100 વાતની એક વાત in Gujarati Women Focused by E₹.H_₹ books and stories PDF | 100 વાતની એક વાત

Featured Books
Categories
Share

100 વાતની એક વાત

એક સ્ત્રીની ઈચ્છા...

વિચારું છું કાલે એક રજા લઉં...

થોડીક આળસની પણ મજા લઉં...

પણ શરુઆત ક્યાંથી કરુ? છે

થોડીક જવાબદારીઓ એને મૂકું ક્યાં?

આંખ ખોલુ ને મને પણ "ચા" હાથમાં મળે...

શું મને પણ મારા સપનામાંથી અચાનક જાગવાની મજા મળે?

ટેબલ પર બેસું ને ગરમ નાસ્તો મળે...

શું મને પણ મીઠું જરા ઓછું છે કહેવાનો મોકો મળે?

લંચના બનાવાનો બ્રેક મળે...

શું મને પણ ખરેખર લંચ બ્રેક માણવાનો સમય મળે?

કામ ક૨તી હોઉં ને મને પણ કોઈ પૂછવા આવે...

"ગરમા ગરમ ચા પીશ?"

ના જવાબ આપવાની તક મળે?

સાંજનું જમવાનું કોઈ મને પૂછીને બનાવે...

શું મને પણ મનગમતું જમવાનો

અવસર મળે? આવી એક રજા મળે...

તો શું મને માણવી ગમે?

સાલુ રોજ વિચારું આજે રજા લઉં....

ને કાલે લઈશ...

ને ફરી કામે લાગી જાઉં....

100 વાતની એક વાત તમારા દીકરા ને પરણાવવાની ઉંમર થઈ છે તો એ કમાતો થઈ ગયો હોઈ એ સમાજની, દીકરીના પિતાની મૂળભૂત માંગ હોય એ સામાન્ય છે એ જ રીતે,

જો તમારી દીકરી પરણાવવી છે તો એ ગમે એટલું ભણેલી કે ફેશનેબલ હોય એને રસોઈ અને ઘર ગૃહસ્થીમાં રસ હોવો જરૂરી છે...

આ વાત ભલે આપણા સમાજ કે આપણા દેશમાં પ્રસ્તુત લાગે પણ હું તમને એક સવાલ પૂછું એનો જવાબ આપો કે,

એવો કયો વ્યકિત છે જે પૈસા વગર ઘર ચલાવી શકે???
કે
જમ્યા વગર રહી શકે???

અને દીકરી ઘર સંભાળે અને દીકરો કમાય એ વ્યવસ્થા આપણા સમાજે કરી છે એટલે આ કરવું જરૂરી છે એવી લોકો માને છે....

હવે વિદેશની વાત કરીએ તો ત્યાં પુરુષ જ કમાય અને સ્ત્રી જ ઘર સંભાળે એવી કોઈ વ્યવસ્થા નથી....

પુરુષ વાસણ સાફ કરે કે બટાકા સુધારે અને સ્ત્રી પણ ફૂલ ડે કે નાઈટ જોબ કરે....એટલે ત્યાં બધું હળીમળીને કે પોતપોતાની રીતે વ્યવસ્થા ગોઠવી રાખે....

હવે આપણા દેશની વ્યવસ્થા પર પાછા ફરીએ તો અહીં પતિ પત્ની કરતા એના પરિવારજનો,સોસાયટીના લોકો,કુટુંબીજનો કે જેને કાઈ લાગતું વળગતું નથી એને જ વધુ વાંધા હોય કે,

તમારો દીકરો શાક લેવા જાય એ કેવું લાગે???
તમારી દીકરીને મોડે સુધીની જોબ કેમ કરવા દો છો???
તમારી વહુ સૂતી હતી ને દીકરો કામ કરતો હતો...🙄
હેં તમારો જમાઈ આખો દિવસ ઘરે હોઈ એ શું કામ કરે છે?? કમાય છે??🧐

એટલે કે અહીંના લોકો ક્યારેય 'બન્ને જણા થઈને ઘરની જે વ્યવસ્થા ગોઠવે' એ નહિ ચાલવા છે...(એનું ઘર જ નહિ ચાલવા દે 😅)

હવે તમને મે શરૂઆતમાં વાત કરી એ સમજાય હશે કે અહી રહેવું હોય તો,( હાલ,યુવા પેઢીમાં વિદેશ જઈ વસવાનો જે ક્રેઝ છે એનું એક કારણ આ પણ છે)

દીકરો ઘર ચલાવવા જેટલું કમાતો હોવો જોઈએ
અને
દીકરીને રસોઈ આવડવી જોઈએ...

સગાઈ કરતી વખતે આ બે વાતો આપણા દેશમાં ફરજિયાત કહી શકાય..એ બન્ને પોતાના ક્ષેત્રમાં નિષ્ફળ ગયા તો સમજો લોકો એને અને અમુક અંશે તમને જ જવાબદાર ઠેરવશે કે તમારી જ ભૂલ કાઢશે.....વંદન

#indian
#family
#husband
#wifeylife
#society
#social
#Rules
#Sanskruti
#woman
સમય લાગે છે,
નિયતી એ કરેલા *ઘા* ની *રૂઝ* આવવામાં...
સમય લાગે છે,
પોતાની જાતનું અનુકરણ કરવામાં
સમય લાગે છે,
બીજાના ખોટા વિચારો ને બદલવામાં.
સમય લાગે છે,
*હદય તો બધાને સરખા હોય છે બસ લાગણી ની કારીગરી દરેક ની અલગ અલગ હોય છે.*
In English they say "you are my happiness"....
But in ગુજરાતી,, "તું મારી સાંજની એ ચા છે".

🌹 #H_R 🌹