Prem Samaadhi - 109 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-109

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-109

પ્રેમ સમાધિ 
પ્રકરણ-109

 મધુ એની નીચતાંના છેક નીચલાં સ્તરે પહોંચી ગયેલો હવે એને શેતાનીયતની બધીજ હદ પાર કરવી હતી એક વેશ્યાનાં ચક્કરમાં પોતાની પત્ની ને કાપીને દરિયામાં ફેંકી દીઘી. અને બોલેલો માછલીઓને આજે તગડો ખોરાક મળી ગયો અને દારૂનાં નશામાં ક્રૂર રીતે હસી પડેલો. જેનાં શરીરના નશામાં પોતાની પત્નીને મારી નાંખી એ વેશ્યા રેખા પણ થથરી ગઈ હતી પણ એપણ ક્યાં કાચી માટીની હતી.. એની છોકરીને ઉઠાવવા જે રાક્ષસે ભાગ ભજવેલો એનીજ સોડમાં આજે એ સૂઇ જાય છે છોકરીને તાઇને સોંપીને પાછી મધુ પાસે આવી ગઇ હતી એને પણ હવે મધુ દ્વારા વિજય સાથે વેર વસૂલવું હતું.... 
 મધુએ દોલત સામે ખંધુ હસીને પછી રેખાનાં હોઠ ખેંચતાં કહ્યું “ચાલતી ગાડીએ રોમાન્સની કંઇક મજા જ ઓર છે તારાં હોઠનો નશો તો ક્યારનો કરુ છું હવે આપણો "અસ્સ્લ" માલ કાઢ પ્યાલામાં ભર અને મને પીવરાવ.. સુરત આવે પહેલાં મારે મન એકદમ રોમેન્ટીક બનાવવું છે સાલીને મારીને દરિયામાં ફેંકી દીઘી તોય મારો છાલ નથી છોડતી મારાં મનમાં વારે વારે અને આંખ સામે વારે વારે આવે છે સાલી અભણ...”. 
 રેખા સમજી ગઇ હોય એમ એણે ઇમ્પોર્ડેડ વ્હીસ્કીની બોટલ ખોલી અને મધુની સામે જોયું... મધુનો ચહેરો ઘણીવાર ભયાનક, દયામણો ઘણીવાર ઝનૂની અને પિશાચી થઇ જતો. રેખાએ ઘાટ ઘાટનાં પાણી પીધાં હતાં અનેક પુરુષોની પથારી ગરમ કરી હતી ગુંડા મવાલી ખુનીઓનાં હાથે ફેંદાયેલી હતી બધી રીતે તૈયાર અને અનુભવી હતી બધું પચાવીને બેઠેલી રેખા એનો ચહેરો જોઈને હચમચી ગઇ આ પિશાચ ક્યારે શું કરે શું વિશ્વાસ કરવો ? પોતાની પત્નીને કાપીને ફેંકી દીધી મારી શું વિસાત ? રેખા મનમાં વિચારો કરી રહી હતી ત્યાં મધુએ કહ્યું "એય મારી હાથની રેખા... માય ડાર્લીંગ આ પેગ પીને મને જેટલો નશો નથી ચઢતો એટલો નશો તો તારી આ આંખોથી ચઢે છે.... વાહ ડાર્લીગ તારો ચહેરો જોઉં છું અને મને પેલી મરેલી ભૂલી જઊં છું” એમ કહી ખડખડાટ હસva લાગ્યો.... 
 "અલ્યા સુરતની કેટલી વાર છે ? રેખા જોડે એક દાવ લઇ લઊ? બહુ ભૂખલાગી છે આ દારૂ ગળે ઉતરે એની સાથેજ અંદરનો જાનવર જાગવા માંડે છે” એમ કહી રેખા સામે ગંદુ હસ્યો. રેખા વાત સમજી ગઈ એ શા માટે પિશાચ સાથે આવી એવો મનોમન પસ્તાવો કરવા લાગી પેલાં વિજયની નફરતનો બદલો લેવા. આ નીચ સાથે આવી ? ભલે હું વેશ્યા છું પણ એક સ્ત્રી છું વારે વારે થતાં મારાં અપમાનથી ટેવાઇ ગઇ છું હલકટ થઇ ગઇ છું મને હવે શબ્દો અસર નથી કરતાં પણ હવે મારાં અંગે જવાબ દઇ દીધો છે હવે એ કશું ગંદુ કે ઝનૂની વૈશ્યીપણું સહન નથી થતું આજે આત્મા પણ ડંખવા માંડ્યો છે મારાં અંગથી આત્મા સુધી મને રુંવે રુંવે ડંખ વતાર્ય છે પીડા થાય છે એ ક્યાંય સુધી ચૂપ રહી પછી બોલી....
