Prem ke Aakarshan - 9 in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | પ્રેમ કે આકર્ષણ - ભાગ 9

Featured Books
Categories
Share

પ્રેમ કે આકર્ષણ - ભાગ 9

"એક એક પળ હવે ઝહેર લાગી રહ્યો છે,
એની વગર તો હવે શ્વાસ પણ ઓછો લાગે છે."
"જીવન માં તું મારી થઈશ એ તો ખબર નથી..,
તું થયેલી મારી હવે મારા થી દૂર લાગે છે..."
(એવા દિવસો આવી ને ઉભા હતા...એની વગર ના ખોરાક ભાવે કે ના નીંદર આવે...ચેહરા પર નું સ્મિત જાણે ખોવાઈ ગયું હતું. જીવન જાને મને બેકાર લાગી રહ્યું હતું...એ જૂની યાદો ખુલ્લી આંખે સામે આવી રહી હતી...પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો...કે કેમ થયો મને આ પ્રેમ..એને નફરત કરી ને ભૂલવાની કોઈ યાદો મારી જોડે હતી જ નહીં...મારા મિત્રો એ મને બૌ જ સમજાવ્યો મને બહાર પણ લઇ ગયા મારુ મન હળવું કરવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ હું ત્યાં જ આવી ને ઉભો હતો. રોઝ એ મારો નંબર પણ બ્લોક કરી નાખ્યો હતો...હું એને ફોન પણ નથી કરી શકતો. આવી રીતે એક મહિનો આખો નીકળી ગયો. એના ક્લાસ પણ પતિ ગયા હતા તો એને છુપાઈ ને જોઈ પણ નતો શકતો. મારા મન માં હવે એવા વિચારો આવા લાગ્યા કે હવે હું મળી તો શું વાત પણ નહિ કરી શકું. અચાનક મને ડેન્ગ્યુ થઇ ગયો...હું બીમાર પડી ગયો મને બાટલા ચડાવ્યા. મને દવાખાના માં દાખલ કર્યો હતો.)
(અને હું શું જોઉં છું કે રોઝ ત્યાં આવે છે...મને મારી આંખો પર વિશ્વાસ નથી થતો...એને જોઈ ને મારુ બધું દુઃખ મારી બીમારી મારી બેચેની બધું જ જતું રહ્યું હતું...એના આવા થી મારા મન ને શાંતિ મળી હતી.)
રોઝ : શું થયું ? બીમાર પડી ગયો...?
ધ્રુવલ : હા...! પણ તું અહીંયા ???
રોઝ : બૌ સવાલ ના કરીશ..વધારે બીમાર પાડીશ...મમ્મી એ ફોન કરી ને મને કીધું કે તું બીમાર છે અને દાખલ કર્યો છે. એટલે તને જોયા વગર મને ના રહેવાયું.
(અને એ મને ગળે મળી ને રડી ગયી...)
રોઝ : શું કામ તું એટલો બધો મને પ્રેમ કરે છે યારર...તને ખબર છે ને હું તને આ રીતે નથી જોઈ શકતી.
ધ્રુવલ : શું કરું યાર મને તારા વગર નથી ગમતું...
રોઝ : બસ આ બધું વિચારે છે એટલે જ બીમાર પડ્યો છું તું...
ધ્રુવલ : હા તો શું કરું તે મને બ્લોક કરી નાખ્યો છે...વાત પણ નથી થઇ રહી...તો મગજ કામ કરતું બંધ થઇ જાય.
રોઝ : સારું...તારો નંબર. હું બ્લોક માં થી કાઢી દઉં છુ...પણ એક શરત છે...હું તને ફોન કરીશ તું મને ના કરતો..
ધ્રુવલ : (મન માં એક અલગ ખુશી થી) હા સારું...!
(ડૉક્ટર આવે છે અને મને રજા આપે છે...રોઝ મારો હાથ પકડી ને મને ઘરે લઇ જાય છે...ઘરે જઈ ને મારા ઘર નું બધું કામ પણ પતાવી દે છે. આ જોઈ ને મને અંદર થી થાય છે...કે મારા જીવન અને મારા પરિવાર માટે રોઝ જ એક સર્વગુણ સંપ્પન જ છે.. આવો પ્રેમ તો મને ક્યારે કોઈ જોડે નહિ જ થાય, મારા જીવન ની જીવાદોરી છે તો એ રોઝ જ છે. અને પછી એ છેલ્લે મને દવા ને બધું આપી ને મારા ઘરે થી જાય છે મારો ભાઈ તેને ત્યાં સ્ટેન્ડ પર મૂકી આવે છે. મારુ મન થોડું હળવું થઇ ગયું હતું...મને કોઈ હોમીઓપેથી દવા ઓ ની જરૂર નતી મને જરુર હતી તો ખાલી રોઝ ની જેના આવા થી મારી શારીરિક અને માનસિક સ્થિતિ થોડી સુધરી રહી હતી...)

