પ્રેમસમાધિ
પ્રકરણ-106
શંકરનાથ એકી શ્વાસે બધુ બોલી રહેલાં. એનાં બોલવામાં ક્યાંય અટકાવ નહોતો ઠહેરાવ નહોતો બસ યિંતા અને ઉશ્કેરાટ સાથે બોલી રહેલાં. ડોક્ટરે પેલી પન્ના સાલ્વે સામે જોઇને કહ્યું “હમણાં બે કલાક પહેલાં આ માણસ શબની જેમ પડેલો ના કોઇ સળવળાટ ના કોઇ પ્રતિધાત માત્ર આઁખ ખોલી જોઇ રહેલો... આ ભાઇ આવ્યા અને અચાનક જાણે શક્તિ આવી ગઇ બધી યાદદાસ્ત તાજી થઇ ગઇ આ કેવો ચમત્કાર છે”.
વિજયે કહ્યું "એમનાં પ્રાણ હવે જાગૃત થઇ ગયાં છે અમે મિત્ર મળ્યા અને અમારી દુનિયા જાણે જીવતી થઇ ગઇ છે પણ હમણાં ને હમણાં એમને લઇ જવાનો મારો ઇરાદો નથી એમને અશક્તિ છે અને અશક્તિમાં શક્તિનો વ્યય કરી રહ્યાં છે તમે ઓકે કહો પછીજ હું લઇ જઇ શકું તમારી શું સલાહ છે ?”
વિજયને બોલતો જોઇ.... સાંભળી શંકરનાથે પ્રથમ વિજય પછી ડોક્ટર અને મ્હાત્રે- પન્ના સાલ્વે બધાં સામે એક નજર ફેરવી કહ્યું.... “હવે મને કશું નથી થવાનું મારી અંદર ચિંતા અને બદલાનાં પ્રતિઘાતનો અગ્નિ સળગે છે મને મારાં દીકરાની આની દીકરીની ચિંતા છે....”.
"વિજય હું જ્યારે પેલાં પિશાચ મધુની ચૂંગાલમાં ફસાયો હતો એણે મને પક્ડી કેદ કરેલો મારાં ઉપર સિતમ વરસાવેલો મને એ નથી ખબર પડતી કે એણે મને જીવતો કેમ રાખ્યો ? શા માટે મને પીડામાં રાખી મજા લેતો હતો ? મને એટલો બધો મૂઢ માર મારેલો મારી પાસે કંઇક કબૂલ કરાવવું હતું એ સતત મારો વીડીયો ઓડીયો રેકર્ડ કરી રહેલો જ્યારે મારાંથી એનો ત્રાસ સિતમ સહેવાયો નહીં હું બેભાન થઇ ગયો..”.
"વિજય..... હું ઘણાં સમય પછી ભાનમાં આવેલો પણ મારામાં શક્તિ નહોતી કે હું મારી એક આંગળી પણ હલાવી શકું એ રાક્ષસે એનાં માણસોથી મને ખૂબ મારેલો ઇજા પહોંચાડેલી મારાં શરીરમાંથી બધેથી લોહી વહી રહેલું હું ખૂબ અશક્ત થઇ ગયો હતો. હું અર્ધબેભાન અવસ્થામાં હતો ત્યારે મધુ એનાં કોઇ સાથીદાર સાથે ફોનમાં વાત કરી રહેલો ઓહો એનું નામ કદાચ... દોલતનું દીધેલું જે તારી શીપ પર છે અને પછી નારણનાં છોકરા સતીષ સાથે વાત કરી હતી મને સ્પષ્ટ સંભળાતું નહોતું પણ એ ચોક્કસ છે કે એની વાતોમાં વારે વારે તારી દીકરી કાવ્યા અને કલરવનો ઉલ્લેખ હતો. નારણનાં છોકરો શું બોલતો હતો મને નહોતું સંભળાતું પણ મધુ જે રીતે બોલતો હતો એનાંથી અંદાજ લગાવ્યો કે મધુ કહી રહેલો કે મને કલરવ જોઇએ કાવ્યા તને આપી... અને પછી એ ખંધુ અને ગંદુ હસ્યો હતો”.
"વિજય થોડીવાર પછી ફરીથી ફોન પર વાત કરતો સંભળાયો હતો તારાં માણસ દોલત સાથે... એ સાંભળી મને થયુ આ રાક્ષસ છે કે હેવાન ? મારાંથી સંભળાયુ નહોતું મધુની મેલી ગંદી નજર નારણની..”. આમ બોલતાં બોલતાં અચાનક શંકરનાથ બોલતાં બંધ થઇ ગયાં.. વિજય સાંભળી રહેલો... અચાનક શંકરનાથ બોલતાં બંધ થયાં એણે ડોક્ટર સામે જોયું... ડોક્ટરે કહ્યું “એમને આરામ કરવા દો તેઓ પાછાં બેહોશ થયાં છે એમનાં મનમાં કંઇક ન ગમે એવી ચિંતાજનક વાતો છે એમને વારે વારે આઘાત લાગે છે તેઓ પચાવી નથી શક્યાં.... થોડો સમય આપો... હમણાં ભાનમાં આવી જશે..”
