SCENE 2
[ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલાના હાથમાં ફોન છે વિડીયો કોલ ચાલી રહ્યો છે દીકરા સાથે વાત કરી રહી છે]
કપિલા - અરે વાહ તું તો પંદર દિવસમાં ગોળ મટોળ થઈ ગયો છે . લાગે છે મામીના હાથનું ખાવાનું ખૂબ ભાવે છે.
શિવમ - અરે મમ્મી અહીંયા તો બહુ મજા આવે છે . આખો દિવસ રમવાનું અને ખાવાનું . મારા કેટલા બધા નવા ફ્રેન્ડ્સ બની ગયા છે હું તને પછી મળાવીશ . પણ બીજા બધા ક્યાં છે ? દાદી ક્યાં છે ?
કપિલા – પેહલા મમ્મી સાથે તો વાત કરી લે . દાદી નો લાડ્કો . મમ્મી બહાર આવજો ટીનુ નો ફોન છે. મામા ક્યાં છે ?
ટી નુ - મામા તો બહાર સામાન લેવા ગયા છે.
કપિલા - શું વાત કરે છે ? ત્યાં બધું ચાલુ છે ?
વીણા - લાવ મને ફોન આપ જોવા તો દે કેટલા દિવસ થઈ ગયા ? એ બદમાશ શું કરે છે ? ત્યાં જઈને દાદી ને ભૂલી ગયો ને ?
ટીનુ - ના દાદી મારે તો ઘરે પાછા આવું છે પણ મામા કહે છે બધું બંધ છે. ટ્રેન, પ્લેન, બસ, બધુ બંધ છે સ્કૂલોમાં પણ રજા છે . બધું ખુલશે એટલે મામા મને ગાડીમાં મૂકવા આવશે તું કે તું કેમ છે ? દાદા બરાબર ગુસ્સો તો કરે છે ને ?
વીણા - બદમાશ મામાના ઘરે જઈને બહુ બોલતો થઈ ગયો છે. તું આવ પછી તારા દાદા ને કહીને તને સીધો કરી દઈશ.
જયંત - કોનો ફોન છે ?
ટીનુ - અરે બાપરે દાદા આવી ગયા. બાય દાદી બાય મમ્મી મારા ફ્રેન્ડ રમવા બોલાવે છે રાત્રે ફોન કરીશ પપ્પાને યાદ આપજે બાય .
વીણા - અરે ભાગે ક્યાં છે ? દાદાનો અવાજ સાંભળીને ભાગી ગયો .
જયંત - કોણ ટીનો હતો ? મારી સાથે વાત ન કરી.
વીણા - ડરે છે તમારાથી પાછા તમે એને સમજાવવા બેસત ઘરની બહાર નહીં જતો બહારનુ ખાતો નહીં એટલે તમારા ભાષણથી બચવા ભાગી ગયો.
જયંત - હું કાંઈ ખોટું કહું છું ? તમારા બધાના સારા માટે કાંઈ પણ કહું તમને ભાષણ લાગે છે.
કપિલા - પપ્પા તમારા માટે ચા લઈ આવુ.
જયંત - હા પણ જરા આદુ વધારે નાખજે .
વીણા - આદુ વાળી ચા સારી પણ આદુ મળવું મુશ્કેલ થઈ ગયું છે. આ એક દિવસની વાત હતી પછી સીધી 21 દિવસની થઈ ગઈ થોડા દિવસમાં 21 દિવસે પૂરા થઈ જશે પછી પણ બધુ બરાબર થશે કે નહીં ભગવાન જાણે ? કેસ તો ઘટવા ને બદ્લે વધ્તા જાય છે .
જયંત – ચિંતા તો મને પણ થાય છે તાવ અને શર્દિ થી લોકો ના જીવ જઈ રહ્યા છે વિશ્વાસ નથી થતો .
વિણા – તમે વધારે ના વિચારો બિ પિ વધી જશે અને હમણા તો કોઇ ડોકટર પણ નથી મળતા.
