Humsafar - 22 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 22

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

હમસફર - 22

અમન તૈયાર થઈ ને નીચે આવે એ જોવે કે રુચી અને વીર હસે અને નાસ્તો કરે સાથે છે એ વધુ ગુસ્સે થઈ જાય રુચી ને જોયા પછી 

~ રુચી એ અમન ને નોટિસ કર્યો અને એને સ્માઈલ આપી પણ અમન રિએક્ટ નથી કરતો એ તરત જ ચાલ્યો જાય

રુચી : અમન..... બ્રેકફાસ્ટ

~ અમન એક મિનિટ ઉભો રહ્યો પણ બીજી મિનિટે કાંઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે એ રુચી તરફ જોવે પણ નહિ રુચી ના ચહેરા પર થી અચાનક જ સ્માઈલ ગાયબ થઈ જાય જે વીર નોટિસ કરી લ્યે છે

વીર : ભાભી..... રીલેક્સ....મને લાગે છે એને જરુરી મિટિંગ હશે એટલે એ જલ્દી માં ચાલ્યા ગયા 

~ રુચી વધારે નથી વિચારતી એ પણ એજ વિચારે જે વીરે કહ્યું 

~ થોડીક વાર પછી વીર પીયુ ના રૂમમાં જાય છે ત્યારે પીયુ બેડ ઉપર બેઠી હતી અને કંઈક વિચારતી હતી પણ પીયુ બેડ ઉપર થી ઉતરી જાય છે જ્યારે એ વીર ને જોવે છે 

વીર : પીયુ...... ( પીયુ ની તરફ જાય છે )

પીયુ : મારે તારી સાથે વાત નથી કરવી મારે ફ્રેશ થવા જવું છે  

~ પીયુ બાથરૂમ તરફ જવા લાગે પણ વીર એનો હાથ પકડે અને એને એની તરફ લઈ આવે 

પીયુ : આ શું હરકત છે ( ઘુરતા કહે )

વીર : એ જ......આ શું હરકત છે....... મને ઇગ્નોર કેમ કરી રહી છે ?

પીયુ : મને છોડ ( ખુદ નો હાથ છોડાવવા ની કોશિશ કરતા કહે )

~ પણ બીજા પલે વીર પીયુ ની કમર પકડી ને પોતાની વધુ પાસે લાવે છે પીયુ ની ધડકન વધી જાય છે 

વીર : મને ઇગ્નોર કરવા નું વિચારતી પણ નહીં...... મને નથી ખબર કે તું મને કેમ ઇગ્નોર કરી રહી છે પણ મને તારું આ ઇગ્નોર કરવું પંસદ નથી  

પીયુ : વીર પ્લીઝ છોડી દે 

~ પીયુ વીર ની આંખો માં નથી જોતી કારણ કે એને ખબર છે જો એ વીર ની આંખો માં જોશે તો એ ખુદ ની ફિલીંગ કન્ટ્રોલ નહિ કરી શકે એટલે એ વીર ને ધક્કો મારી ને પોતાના થી દૂર કરે છે 

પીયુ : તારા રૂમમાં ચાલ્યો જા ..... હું તારા સવાલો નાં જવાબ આપવા જરૂરી નથી સમજતી 

વીર : પીયુ પ્લીઝ 

પીયુ : પ્લીઝ ચાલ્યો જા ( જોરથી કહ્યું )

~ પછી વીર ત્યા થી ચાલ્યો જાય વીર ના ગયા પછી પીયુ ના આંખો માં આંસુ આવી જાય છે 

પીયુ એના મનમાં - કાશ હું અહીંયા આવી જ ન હોત તો આ બધું થાત જ નહીં 

રાતે રુચી અમન ની રાહ જોવે છે કારણ કે એ અમન સાથે ડિનર કરીને સમય વિતાવવા માંગતી હતી પણ અમન રાતે ઘરે ન આવ્યો રુચી અડધી રાત સુધી અમન ની રાહ જોવે છે એને ખબર ન પડી કે એ ક્યારે સુઈ ગઈ જ્યારે એની આંખો ખુલી ત્યારે સવાર થઈ ગઈ હતી એ ઉભી થઇ અને એ એની આંખો ચોળે છે 

રુચી : શીટ.....!! સવાર થઈ ગઈ ખબર પણ ના પડી હું ક્યારે સુઈ ગઈ ....અમન  

( એ રૂમ તરફ દોડવા લાગી અમન ને જોવા માટે પણ જ્યારે એ એના રૂમમાં જાય છે ત્યારે એના ચહેરા પર નુ સ્મિત ચાલ્યું જાય કારણ કે રૂમમાં કોઈ નથી હોતુ )

રુચી એના મનમાં - શું અમન રાતે ઘરે આવ્યા જ નથી ?

~ પછી એ અમન ને ફોન કરે છે પણ અમન એનો કોલ ઉપાડતો નથી 

રુચી : મારો કોલ પણ નથી ઉપાડતા ? એ ઠીક તો છે ને ? વીર ને પુછુ  ( પછી એ જીમ એરિયામાં જાય છે કારણ કે આ સમયે વીર ત્યા જ હોય )

રુચી : વીર.... તારી અમન સાથે વાત થઈ છે ?

