Turned dal in Gujarati Cooking Recipe by Aarti bharvad books and stories PDF | દાળ ની વળી

Featured Books
  • अनुबंध बंधनाचे. - भाग 18

    अनुबंध बंधनाचे.....( भाग १८ )एक दिवस प्रेम च्या ऑफिस मधे त्य...

  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

Categories
Share

દાળ ની વળી

ચાલો આજે એક સરસ મજાની વાત આપની સાથે સેર કરું એ તમને બધાને ગમશે એવી આશા છે કારણકે આ બાળપણ ની યાદો ને તાજી કરે એવી વાત ની સાથે  એક રેસીપી  પણ છે.

ઉનાળાની ભર બપોર નો આકરો  તાપ હોય અને બાળકો ને ત્યારે તો વેકેસન પડી ગયું હોય એટલે મમ્મી બાળકોને ઘરમાં બેસી ને રમવાની રમતો શીખવે, બહાર તો સૂર્ય દેવ જાણે કે અતિશય ગુસ્સામાં લાલ હોય એમ કાળઝાળ એમનું વિકરાળ સ્વરૂપ ધરતી પર ગરમી સ્વરૂપે રેલાવતા હોય,શાળા ની રજાઓ હોય એટલે મમ્મીને બાળકોના હોમવર્ક ની ચિંતા ઓછી હોય એટલે મમ્મી ને બપોર નો નવરાસનો સમય મળી જાય એ સમય દરમિયાન મમ્મી ઘરમાં બપોર ના સમયે કંઇક ને કંઇક બનાવની તૈયારી કરેલી જ હોય.

ઉનાળાના તાપ નો સદઉપયોગ એક સ્ત્રી જ કરે,આ સમય દરમિયાન પાપડ,ચોખાની પાપડી,સાબુદાણાની ચકરી,બટાકાની વેફર,બટાકાની કાતરી,દાળની વળી આ બધું તડકામાં સારી રીતે સુકાઈ જાય એના માટે ઉનાળામાં જ આખા વરસ માટેની નાસ્તા ની સામગ્રી તૈયાર થઇ જાય અને ખાસ તો ફળોનો રાજા કેરી પણ ઉનાળામાં આવે એટલે કાચી કેરીના  આમ્બોડીયા અને અચાર,છુંદા અને મુરબ્બા ની બરણીઓ ભરાઈ જાય આખું વરસ ચાલે એવી બરણીઓ ભરાઈ જાય,બાળકોને ખાવા માટે આમ પપાડ તો ખાસ બને.ઉનાળામાં ગરમી થી બચવા મમ્મી કાચી કેરી નું સરબત બનાવીને આપે બપોરે ઘરમાં રમતા રમતા એ સરબત પીવાની અને ઠંડા કુલર ના પવનની મોજ તો કંઇક અલગ જ આવે.સાંજે મમ્મી જમવાની સાથે રસ પૂરી બનાવે એની લહેજત માણવાની મોજ પડી જાય.જમી પરવારી ને રાત પડે ધાબા પર મમ્મી પપ્પા અને ઘરના બધાજ સાથે ખુલ્લી હવામાં સુવા માટે જઈએ અને આભમાં ટમટમતા તારાઓ ને જોઈ ને પપ્પા કેટલીક વાર્તાઓ સંભળાવે અને એટલામાં ઊંઘ આવી જાય સવારે મમ્મી વહેલી ઉઠી જાય અને અમે બધા તો સૂર્યના કિરણો મોઢે ના પડે ત્યાં સુંધી ઉઠીયેજ નઈ.

આજે મમ્મી એ જમવામાં અલગ મેનુ બનાવ્યું લાગે છે ધાબા પરથી નીચે ઉતરતા સરસ સુવાસ આવતી હતી મોઢામાં પાણી આવી ગયું ઘરમાં જઈ ને મમ્મી ને પૂછ્યું મમ્મી જમવામાં શું બનાવ્યું છે આટલી સરસ સુગંધ આવે છે,મમ્મી એ જવાબ આપ્યો “દાળ ની વળી” બનાવી છે આજે જમવામાં,મમ્મી એ કેવી રીતે બને? એનું આખુય લીસ્ટ મમ્મી પાસે થી લઇ લીધું.મમ્મી કહે દાળ ની વળી તો બહુજ ગુણકારી હોય અને પોષ્ટિક પણ હોય મેં ઘરેજ બનાવી છે આ વળી તાપ માં સુકવી ને પછી એને શાક ની જેમ બનાવાય વળી બનાવવા માટે કોઈપણ  દાળ ને ઉપયોગમાં લઇ શકાય,મગની,ચણાની,અડદની,ચોળાની દાળ ને પીસીને નાની નાની વળીઓ કરી ને  તાપમાં સુકવી દેવાની

સામગ્રી :

દાળ ની વળીઓ માપ પ્રમાણે,

આદું , લસણ,મરચાની પેસ્ટ,

લીલા ધાણા,ડુંગળી,ટામેટા

મરચું,મસાલા,હળદર,મીઠું  માપ પ્રમાણે

જીરું અને થોડી હિંગ કડી પત્તા, સુકા મરચા (વઘાર માટે)

બનવાની રીત :

સૌથી પહેલા એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકવું,તેલ ગરમ થાય એટલે એમાં જીરું હિંગ કડી પત્તા અને સુકા મરચા નો વઘાર કરવો ડુંગળી ને બારીક સમારી લેવી અને તેલમાં બદામી રંગની થાય ત્યાં સુંધી થવા દેવી અને ત્યાર બાદ એમાં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી દેવી,ટામેટા પણ બારીક સમારીને નાખવા, ત્યાર બાદ એમાં સ્વાદ પ્રમાણે મરચું મસાલા અને હળદર મીઠું નાખીને હલાવવું અને એ મસાલા ચઢે ત્યાં સુંધી ઢાંકી દેવું ગ્રેવી તૈયાર થાય એમાંથી તેલ નીકળવા માંડે એટલે ગેસ થોડો ધીમો કરી દેવો (શાક ને લાલચટ બનાવવું હોય તો કાશ્મીરી લાલ મરચું નાખી શકાય જેના થી સરસ દેખાવ આવે છે)ગ્રેવી માં હવે દાળ ની વળી નાખી ને તેમાં થોડું પાણી ઉમેરી ઢાંકી ને ૧૦ મિનીટ માટે થવા દેવું વળીઓ એકદમ ગ્રેવી માં ડૂબી જાય એટલે ગેસ બંધ કરીને લીલા ધાણા નાખીને સર્વ કરવું આ શાક વધારે તો ચોમાસા માં જયારે કઈ શાકભાજી ના મળતી હોય ત્યારે બનાવી શકાય છે એકદમ ચટપટું સ્વાદીસ દાળ ની વળી નું શાક તૈયાર છે,

ઘરમાં સૌને ભાવે એવું પોષણ થી ભરપુર શાક એટલે દાળની વળી નું શાક.