પન્ના સાલ્વેએ કહ્યું "વિજયભાઉ તમે અહીં શાંતિથી બેસો આરામ કરો તમારાં માટે નાસ્તા સાથે શું આપું ? શું લેશો ? ચા, કોફી કે.... ?” વિજયે આટલી ટેન્શનવાળી સ્થિતિમાં હસતાં કહ્યું “ચા અને નાસ્તો ચાલશે હમણાં બીજું કશુંજ ના જોઇએ હવે અમારાં ભૂદેવ જે કહેશે એજ થશે એજ ખવાશે પીવાશે.. બસ એ નોર્મલ થઇ જાય...”
મ્હાત્રેએ કહ્યું "વિજયભાઉ આ માણસે ઘણાં ઘાવ સહયાં છે એમનો જીવ એમનાં દીકરામાંજ છે એનીજ ચિંતા છે પણ અર્ધબેહોશીમાં ધણું સાંભળ્યુ છે આશ્ચ્રર્ય છે કે એમને યાદ છે અને એવી સ્થિતિમાં સાંભળી શક્યા છે”. પન્ના બાઇએ ચા નાસ્તો બધાં માટે લાવવા સૂચના આપી.
વિજયે કહ્યું "શંકરનાથ સુરત ગયાં પછી એમની સાથે અત્યાર સુધી શું થયું કંઇજ ખબર નથી અત્યાર સુધીનાં સમયમાં શું શું કેવુ કેવુ સહ્યું હશે એ તો મારી હોટલે પણ કલરવને શોધતાં ગયેલાં.. અમારાં ફોન... અમારે બધો સંપર્ક તૂટી ગયેલો એમનો ફોન એમની પાસે નહોતો કેવી સ્થિતિઓ આવી ગયેલી..”..
વિજય બોલી રહેલો અને શંકરનાથ સળવળ્યા... ડોક્ટરે તરતજ એમની નાડી તપાસી... શંકરનાથે આંખો ખોલી તેઓ બોલી નહોતા રહ્યાં પણ આંખો જળથી ભરાઇ ગયેલી થોડીવાર શાંત રહ્યાં પછી શક્તિ એકઠી કરી બોલ્યાં "ડોક્ટર મને પેહલી તકે બેઠો કરો હું બેસી શકીશ મારે ઘણુ કહેવાનું છે... આજે કઇ તારીખ થઇ ? હું અહીં ક્યારે આવ્યો ? પેલો હરામખોર ક્યારે ભાગી ગયો ? વિજયને મારે બધુજ કહેવું છે કહેવું છે એનાં કરતાં વધુ કરવુ છે કારણ કે સમય ઓછો છે”.
વિજય પરેશાની તકલીફ આપતો સમયની ઝડપ વધુ છે એનો સામનો કરવા અને બચાવ કરવા સમય ઓછો છે ધીમો પડે છે.... આપણે ઓછાં સમયમાં વધુ ઝડપથી ઘણાં કામ કરવાનાં છે તોજ બધાને બચાવી શકીશુ... રાક્ષસો વધુ બળવાન અને ઝડપી છે ખબર નહી કેમ મારાં મહાદેવ મૂક પ્રેક્ષક બની બધુ જોઇ રહ્યાં છે મારી પત્નિ અને વ્હાલી દીકરીતો બલી ચઢી ગઇ હજી શું મારાં દીકરાને... ? મારી કઈ ભૂલની આટલી મોટી આકરી સજા ? હે મહાદેવ... કૃપા કરો બચાવો અમને..”. આમ કહી ધુસ્કે ને ધુસ્કે રડી પડ્યાં....
વિજયે ડોક્ટર સામે જોયુ ડોક્ટરે ઇશારાથી શાંત રહેવાં જણાવ્યું અને ધીમેથી કહ્યું "એમને બેસાડી શકાય તો બેસીડી દો અમને બોલતાં ના અટકાવશો... હવે એમને કશું નહીં થાય... દીલમાં રહેલી ઇચ્છાઓ, લાગણીઓ અને નફરત બધુ કંઇક અલગજ ઉર્જા આપશે આ ભૂદેવ આવતીકાલ સવાર સુધીમાં ઉભા થઇ જશે...”
ત્યાં બાઇ ચા નાસ્તો બધુ લઇને આવી.. ડોક્ટરે શંકરનાથને તકીયે અઢેલીને બેસાડ્યાં એમને શાંતાચિત્તે બેસવા કહ્યું પછી બોલ્યાં" તમારે જે કહેવું હોય એ શાંતિથી કહો... કોઇ ચિંતા ના કરશો...”
ત્યાં વિજયનો મોબાઇલ રણક્યો સામેથી નારણ બોલી રહેલો "નારણે કહ્યું વિજય હું દમણ જવા નીકળું છું હવે કાવ્યા કે કલરવની ચિંતા ના કરીશ... હું એલોકોને...” અને ફોન કપાઇ ગયો... ત્યાં વિજયનો પર્સનલ ફોનની રીંગ આવી...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-107