Prem Samaadhi - 111 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-111

Featured Books
  • स्वयंवधू - 24

    जैसा कि हमने सुना है, अतीत में उनका अपहरण किया गया था और उन्...

  • My Wife is Student ? - 16

    आदित्य जब उसे केबिन में बुलाता है! तो स्वाति हेरान भरी आंखों...

  • डिअर सर........1

    वो उमस भरी गर्मियों के गुजरने के दिन थे। नहाकर बाथरूम से बाह...

  • इको फ्रेंडली गोवर्धन

    इको फ्रेंडली गोवर्धन   गोवर्धन पूजा का समय है, ब्रजवासी हैं,...

  • खामोशी का रहस्य - 7

    माया को जब होश आया तब उसने अपने को अस्पताल में पाया थाजैसे ह...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-111

પ્રેમસમાધિ 
પ્રકરણ-111


 વિજયનો પર્સનલ મોબાઇલ રણક્યો.. વિજયે નારણ સાથે હજી હમણાં વાત કરી પોતાનાં રેગ્યુલર મોબાઇલ બાજુમાં મૂકી એનો પર્સનલ મોબાઇલ હાથમાં લીધો. વિજયનાં પર્સનલ મોબાઇલમાં ક્યારેકજ ફોન આવે પણ જે આવે એ ખૂબ અગત્યનાં હોય. એણે જોયું રામભાઉનો ફોન છે વિજયે પૂછ્યું "હાં રામભાઉ બોલો શું થયું ? સામેથી રામભાઉ ખૂબ ગંભીરતાથી બોલી રહેલાં વિજય શાંતિથી સાંભળી રહેલો પણ એની ભમરો સખ્ત થઇ ગઇ એનાં દાંત કચકચાવા માંડ્યા એને ખૂબ ગુસ્સો આવી રહેલો... એણે કહ્યું “ભાઉ અહીં ભૂદેવ ભાનમાં છે હવે ડોક્ટર ગ્રીન સીગ્નલ આપે એટલે અહીથી સીધો દમણ જવાજ નીકળું છું તમે અહીંનો વ્યવહાર પતાવી શીપ પણ દમણ લઇ લો મેં બંગલે વ્યવસ્થા કરાવી દીધી છે હું કલરવ સાથે પણ સીધી વાત કરી લઊં છું તમે લોકો પણ પતાવીને નીકળો ફ્લાઇટનો સમય નહીં હોય તો બાય રોડ જવા નીકળું છું... હાં હાં.. એની વ્યવસ્થા ... બસ મ્હાત્રેની મદદ પડે તો જોઇ લઊં છું ભલે..”.. એમ કહી ફોન મૂક્યો... 
 મ્હાત્રે વિજયની સામે જોઇ રહેલો.... એનું છેલ્લે નામ સાંભળીને એણે વિજયને પૂછ્યું “શું થયું ? “ સાથે સાથે વિજયની શંકરનાથ તરફ નજર ગઇ.. એ અશક્ત અને ધાયલ ભૂદેવ વિજયની સામેજ જોઇ રહેલાં.. શંકરનાથે તરત પૂછ્યું “વિજય શું વાત છે ?” વિજયે શંકરનાથ અને મ્હાત્રે બંન્ને તરફ જોઇને કહ્યું “ભાઉનો ફોન હતો.... એમને એવી બાતમી મળી છે કે મધુનાં ગુંડાઓ દમણ જવા સીધા નીકળી ગયાં છે અને મધુ નારણનાં ઘરે કોઇ કાંડ કરવા ગયો છે સાથે દોલત છે એ ત્યાંથી બીજી ગીરોહ લઇને દમણ જવાનો છે... દમણ બંગલે સીક્યુરીટી મેં ટાઇટ કરી છે દિનેશ મહારાજ છે ઘરમાં હથિયાર રીવોલ્વર છે આપણે પહોંચીએ પહેલાં એ શેતાનો ના પહોંચે... ભાઉ શીપ લઇને માણસો સાથે દમણ પહોંચે છે આપણે અહીંથી સીધાં દમણ પહોંચવું પડશે ફ્લાઇટનો સમય ના હોય તો બાય રોડ નીકળી જઇએ મ્હાત્રે તમારી પાસેથી માણસો અને શસ્ત્રોની જરૂર પડશે.. એનું પેમેન્ટ અહીં એડવાન્સ મળી જશે.” 
