SCENE 3
[ સ્ટેજ ઉપર લાઈટ આવે વિરેન પરમ અને નીલમ ચિંતામાં દૂર દૂર બેઠા છે અને ફોન ચેક કરી રહ્યા છે કપીલા આવે )
વિરેન - મમ્મીનો તાવ ઓછો થયો ?
કપિલા - પપ્પાને પૂછ્યું હતું દવાથી પરસેવો તો થયો છે પણ તાવ હજી પણ છે. પપ્પા નો તાવ પણ ઉતરતો નથી . આજે બીજો દિવસ છે મને તો ખૂબ ચિંતા થાય છે આ ચેપી રોગ હશે તો.
પરમ - શુભ શુભ બોલો ભાભી પપ્પા મમ્મીના રિપોર્ટ હજી આવ્યા નથી . કોઈ વાયરલ પણ હોઈ શકે બધું સારું થઈ જશે તમે ખોટી ચિંતા ના કરો.
નીલમ - ભગવાન કરે તુ કે છે એમ જ હોય પણ જો ભાભી ની ચિંતા સાચી પડે તો મોટી મુસીબત થઈ જશે . રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો હોસ્પિટલમાં જગા મળવી પણ મુશ્કેલ છે.
વિરેન - પણ આ અચાનક..... બે મહિના થઈ ગયા બીમારીને . આપણે પુરુ ધ્યાન રાખતા હતા છતા ... અરે એ લોકો તો ઘરની બહાર પણ નથી નીકળયા તો કેવી રિતે ..... મને ખૂબ ચિંતા થાય છે. હું મમ્મીને જોઈને આવું છું.
કપિલા - પપ્પા એ કોઈને પણ અંદર આવવાની ના પાડી છે. જમવાની થાળી પણ હું દરવાજાની બહાર મુકું છું અને પપ્પા જમીને ધોઈને પાછી આપે છે. એ તમને અંદર નહીં જવા દે તમારે કાંઈ પૂછવું હોય તો ફોન કરી લો.
નીલમ - ભાઈ શાંતિ રાખ રિપોર્ટ આવવા દે પછી પપ્પા સાથે વાત કરીએ . ભાભી ટીનુ ને અહીંયા આવવાની ના પાડી ને ?
કપિલા - હા હમણાં તો સમજાવી દીધો છે . ખૂબ જીત કરતો હતો મારા ભાઈએ ઇમર્જન્સી લેટર બનાવી અહીં આવવાની તૈયારી પણ કરી હતી . પણ મમ્મી પપ્પાની તબિયત બગડી એટલે મેં એને ના પાડી કહ્યું હમણાં મહિના સુધી અહીં આવવાનુ નથી . અહીં બીમારી ખૂબ ફેલાઈ છે એટલે હું ફોન કરું પછી જ આવજો.
પરમ - સારું છે ટીનું અહીં નથી આવી બીમારીમાં એને સાચવવો વધારે અઘરું થઈ જાત.
નીલમ - બાળકોની ઇમ્યુનિટી સારી હોય છે એમાં ચિંતા કરવાની જરૂર નથી . પણ હા મમ્મી પપ્પા માટે પ્રોબ્લેમ થઈ શકે અને મમ્મીને તો ડાયાબિટીસ પણ હાઇ છે ભાઈ તું ડોક્ટરને ફોન લગાડ રિપોર્ટ આવી ગયા હશે.
[વિરન ફોન લગાડે ]
વિરેન - હા ડોક્ટર સાહેબ હુ વિરેન બોલું છું . પપ્પા મમ્મીના રિપોર્ટ આવી ગયા ?
ડોક્ટર - હા વીરેન જો રિપોર્ટ તો પોઝિટિવ આવ્યા છે એટલે તમે લોકો ધ્યાન રાખજો અને ક્વોરેન્ટાઇન થઈ જજો . આમ તો અઠવાડિયામાં સારું થઈ જશે પણ મમ્મી પપ્પા ની ઉંમર વધારે છે અને ડાયાબિટીસની તકલીફ પણ છે એટલે જો બની શકે તો હોસ્પિટલમાં એડમિટ કરી દો ઇમરજન્સીમાં કદાચ ઓક્સિજનની જરૂર પડશે તો ઘરે મેનેજ કરવું મુશ્કેલ થઈ પડશે.