(મારો જન્મદિવસ આવાનો હતો અને ત્યારે મારી જોડે મનાવવા માટે ના રોઝ હતી અને ના મને મારા જન્મદિવસ ની ખુશી એ દિવસ રાત્રે ૧૨ વાગે એનો મારા પર જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા ફોન આવે છે. અને બીજે દિવસ સવારે ૧૧ વાગ્યે રોઝ નો ફરી ફોન આવે છે...એ મને ઠક્કરનગર બોલાવે છે અને ત્યારે મારી પાસે એની સાથે સમય પસાર કરવા માટે પૈસા પણ ન હતા. પણ એનો ફોન આવ્યો હતો તો મારે એને મળવા જવું જરૂરી હતું. હું એને મળવા ગયો.)
રોઝ : હેપ્પી બર્થડે...પાગલ
ધ્રુવલ : ઓહ્હ..થેન્ક યુ...
રોઝ : બોલ શું પાર્ટી આપીશ...?
ધ્રુવલ : તું કે ત્યાં....
રોઝ : સારું ચલ બાઈક ચાલુ કર હું તને જ્યાં લઇ જઉં ત્યાં મને પાર્ટી આપજે.
ધ્રુવલ : (મન સંકોચ થી ભરેલું હતું) હા...! ચાલ.
(ચાલુ બાઈક પર મારા મન માં એક જ વિચાર ચાલતો હતો કે મારી જોડે તો અત્યારે ૧૦૦/- થી વધારે નથી હું આજે આને શું પાર્ટી આપીશ. મારો પ્રથમ જન્મદિવસ હતો રોઝ સાથે ને હું એને પાર્ટી કેવી રીતે આપીશ ? હે ભગવાન આ કેવી પરિસ્થિતિ નું તમે નિર્માણ કર્યું છે. પહેલા ખબર હોત કે રોઝ આવાની જ છે તો હું ક્યાંક થી પણ ઉછી ના લઇ લેત...શું કરું શું ના કરું મારુ તો મગજ કામ નથી કરતુ...!)
(તે એક રેસ્ટોરન્ટ પર લઇ ને આવી....ત્યાં એની ફ્રેન્ડ પણ હતી જેને આ મારી માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું...રેસ્ટોરન્ટ માં હેપ્પી બર્થડે સોન્ગ વાગ્યું. અને પછી અમે લોકો બેઠા..કેક આવી જેના પર લખ્યું હતું હેપ્પી બર્થડે પાગલ...મારુ મન ગદગદ થઇ ગયું આજ સુધી મેં ક્યારે મારા જન્મદિવસ ની કેક કાપી નો હતી. મેં રોઝ ને હગ કર્યું અને કીધું...)
ધ્રુવલ : આ બધા ની શું જરૂર હતી ?
રોઝ : આજે તારો જન્મદિવસ છે...હું ચાહું છું કે એ હું તારી સાથે સાચા દિલ થી મનાવું...એટલે મારો જન્મદિવસ તો ફ્લોપ ગયો હતો. પણ તારો મારે કોરો નતો જવા દેવો.
ધ્રુવલ : અરે પણ....
રોઝ : બસ હવે....ચલ ફટાફટ કેક કાપ.
