સોનાલી કહે છે અરે મમ્મી સોહમ મારાથી એક વર્ષ આગળ હતો હું બારમામાં હતી ત્યારે તે કૉલેજમાં આવી ગયો હતો અને વાણી બારમાં ધોરણમાં મારી સાથે હતી તે પણ એક જ વર્ષ માટે તો સોહમ ને કઈ રીતે ખબર હોય વાણી વિશે.સોનાલીના મમ્મી સોનાલીની વાત માની જાય છે.સોહમના જીવમાં જીવ આવે છે તે મનોમન વિચારે છે માંડ બચ્યો.વાણી દરરોજ સોનાલીના ઘરે આવે છે અને ધીમે ધીમે તે બધાના દિલ જીતી લે છે.હવે સમય આવી ગયો હતો બધાને વીર અને વાણીના પ્રેમ વિશે કહેવાનો.
સોહમ અને સોનાલી બંને વાત કરતા હતા.સોનાલી સોહમ ને કહે છે સોહમ મારી ફેમીલી હવે વાણીને ખૂબ જ પ્રેમ કરે છે, મને લાગે છે હવે સાચો સમય આવી ગયો છે વાણી અને વીરના પ્રેમ વિશે બધાને કહેવાનો.સોહમ કહે છે," સોનાલી તેનું લગદા હૈ તેરી ફેમીલી ઇતની આસાની સે હમરી ગલ માન લેગી." યાદ છે ને મને તો તારી ફેમીલી નાનપણથી જાણતી હતી અને આપણે તો એક જ કાસ્ટના છીએ તો પણ મને સ્વીકારવામાં તેમને ઘણી બધી વાર લાગી હતી.સોનાલી કહે છે હા સોહમ તારી વાત તો એકદમ સાચી છે.સોહમ કહે છે એક બીજી વાત પણ મારે કરવાની હતી, આપણા બંનેના લગ્ન વિશેની મમ્મીએ મને થોડા દિવસ પહેલાં પૂછ્યું હતું કે તું સોનાલી સાથે લગ્ન કરી લે હવે તમારી ઉંમર થઈ ગઈ છે લગ્ન માટેની.તારું આ વિશે શું કહેવાનું થાય છે? તું કહીશ તેમ જ આપણે કરશું. સોનાલી સોહમને સમજાવતા કહે છે જો સોહમ તે અને મેં સ્ટડી તો પૂરું કરી લીધું છે પણ હજી આપણી પાસે જોબ નથી પણ તારી સાથે લગ્ન કરીને પછી પણ હું બેસ્ટ જોબ શોધી શકું તેમ છું તેની મને ખબર છે એટલે તારી મરજી હોય તો હું ગમે ત્યારે તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.
સોનાલીની આ વાત સાંભળી સોહમ એકદમ ખુશ થઈ જાય છે અને સોનાલીને હગ કરી લે છે.સોનાલી કહે છે સોહમ આપણે વાણી અને વીરને પણ એક કરવાના છે.સોહમ કહે છે હા સોનાલી આપણે જરૂરથી તે બંનેને એક કરીશું.સોહમ ને સોનાલી વાત કરતા હતા ત્યાં વીર ને વાણી એકબીજાનો હાથ પકડીને આવે છે.સોનાલીની નજર તે બંનેના હાથ પર પડતાં તે બંને એકબીજાના હાથ છોડી દે છે.સોનાલી કહે છે તમારા બંનેના પ્રેમને થોડો કન્ટ્રોલ કરતા શીખી લ્યો મને અને સોહમને જોયા આ રીતે બધાની સામે કે અલગથી હાથ પકડતા!વીર ને વાણી સોનાલી પાસે માફી માગે છે.સોનાલી ને સોહમ તે બંને વચ્ચે થયેલી વાત વીર ને વાણીને કહે છે તે બંને થોડા ડરી જાય છે પણ વીર હિંમત કરતા કહે છે સારું દી તમે બંને જે કરશો તેમાં અમારી ભલાઈ જ હશે.
સોનાલી,વીર,સોહમ ને વાણી સોનાલી અને વીરની ફેમીલી પાસે જાય છે.તે બધા બેસીને ચા નાસ્તો કરતા કરતા વાતો કરતા હતા. આ ચારેયને જોઈને સોનાલીના દાદુ કહે છે તમે બધા એકસાથે અહીં ? પછી તરત કહે છે આવો તમે લોકો પણ અમારી સાથે બેસીને ચા નાસ્તો કરો બધા એકસાથે કહે છે ના ના.સોહમ સોનાલીને ઈશારો કરી બોલવા કહે છે,સોનાલી હિંમત કરીને કહે છે દાદુ અમારે તમને એક વાત કરવી હતી?તેના દાદુ કહે છે હા બોલને બેટા શું કહેવું છે.સોહમ કહે છે વીર ને વાણી વિશે કહેવું છે.સોનાલીના દાદી કહે છે વાણી ને વીર વિશે? સોનાલી કહે છે હા દાદી.સોનાલીના દાદુ બોલે છે વીર ને વાણી વિશે શું કહેવું છે બોલો ને?સોહમ કહે છે દાદુ વીર ને વાણી બંને એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજા સાથે લગ્ન કરવા ઈચ્છે છે.સોહમ જેવો આટલું બોલે છે ત્યાં તરત જ સોનાલીના દાદુ, તેના દાદી ને મમ્મી પપ્પા એકદમ જ ઉભા થઇ જાય છે.સોનાલીના મમ્મી વચ્ચે જ બોલી પડે છે સોનાલી ને વાણી એક કૉલેજમાં કે એક ક્લાસમાં હતા જ નહીં આ વાત મને આજે જાણવા મળી પપ્પા જી.આજે સોનાલી ને વાણી વાત કરતા હતા ત્યારે મેં સાંભળી લીધું.હું પૂછવાની જ હતી પણ ત્યાં સોનાલી ને વાણી બહાર જતાં રહ્યાં અને હવે આવું સાંભળવા મળ્યું.સોનાલીના દાદુ તો જાણે તૂટી પડ્યા હોય તેમ કંઈ જ બોલતા નથી.
શું સોનાલી ને વીરની ફેમીલી વીર ને વાણીના લગ્ન કરાવશે?
શું સોહમ ને સોનાલી બધા ને સમજાવી શકશે?
સોહમ ને સોનાલી ના લગ્નનું શું થશે?
આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...
તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ
કરવા વિનંતી.