Mitra aetle sukh-dukhno Padchhayo - 2 in Gujarati Letter by Milan Mehta books and stories PDF | મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 2

Featured Books
Categories
Share

મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 2

(અવની અને મોહિત જે છેલ્લા 4 વર્ષથી એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતાં કર્મચારી હતા. આ ચાર વર્ષ  દરમિયાન બંને જીગરી મિત્રો બની ગયા. અવનીના લગન હોવાથી તે હવે કાયમ માટે ગાંધીનગર છોડીને સુરત જઈ રહી ત્યારે હવે ખાસ અને અંગત મિત્રો હવે છુટ્ટા પડી રહ્યા છે ત્યારે મોહિતે અવનની કહેલા છેલ્લા શબ્દોમા પારાવાર પીડા અને દુઃખ હતું તો સામે એક પવિત્ર અને જિંદા દિલ મિત્ર મળ્યો એનો ભારોભાર આંનદ હતો. જે આપની સમક્ષ રજુ  કરું છું.)

                                                     પ્રિય મિત્ર,
આજે આપણે જીવનમાં સાથે ચાલતા ચાલતા 4 વર્ષ ક્યાં જતા રહ્યા તેની ખબર જ ના રહી, જાણે ગઈ કાલે જ મળ્યા હોઈએ એવુ લાગી રહ્યું છે. સાથે વિતાવેલી હરેક પળ હવે સંભારણું બનીને રહી જશે. સવારે તું આટલી વ્યસ્ત હોવા છતાં મસ્ત મસાલાવાળી ચા બનાવી આપતી અને સાવરે કરેલો નાસ્તો, તું હું 5 કે 10 મિનિટ નહિ પણ 2 કલાક પણ મોડો પહોંચું તો પણ તું બપોરે મારી રાહ જોઈને જમવા માટે ઉભી જ હોય, સાંજે ફરીથી ચા નાસ્તો અને તું લાવેલી હરેક વાનગીમા જાણે સાક્ષાત મા અન્નપૂર્ણાએ બનાવેલી હોય એમ પ્રેમ અને લાગણી થી તરબતર હતી. આજે શું અને કેટલી વાત કરું અને કઈ કઈ વાત યાદ કરું દોસ્ત જીવંત બનીને હરેક પળને ઉજવી જાણી છે.
               
હવે પછીનો સમય આપણે સાથે નહિ હોઈએ પણ સાથે હશું એટલે કે તું જતી રહીશ પછી હવે પહેલા જેવી વાત નહિ થાય, તું તારા જીવમમાં વ્યસ્ત હોઈશ અને ગાંધીનગર આવીશ તો પણ મહેમાનની જેમ આવીશ અને આપડી વાત ઓછી થાય તો મિત્રતા કઈ જ ફેર નહિ પડે દોસ્ત. જીવનમાં એક વાત યાદ રાખજે જ્યારે કઈ પણ કામ હોય તું મને ગમે ત્યારે ફોન કરી શકે છે જો મને ખબર પડી કે મારું કામ હતુને મને ફોન નથી કર્યો તો મને બોવ જ ખોટું લાગશે અને મને ખોટું પણ બોવ જ લાગે છે અને એ પણ તારું એ તું ક્યાં નથી જાણતી. અહિ આવે ત્યારે મળીને જ જજે એવો નમ્ર આગ્રહ અને અનુરોધ છે અને છતાં સમયને આધીન ના આવી શકે તો ફોન કરીને જાણ તો કરવી જ પડશે એમાં નહિ ચાલે દોસ્ત. એનું કારણ પણ કહી દવ કે મને પછી ખબર પડશે તો મને દુઃખ થશે. જ્યારે પણ વાત કરવાનું મન થાય કે કઈ કહેવાનું મન થાય એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર અને સમય જોયા વગર ફોન કરી દેજે દોસ્ત.


મારી પ્રાર્થનામા હું હંમેશા એક જ વસ્તું માંગતો કે તું ખુશ રહે કારણ આ 4 વર્ષ દરમિયાન ભાઈને ભણાવવાની સાથે સમગ્ર પરિવારની સઘળી જવાબદારી તે બહુ જ સારી રીતે નિભાવી છે. તે પરિવાર માટે સારો એવો સંઘર્ષ કર્યો છે એ માટે તને વંદન. આ સમય દરમિયાન વધુમાં વધુ તારી સાથે રહેવા નાનકડો પ્રયત્ન કર્યો છે અને હા... તું ભલે સુરત હોઈશ છતાં પણ વર્ષમાં એક દિવસ મને યાદ કરીને વર્ષમાં friendship day હોય ત્યારે watch અને wallet મોકલજે એ ભૂલતી નઈ હો દોસ્ત. કારણ તે આપેલી watch થી મારો સમય સારો ચાલશે અને wallet થી પૈસા રહેશે. 

