Prem Samaadhi - 112 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-112

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-112

પ્રકરણ-112

 “મધુ મંજુભાભીની સામે એની ફેમીલીની ચિંતા ના કરે... તારુ ફેમીલી મારુજ ફેમીલી તારી..”. અને દોલતે મધુનાં હાથમાંથી મોબાઇલ લઇ બંધ કર્યો અને મંજુબેનને પાછો આપી કહ્યું “જાવ તમે ચિંતા ના કરશો નારણભાઇ સાથે બધી વાત થઇ ગઇ છે”. મધુ ટંડેલે દોલતની સામે ગંદી રીતે જોયું અને પોતાનાં હોઠ પર જીભ ફેરવી.....
 મંજુબેન સીધા ઉપર માયાનાં રૂમમાં ગયાં. દોલતે કહ્યું “મધુ શેઠ તમે શું બોલવા ગયેલાં ? આખા પ્લાન પર પથારી ફરી જાત તમે ખૂબ નશામાં છો... જાવ ન્હાવું હોય તો ન્હાઇ લો ફ્રેશ થઇ જવાશે. “ મધુટંડેલે કહ્યું “ન્હાવા તો રૈખાડી ગઇ છે ક્યારની ગઇ છે હજી નીકળી નથી અલ્યા દોલત નીચે બે બેડરૂમ છે ઉપર કેટલાં છે ? પછી આજુબાજુ જોઇને બોલ્યાં પેલી મારી માયા લાગી છે એ ઉપરજ છે ને ? મારાં રહેવાની વ્યવસ્થા ઉપર કરાવ... પેલાં સતિષનાં રૂમમાં મને એજ રૂમ અનૂકૂળ પડશે. જા ઉપર જઇને વાત કર હમણાંજ.”.. ત્યાં સામેથી રેખા ન્હાઇધોઇને આવી....
 દોલત રેખા અને મધુટંડેલ બંન્ને તરફ જોતો કચવાતે મને ઉપર ગયો. ઉપર જતાં એને વિચાર આવી ગયો કે મારી લાલચ અને હવસે મને કેવો બનાવી દીધો ? આ તો સાક્ષાત રાક્ષસજ છે મારે હવે પુરુ કર્યા વિના છૂટકોજ નથી મારે ઉપર જઇને કહેવુંજ પડશે ત્યાં માયાનો રૂમ આવી ગયો એણે બંધ બારણે ટકોરા માર્યા... અંદરથી મંજુબેનનો અવાજ આવ્યો એમણે થોડાં ગુસ્સામાં “પૂછ્યું કોણ છે ?”
 દોલતે કહ્યું “ભાભી હું દોલત એક મીનીટ બારણું ખોલોને મારે વાત કરવી છે..”. મંજુબેન ઉભા થઇ દરવાજે આવ્યા એ બધી દોલતને ખબર પડતી હતી મંજુબેને અડધો દરવાજો ખોલી પૂછ્યું "બોલ શું કામ છે ? તમારી જોડે પેલી બાઇ છે નીચે રસોડામાં બધુ છે જે જોઇએ લઇ શકો બનાવી શકો છો હું અને માયા રૂમમાં રહીશું પેલાં મધુભાઇ વધારે પડતો નશો કર્યો છે આવું શોભે છે એમને ? તું કેવી રીતે બધાને અહીં લઇ આવ્યો. મને ડર લાગી રહ્યો છે. “
 દોલતે થોડી અકળામણ સાથે કહ્યું “નારણશેઠનું તો મેં કામ કર્યુ છે મારે કશુ નથી જોઇતું તેમને વિજયશેઠની દોલત શીપ બધુ જોઇએ છે કાવ્યા સતિષ માટે કલરવ માયા માટે એનાં માટે મેં આટલું જોખમ લીધું. વિજય શેઠને તો આ મધુશેઠજ પહોંચી વળે એટલે એમની મદદ લીધી એમને વિજયશેઠ અને પેલાં શંકરનાથનું વેર વાળવું છે એમની નજરમાં કલરવ..”. અને પછી અટકી ગયો ત્યાં અંદર બેઠી સાંભળતી માયા બોલી “મને બધી ખબર છે એ મધુઅંકલને કલરવને મારી નાંખવો છે પણ કલરવ મારો છે મારાં લગ્ન થવાનાં છે અને કાવ્યા ભાઇને મળે મને કલરવ એટલે પાપાએ તમારી મદદ લીધી છે મધુઅંકલને કહો કલરવનો વાળ વાંકો ના થવો જોઇએ કાવ્યાડીનું જે કરવું હોય એ કરો”. દોલતે કહ્યું “મધુશેઠ નારણશેઠને બધો પૈસો શીપ વગેરે મળે એટલે મદદે આવ્યાં છે એમનો શું સ્વાર્થ છે ? એમને તો પેલા બામણ અને વિજયશેઠ સાથે આડુ ઉતરેલું છે.” 
 “જુઓ ભાભી હું ખાસ વાત કરવા આવ્યો છું સરવાળે બધો સ્વાર્થ તમારાં લોકોનો છે નારણશેઠને તો વેરની વસુલાતજ કરવી છે બાકી બધુ તો તમને મળવાનું છે... નારણશેઠ તો માલમાલ થઇ જશે.. મધુશેઠ તો પોતાની શીપ ધંધો બધુ સતિષને આપી દેવા કહે છે એમને તો કોઇ વારસ પણ નથી”. 
