પ્રકરણ-108
દમણમાં વિજયનાં બંગલે સીક્યુરીટીનાં હથિયારબંધ જવાનો આવી ગયાં. આવનારે સીક્યુરીટીને મોબાઇલથી નંબર લગાડી અને વાત કરાવી. બંગલાનાં સીક્યુરીટીએ કહ્યું “હાંજી સર સમજી ગયો હું ક્યાંય બંગલેથી આઘોપાછો નહી થઉં હું અહીં આ સર પછી એણે નવી સીક્યુરીટી ઓફીસર સામે જોઇ કહ્યું જવાનસિંહ સર એમની ટીમ સાથે આવ્યાં છે તમારાં હુકમ પ્રમાણેજ થશે બંગલામાંથી કોઇ બહાર કે બહારથી અંદર નહીં આવી શકે તમારી રૂબરૂ પરવાનગી હશે તોજ અમલ થશે. જયહિંદ...” કહી એણે ફોન મૂક્યો. આવનાર જવાનસિંહ એની ટીમને બંગલાની ફરતે બધેજ પોઝીશન લઇ લેવા માટે ઓર્ડર કર્યો અને આવ્યા એવાંજ ફરજ અને સમજાવેલ સૂચના મુજબ ફરજ પર ચાલુ થઇ ગયાં.
કલરવે બારીમાંથી નવી સીક્યુરીટીની કુમક આવેલી જોઇ એણે કાવ્યાને બૂમ પાડીને કહ્યું "કાવ્યા.... કાવ્યા.”.. ત્યાં કાવ્યા દોડીને કલરવ પાસે આવીને પૂછ્યુ "શું થયુ કલરવ ?” કલરવે એને ઉપર રહતેજ બારીમાંથી નવી સીક્યુરીટી ટીમ આવી એ બતાવી અને બોલ્યો "કાવ્યા શું ગરબડ છે ? આપણી સેફ્ટીમાં આટલાં બધાં જવાન ? જાણે તારાં પાપાએ આર્મી ઉતારી.” કાવ્યાએ કહ્યું “ચોક્કસ ગરબડ છે”. ત્યાં દિનેશ મહારાજ દોડીને ઉપર આવ્યો એમનાં હાથમાં મોબઇલ હતો એણે કહ્યું કલરવ લે ફોન....
કલરવનાં ચહેરાં પર આશ્ચ્રર્ય હતું એ પૂછવા જાય એ પહેલાં દિનેશ મહારાજે એનાં હાથમાં ફોન પકડાવ્યો. સામેથી રામભાઉ બોલ્યાં “કલરવ મારી વાત ધ્યાનથી સાંભળ, તું અને કાવ્યા હવે બંગલામાંથી ક્યાંય બહાર ના નીકળશો. વિજયની સૂચનાં પ્રમાણે મેં નવી સીક્યુરીટી હથિયારબંધ જવાન ત્યાં મોકલ્યાં છે વિજય દમણ આવવા થોડો વખત પછી નીકળી જશે ત્યાં આવી જશે. પણ એને આવવામાં સમયમાં આઘું પાછું થાય ચિંતા ના કરતાં.”
રામભાઉ એકી શ્વાસે જાણે બધુ બોલી ગયાં અને કલરવ સાંભળી રહ્યો. કલરવે કહ્યું "ભાઉ સર... પણ થયું છે શું ? અમારે માથે જોખમ છે ? આટલી સીક્યુરીટી ? અમે ક્યાંય બહાર નહીં નીકળીએ.... વિજય સર અહીં આવી જાય ત્યાં સુધી હું પણ કાવ્યાનું ધ્યાન રાખીશ પણ મને એટલું તો કહો ભય કોનાથી છે ?” રામભાઉએ કહ્યું "પેલો નરપિશાચ મધુ પોલીસનાં હાથમાંથી છટકી ગયો છે એ કદાચ હવે દમણમાં..” તરતજ કલરવ બોલ્યો... એ બોલતાં બોલતાં ઉશ્કેરાઇ ગયો એનાં શરીરમાં રૂવાં રૂવાં ઉભા થઇ ગયાં એ ગુસ્સાથી બોલ્યો "ભાઉ સર હું એ મધુકાકા... મધુને જીવતો નહીં છોડું મારી માં અને બહેનનું ખૂન કરાવ્યું છે એ ખૂની છે મારાં પાપાને ખૂબ... હવે એને મારવાં.. ભાઉસર અમે સતર્ક રહીશું... હવે વિજયસર અને તમારાં સંપર્કમાં પણ રહીશું..”.
ભાઉએ પછી કલરવને કહ્યું "કલરવ એક ખૂબ મીઠાં આનંદનાં સમચાર છે તારાં પાપા વિજયને મળી ગયાં છે તેઓ થોડાં ઘાયલ છે પણ સુરક્ષિત છે વિજય એની સાથે છે તેઓ બંન્ને સાથેજ દમણ આવશે. અમે લોકો પણ મુંબઇ ખાતેનો વ્યવહાર અને બધાં કામ પતાવી શીપ સાથે દમણ આવવાનાં છીએ.” ત્યાં કલરવે સાંભળી રીંગ કાવ્યાનાં મોબાઇલ પર આવી...