[ વિરેન આ વાત સાંભળી ભાંગી પડે છે અને સોફા પર બેસી જાય છે ]
વિરેન - ઠીક છે ડોક્ટર તમે કહો એમ . કઈ હોસ્પિટલમાં લઈ જઈએ ?
ડોક્ટર - જો મારી હોસ્પિટલ તો ફુલ છે. અહીં તો ઓલરેડી 15 જણ વેટિંગમાં છે હું તને બધી હોસ્પિટલ ના નંબર મોકલાવું છું. તો તુ પૂછી લે જ્યાં જગા મળે ત્યાં એડમિટ કરી દેજે . પછી હું ડોક્ટર સાથે વાત કરી લઈશ અને હા ધ્યાન રાખજો . તમારામાંથી કોઈ ની તબિયત બગડે તો હોસ્પિટલ આવી દવા લઈ જજો અને ઘરની બહાર નીકળતા નહીં હું હોસપિટલ્ના નંબર મોકલાવું છું.
વિરેન - ઓકે ડોક્ટર થેન્ક્યુ.
પરમનિલમ - શું થયું ? શું આવ્યુ રિપોર્ટમાં ?
વિરેન - મમ્મી પપ્પા ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે . એમની ઉંમર અને ડાયાબિટીસ જોતા ડોક્ટરે એમને હોસ્પિટલમાં એડમિટ કરવા કહ્યું છે . એ બધી હોસ્પિટલ ના નંબર મોકલે છે . જ્યાં જગા મળે ત્યાં એડમિટ કરવા પડશે.
નિલમ – જેનો ડર હતો એજ થયુ .
કપિલા – હવે આપણે શુ કરશુ ?
[ નીલમ, વિરેન અને કપિલા રડવા લાગે છે]
પરમ - જુઓ રડવાથી મમ્મી પપ્પા સજા નહિ થાય . આમ હિંમત નથી હારવાની બધું સારું થઈ જશે . આપણે ઝડપથી ડિસિઝન લેવા પડશે . નીલમ તારા કોન્ટેકમાં જે પણ છે બધાને ફોન કર. વિરેન તું પણ બધી હોસ્પીટલ મા કોલ કર. હું પણ ટ્રાય કરું છું ક્યાંક ને ક્યાંક તો બેડ મળી જ જશે.
[ પપ્પા બહાર આવે છે]
પપ્પા - રિપોર્ટ પોઝિટિવ આવ્યા ને ?
વિરેન - હા પપ્પા ડોક્ટર એ તમને બંનેને એડમિટ કરવા કહ્યું છે.
પપ્પા - મારી ચિંતા છોડો મમ્મી માટે પહેલા હોસ્પિટલ ગોતો એને વિકનેસ આવી ગઈ છે . હું પણ મારા સર્કલમાં બધે પૂછી જોઉં છું.
[ ટેન્સ મ્યુઝિક બધા ફોન કરી રહ્યા છે અને મિત્રો અને સંબંધીઓ સાથે વાતો કરી રહ્યા છે ]
વિરેન – હેલ્લો આશિર્વાદ હોસ્પીટલ.....
નિલમ – હા જીગ્ના તારા જીજાની હોસ્પીટલ મા કોઇ જગા ખાલી છે ...
જયંત – હા ચિમન ભાઇ જયંત વાત કરુ ...
પરમ – હા દિવેશ એક પ્રોબલમ થઇ ગયો છે ..
વિરેન – હેલો વિનાયક હોસપિટલ ......
[ કપિલા મમ્મી ના રુમ તરફ જાય પપ્પા ઇશારાથી રોકે ]
જયંત – હા લાલ જી ભાઇ એક મદ્દ્દ જોઇતી હતી .......
નિલમ – બોસ તમારી હોકાર્ટ મા ઓળખાણ છે ને ..........