[ ડોરબેલ વાગે નીલમ રૂમમાંથી આવે હું ખોલું છું વિરેન અને પરમ હાથમાં થેલા લઈ મોઢા પર માસ્ક પહેરી ઘરમાં આવે. નિલમ ને ઇશારા થી દુર જવા કહે ]
જયંત - બધો સામાન લઈ સીધા બાથરૂમમાં જતા રહો . કુમાર તમે કોમન બાથરૂમમાં જાઓ અને વિરેન તુ બેડરૂમ વાળા બાથરૂમમાં જા અને શાકભાજી મીઠાવાળા પાણીમાં ધોઈ નાખ અને સાબુથી ઘસીને નાહી લો નીલમ તુ કુમાર માટે વિરેનના કોઈ કપડા કાઢી દે.
[ વાત સાંભળી બંને જણ ઉતાવળમાં સામાન સાથે બાથરૂમ તરફ જાય]
વીણા - શું જિંદગી થઈ ગઈ છે આપણી . હું શું કહું છું આપણી દુકાન બંધ રાખો ને આ જોખમ લેવું જરૂરી છે ? આ સમાચારમાં જુઓ રોજ કેટલા કેસ વધતા જાય છે.
જયંત - અરે એમ દુકાન બંધ થોડી કરાય સરકારે પરવાનગી આપી છે સવારે સાત થી બપોરે 12:00 વાગ્યા સુધી. ને આપણો ધંધો કરિયાણાનો છે લોકોને રોજ જરૂર પડે. જો આદુ નથી મળતું તો કેવી તકલીફ થાય છે. જે ગ્રાહકોએ આખી જિંદગી આપણી પાસેથી કરિયાણું લીધું જેમનાથી આ ઘર ચાલે છે આટલો મોટો ફ્લેટ ખરિદ્યો એમને જ્યારે આપણી જરૂર હોય ત્યારે આપણે આપણો સ્વાર્થ જોઈ ઘરે થોડી બેસી રહેવાય ? જો કેટલા લોકો પોતાના જીવના જોખમે કામ કરે છે સવારે દૂધ મળે છે, દવાઓ મળે છે, ડોક્ટરો છે ,સફાઈ વાળા છે, હોસ્પિટલ વાળા, એમ્બ્યુલન્સ વાળા આ બધા ઘરે બેસી જશે તો શું હાલ થશે ? આ તો તમે લોકો માનતા નથી નહીં તો હું પણ દુકાને જવા તૈયાર છું.
વીણા - ના તમારે જવાની કોઈ જરૂર નથી ઘરે બેસો ચુપચાપ. આદુવાડી ચા પિવો અને ઇમ્યુનિટી વધારો .
જયંત – આટલા વર્ષોમા પેહલી વાર મારી સામે જોરથી બોલી.
વિણા – બોલવુ પડે . મારા પર કોઇ પણ તકલીફ આવે તો એક શબ્દ પણ નહિ બોલુ .પણ તમારા પર કોઇ તકલિફ આવે એ નહિ ચલાવી લઊ .
[ કપિલા ચા લઈને આવે વિરેન અને પરમ પણ તૈયાર થઈને આવે બધા ચા નો કપ ઉપાડે]
વિરેન – આ ઇમ્યુનિટી ના ચક્કરમા આદુ અને લિંબુ સોના ના ભાવે વેચાય છે .
કપિલા - હમણાં જ ટીનુ નો વિડીયો કોલ હતો તમને યાદ કરતો હતો.
વિરેન - આપણે રાત્રે પાછો ફોન કરશું . શું કહેતા હતા લાટ સાહેબ મામાના ઘરે જલસો પડી ગયો છે.
નીલમ - જલસા જ પડી જાય ને સ્કૂલ બંધ ટ્યુશન બંધ હોમવર્ક બંધ અને આખો દિવસ રમવાનું મજા જ આવે ને. ત્યાં આગળ તો કોઈ રોકટોક પણ નથી. એટ્લે..... મામા ના ઘરે કોણ બોલે .
પરમ - સારું છે એ બાજુ આ બીમારી એટલી ફેલાઈ નથી. અહીં મુમ્બઈ મા તો રોજ કેસ વધતા જાય છે . મને નથી લાગતું અઠવાડિયા પછી પણ બધું ખુલશે.
