(આગળ આપણે જોયું કે શિવરામ દેવિકા ની હાલત વિષે રતન અને પરિવાર નાં સભ્યો ને જણાવી દે છે. એથી ઘરનું વાતાવરણ વધું ગમગીન બની જાય છે.આ બાજુ માધવ ભાઈ અન્નજળ નો ત્યાગ કરી દેવિકા ની સલામતી ની પ્રાર્થના કરે છે.હવે આગળ........)
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
માધવ ભાઈ બે હાથ જોડી માંઅંબે ને યાદ કરી ત્યાં જ પડેલી બેન્ચ પર આંખો મીંચી ભગવતી માં નવદુર્ગા ની આરાધના શરૂ કરે છે.અને ચંડી કવચ નાં પાઠ નાં શ્લોક નું હળવા સાદે ઉચ્ચારણ શરૂ કરે છે.
"ॐ नम: चंडीकायै ।
ॐ यदगुह्यम परम् लोके, सर्व रक्षा करम तृणाम।
यन्न कास्यचिदाख्यातम, तन्मे ब्रूही पितामह ।।१।।
अर्थ
હે પિતામહ, આ સંસાર માં જે ગુહ્ય છે, મનુષ્ય નું બધી રીતે રક્ષા કરનાર છે અને આજ સુધી તમે કોઈ ને પણ કહ્યું નાં હોય એવું સાધન મને કહો.૧
गोत्रमिंद्रानी मे रक्षेत्पशुन्मे रक्ष चंडीके । पुत्रान रक्षेणमहालक्ष्मीभार्या रक्षंतु भैरवी।(૪)
अर्थ
મારાં ગોત્રનું ઇન્દ્રાણી, મારા પશુઓનું ચંડિકા, પુત્રોનું મહાલક્ષ્મી અને સ્ત્રી નું ભૈરવી રક્ષણ કરો.
रसे रुपे च गंधे च शब्दे स्पर्शे च योगिनी।
सत्वम राजस्तमचैव रक्षण्नारायनी सदा।।३८।।
રસ રુપ,શબ્દ અને સ્પર્શ વિષય માં યોગીની દેવી,
તથા સત્વ, રજ અને તમો ગુણ ની નારાયણી હમેશાં રક્ષા કરો".
આમ,એક પછી એક ચંડી કવચ નાં પાઠ નાં શ્લોક નું ઉચ્ચારણ કરતાં રહે છે.
નાનજી માસ્તર હિંમત બંધાવતા કહ્યું" માધવ ભાઈ દેવિકા ને જલ્દી જ સારું થઈ જશે તમે બસ શ્રધ્ધા રાખો".
એટલાં માં નર્સ દોડતી દોડતી ડોક્ટર નાં કેબિન તરફ ભાગતી જાય છે.
" ડોક્ટર સાહેબ...આઇસીયુ માં છે એ પેશન્ટ ની ધબકારા મંદ પડતાં લાગે છે..તમે આવો જલ્દી સાહેબ". કહેતી નર્સ ડૉક્ટર નાં કેબિન તરફ ભાગે છે.
ડોક્ટર "જલ્દી ચાલો "કહેતાં આઇસીયુ તરફ દોડતાં આવે છે.
(માધવ ભાઈ ગભરાઈ ને)" સાહેબ હુ થયું સે?? સાહેબ...સાહેબ...સા..."
આઇસીયુ નો દરવાજો બંધ થઈ જાય છે.
માધવ ભાઈ અને નાનજી માસ્તર અધ્ધર જીવે બંધ દરવાજા પર આંખો માંડી જોઈ રહે છે.
આ બાજુ સરસપુર ગામ માં...
પાર્વતી બા ભગવાન નું ભજન ગાઈ ને દેવિકા માટે પ્રાર્થના કરે છે.અને રતન સુન્ન થઈ ને બાજું માં બેઠી છે.