વીર : ના... કેમ શું થયું ?

રુચી : કારણ કે એ કાલે રાતે ઘરે નથી આવ્યા અને મારો કોલ પણ નથી ઉપાડતા 

વીર : સાચે ? હું ટ્રાય કરું 

પછી વીરે અમન ને કોલ કર્યો અમને કોલ ઉપાડ્યો 

વીર : ભાઈ ક્યાં છો ? રાત્રે ઘરે કેમ ન આવ્યા ?

અમન કોલ ઉપર : વીર હું વ્યસ્ત છું પછી વાત કરીશ ( પછી એ કોલ કાપી નાખે )

વીર : મને લાગે છે વ્યસ્ત છે એટલે એ ઘરે ના આવ્યા 

રુચી : હમ્મ ( ઉદાસ થઈ ને કહે )

~ વીર રુચી નો ઉદાસ ચહેરો નોટિસ કરી લ્યે છે

વીર : મારી પાસે એક આઈડિયા છે 

રુચી : શું આઈડિયા ?

વીર : ચાલો કંપની એ જઈએ.....એ વ્યસ્ત છે આપણે તો નહીં આપણે એમને મળી ને આવતા રહેશું 

~ રુચી નો ચહેરો ખીલી ઊઠે વીર ના શબ્દો સાંભળી ને 

રુચી : ઠીક છે હું જલ્દી જ તૈયાર થઈ જાઉં છું 

વીર : ઠીક છે 

થોડાક સમય પછી એ બંને અમન ની ઓ ઓફીસે પહોંચી ગયા એ અમન ની કેબિન માં રાહ જોવે છે અમન ની અમન મીટીંગ માં હતો થોડીક ક્ષણો પછી અમન એની કેબિન માં આવે એ જોવે કે રુચી અને વીર ત્યા પેહલા થી જ બેઠા છે 

વીર : હેય...ભાઈ સરપ્રાઇઝ , અમને ખબર છે તમે વ્યસ્ત છો એટલે અમે અંહીયા આવ્યા અને ભાભી એ તો તમારા માટે બ્રેકફાસ્ટ પણ લઈ ને આવ્યા છે

~ રુચી અમન ની સામે સ્માઈલ કરે છે

અમન : વીર.....આ કંઈ ગાર્ડન નથી જ્યારે તમને મન થાય ત્યારે તમે ચાલવા માટે આવી જાવ આ મારી ઓફિસ છે અને અંહીયા હું કામ કરું છું ટાઇમ પાસ નહીં 

~ રુચી ની આંખો માં આંસુ આવી જાય કારણ કે એને પેહલી વાર અમન ને ગુસ્સા માં જોયો હતો એને દુઃખ થાય કારણ કે એ અમન ને મળવા માંગતી હતી પણ અમન ગુસ્સા માં હતો એ રડતી રડતી કેબિન ની બહાર દોડી જાય

વીર : ભાભી ...... ઉભાં રહો......ભાઈ આ ઠીક નહીં 

અમન : વીર....મારો સમય ન બગાડ 

રુચી અને વીર ઘરે જવા માટે નીકળ્યા ( ગાડી માં ) રુચી ચુપ હતી વીર એને નોટિસ કરે છે 

વીર  : મને માફ કરી દો ભાભી..... મને નથી ખબર ભાઈ આવી રીતે વર્તન કરશે 

રુચી કંઇ નથી બોલતી

વીર : શું તમે ઠીક છો ? હું એમની સાથે વાત કરીશ

રુચી : ના... હું ઠીક છું..... મને લાગે છે એમને આપણું પૂછ્યા વગર જવું પંસદ ન આવ્યું શાયદ એટલે એમને એવું વર્તન કર્યું 

વીર : શાયદ....પણ હું એમની સાથે વાત કરીશ 

રુચી : ના.... કંઈ જ જરુરત નથી હું ઠીક છું  ( ખોટી સ્માઈલ આપી )

વીર : ઠીક છે 

એજ રાતે વીર રુચી ના રૂમમાં આવે છે

વીર : ભાભી.... શું મારી મદદ કરશો ?

રુચી : શું મદદ કરું ?

વીર : ભાઈ ની પેકિંગ કરવામાં એ બીઝનેસ માટે થોડાક દિવસો લંડન જઈ રહ્યા છે 

રુચી : એ ઘરે નથી આવ્યા ?

વીર : ના....... એમને કહ્યું એમની ફ્લાઇટ બે કલાક પછી ની જ છે અને આપણા માટે લંડન ની બીઝનેસ ટ્રીપ જરૂરી છે  

આ સાંભળીને રુચી ઉદાસ થઈ જાય છે

વીર : ઓહ.... એમને માફી માંગી છે સવાર નાં વર્તન માટે અને એમને કહ્યું છે કે એ ફ્રી થઈને તમને કોલ કરશે

રુચી એના મનમાં - મને એમ કેમ લાગે છે કે અમન મને ઇગનોર કરે છે પણ કેમ ? એવું શું થયું ?