જયંત - તમારી વાત સાચી છે કુમાર . વિરેન મને લાગે છે હોલ વાળા ને ના પાડી દઈએ લગ્ન થોડા સમય પછી બધું નોર્મલ થાય ત્યારે લઈશું.
વિરેન - હા પપ્પા આમ પણ હવે અઠવાડિયા પછી ખુલે તો પણ તૈયારી કરવા માટે આપણી પાસે ટાઈમ નથી હું એને અત્યારે જ ફોન કરી દઉં છું.
પરમ - ફોન નહીં કરે તો પણ ફરક નહિ પડે બધું બંધ હશે તો એ કાંઈ આપણા માટે હોલ થોડી ખોલી આપસે ..
જયંત – એક તો મુમ્બઈ મા લગ્ન માટે વાડી મળવી મુશ્કેલ છે ને એ મા આવા પ્રોબલમ .
વીણા - ખબર નહીં કયા ગ્રહો નડે છે મારી દીકરીના લગ્નમાં . આ વખતે બધું સરસ હતું તો આ રોગ આવી ગયો.
કપિલા - મમ્મીજી ચિંતા ના કરો . બધું સારું થશે નીલમબેન થોડા દિવસ ઓર આપણી સાથે રહેશે.
પરમ - હા સાસુમમ્મી આમ પણ વગર લગ્નને હું 15 દિવસથી અહીં જ તો રહી રહ્યો છું. હું તો કહું છું મને ઘર જમાઈ બનાવી લો આમ પણ મારું ઘર ક્યાં દૂર છે એક ગલી છોડો એટલે મારું ઘર.
નીલમ - પરમ મોઢા પર ટેપ લગાડ.
[ બધાની નજર પપ્પા તરફ જાય છે]
જયંત – દુકાન ના શુ હાલ છે ?
વિરેન – દુકાન તો ખાલિ ખાલિ લાગે છે બધો માલ વેચાઇ ગયો છે લોકો તો ભરિ ભરિ ને માલ લઇ જાય છે જાણે આ બધુ હવે કયારે ખુલ્સેજ નહિ .
જયંત – વેપારિયો માલ તો મોક્લાવે છે ને ?
વિરેન – હા પણ એમને ત્યા પણ શોર્ટેજ છે અને ટેમ્પોવાળા પણ નથી મળતા ગણા લોકો તો ગામ જતા રહ્યા છે .
જયંત – શુ થવાનુ છે સમજાતુ નથી ?
કપિલા - જમવાનું તૈયાર છે લઈ આવું.
વિરેન - શું બનાવ્યું છે ?
નીલમ - તારું ફેવરેટ રોટલી બટાટાનું શાક અને ભાત.
વિરેન - અરે યાર આ બટાટા ખાઈ ખાઈને તો મારું પેટ બટાટા જેવું થઈ ગયું છે.
પરમ - ખાઈ લે દોસ્ત થોડા દિવસોની વાત છે બધું નોર્મલ થઇ જશે પછી બધી ભાજી મળશે.
[ ફોન ની રીંગ વાગે]
જયંત - હા નિલેશભાઈ બોલીએ... ક્યા બાત કર રહે હે ? અરે બાપ રે ઠીક હૈ મેં સબકો બતા દેતા હું.
વિરેન - શું થયું પપ્પા.
જયંત - સોસાયટીના સેક્રેટરી નો ફોન હતો . આપણા બિલ્ડિંગમાં બે કેસ આવ્યા છે. તો સોસાયટીને સીલ કરી રહ્યા છે અને સેનેટાઈઝ કરી રહ્યા છે . કોઈને પણ ઘરની બહાર જવાની મનાઈ છે.
વિણા – બિમારિ બિલડિંગ સુધી આવી ગઈ હવે ઘર મા ના આવી જાય .
જયંત –તુ ચિંતા ના કર આપડે વધારે ધ્યાન રાખ્શુ .
[ ટેન્સ મ્યુઝિક સાથે બ્લેક આઉટ ]
ભાગ ૨ સમાપ્ત