કલરવની આંખો ભરાઇ આવી એણે કહ્યું “ભાઉસર તમે તો મારું મન દીલ આનંદથી ભરી દીધું. આનાંથી વધુ કોઇ આનંદનાં સમાચાર હોઇજ ના શકે. હું હવે વધુ હિંમતવાળો થઇ ગયો મારાં પાપા... મારાં પાપા આવે છે. દાદા... ભાઉસર તમારો ખૂબ ખૂબ આભાર.” પછી ખુશીથીજ એ ધુસ્ક્રે ને ધ્રુસ્કે રડી પડ્યો.. ભાઉએ થોડીવાર રડવા દીધો પછી બોલ્યો "દીકરા કલરવ હવે સારાં દિવસો આવે છે આ રાક્ષસ છેલ્લી વારનો ઘા કરવા આવવાનો એનાં તો રામ રમી જશે હવે એ શેતાન ક્યારેય ક્યાંય નહીં જીતે. બસ સતર્ક રહેજો કાવ્યાનું ધ્યાન રાખજે... પછી ફોનથી સંપર્કમાં રહીશુ”. અને ફોન કપાયો... કલરવ ફોનમાં વાત કરતી કાવ્યા પાસે દોડી ગયો.
કલરવે કાવ્યાને કહ્યું "કાવ્યા... કાવ્યા... મારાં પાપા તારાં પાપાને મળી ગયાં. કાવ્યાએ મોબાઇલ પર વાત કરતાં કરતાં કહ્યું" કલરવ ખુબ આનંદ ખુશીનાં સમાચાર છે પાપાજ છે ફોન ઉપર એમણે કીધુ પાપા કહે છે તે સાવચેત સતર્ક રહેજો એ ભૂદેવ અંકલને લઇનેજ દમણ આવે છે કાવ્યાએ ભૂદેવ અંકલ કહ્યું કલરવને હસુ આવી ગયું...” કાવ્યા પણ હસી પછી કહ્યું “ઉભો રહે લે પાપા વાત કરો...”
કલરવે ફોન લીધો... કાવ્યાની આંખમાં પણ હર્ષનાં આંસુ હતાં એ પાછળથી કલરવને વળગી ગઇ કલરવે ફોન લઇને લાગણી ભર્યા સ્વરે કહ્યું “અંકલ... અંકલ... પાપા કેમ છે ? તમારો જેટલો આભાર માનું ઓછો છે. તમે આજે ભગવાન બની ગયાં મારાં... મારાં માટે આનંદનાં સમાચાર લાવ્યા... પાપાની તબીબ સારી છે ને ? ભાઉ સરે કહ્યું એ ધાયલ છે બિમાર છે ? પાપાને અહીં જ લઇ આવો એમને જોવા મળવા જીવ તરસે છે આંખો રડી રડીને સૂકાઇ ગઇ છે... તમારાં આવવાની રાહ જોઇશ.. અંકલ તમે દેવ છો”. એમ કહી છૂટા મોંઢે ફરીથી રડી પડ્યો... પાછળ વળગેલી કાવ્યા પણ રડી રહી હતી કલરવની લાગણી અને પ્રેમમાં એ પણ ભાગીદાર બની રહી હતી એણે કલરવને પાપાની યાદ વિરહમાં ચિંતામાં તડપતો જોયો છે સાંભળ્યો છે આજે જાણે જીવમાં જીવ આવ્યો છે.
વિજયે કહ્યું "કલરવ શાંતિથી સાંભળ, તારાં પાપાને હું લઇનેજ આવીશ ચિંતા ના કરીશ... ભાઉએ તને બધુ કીધુ.. જે છે પણ તમે સાવચેત રહેજો પેલાં મધુનો મને ભરોસો નથી બીજું નારણ અંકલ આવે તો ભલે આવતો પણ એની સાથે તમે ક્યાંય આપણાં બંગલાથી બહાર ના નીકળશો એ કહે દબાણ કરે તો પણ.. હવે મને કોઇનાં પર ભરોસો નથી અને દીકરી કાવ્યાનું ધ્યાન રાખજે રૂબરૂ મળીએ”. એમ કહી ફોન કાપ્યો..
કલરવે ફોન દિનેશ મહારાજને પાછો આપ્યો.. દિનેશ મહારાજે કહ્યું “તમે બંન્ને છોકરાઓ કોઇ ચિંતા ના કરશો મારે વિજય સર સાથે બધી વાત થઇ છે કંઇ પણ કામ પડે મને કહેજો હું નીચેજ છું હવે તો નવી સીક્યુરીટી પણ આવી ગઇ છે.”
કલરવે કહ્યું “ભલે..”. દિનેશ મહારાજ નીચે ગયા અને કલરવે કાવ્યાને વળગીને વ્હાલ કરીને કહ્યું “કાવ્યા આજે હું ખૂબ ખુશ છું”. પાપા મળી ગયાં એ એટલાં તો સ્વસ્થ છે કે તારાં પાપા સાથે રહી આવી રહ્યાં છે. કાવ્યા લવ યુ.. જ્યારથી તું મારાં જીવનમમાં આવી છે બસ જાણે સ્વર્ગ મળી ગયું છે જીવતો સ્વર્ગ માણી રહ્યો છું કાવ્યાએ કલરવને વ્હાલ કરી વળગીને કહ્યું "એય આઇ લવ યુ કલરવ......"
*******************
મધુએ ઇનોવા ડ્રાઇવ કરતાં દોલત સામે જોઇ કહ્યું " સારું થયુ તે આપણે સાથેજ છીએ એ હમણાં નથી કીધુ આ બહુ લૂચ્ચી સરપ્રાઇઝ છે નારણ માટે”.. પછી ખંધુ હસ્યો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-109