શિવરામ ભાઈ : ભાભી તમે ચિંત્યા નાં કરસો.મને આમ તો મોટા ભઈ એ નાં પાડી તી .એમને ખબર હતી તમે દેવું નાં હમચાર હાંભળી ને દ:ખી
થશો.પણ ભાભી તમે આમ હિમ્મત હારી જસો તો છોકરા નું હું થસે એ તો વિચારો.
(સવિતા ઓરડા માં થી બહાર આવતાં) "હાચી વાત સે ભાભી ઈમની,આ સ્નેહુ ને હાલ તો હમજાવી પણ હમણાં પેલાં બે છોકરાં ઉઠસે ને આમ તમને રોતા જોશે તો શું કેશો?થોડી હિંમત રાખો. ભગવાન નાં ઘેર દેર સે અંધેર નહીં.
ને આપણી દેવું ને કંઈ થવાનું નહીં,તમે ખોટી ચિંતા નાં કરશો.બસ ભગવાન ને હાથ જોડી પ્રાથના કરો".
"હા હાવ હાચી વાત સે.મારી દેવું તો મોત ને હાથતાળી દઈ ને પાસી આવે એટલી કાઠી સે".
*************************
"દેનાર તું,લેનાર તું,
મરનાર તું, તારનાર તું,
તું બોલ તને હું આપું શું??
હે મા ! મન ની વ્યથા જાણનાર તું.
હરી લે મારી સઘળી પીડા તું
આ પરીક્ષા ની ઘડી માં સહાય કર તું,
મારું પ્રાણ થી પ્યારું એક પંખીડું
જીવતર કાજે મથી રહ્યું.
તું માંગે તો મારો જીવ ધરું
એથી વિશેષ તું કહે એ કરું
બસ એક મારી અરજ માન તું
મારો તુલસી ક્યારો નાં સુકાવા દે તું".
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મનોમન અરજ કરતી રતન થોડીવાર એમ જ બેસી રહે છે.સવિતા ઘર નાં અન્ય કામ માં લાગે છે.પાર્વતી બા માળા માં ઘ્યાન પરોવે છે.બાળકો હજી સૂતાં છે.માધવ સ્નાનાદિ ક્રિયા માં લાગે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ
ડોક્ટર દેવિકા ને ચેક કરી એને ઈન્જેકશન આપે છે.થોડીવારે બહાર આવે છે.
માધવ ભાઈ જલ્દી ઊભા થતાં" સાહેબ ...મારી દેવું ને હું થયું..કોઈ ચિંત્યાં ની વાત "?
"હાલ કશું કહી નાં શકાય. મેં ઈન્જેકશન આપી દીધું છે.પણ મે કહ્યું ને એને ૭૨ કલાક માં ભાન આવી જવું જરૂરી છે.આપ ભગવાન ને પ્રાથના કરો બસ".
(ડોક્ટર જાય છે.)
ભગવાન નું સ્મરણ કરતાં માધવ ભાઈ ફરી ઉપરવાળા ની આરાધના માં લીન બને છે.ને બાજુ માં નાનજી માસ્તર પણ ભગવાન ને પ્રાથના કરતાં બેસે છે.
આ બાજુ.....
રતન કહે છે " શિવા ભઈ મને મારી દેવું પાહે લઈ જાવ.
ઇને જોયાં વનાં મારો જીવ નહીં માને".
શિવરામ ભાઈ : "પણ ભાભી આ છોકરાં તમારાં વના નહીં રે".
"ઈ તો બાં ને સવિતા થઈ ને હાચવી લેશે.પણ હવે હું કોઈ ની એક વાત નહીં માનવાની.મે કીધું ને તમે સાધન બોલાવો ને લઈ જાઓ મને ઈ કને".
"ભાભી તમતમારે જાઓ.હું શું ને, છોકરાં ને હંભાળી લઈશ.દેવું ને તમારી વધારે જરૂર સે આવા ટાણે માં તો જોવે ને". સવિતા બોલી.