ભગવાન તને હંમેશા ખુશ રાખે ... તું જીવનની ઉચ્ચ શિખર સર કરે અને વિશ્વની શાંતિ સાપડે. જ્યાં પણ હોઈ ત્યાં આમ જ મહેકી ઉઠે. તારો સહજ અને જિંદાદિલી સ્વભાવ આમ જ રાખજે દોસ્ત જે સમગ્ર વાતાવરણને પ્રફફુલ્લિત કરે મૂકે છે. આ તબક્કે કુદરતો પણ ખુબ ખુબ આભાર કે ગંગાના પવિત્ર પાણીની જેમ જેનું મન પવિત્ર અને દિલ આકાશ જેવું સ્વચ્છ છે એની સાથે આ 3 વર્ષ હર્ષ ઉલ્લાસ અને આંનદ સાથે વિતાવ્યા તેનો અનહદ અને અનેરો આંનદ છે જે જીવનના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહેશે. દોસ્ત તારી સાથેની હરેક પળને ઉત્સવની જેમ ઉજવી જાણી છે એ વાતનો આંનદ છે. જ્યારે પણ આ સમય યાદ કરીશું ત્યારે જીવનના શ્રેષ્ઠ દિવસોમાં પ્રથમ સ્થાને હશે..
ખુબ ખુબ આભાર તારો તે હંમેશા...મારી ચિંતા કરી છે અને મારુ ધ્યાન રાખ્યું છે. મને સલાહ આપી છે અને મારા હરેક દુખમાં સહભાગી થઈ છે. મને શું ભાવે છે એ જાણીને કામની આટલી વ્યસ્તતા વચ્ચે પણ તું મારા માટે મને ભાવતા તારા હાથે બનાવેલા દાળ–ભાત લઈ આવતી., મિક્સ ફ્રૂટ દઈ સાથે એને કેમ ભૂલી શકું હજી પણ દાઢે એ ટેસ્ટ વળગેલો છે. તે બનાવેલી પહેલી ચા અને છેલ્લી ચા નો ટેસ્ટ પણ સ્વાદસભાર રહયો એ તો ક્યારેય નહિ ભૂલી શકું દોસ્ત. મને તારી સાથે વાત કરતાં પહેલા વિચારવું પડતું ના હતું. દિલ ખોલીને વાત કરતાં હતા. મને તું સાંભળતી અને સમજતી હતી. હવે એ મારુ કહી શકે એવો મિત્ર કે જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય એવો મિત્ર જીવનમાં નહિ જ મળે. આજના સમયમાં તારા જેવુ નિર્દોષ વ્યક્તિ મળવું મુશ્કેલ છે. હા ક્યારેક કામ હોય ત્યારે ફોન કરીશ ત્યારે ફોન ઉપાડજે હો. 

સારૂ બીજું કઈ કેહતો નથી જરુર પડે યાદ કરજે દોડી આવીશ એવો વિશ્વાસ રાખજે. મારાથી કયારેય તારી વધારે મસ્તી થઈ ગઈ હોય., કઈ વાતનું ખોટું લાગ્યું હોય., મારી ભૂલ થઈ ગઈ હોય., તો તું માફ કરી દેજે દોસ્ત 🙏🙏🙏 
દોસ્ત... મે આ ચાર વર્ષ દરમિયાન તને ખુશ રાખવા અને મદદરૂપ થવા પ્રયત્ન કર્યા કેટલો સફળ થયો એ હું નથી જાણતો. સતત મારાં મનમાં એક ભાવના ચાલતી હતી કે કેમ હું તને ખુશ રાખી શકું અને કઈ રીતે મદદરૂપ બની શકું. કેટલો સફળ થયો એ તું જ કહી શકે દોસ્ત.મારો સ્વભાવ મસ્તીવાળો અને સહજ હતો મે બોવ જ તારી મસ્તી કરી એ દરમિયાન કોઈ વાર જો તને ખોટું લાગ્યું હોય અને વધારે પડતી મસ્તી થઈ ગઈ હોય., ભૂલમાં પણ ઉચ્ચા અવાજે વાત થઈ ગઈ હોય મારા વાણી – વર્તન – વ્યવહારમાં કોઈ ઉણપ કે ખામી રહી ગઈ હોય તો માફ કરજે દોસ્ત.. મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી શ્રેષ્ઠ વ્યક્તિમાં તારું નામ હમેશા રહેશે. મને તારા પર જે ગઈ કાલે માન–સન્માન અને વિશ્વાસ હતો એ જ આજે છે અને એ જ આવતી કાલે રહેશે દોસ્ત. વ્યક્તિ ઘણા મળશે પણ તારા જેવુ વ્યક્તિત્વ હવે નહિ મળે ભાઈબંધ... આવજે તારું બોવ બધુ ધ્યાન રાખજે .. જો જે ભૂલી ના જતી હો દોસ્ત કે અમે પણ તારા મિત્ર હતા. 

મિલન મહેતા – બુ ઢ ણા