 એણે કુત્રિમ હાસ્ય કરતાં કહ્યું "અરે મધુ શેઠ પહેલાં આ મધુરસને તો પીઓ તમારું નામ અને આ શરાબનું નામ એકજ છે તમારાં માટે હું મધુશાળા ખોલીને બેઠી છું તમારાં હાથની રેખા છું તમે કહ્યું.... તો તમારાં હાથમાંતી હું ક્યાં જવાની છું થોડો આરામ કરો વિલાસ કરો આનંદ કરો પછી તો હું તમારી સેવામાંજ છું ને ? આ ચાલતી ગાડીમાં ક્યાં બધુ ?..”.. પછી ખડખડાટ હસી પડી... અંદરને અંદર એ મધુ ટંડેલને લાખો ગાળો આપી રહેલી એની રીવોલ્વરનો ભય ના હોતતો એની પાસેની કટાર કાઢી પેટમાં ખોસી દીધો હોત નીચને.... એણે દાંત કચકચાવ્યો.. 
 મધુ હસતો હસતો પેગ ઉપર પેગ ચઢાવી રહેલો ત્યાં દોલતે કહ્યું “મધુશેઠ હવે બસ કલાકમાં તો નારણ ટંડેલનાં ઘરે પહોંચી જવાનાં સાંજનો મદમસ્ત સમય હશે પહોંચીશુ ત્યારે તમારાં સ્વાગતની તૈયારીઓ થઇ હશે... મધુ શેઠ ત્યાં પહોંચ્યા પછી તમને તમારું... મને મારું મળી જાય એવું પ્લાનીંગ કરજો... તમારીજ સેવા કરી છે બીજે તો બસ મજા ઉડાવી છે “ એમ બોલી મધુ સામે હસ્યો અને રેખાને આંખ મારી... 
 મધુએ નશીલી આંખે કહ્યું “ત્યાં બધો બંદોબસ્ત કર્યો છે.. ને તારાં માટે બધુ ગોઠવી રાખ્યુ છે ચિંતા નાં કરીશ હું બધી બાજી ગોઠવીને આવ્યો છું... સાલો.... પેલો બામણ અને એનો છોકરો હાથમાં આવી જાય... સાલો બામણ... એને તો મેં મારી મારીને અધમૂવો કરી દીધો છે મરવાનાં વાંકે જીવી રહ્યો છે મેં એની તો એવી દશા કરી છે કે એ સામેથી મોત માંગશે. હું સાલા બેઉ ભાઈબંધોને પતાવી દઇશ વિજ્યો.. બામણ અને એનો.. દિકરો મારાં નિશાન પર છે.. ધૂમ... ધૂમ ... ઘડાક ઉડાવી દઇશ.” મધુની વાત સાંભળી દોલત હસવા લાગ્યો અને બોલ્યો" તમારાં માટેજ મેં વિજય શેઠને છોડયા... દગો દીધો ત્યાં મારું કશું જોઇતું મળત નહીં મારાં આગળ રામભાઉ રાજુ બધાં લાઇનમાં હતાં જોને આ રેખાડી પણ છોડીને આવી...” 
 આ સાંભળી મધુ પિશાચની જેમ હસવા માંડ્યો એણે દોલતને કહ્યું "મારાં માટે વિજયને છોડીને આવી છે “ એમ કહીને રેખાનાં હોઠ પર હોઠ મુકી દીધા... રેખા જાણે ગૂંગળાઇ એણે હોઠ છોડાવતાં કહ્યું "એય દોલત શેઠને શાંતિથી પીવા દે.. તું નારણનાં ઘરે પહેલાં પહોંચાડ... ત્યાં જઇને હું નાહીધોઈ ફ્રેશ થઇ નવાં કપડાં પહેરી અંતર ઇત્તર લગાવીને પછી મધુ શેઠની સેવા કરીશ પુરો આનંદ આપીશ”. 
 ખૂબ પીધેલો મધુ ખુશ થઇને બોલ્યો "વાહ રેખા સાલી રંડીઓને પણ બધુ જ્ઞાન હોય છે પુરુષને કેવી રીતે મનાવવો. નચાવવો આનંદ આપવો સંતોષ આપવો વાહ વાહ મજા આવી જશે સાલી મારી બૈરી... ગંદી... ગમાર એને તો કંઇ આવું ભાનજ નહોતું જ્યારે જોઉં ત્યારે ટોકતીજ હોય તમે આમ ના કરો.. આવું ના થાય સાલી...ગઇ.... “
 રેખાએ કહ્યું “મધુશેઠ હવે તો સુરત નજીક છે તમે દમણ કયારે લઇ જશો ? વિજયની સામે તમે મને વ્હાલ કરી કીસ કરો તો સાચાં મરદ ગણીશ તોજ મારો જીવ ટાઢક લેશે એને બહુ ચરબી છે મને રખાતની જેમ રાખી પછી લાત મારી કાઢી મૂકી એની છોકરીની સામે.”..
 એની છોકરીની સામે "એવું સાંભળતાંજ મધુ નાં હોઠ મરક્યાં... આંખો પહોળી થઇ એ નશીલાં અવાજે બોલ્યો “તારી ઇચ્છા પુરી થશે. દોલતને એની "દોલત" મળી જશે મારુ વેર શમી જશે. બીજુ શું જોઇએ”. ત્યાં પેલો દોલત બોલ્યો "શેઠ બધી વાત સાચી પણ આ નારણ એનો છોકરો સતિષ, મંજુભાભી અને પેલી માયાનું શું ?” "માયા" નામ સાંભળતાંજ મધુની આંખો ફરી ગઇ......

વધુ આવતા અંકે ---- પ્રકરણ-110