Ek Punjabi Chhokri - 58 in Gujarati Short Stories by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 58

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 58




વાણી એટલા બધા સવાલો એકસાથે કરી લે છે કે સોનાલીનો જવાબ આપવાનો પણ વારો આવતો નથી.વાણી કહે છે દી પ્લીઝ કંઇક તો બોલો.સોનાલી કહે છે વીરને કંઈ નથી થયું તે એકદમ સાજો છે.સોનાલી સાચું કહીને વાણીને દુઃખ આપવા નહોંતી ઈચ્છતી એટલે વાણીની સામે ખોટું બોલે છે પણ વાણીને મનોમન લાગે છે કે દી કંઇક તો છૂપાવે છે પણ તે કંઈ  કહેતી નથી અને તેમના મમ્મીએ કૉલ કરીને જે કહ્યું હતું તે વાત જણાવી દે છે. સોનાલી વધુ ચિંતામાં આવી જાય છે તેની આંખ આંસુઓથી છલકાતી હતી પણ તે વાણીને આ વાતની ભનક લાગવા દેતી નથી.આ બાજુ સોનાલીના મમ્મી સોનાલીને કૉલ કરે છે પણ સોનાલી વાણી સાથે વાત કરતી હતી અને બહુ વધુ દુઃખી હોવાની સાથે સાથે ડરેલી પણ હતી કે પોતે શું કહેશે?તેથી સોનાલી જેવો વાણીનો કૉલ પૂરો કરે છે તેવી જ તે જમીન પર બેસી જાય છે અને સાવ તૂટી પડે છે સોહમ તેને હિંમત આપતા કહે છે તું ચિંતા ન કર આપણે વીરને કંઈ જ નહીં થવા દઈ.તારે વાણીને સાચું કહેવાની જરૂર હતી કદાચ વાણીનો અવાજ સાંભળી વીરની જીવવાની ઈચ્છા પાછી આવી જાય અને તે સાજો થઈ જાય,પછી કહે છે સોનાલી હવે પરિવારને પણ આ વાત કહેવાનો સમય આવી ગયો છે. તે બધા ખૂબ જ ચિંતામાં છે.તેમને સત્ય જાણવાનો પૂરો હક છે.

સોનાલી સોહમને સમજાવતી હોય તેમ કહે છે પણ તે લોકો કેમ સહન કરી શકશે? સોહમ કહે છે બધા પાસે બધું જ સહન કરવાની શક્તિ હોય છે અને આ વાત હું કહીશ.તું કઈ કહી શક તેવી હાલતમાં નથી.આટલું કહી સોહમ સોનાલી પાસેથી ફોન લઈ લે છે અને વારંવાર આવતા સોનાલીના મમ્મીના  કૉલનો જવાબ આપે છે.સોહમ હિંમત કરીને કહી દે છે કે આંટી વીર હોસ્પિટલમાં છે. સોનાલીના મમ્મી આ સાંભળી બેભાન થઈ જાય છે ફોન સ્પીકર પર હતો તેથી સોનાલીના પપ્પા અને દાદીએ આ વાત સાંભળી હતી.તેના દાદી પણ ખૂબ દુખી થઈ ગયા હતા,પણ સોનાલીના પપ્પા હિંમતથી કામ લે છે અને તે કહે છે તમે બંને અહીં જ રહો અમે જઈને જોઈ શું થયું છે તે? સોનાલીના દાદુની તબિયત માંડ સુધરી હતી તેથી તેના દાદી આ વાત માની લે છે.સોનાલીના પપ્પા ને મમ્મી હોસ્પિટલ જાય છે. ત્યાં સોહમ,સોહમના મમ્મી પપ્પા ને સોનાલીને જુએ છે.આ દુઃખના સમયમાં સોહમની ફેમીલી સોનાલીનો પુરેપુરો સાથ આપતી હતી, તે જોઈને તેઓ આવા દુઃખના સમયમાં પણ ખુશીનો અહેસાસ કરે છે કે તેમની દિકરીને સાસરે પણ માતા પિતાનો પ્રેમ મળી રહેશે.હવે  સોહમના પપ્પાએ જે વાત કોઈને અત્યાર સુધી નહોંતી કરી તે સોનાલીના પપ્પાને એક બાજુ લઈ જઈને કરે છે કે વીરને મગજમાં તાવ ચડી ગયો છે અને તેના બચવાના ચાન્સ માત્ર એક ટકા જ છે એવું ડૉકટરનું કહેવું છે. આ સાંભળી સોનાલીના પપ્પા તૂટી જાય છે પણ સોહમના પપ્પા તેમને હિંમત આપતા કહે છે વીરને બચાવવાનો એક ઉપાય છે વાણીને અહીં બોલાવી લ્યો.ડૉકટરનું કહેવું છે કે વીર અંદરથી જીવવાની ઈચ્છા ખોઈ બેઠો છે જો તેની ઈચ્છા કોઈપણ રીતે જગાવવામાં આવે તો શક્ય છે કે તે બચી જાય.

સોનાલીના પપ્પાએ આજે આવતાની સાથે જ સોહમના પરિવારને આ દુઃખના સમયમાં સોનાલી સાથે જોઈ એટલે તેમને મનોમન શાંતિ થઈ કે સોનાલી આ ઘરમાં જઈને ક્યારેય દુઃખી નહીં થાય એટલે સોહમના પપ્પાની વાત સાંભળી તેમને એજ વિચાર આવ્યો કે વાણી એક ખૂબ સારી છોકરી છે.તે બીજી કાસ્ટમાંથી ભલે આવતી હોય પણ મારા પરિવારને તે પોતાનો પરિવાર સમજી બધાનું ઘ્યાન રાખશે.આવું વિચારી તે જરાપણ વાર લગાડ્યા વિના વાણીને કૉલ કરી બધું જણાવે છે વાણી ઝડપથી ત્યાં આવી જાય છે પણ સોનાલીના પપ્પાએ ફોનમાં તેમને કીધું હતું કે તે હાલ સોનાલીના મમ્મીની સામે ના આવે નહીં તો તે ક્યારેય તેને વીર પાસે નહીં જવા દે અને વીર ને કંઇક થશે તો પણ તેમાં વાણીનું નામ આવી જશે એટલે વાણી બહાર ઊભી રહે છે.વીરના પપ્પા તેમના વાઇફને એટલે કે વીરના મમ્મીને કહે છે એક મિનિટ મારી સાથે આવો.એમ કહી તેમને વીરના રૂમથી દૂર કરે છે.


શું વાણીના આવવાથી વીર બચી જશે?
શું સોનાલીના મમ્મી વાણીને જોઇ જશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં....

તમારી કૉમેન્ટ્સ મારા શબ્દોને વધુ સુંદર બનાવે છે તો તમને સ્ટોરી જેવી લાગે તેવી કૉમેન્ટ્સ કરતા રહેજો.