પ્રેમ સમાધિ
પ્રકરણ-113
કાવ્યા અને કલરવ વિજયની સીક્યુરીટી વ્યવસ્થા ચૂસ્ત થયાં પછી નિશ્ચિંત થઇ ગયાં હતાં. કાવ્યા કલરવને કહી રહી હતી હવે કોઇ ચિંતા નથી ભય કે ડર નથી પાપાએ બધો પાક્કો બંધોબસ્ત કરી દીધો છે છતાં તારો ચહેરો આમ કેમ પડી ગયો છે ? એવી તને હજી શેની ચિંતા છે ? વળી તારાં પાપા અને મારાં પાપા હવે તો સાથે છે તેઓ સાથે જ અહીં આવી રહ્યાં છે. ભાઉ સાહેબનો પણ ફોન આવી ગયો આપણી શીપ સાથે બધાં જ અહીં આવી રહ્યાં છે. બોલને કલરવ શું ચિંતા છે ?”
કલરવે કહ્યું "કાવ્યા સાચું કહું ? મને નાનપણથી કોઇ ભવિષ્યની ઘટના ઘટવાની હોય મને એનો એહસાસ થઇ જાય છે. બધી બાજુથી સારાં અને સલામતિનાં સંદેશ વાતો છે છતાં અંદરને અંદર મારાં અંતરમનમાં કોઇ ઉચાટ છે કોઇ ડર મને કોરી ખાય છે એવો પાક્કો કંઇ ખરાબ ખોટું થવાનું હોય એવો એહસાસ છે એવી લાગણી છે મને થાય છે હું હમણાં એ એહસાસથી રડી પડીશ મારાંથી સહેવાતું નથી.”
કાવ્યા કલરવની સાવ નજીક આવી ગઇ એનો હાથ પકડી એની આંખોમાં આંખ પરોવી બોલી "એય મારાં કલરવ આટલી નિશ્ચિંતતા વચ્ચે એકબાજુ તું જેની ચિંતા કરતો જેનાં વિરહમાં ટળવળતો એવાં તારાં પાપા પણ આવી રહ્યાં છે છતાં તને આવો દીલમાં અભાવ આવો નેગેટીવ એહસાસ કેમ ?”
કાવ્યા કલરવની આંખોમાંજ આંખો પરોવાયેલી બોલી રહી હતી. કલરવની આંખો ભીંજાઇ ગઇ એણે કાવ્યાનાં પકડેલાં હાથ દબાવ્યા કાવ્યાને કહ્યું "કાવ્યા આજ તો રહસ્ય છે મને નથી સમજાતું...બહુ વિચાર કરતાં હજી એક સામે વિચાર આવે છે કે નારણ અંકલ અને સતિષ કે જે કોઇ અહીં આવી રહ્યું છે આપણને લેવાં.... શા માટે આવે છે ? જ્યારે તારાં મારાં પાપા અહીં આવીજ જશે પછી એ લોકો અહીં કેમ આવે છે ? કાવ્યા ગમે તે થાય આપણને ગમે તે સમજાવે આપણે એ લોકો સાથે સુરત નહીં જઇએ... અરે આપણાં બંન્નેનાં પાપા અહીં આવી ના જાય.. એમને મળી ના લઇએ ત્યાં સુધી બંગલાની બહાર નહીં નીકળીએ મને એ લોકોનું અહીં આવવુ કોઇ મોટાં ષડયંત્રનો ભાગ લાગે છે. કાવ્યા મારો આ એહસાસ નેગેટીવ છે પણ સાચોજ છે.....”.
કાવ્યાએ કલરવને હૈયાધારણ આપતાં કહ્યું" કલરવ તું ઇચ્છે વિચારે છે એજ સત્ય આપણે એવુંજ કરીશું. આપણે શા માટે નારણ અંકલ સાથે જવું જોઇએ ? અને મને તો પાપાએ એવી કોઇ સૂચના આપીજ નથી છતાં મને થાય છે કે પાપાને ફોનમાં વાત કરી બધી ચોખવટ કરી લઇએ.”
કાવ્યા અને કલરવ વાત કરી રહ્યાં છે ત્યાં કાવ્યાએ જોયુ કલરવનાં મોબાઇલ પર રીંગ આવી... ફોન નં પાપાનો હતો એટલે બોલી પાપાનોજ ફોન છે ઉપાડ કલરવ. કલરવે ફોન લીધો પહેલાં સામેથી માત્ર શ્વાસ લેવાનાંજ અવાજ આવ્યા પછી ધીર ગંભીર અવાજ આવ્યો ખૂબ પ્રેમથી બોલ્યાં "કલરવ મારાં દીકરા કેમ છે ? હું હું..”. ત્યાં કલરવની આંખમાંથી અશ્રુ વહી ગયાં બોલ્યો “પાપા... પાપા... તમેજ છો કેટલાંય સમય પછી.. પાપા... પાપા... તમે કેમ છો ? તમારી તબીયત કેમ છે ? તમારી તો કાગડોળે રાહ જોઊ છું તમને જોવા મારી આંખો તરસી ગઇ છે.. પાપા... જલ્દી આવી જાવ."
