એક એવો વીચાર આવે ,
હે શીવ પરમાત્મા
તારા બનાવેલ માણસો શું ટ્રષ્ટેબલ નથી??
શું કોઈ સ્થીર કે શાંત સ્વભાવ નથી?
શું બધા ચલીત અને ડગમગીયા છે?
કોના પર વિશ્વાસ કરૂં હે ભગવંત??
લોકોના કેમ મન આવા.. ઘડીકમાં રાજા ભોજ , ઘડીકમાં ગાગલી ધાચેણ..
કોઈ સ્થીર ધીર ગંભીર કેમ નહીં જે પર આંખ મુકી વિશ્વાસ કરી શકાય????
લોકો મોઝ શોખ ધન દોલત એશો આરામ અને ખાસ કરી દેખા દેખી અને દેખાવોમાં ભાન ભુલ્યા એ હદે ..હે ઈશ્વર
માણસોના ચેહરા પર સાફ એ ચલીત લાલચી પણું અને વીકૃતી દેખાય..
કોઈ અસલ માણસાઈના રૂપમાં ન દેખાય..
ક્યાંથી લાવું મહા મુલો માનવી જે અસલ ઈનસાનીયત માં હોસો હવાઝમા સભાન અવસ્થામાં હોય , દયાળુ પ્રેમાળ પ્રેમ ની સાક્ષાત રૂપ ધીર ગંભીર પ્રસન્ન મહેનતું વીશાળ મનનું ઉંચ વીચાર ધારા વાળું અને પરોપકારી હોય , જ્યાં હું અને મારૂ તારૂ ન હોય....
બધાં પોત પોતાનામાં એટલા ખોવાયેલ છે કે કોઈ માટે કોઈને સયજ નથી, સમય છે તો રસનથી ,
આમ મહા મુલા માનવી કાળનો કોળિયો બની રહ્યા જીવન વેડફી રહ્યા શું કરવું, એકલો તો મહેનત કરી થાકી ગયો છું, હે ભગવંત હું હારી ગયો છું, તારા ધાર્યા કાર્યો કરવામાં હું અસમર્થ છું, યથા શક્તિ આપ...મદદ પહોચાડ , કોઈને મદદે મુક, પછી વીચાર આવે માણસ બન તો ઘણું, કર્તા ભાવ તો નથી આવ્યો ને ખુદમાં...?
ખબર છે??
જયારે ધારેલું ન થાય અને તે કરાવવા કે કરવા માટે અનીતી અધર્મ નો સહારો લેવાય, ત્યારે શીવ શંકર નો હસ્તક્ષેપ થાય છે, ઘડો છલકાય એટલે કે સીમા વટાવાય એટલે કાળ ને હાથે અધાર્ગ વધ પામી અધોગતિ અને પતન વહોરાય.
આ પરીણામ માટે બીજું કોઈ નહીં આપણે ખુદ જવાબદાર બનીએ છીએ.
માટે નીતી ધર્મ ન્યાય ની ઉપરવટ જાઈ ભગવાન બનવાનો પ્રયત્ન કોઈ ન કરતા...
હક નથી કોઈને કર્તા બનવાનો,
કર્તા શીવ ઓમકાર છે બીજું કોઈજ નહીં.
કોની જોડે વાત કરૂં??
વીકારોથી ધેરાયેલ તમો ગુણ ધારી દીમાગી બીમાર માણસો જોડે?
કે પછી રજો ગુણ થી પીડિત દુઃખી લોકો જોડે?
સતને ધારણ કરેલ આ જગતમાં??
હું ભાન નથી ભુલ્યો કે રસ્તામાં મને જયા ત્યા મળી જશે???
માટે મનની મનમાં બરાબર છે, મારે કંઈ કોઈને કશું નથી કહેવું જે વીચારે બધા.. બધા બરાબરજ વીચારે છે તેમના મતે,
પણ તું જાણે શીવ ઘણી , ત્રણે ગુણો થી પરે મારો શીવ ઓમકાર 🕉️🔱🙏 હું તને કહું છું ભગવંત
પણ હું તારા ધાર્યા કાર્યો કરવામાં ક્યાંક અસમર્થ રહ્યો છું, ક્યાંક માયામાં સમય વેડફી ચુક્યો છું, મારી જરૂર ચુક થઈ છે..
પણ તારો અંશ છું મને ભ્રાતી થઈ ચુકી છે, માયા નો ફંદ તુટી ગયો છે, મૃત્યુ લોક નું બધું નાશવંત કાળનો કોળિયો બનતું નજરો સમક્ષ દેખાઈ રહ્યું છે, જીવ તારાથી મળી ગયો છે...
ક્યાંક કંઈક લાલશા કોઈને તારવાની આ જગતમાં જીવવા માટે વીવશ કરી જકડી રહી છે , પણ હું નીમીત માત્ર છું એ કેમ ભુલી જાઉ... ?
શું થવા બેઠું છે આ ઘરા નું મહાભયાનક પ્રલયના છે એધાણ , હે ભગવંત પ્રલય પેલા મને અહીથી ઉપાડ..