 મ્હાત્રે ઉભો થઇ ગયો એણે વિજયને ધરપત આપતાં કહ્યું “વિજય ચિંતા ના કરીશ મારી પાસે આખી ટકુડી છે ચુનંદા જવાનો છે તારે કેટલાં માણસો જોઇએ જે તારી સાથેજ આવશે પૈસાનો હિસાબ પછી કરીશું.”.. વિજયે કહ્યું “મારે ઓછામાં ઓછાં 10 થી 15 માણસો 3 કાર અને શસ્ત્રો જોઇશે. એક એટેચી તરફ આંગળી કરીને કહ્યું આમ પણ આ શીપ પરથી તમને આપવાંજ લાવેલો એ આખી એટેચી તમારી મને કલાકમાં માણસો મળી જાય એની વ્યવસ્થા કરી આપો”. મ્હાત્રેએ પન્ના સાલ્વે તરફ ઇશારો કર્યો. પન્નાએ કહ્યું “વિજયબાબુ તમારાં અગાઉ પણ ઉપકાર છે એનું તો ઋણ ચૂકવાયું નથી.. હવે પૈસાનો હિસાબ ના કરો બધી વ્યવસ્થા થઇ જશે...”
 વિજયે કહ્યું “મને કશું યાદ નથી તમારી મદદ અને ખાસ તો મારાં મિત્ર ભૂદેવને સાચવી લીધાં ડૉ. કેતનભાઇ તમારો પણ આભાર હવે મારાં મિત્રને જે દવા ઇન્જેક્શન આપવાનાં હોય તે આપી દો અમારે કલાક કે બે કલાકમાં અહીથી દમણ જવા નીકળવું પડશે પછી એવા લેટ થઇશું કે પહોંચવાનુંજ નહીં રહે”. એનાં કપાળ પર ચિંતાની રેખાઓ અંક્તિ થઇ ગઇ.
 ડૉ. કેતને કહ્યું “એમને બધી દવાઓ આપી દીધી છે બીજી સાથે લેવા માટે આપું છું એક ઇન્જેક્શન હમણાં આપું છું બીજા જાતે તમે આપી શકો એ આપીને સમજાવું છું હવે તો એમનું આત્મબળ અને હિંમત એમને વધુ સાજા કરશે સાથે સમય એમને સાથ આપે એ જરૂરી છે”. 
 વિજયે મ્હાત્રે સામે જોઇને કહ્યું “મ્હાત્રે તમે કીધું છે એમ માણસો અને વાહનની વ્યવસ્થા કરો આ આખી એટેચી ભરેલી છે જે બધાંજ પૈસા તમારાં છે ફરી મળીશું તો બીજો આગળ હિસાબ કરીશું... જીવ્યાં તો દમણ મળીશું. “ એમ કહી ઉભો થઇ ગયો.. મ્હાત્રે તરતજ મોબાઇલથી ફોન કરીને વ્યવસ્થા કરવા માટે કહી દીધું. 
 વિજયે શંકરનાથને કહ્યું “ભૂદેવ ઉભા થવાશે ? તમારી દવાઓ વગેરેની બેગ આ લોકો તૈયાર કરી આપે છે તમે સ્વસ્થ થાવ હજી કલાક છે માણસો અને વાહનો આવે પછી આપણે અહીંથી નીકળીશું હવે સમય ખૂબ ઓછો છે” 