[ બધા માઇમ કરે ટેંન્સ મુઝીક વાગે ]
પરમ - વિરેન હમણાં જ એક બેડ પ્રેક્ટીકલ હોસ્પિટલમાં ખાલી થયો છે મેં બુક કરાવી દીધો છે.
વિરેન - પણ આપણને બે બેડ જોઈએ છે.
જયંત - તમે મારી ચિંતા ના કરો . મમ્મીને લઈ જાઓ. અત્યારે ને અત્યારે એડમિટ કરી દો. મારી એક મિત્ર સાથે વાત થઈ છે . એ લોકોના સમાજે એક સ્કૂલમાં બેડ લગાડ્યા છે અને ત્યાં ઓક્સિજન અને ડોક્ટર ની વ્યવસ્થા છે હું ત્યાં જતો રહીશ . પ્રેક્ટીકલ હોસ્પિટલ એકદમ હાઈફાઈ છે મમ્મીને ત્યાં કાંઈ ઓછું નહીં આવે . તિજોરી માંથી પૈસા લઈ જાઓ જેટલા પણ પૈસા માંગે તું આપી દેજે કુમાર તમે ગાડી કાઢો . હું અને વિરેન વિણા ને લઈને આવીએ છીએ . બેટા તમે અમારાથી દૂર રહો હવે ઘર તમારે બંને એ સંભાળવાનું છે . તમારી તબિયત ખરાબ થાય એ નહીં પોસાય . વિરેન તુ માસ્ક પહેરી લે . હું તારી મમ્મી ની અને મારી બેગ પેક કરું છું ઉતાવળ રાખો.
[ ટેનસ મયુઝીક સાથે પરમ ગાડીની ચાવી લઈ બહાર જાય વિરેન અને કપિલા એમના રૂમમાં જાય નીલમ રસોડામાં જાય પાણીની બોટલ ભરી લઈ આવે પપ્પા મમ્મીને લઈને બહાર આવે મમ્મીને અશક્તિને કારણે ચાલવામાં તકલીફ પડી રહી છે પપ્પા ના સહારે આગળ વધે કપિલા અને નીલમ મમ્મીને ભેટવા જાય પણ પપ્પા ના પાડે એટલે દૂરથી ઊભા રહી લાચાર થઈ ભીની આંખોએ જોઈ રહે ]
મમ્મી - અરે રડો છો શું કામ ? ચિંતા નહીં કરો હું બે દિવસમાં પાછી આવી જઈશ . આ તો તાવને લીધે થોડી અશક્તિ આવી ગઈ છે . મને બીજી કોઈ જ તકલીફ નથી . ખોટો જીવ ના બાળો . મને રોજ હોસ્પિટલમાં સારું સારું જમવાનું બનાવી ટિફિન મોકલાવજો અને વિનય અને પરમ કુમારનું ધ્યાન રાખજો હું જલ્દી આવી જઈશ . ટીનુડા ને મારી યાદ આપજો . હિંમતથી કામ લેજો . હવે આ ઘરની જવાબદારી તમારા ઉપર છે .
જયંત - હમણાં જરા ઓછું બોલવાનુ રાખ . સાજી થઈને આવી જાય ને એટલે જેટલું બોલવું હોય એટલું બોલજે . બેટા તમે દરવાજો બંધ કરી લો .
વિરેન - જુઓ અમે પહેલા મમ્મીને એડમીટ કરશુ અને પછી પપ્પાને બીજી જગ્યાએ એડમીટ કરીને આવશુ તો મોડું થઈ જાય તો ચિંતા નહીં કરતા. હોસ્પિટલમાં કદાચ ફોન એલાઉડ નહીં કરે તો આપણી વાત ન થાય તો ચિંતા ન કરતા. અમે ફોન કરતા રહિશુ .
[ મમ્મી સ્માઈલ કરતી બાય કરતી જાય પપ્પા મમ્મીને સહારો આપી ચાલે વીરેનના હાથમાં બે બેગ છે ત્રણે રવાના થાય ઈમોશનલ મ્યુઝિક સાથે બ્લેક આઉટ]
ભાગ ૩ સમાપ્ત