કાળનો કોળિયો બનતા બેચારા લોકોને ટળવળતા આમ તેમ વલખા મારતાં જીવન માટે તરસતા, કે દુઃખ પીડાથી ટળવળતા મોત માટે તરસતા લોકોનો વીલાપ દુઃખ મારાથી સહન નહીં થાય...
ત્રાહીમામ ભગવંત 🙏 ત્રાહીમામ, નહીતર આ હદે માણસ ન જાય.... ત્રાહીમામ....🙏😭😭😭🕉️💐
લોકોને જે વીચારવું હોય તે વીચારે ગાંડો ધેલો મુર્ખ જે સમજવું હોય તે સમજે..
મને ખુદની નથી પડી.. એ રીતે
પણ આ પાપાચાર દુરાચાર માં મારો શ્વાસ રૂધાય...
સ્વર્ગ સમી આ ઘરા , ખુન કતલોઆમ, પાપા ચાર દુરા ચાર , સ્વાર્થ અહંકાર લાલચ લોભ મોહ માં એવી ઝકડાઈ આ ઘરતી મૉં ની દશા પણ દયનીય છે... કંઈક કર ભગવંત..
મારે રામ કૃષ્ણ પરશુરામ નથી બનવું નથી ગાંડીવ ધારી અર્જુન બનવું કે નથી યુધિષ્ઠિર બનવું નથી હું રાજા હરિશ્ચંદ્ર... હું ફક્ત તારો અંશ તારો દાસ તારો સેવક છું હે શીવ ઘણી..
એક કૃપા બનાવી રાકજે જ્યાં સુધી તું હાજરા હાજર મને લેવા ન આવે🙏
મને આ લપ ન વળગે ..
ત્રીગુણી માયા મને જકડી ન લે, મને પરે રાખજે ભગવંત
માંડ છુટ્યો છું 🙏
ત્રાહીમામ પુકારી ચુક્યો છું, એ હદે દુર્દશા પામેલ છું કે માણસ જીવનની આશ છોડી દે..
માટે ભગવંત હવે ઘણી વાર ન કરજે..🙏
અને મારી આશીર્તો અને મારા દ્રારા તને માનતા થયા તેમને પણ ઉગારજે ... નીમીત હું ભગવંત કર્તા તું... તથાસ્તુ કહો ભગવંત 🙏
કયારેક માયા નું ઝોર હોય મને ભાન ભુલાવે કંઈક કેહવડાવી દે કંઈક કરાવી દે અજાણે નીમીત બનાવી,
પણ અંદર બેઠો દરેકમાં જીવ પાજરે પુરાયેલ તો બધો તારોજ અંશ,
પણ વીકાર તમો ગુણ ને કંઈક કહેવાઈ જાય, કંઈક રજસ ને , કંઈક સત્વને...
લોકોના રૂપ બે હોય હાથી ની દાંત ની જેમ ચાવવા અને ખાવાનાં અલગ અલગ,
મારૂં રૂપ એક પણ લોકોને દેખાય અલગ અલગ એમના નજરીયા મુજબ
એમો કોઈ ગલત છે તેમ કેમ કહેવાય ભગવંત..
વાસ્તવમાં મારૂ કોઈ રૂપજ નથી બસ બધી તારી માયા છે...કાળ ચક્ર રમત રમે લોકોને શુય ને શુય દેખાડે... સારો ખરાબ તો બસ સોચ છે વીચારવા વાળા ની.. બસ તેજ ને તેજમાં ભેળવી દે ભગવંત જો દીપક સ્વયં પ્રકાશિત સંપૂર્ણ થઈ ગયો હોય તો🙏
ભલે રાજા ધીરાજ શ્રી રામ અને કૃષ્ણ ને ભગવાન કહે, ભલે રહ્યા ભગવાન હું કોણ ના કહેનાર ,
પણ મને તો પરબ ઘણી દેવીદાસ બાપુ જેવા ગુરૂ ગોતી આપો, એમના જેવો આ જન્મે તો હું થઈ રહ્યો..કર્મની ફાસ ભાંગી નવો કોઈ જન્મ સંભવ નથી, રામદેવ પીરના પરચા સાંભળ્યા, સીબી રાજાનો આસરો સાંભળ્યો, હરી ચંદ્ર ના સત વચનો અને ટેક શાભળી.. મન માનવ ને કામ આવનાર સાચા સેવક બા અમરબા અને દેવીદાસ જેવા સંતો ન કોઈ મે સાંભળ્યા થઈ ગયા હશે હજારો પણ હું તો તેમનેજ જાણું... એક પરબધામ ગોતી આપો ભગવંત તો જયા આવા સંત હોય. તો અભરખા મટે
બસ તારાથી આત્મા જોડાય તું શાંત ચીત કરી દે.. કેમ રમત રમે ભગવંત?
ન નચાડ આમ..
પેલો રમતે ચડાવે થકાડે હરાવે પછી શાંતા આપે..
બસ હવે આ ખેલ બંધ કર..
તું જીત્યો ભગવંત હું હાર્યો..