પાર્વતી બા :" હારુ.. તાણ શિવા નરેશ ભઈ ની જીપ બોલાઈ આય.ને આ ને લઈ જા".
શિવરામ : "ભાભી તમે તૈયારી કરો અને મોટાભઈ નાં લૂગડાં લેજો.અને ભઈ એ પૈસા ની સગવડ કરવાનું કીધું સે.તે તમે બા ને વાત કરી લો.હું તાં સુધી માં નાનજી માસ્તર નાં ઘેર જઈ ને આવું.ને સાધન નું ય નક્કી કરતો આવું".
શિવરામ જાય છે.રતન અમદાવાદ જવાની તૈયારીઓ માં લાગે છે.
નાહી ધોઈ ..તૈયારી કરી લગભગ ૧૨ વાગે રતન અને શિવરામ અમદાવાદ જવાં તૈયાર થાય છે.
" સ્નેહા બેટા મું અમદાવાદ જાઉં સુ. દેવું ને લઈ ને ઝટ પાસી આઈ જઈશ.તું હાર્દિક ને નાનાં ભઈલા નું ધ્યાન રાખજે.ને તારુંય ધ્યાન રાખજે બેટા". રતને સ્નેહા ને સમજાવતાં કહ્યું.
સ્નેહા : "હા મમ્મી તું મારી ને ભઈલા ની ચીંતા નાં કરતી.દેવું ને લઈ આય ઝટ".
"હાર્દિક અને હર્ષ બેટા તમે કાકી ને હેરાન નાં કરતાં.ને ટાઇમસર ખઈ લેજો હોં ને".
હાર્દિક :"સારું મમ્મી..તું જા ને ઝટ દેવું ને લઈ આય".
હર્ષ :" મમ્મી ડોક્ટર ને કે ને દેવું ને સોય નાં લગાડે એને બહુ દુખશે.ને પાછી બહું રડશે.આ લે આ ચોકલેટ એને આપજે એને બહું ભાવે છે".
સ્નેહા,હાર્દિક અને હર્ષ ને સમજાવી ને રતન અને શિવરામ અમદાવાદ જવા નીકળે છે.
પાર્વતી બા અને સવિતા રતન ને ઘર અને બાળકો ની ચિંતા નાં કરવાં જણાવે છે.અને હેમખેમ દેવિકા ને લઈ આવવા કહે છે.પાર્વતીબાં રતન ને એક રુદ્રાક્ષ ની માળા આપે છે. શીવજી ને ચડાવેલ ફૂલ દેવિકા ને ઓશીકે મૂકવાં આપે છે.
ઘણીબધી આશા, આશીર્વાદ અને પરીવાર ની દુઆ ઓ લઈ રતન દેવિકા પાસે જવા નીકળે છે.
ચાલી હું તો લઈ આશા ઓ નું પોટલું
મારાં ઘર ની રોશની પાછી લાવવા
દે જે આશિષ એવાં માં
કે...સુખ નાં દિવસો ઝટ પાછાં આવે માં
લગભગ સાંજ નાં ૬ વાગ્યા ની આસપાસ રતન અને શિવરામ હોસ્પિટલ પહોંચે છે.રતન જલ્દી જલ્દી દેવિકા પાસે જવા દોડે છે.
આ બાજુ અન્ન જળ ત્યાગી ને માધવ ભાઈ સતત દેવિકા ની સલામતી માટે ભગવાન ની આરાધના માં લીન થઈ ગયા છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભાગ ૮ ----- પૂર્ણ
# કેવી રીતે વીતશે આ ૭૨ કલાક?
# શું માધવ ભાઈ ની ભક્તિ રંગ લાવશે?
# રતન દેવિકા ને જોઈ ને પોતાને સાંભળી શકશે?# ઘરે બાળકો એકલા શું કરશે?
આખરે શું થશે આગળ જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ-- ૯ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં
સ્વસ્થ રહો, સલામત રહો અને વાંચતા રહો
યોગી ઉમા 'શબ્દ સ્યાહી' ✍️