રુચી : તું અંહીયા શું કામ આવ્યો છે ? જો તું અમન ને મળવા માટે આવ્યો છે તો એ અંહીયા નથી એટલે પ્લીઝ અંહીયા થી ચાલ્યો જા 

રાહુલ : રુચી.... હું તને મળવા માંગતો હતો એટલે  અંહીયા આવ્યો છું 

રુચી : પણ હું તને મળવા નથી માંગતી પ્લીઝ અંહીયા થી ચાલ્યો જા 

રાહુલ : મને ખબર છે તું મને મળવા કે સાંભળવાં નથી માંગતી , પણ રુચી જે મેં કર્યું એનો મને પછતાવો છે અને દુઃખ પણ છે , આઈ એમ રીયલી સોરી મેં જે તારી સાથે કર્યું એ બદલ અને આઈ એમ રીયલી સોરી મારા વર્તન માટે પ્લીઝ મને માફ કરી દે એ સમયે હું અમન અને મારા ફ્રેન્ડશીપ વિશે ભૂલી ગયો હતો , મને જલન થઈ રહી હતી , હું તને મારી લાઇફ માં પાછી લાવવા માંગતો હતો જે પુરેપુરી ખોટું હતું હું જાણું છું પણ રુચી મને ખુબ જ શરમ આવે છે મને એ પણ ખબર ના રહી કે હું ક્યારે ગુસ્સા અને જલન માં જાનવર બની ગયો , અમન મારા કરતાં સો ગણો વધું સારો છે હું સાચે જ તને ડિસર્વ નથી કરતો પ્લીઝ તું મને માફ કરી દે જે કંઈ પણ મેં કર્યું છે એ બદલ

રાહુલ ને એની ભૂલ નો પછતાવો હોય છે એ એની આંખો માં રુચી જોઈ શકતી હતી રાહુલ બધું ભૂલી ને આગળ વધવા માંગતો હતો