સામેથી શંકરનાથે કહ્યું "મારાં દીકરાં હું વિજય સાથે ત્યાંજ આવી રહ્યો છું હવે કોઇ ચિંતા નથી હું ઠીક છું શરીરમાં હજી ઘાવ અને અશક્તિ છે પણ તને મળવાની ઇચ્છા અને એની ખુશીએ મને ખૂબ સાજો કરી દીધો છે હવે અમે અહીથી નીક્ળીશું. છતાં થયું એકવાર તારો અવાજ સાંભળી લઊં.. બેટા ધાર્યું હોત તો તને વીડીયો કોલથી વાત કરી જોઇ શક્યો હોત બ્લકે વિજયે કહ્યું "પણ મારે તને રૂબરૂ સાક્ષાત જોવો છે તને ધારી ધારીને જોવો છે આટલાં સમયનાં ઘા પછી પણ આપણને મહાદેવે... વચ્ચે ફોનની દિવાલ પણ ના જોઇએ હું આવું છું દિકરાં રૂબરૂ મળી વાત કરીશું વિજયને ફોન આપું.”
વિજયે ફોન લેતાં કહ્યું "બેટાં કલરવ તારાં પાપાની કોઇ ચિંતા ના કરીશ મેં વિડીયો કોલ કરવા ગઇકાલથી કહેલું પણ એમણે ના પાડી કે હું દીકરાને રૂબરૂ સામેજ સાક્ષાત જ જોઇશ મને કોઇ અંતરાય વચ્ચે ના જોઇએ. હવે અમે નીકળીએ છીએ લગભગ 3 કલાકમાં તો પહોંચી જઇશું..” ત્યાં કાવ્યાએ ફોન લેતાં કહ્યું પાપા લવ યુ.. કોઇ સમય ના બોલશો જે સમય થાય એ બસ હવે અંકલ સાથે આવી જાવ ખૂબ રાહ જોઇ છે. પાપા ખાસ વાત અમને લેવા માટે નારણઅંકલ કેમ આવે છે ? અમે ક્યાંય કોઇ સાથે ક્યાંય નથી જવાનાં... એમને આપણાં ઘરે બોલાવ્યા જ કેમ ? એમાંય પેલો ડામિસ એમનો છોકરો.... પાપા તમને ખબર છે એ .... છોડો અમે આ ઘરમાંથી ક્યાંય બહાર નહીંજ નીકળીએ જ્યાં સુધી તમે લોકો ના આવી જાવ.”.
વિજયે કહ્યું "દીકરા મને ખબર છે નારણે એમ વિચારીને કહેવુ કે પેલો શેતાન મધુટંડેલ ત્યાં કલરવને મારવા આવવાનો છે તો એ તમને લોકોને સલામતિ માટે સુરત એનાં ઘરે લઇ જાય એટલે પણ મેં સીક્યુરીટી કરી દીધી છે અમે પણ અહીંથી નીકળીએ છીએ. ભાઉ આવે છે બસ થોડાં કલાક સાચવી લો પછી કોઇ ચિંતા નથી.. તમે ક્યાંય ના જતાં.. ચલ દીકરા બાય ટેઇક કેર... જરૂર પડે ફોન પર વાત કરીશું..”.
કાવ્યાએ બાય કહી ફોન મૂક્યો.. હવે કલરવની સામે જોયું કલરવ ખૂબ ઇમોશનલ થયેલો... કાવ્યાએ કહ્યું “આપણે ક્યાંય નથી જવાનું પાપા આવેજ છે..”. હજી કાવ્યા વાત કરે છે ત્યાં વિજય નો ફરી ફોન આવ્યો વિજયે કાવ્યાને કહ્યું “જો શાંતિથી સાંભળ…” એમ કહીને કાવ્યાને ખૂબજ ખાનગીમાં સૂચનાઓ આપી અને ફોન મૂકાયો.
કાવ્યાની સામે કલરવે પ્રશ્નાર્થ નજરે જોયું... કાવ્યાએ કહ્યું “કલરવ ચાલ પાપાનાં રૂમમાં” એમ કહીને કલરવનો હાથ પકડીને વિજયનાં રૂમમાં લાવી.. અંદર આવી વિજય ની ગાદી નીચેથી એક ચાવી કાઢી... ચાવીથી કબાટ ખોલ્યું અને કલરવ અને કાવ્યા આશ્ચર્ય અને આઘાતથી જોઇ રહ્યાં....
***************
મધુને લઇને રેખા ઉપર જઇને સતિષનાં બેડરૂમમાં ગયાં રેખાએ કહ્યું “વાહ શેઠ આ રૂમતો બહુ લકઝરીયસ છે મસ્ત અહીં મજા આવશે વાહ નારણ શેઠે છોકરા માટે મન મૂકીને ખર્ચ કર્યો છે.” મધુએ કહ્યું “સાલાએ બધો માલ પણ અહીંજ રાખ્યો લાગે રેખા.. પહેલાં રૂમ બંધ કર.... “
રેખાએ રૂમનો દરવાજો અંદરથી લોક કર્યો અને નારણની તસ્વીર ટેબલ પર હતી એ ઊંધી પાડી દીધી અને મધુને વળગીને બોલી “હવે મજા આવશે...” મધુએ લીકરની બોટલનો બૂચ ખોલ્યો અને સીધી મોઢે માંડી ઘૂંટ ગળે ઉતર્યા અને બોલ્યો “હવે તમને બેઉને ફેંદીશ.. “.. સો......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-114