ત્રાહીમામ શરણાગત 🙏
ઈશ્વર ના જેવો થવાનું દુઃખના... મુર્ખ વાત છે મારી..
માણસ થાઉં તોય ઘણું..
માણસ બનીને જીવવુંય કેટલું કઠણ છે જોઈ ભોગવી રહ્યો છું કેવી કેવી પરીક્ષા આવે, કેવો સમય મજબુર કરે, કેવા કેવા વેહ ભજવાવે કેવા કેવા પાત્ર બનાવે,
ઈશ્વર જેવું થવા ની વાત તો દુર રહી..
એક અવતાર ધારણ કરી એક સંસાર ચલાવવો કેટલો દોયલો માણસ નું પાત્ર ભજવી, આખી સૃષ્ટિ નો સર્જન હાર આખું વીશ્વ હજારો બ્રહ્માંડો નું સંચાલન કેવીરીતે કરતો હશે? અને ઈશ્વર થવું બધાને...નવાઈ ની વાત નથી..?
એક સાઈ નો અવતાર પણ સાંભળ્યો એ પણ ચાલે..
એમના જેવું આ જન્મે હવે થવાઈ રહ્યું..
સુચીત કર્મનો હિસાબ ચુકતે કરી શકું આ જન્મે બસ એજ અરજ
કેટલાય વર્ષો પહેલાં કોઈ લખી ગયું...
દેખ મેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન....કીતના બદલ ગયા ઈન્સાન..
સુરજ ન બદલા ચાંદ ના બદલા ના બદલા ભગવાન..કીતના બદલ ગયા ઈન્સાન
મારૂં રૂપ તો એકજ છે દીવ્ય પ્રેમ કરૂણા રૂપ..
વાસ્તવીક રૂપ
પણ કાળ(સમય) રમત રમે..
પણ સત પ્રકાસ ને કેટલો ઢાંકી સકે કાળ પણ,
શીવ ની મરજી વીના કંઈજ સંભવ નથી
માટે એને સરણે હું ગયો..આદેશ આદેશ આદેશ🙏
મીઠું મીઠું બોલનારા માણસના મનમાં પણ પાપ હોય,
કંઈક ભેદ હોય ,છળ કપટ હોય ડગો હોય..
મોડી મોડી ખબર પડે એમ??
ના બધાયને એવું ના હોય..
ઘણા ચાલ પરથી ઓળખી ગયા હોય .. પરંતું ગઘા ની ગાય બનાવવા પ્રયતનો કરે જેને લાગણી હોય કે પછી માયાળું દયાવાન સતો ગુણી માણસો પણ,
ગઘાની ગાય નથી જ થતી..
કારણ દુઘના સંસ્કાર નહીં..તેથી પણ મોટા સંસ્કાર, ગયા જન્મના કર્મ..હા તે કારણેજ માણસ સંસ્કાર લઈને જન્મે છે, એક રાવણ એક વીભીષણ, એક લક્ષ્
પુનઃ જન્મ માં ન માનનારને માટે એક બુક લખી છે..
પુરાવા આપવા નહીં સમજણ માટે
આ નાશવંત સંસાર માં કશુજ કાયમ નથી ,
ના શરીર ના જીવન ના શુખ ના સુવીધા ના બાળપણ યૌવન વૃદ્ધાવસ્થા નઃ સાધન સંપત્તિ ના ઈજ્જત ના આબરૂ ના આના માન સાન ના રૂપ ના રંગ ના સગા વાલા ન ઘર પરીવાર ના મીત્ર ના શત્રુ.. કશુંજ નહીં..બધુદ પરીવર્તન શીલ છે નાશવંત છે, કોઈ એમ કહે કાલનું કાલ દેખ્યું જાશે.. દુઃખ થાય ભગવંત.. શબ્દો નફટાઈના હોય કે દુઃખ ચીંતા ના .. કારણ ? કાલ જાણે ના કાલે શું થવાનું? કાળ ની ગતી એટલી ભયંકર છે કે એ ગતી ને શ્રી કૃષ્ણ રામ પણ પહોંચી શકયા ન હતા. એ પમ દુઃખ પીડા યાતના શ્રાપ ના ભાગી બની ભોગવી ચુક્યા બધું
સૌથી સૌમ્ય રૂપ અધોર રૂપ
પરંતું ભભુતી દેહ પર નહીં આત્મા પર લગાવવી જોઈએ
શુખ સુવીધા ભોગવી લેવી અને દુઃખ પીડા તકલીફ બાકી રાખવાથી શું થશે??
ઘરના કોઠારમાં ઘવ અને જાર પડી છે, ઘવ ખર્ચી વાપરી દળી ને ખાઈ જશો, પછી શું વધશે?? જાર
હવે ના છુટકે શું ખાવું પડશે..??
આદત ઘવ ખાવાની પડી છે ઘણા સયથી, હવે જાર કેવી લાગશે?? ગળે દોયલી કે સેહલી ઉતરશે??? હવે કહો જે હશે તે દેખ્યું જાશે??
શુખે કે દુઃખે ખાવું જ પડશે, કારણ? વીકલ્પ આપડે છોડતાજ નથી....