 મંજુબેન હવે પીગળ્યાં એની દાઢ સળકવા માંડી "ઓહ એવી વાત છે તો તો સારું... માયાનાં પાપા વિચાર્યા વિના કશું કરેજ નહીં... બોલ તારે શું કામ હતું ?"
 દોલતે કહ્યું “મધુશેઠને હાથમાં ને હાથમાંજ રાખવા પડશે કાલે તો અહીંથી જતાં રહેવાનાં..... આજની રાત અને કાલનો દિવસજ અહીં છે.. એમની મહેમાનગતિ સારી રીતે કરો પછી તમારે તો ઘરે બેઠાં ઘીકેળાંજ છે. મધુશેઠને અહીં ઉપરનો સતિષનો બેડરૂમ આજની રાત આપી દો એમને થોડી પ્રાઇવેસી જોઇએ છે નીચેનાં રૂમમાં હું રહીશ અને બીજારૂમમાં રેખા અને માણસો આવી જાય તો મને નીચે રહી મેનેજ કરવાનું ફાવે..”.. પછી મંજુબેન અને માયા સામે જોવા લાગ્યો..... 
 મંજુબેન અને માયાએ એકબીજાની સામે જોયુ.... માયા અને મંજુબેન આંખોમાં કંઇક વાત કરી લીધી પછી મંજુબેન બોલ્યા “જો દોલત તારાં ભરોસે હું અહીં બધાને રાખુ છું સાચવું છુ મહેમાનગતિ કરીશ પણ અમને લોકોને કોઇ રીતે તકલીફ ના પડવી જોઇએ. મધુભાઇને કહી દે કે અમારી સાથે આમાન્યા રાખે આટલો દારૂ ના પીવે અમારાં ઘરમાં પીવાય છે પણ આટલો કે આવી રીતે નહીં ઠીક છે એમને ઉપર લઇ આવ અમે રૂમમાં જઇએ દરવાજો બંધ કરીશું” દોલતે હાંશકારો ખાધો બોલ્યો “કંઇ જરૂર હશે તો જાણ કરીશ પણ તમે ડરો નહીં બધાં ફેમીલીજ છીએ.. “ એમ કહી નીચે ઉતર્યો.
 દોલત નીચે આવ્યો એણે જોયું ડ્રોઇંગરૂમમાં બેઠેલાં મધુનાં ખોળામાં રેખા બેઠી હતી એ મધુનાં હોઠ પર હોઠ મૂકી એને ઉશ્કેરી રહી હતી. દોલતે એ લોકોની પરવા કર્યા વિનાં એમની પાસે પહોંચીને કહ્યું "મધુશેઠ મારે ભાભી સાતે બધી વાત થઇ ગઇ છે સમજાવી દીધાં છે તમે ઉપરનાં સતિષનાં રૂમમાં જતા રહો... ત્યાં રૂમ બંધ કરી જે તમારે કરવું હોય એ કરો ત્યાં સુધી હું અહીં નીચે ન્હાઇધોઇ ફ્રેશ થઇ જઊં અને પછી બાકીની વ્યવસ્થા કરી દઊં” "બાકીની વ્યવસ્થા" ઉપર એણે ભાર મૂક્યો. 
 મધુ ટંડેલે રેખાને કહ્યું “ચાલ ડાર્લીંગ ઉપર જઇએ તું થોડીવાર મારી સાથે રમીલે... મને તુંજ નવરાવ આપણે સાથે ન્હાઇએ મજા કરીએ. “ દોલતે કહ્યું “જાવ જાવ બંન્ને.. “. રેખા કહે “હું તો ન્હાઇને આવી છું..” મધુએ કહ્યું “અરે હું તને નવરાવું ચાલ ફરીથી શું ફરક પડે છે ખૂબ મજા આવશે દોલત ઉપર રૂમમાં બોટલ ગ્લાસ નાસ્તો બધુજ મૂકી આવ પછી થોડો સમય મને ડીસ્ટર્બ ના કરીશ મારે કામ હશે હું તને ફોન કરીશ સમજી ગયો ?”
 દોલતે હકારમાં ડોકું ધુણાવ્યું રેખા અને દોલતે એકબીજા સામે જોયું. રેખાને જોઇ દોલતે બિભસ્ત હાસ્ય કર્યુ રેખાને ગમ્યું નહીં પણ બોલી નહીં પીધેલાં લથડતાં મધુને લઇને રેખા દાદર ચઢવા માંડી.... 
*****************
 કાવ્યાએ ઘરમાં બધી સીક્યુરીટી વ્યવસ્થા જોઇને હાંશ કરી પણ એણે પાસે બેઠેલાં કલરવને કહ્યું "કલરવ પાપાને આટલો ચૂસ્ત બંદોબસ્ત કર્યો છે હવે શું ચિંતા ? તારાં પાપા મળી ગયાં બધાં શુભ સમાચાર છે છતાં તારો ચહેરો આમ પડી ગયેલો કેમ છે ?” કલરવે કહ્યું "કાવ્યા એક સાચી વાત કહું મને અંદરને અંદર કંઇક નેગેટીવ ફીલ થાય છે કંઇક..... “

વધુ આવતા અંકે ---- પ્રકરણ-113