(પછી મેં કેક કાપી એક બીજા ને ખવડાવી...અને ત્યાર બાદ જમવા નું મંગાવ્યું...મારા મન માં એક જ સંકોચ હતો કે મારી જોડે પૈસા નથી...હું કેવી રીતે આપીશ....ભીની આંખે એને મને દરેક કોળિયા એના હાથે થી મને ખવડાવ્યા. જમ્યા બાદ બિલ આવ્યું...મેં સંકોચ સાથે મારા ખીચા માં હાથ નાખ્યો...એને મારો હાથ પકડ્યો ને માથું હલાવી ને ના પાડી..અને એને એના પાર્સ માં થી પૈસા મને આપ્યા....મેં પણ મારુ માથું હલાવી ને ના પાડી પણ એને એની બંને આંખો મીંચી ને મને કહ્યું....)
રોઝ : મને ખબર છે આજે તારો જન્મદિવસ છે પણ આજે હું ખાલી તારી જ છું...આજે આપણે બંને અલગ નથી. આ પાર્ટી તે જ આપી છે મને તું એવું માનજે...આ સરપ્રાઈઝ મારુ હતું તારી માટે...તો આજ નો બધો ખર્ચ મારો જ રહેશે.
ધ્રુવલ : તો પછી મેં તો તને કહી આપ્યું જ નહિ...!
રોઝ : અરે પાગલ તું હજુ નથી સમજતો...મારે તારી કોઈ વસ્તુ નથી જોઈતી. મારે તો આજ ના દિવસ માં તારા મોઢા પર ખુશી જોઈતી હતી...
ધ્રુવલ : ગાંડી....આજ સુધી મને ક્યારે કોઈ એ સરપ્રાઈઝ નથી આપી...તું પેહલી છે જેને મને આ સરપ્રાઈઝ આપી છે...મને કઈ જ ખબર નથી પડતી. હું શું કરું...
રોઝ : કઈ જ કરવાની જરૂર નથી...તું ખુશ ને ??
ધ્રુવલ : હા...!
રોઝ : બસ તો હવે ચાલ મારે ઘરે જવાનો સમય થઇ ગયો છે હું જાઉં છું....
ધ્રુવલ : મારી તને એક વિનંતી છે...
રોઝ : હા...બોલ ને...
ધ્રુવલ : આજ થી ૪ દિવસ પછી...તું ને હું..બીજું કોઈ જ નહિ...મારે એક દિવસ છેલ્લો તારી સાથે મનાવો છે. શું તું એક દિવસ તારો મને આપી શકીશ...હું એમ સમજીશ કે આપણી જિંદગી નો એ જ છેલ્લો દિવસ છે પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે....
રોઝ : ઓકે ઠીક છે....હું તને મારો એક દિવસ આપીશ...એ દિવસ હું માત્ર તારી...એના પછી તું મને ક્યારે નહિ મળે...ક્યારે ફોન પર વાત પણ નહિ કરે...મારા ને તારા બધા ફોટા ડિલેટ મારી દઈશ...મારી યાદ ને તારા મગજ માં થી હંમેશ માટે કાઢી દૈસ. બોલ મંજુર છે ???
ધ્રુવલ : (ઊંડો શ્વાસ લઇ ને) ઠીક છે....મંજુર છે મને.
(બસ આ રીતે અમારા બંને છેલ્લી મુલાકાત હવે થવાની હતી...હવે એ મુલાકાત કેવી હશે...એ મુલાકાત ની ખુશી હશે કે કાલે અમે બંને અલગ થઇ જઈશું એનું ગમ હશે....એના વિચારો મનો મન બંને ના મગજ માં ચાલી રહ્યા હતા.....)

ભાગ ૯ સમાપ્ત...