 મ્હાત્રેએ કહ્યું “વિજયભાઇ માણસો શસ્ત્રો સાથે વાહનો લઇને અહીંજ આવી જશે.. હું દમણ હાઇ ઓથોરિટીમાં પણ મેસેજ અપાવી દઊં છું ચિંતા ના કરશો કોઇ તમારાં છોકરાઓને વાળ વાંકો નહીં કરી શકે..” વિજયે મ્હાત્રેને ભેટીને આભાર વ્યક્ત કર્યોં અને શંકરનાથ સામે જોયું.... 
***********************
 મંજુબેનને નીચે દોડી આવેલી માયાને કહ્યું "તું ઉપરજ રહે આ પાપાનાં ફ્રેન્ડ આવ્યાં છે મધુભાઇ એમનું કામ પતાવીને બધાં દમણ જવાનાં છે આપણે સાથેજ જતાં રહીશું દોલત પણ છે. પણ તું નીચે કેમ આવી ? જા જરૂર હશે તો બોલાવીશ જા.. તુ જા.”.. મંજુબેન સમજી ગયેલાં કે નારણ છે નહીં અને આ માણસો ભરોસો લાયક નથી એમાં મધુ તો ગુંડોજ લાગે છે. 
 માયાએ કહ્યું “કલરવનું નામ કોઇ બોલ્યું એટલે જાણવાં નીચે આવી શું થયું કલરવને ? દોલતભાઇ અહીં કેમ આવ્યાં છે ? પાપાને ભાઇ બેઉ દમણ ગયાં છે તો આ લોકોનું અહીં શું કામ છે ?”
 મધુભાભી અને માયાને વાતો કરતાં સાંભળી મધુએ ખૂબ મીઠાશથી કહ્યું "માયા... માયા દીકરી તમારે ડરવાની જરૂર નથી તારે કલરવ જોઇએ છે ને ? લાવી આપવાની હવે જવાબદારી મારી... કાવ્યા સતિષની અને કલરવ..” એમ બોલતાં બોલતાં એની આંખો લાલ થઇ ગઈ.. મધુ ટંડેલ એની જગ્યાએથી ઉભો થયો એણે દોલતને ઇશારો કર્યો. દોલતે સમજીને મંજુભાભીને કહ્યું “ભાભી સોડા,, નાસ્તો બધુ મને આપોને શેઠ હવે શાંતિથી પીવાનાં મૂડમાં છે..”. 
 મંજુભાભીએ સાંભળ્યું ના સાંભળ્યું કરી કીચનની પાછળ ચોકમાં જઈ માયા બારીમાંથી જોઈ શકાય એમ પોતાનાં મોબાઇલથી નારણને ફોન કર્યો.. નારણે તરતજ ઉપાડ્યો મંજુએ કહ્યું “સાંભળો છો ? તમે બેઉ જણાં જતાં રહ્યાં પણ અહી પેલો દોલત મધુ ટંડેલને લઇને ઘરે આવ્યો છે અહીં કોઇ માણસો આવવાનાં છે ? મને ડર લાગે છે ? એ લોકો અહીં દારૂ પીવાનાં અમે અહીં બેઉ એકલાં છીએ”.. એમને બોલતાં બોલતાં રડુ આવી ગયું. 
 નારણે કહ્યું “અરે મંજુ એમાં ડરે છે શું ? એ આપણાં માણસો છે ચિંતા ના કર આજનોજ દિવસ છે કાલે તો અમે લોકો પાછા આવી જવાનાં કાવ્યા કલરવને લઇને એવું લાગે તો મધુને ફોન આપ..” પાછળ જોવા જાય તો મધુ ટંડેલ ત્યાંજ… મધુએ કહ્યું “ભાભી લાવો ફોન હું વાત કરું..”. મંજુએ ફોન મધુને આપ્યો. મધુએ ફોન લઇને કહ્યું “નારણ તેં ઘરે કીધું નથી અમે આવવાનાં છીએ ? તું કાલે આવીજા પછી... અને હાં તારાં ફેમીલીને કહીદે ચિંતા ના કરે... તારુ ફેમીલી એ મારું ફેમીલી.. હેં ને ? અને આ તારી...” અને દોલતે મધુનાં હાથમાંથી ફોન લઇ લીધો.....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-112