સોહમના પપ્પા આવીને વીરની હાલત વિશે જાણવા માટે ડૉકટરને મળે છે.ડૉકટર કહે છે વીરના મગજમાં તાવ ચડી ગયો છે અને તે અંદરથી જીવવાની ઈચ્છા ખોઈ બેઠો છે એટલે નવાણું ટકા તેમના બચવાના કોઈ જ ચાન્સ નથી.આ સાંભળી સોહમના પપ્પાને ખૂબ જ દુઃખ થાય છે પણ તે હિંમત રાખે છે અને આ વાત બીજા કોઈ સાથે શેર કરતા નથી.
વીર વિશે જાણીને તે વીરના દાદુના ડૉકટરને મળે છે અને તે કહે છે કે ઉંમર અને ચિંતાના લીધે તેમને માયનોર એટેક આવ્યો હતો પણ હાલ તેઓ એકદમ સ્વસ્થ છે અને એક કલાકમાં તેમને અહીંથી રજા આપવામાં આવશે.વીરના મમ્મીને વીરની ચિંતા થતી હતી તેથી તે વીર ને કૉલ કરે છે,પણ વીરનો ફોન સોનાલી પાસે હતો.તે શું જવાબ આપવો?એમ વિચારીને કૉલ ઉપાડતી નથી.સોહમ તેને સમજાવે છે કે ફોન ઉપાડીને જવાબ આપીશ નહીં તો આંટીને ખબર પડી જશે પણ સોનાલીમાં ખોટું બોલવાની હિંમત નહોંતી. આ બાજુ સોનાલીના મમ્મી વીરને કૉલ કરતા કરતા દવાખાનામાં ખોટા રસ્તે ચડી જાય છે અને ત્યાં તે સોહમ ને સોનાલીને વાતો કરતા જુએ છે. તે બંનેને જોઈને લાગતું હતું કે તે બહુ ચિંતામાં છે.સોનાલીના મમ્મીને આશ્ચર્ય થાય છે કે આ બંને અહીં કેમ આવ્યા હશે? તે સોહમ ને સોનાલી પાસે જાય છે.સોનાલી તો તેના મમ્મીને જોઈને એકદમ જ ડરી જાય છે પણ સોહમ તેમને સમજાવી દે છે કે અમે બંને દાદુના હેલ્થની વાત કરતા હતા.સોહમના પપ્પા ત્યાંથી પસાર થતા હતા તેથી તે સોહમ ની વાત સાંભળી લે છે અને તેને સમજાય જાય છે કે સોહમ ખોટું બોલે છે આથી તે સોહમનો સાથ આપતા કહે છે હા ભાભી સોહમ,સોનાલી ને હું એ જ વિશે વાત કરતા હતા,ત્યાં હું ડૉકટરને મળવા ગયો અને ડૉકટર એ મને કહ્યું હમણાં જ પેશન્ટ રજા મળી જશે.સોહમના પપ્પા આજે પહેલી વખત ખોટું બોલ્યા પણ જો તે વીર વિશે સોનાલી ના મમ્મીને કંઈ પણ કહેત તો તે સાવ તૂટી જાત એટલે હાલ તેમને ખોટું બોલવું જ ઉચિત લાગ્યું.સોનાલીના મમ્મી આ વાત આરામથી માની ગયા પણ સોનાલીની આંખો છલકાઇ ગઈ એટલે તે ઝટપટ ત્યાંથી જતી રહી પણ તેના મમ્મી આ બાબત સમજી ના શક્યા.
સોનાલીના દાદુને રજા મળી એટલે તેની ફેમીલી ત્યાંથી જતી રહી પણ વીરની હાલત વધુ ને વધુ ખરાબ બનતી જતી હતી. સોનાલીના મમ્મી ને દાદી તો ઘરે જઈને તરત વીર ના રૂમમાં ગયા પણ વીર ત્યાં નહોંતો.વીરના દાદી વીરના મમ્મી ને કહે છે "પૂતર જી વીર નું મૈંને દો દિન સે નહીં વેખ્યા. કહા ગયા હૈ સાડા પૂતર." વીર ના મમ્મી કહે છે મેં પણ વીરને બે દિવસથી નથી જોયો. વીરના મમ્મી ને દાદી આ વાત વીરના પપ્પાને જઈને કરે છે અને વીરના મમ્મી તો એમ પણ કહે છે કે વીર ફોન પણ નથી ઉપાડતો.વીરના પપ્પા કહે છે તે જરૂર પેલી વાણી પાસે ગયો હશે એમ કરીને તે ગુસ્સામાં વાણીને ફોન કરે છે અને વાણી કંઈ બોલે તે પહેલાં વીરના મમ્મી વીરના પપ્પા પાસેથી ફોન લઈ લે છે અને કહે છે," એય કુડી મેરા પૂતર કિથે હૈ તુને ઉસકો કીથે છુપાકે રખા હૈ." વાણી એકદમ વિચારમાં પડી જાય છે કારણ કે તેને વીર વિશે કંઈ જ ખબર નહોતી પણ વીરના મમ્મીના શબ્દો સાંભળી તેને વીરની ચિંતા થવા લાગે છે તે કહે છે આંટી મને નથી ખબર વીર કયાં ગયો છે? અહીં નથી આવ્યો.વીરના મમ્મી ગુસ્સામાં ફોન કટ કરી દે છે પણ તે બધા વીરની ચિંતા કરવા લાગે છે.આ બાજુ વાણી વિચારે છે કે તે શું કરે ? વીર સાથે વાત નહીં કરે અને તેની પાસે ક્યારેય નહીં જાય એવું તેને વીરના મમ્મીને વચન આપ્યું હતું તેથી તે વીરને કૉલ કરી શકતી નહોતી.તેથી તે સોનાલીને કૉલ કરે છે સોનાલી વાણીનો કૉલ ઉપાડે છે પણ સોનાલી કંઈ પણ બોલે તે પહેલાં વાણી બોલવાનું શરૂ કરી દે છે કે દી વીર ક્યાં છે ? તે કેમ છે ? શું થયું છે?
વાણીના સવાલોના સોનાલી શું જવાબ આપશે?
શું વીર બચી જશે?
આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...
તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.