લવ યુ યાર ભાગ-63
રસ્તામાં કાર ચલાવતાં ચલાવતાં મિતાંશને પોતાના વ્હાલસોયા દિકરાનું નામ શું રાખવું તે વિચાર આવ્યો....અને તે વિચારી રહ્યો કે આ વાત તો સાંવરી સાથે ડીસ્કસ કરવાની રહી જ ગઈ...અને પછી પોતે પોતાના વ્હાલસોયા દીકરાના નામ વિશે વિચારવા લાગ્યો કે, શું નામ રાખું મારા દિકરાનું? અને તેને વિચાર આવ્યો કે, આ મારો દિકરો, મારા અને સાંવરીના પ્રેમનું પ્રતિક છે તો તેનું નામ "લવ" રાખીએ તો? અને તેણે તરતજ સાંવરીને ફોન કર્યો. હજુ હમણાં તો અહીંથી ગયો છે અને એટલીવારમાં મિતનો ફોન આવ્યો એટલે સાંવરી પણ વિચારમાં પડી ગઈ અને તરતજ તેને પૂછી બેઠી કે, "હજુ હમણાં તો તું અહીંથી ગયો છે એટલીવારમાં શું થયું કેમ ફોન કર્યો?"મિતાંશ: મેડમ, મારે તમારું કામ નથી મારે તો મારા વ્હાલા દિકરાનું કામ છે.સાંવરી: અચ્છા તો એવું છે. દિકરો આવ્યો એટલે માંની કિંમત ઘટી ગઈ એમ જ ને!મિતાંશ: અરે ના ના યાર, હું તો ગમ્મત કરું છું. મારે તો મારું સર્વસ્વ બસ તું જ છે. મારી સાંવરીને હું કઈરીતે ભૂલી શકું વળી? એજ તો એક છે જેણે જીવનમાં બે બે વખત મને મૃત્યુના મુખમાંથી બચાવ્યો છે એક વખત જ્યારે મને કેન્સર થયું ત્યારે અને બીજી વખત જ્યારે જેનીએ મને ફસાવીને છોડી દીધો ત્યારે... મિતાંશની વાત વચ્ચે જ કાપતાં સાંવરી બોલી કે, "એ બધી જૂની વાતો છે યાર ભૂલી જવાની.. હવે ઈશ્વરે આપણને એક સુંદર દીકરો આપ્યો છે બસ તેને સરસ ભણાવવા, ગણાવવાનો અને પ્રેમથી તેનો સુંદર ઉછેર કરીને તેને મોટો કરવાનો...મિતાંશ: અરે હા, દિકરાની વાત આવતાં જ મને યાદ આવ્યું કે મેં તને તેનાં નામ બાબતે પૂછવા ફોન કર્યો હતો. આપણે શું નામ રાખીશું આપણાં લાડલાનું?સાંવરી: તુંજ કહે તે ને કે શું રાખવું છે તે? મને તો કંઈ આઈડિયા નથી આવતો.મિતાંશ: આપણે તેનું નામ "લવ" રાખીએ તો કેવું?સાંવરી: હા "લવ" જ બરાબર છે આમેય તે આપણો દિકરો આપણાં બંનેના પ્રેમનું પ્રતિક છે. મિતાંશ: હા બસ મેં પણ એવું જ વિચાર્યું હતું.સાંવરી: ઓકે તો પછી ડન.અને સાંવરી તેમજ મિતાંશના લાડકવાયા દિકરાનું નામ "લવ" રાખવામાં આવ્યું.મિતાંશ સાંવરી સાથે ફોન ઉપર વાત કરતો હોય છે અને તેના ફોનમાં તેના ડેડનો ફોન આવી રહ્યો છે એટલે તે સાંવરીને કહે છે કે, "ડેડનો ફોન આવી રહ્યો છે તેમને કંઈ કામ હશે હું તારી સાથે પછીથી વાત કરું છું" એમ કહીને ફોન મૂકે છે અને પોતાના ડેડને ફોન લગાવે છે.
કમલેશભાઈ તો આજે ખૂબજ ખુશ છે તેમના અવાજમાં જ ભરપૂર ખુશી છલકાઈ રહી છે અને આ ખુશી સાથે તે મિતાંશને કહી રહ્યા છે કે, "બેટા આપણાં આ લાડકવાયા દિકરાના જન્મની અનહદ ખુશી અને સાથે સાથે તે બીજી એક ખુશી પણ સાથે લઈને આવ્યો છે આપણે તો અબજોપતિ બની જઈશું અબજોપતિ.. આપણો આ લાડકવાયો નસીબ લઈને આવ્યો છે તું કરોડોમાં રમ્યો અને મને લાગે છે કે તે અબજોમાં જ રમશે..."અને શું ખુશીના સમાચાર છે તે સાંભળવા બેબાકળો બનેલો મિતાંશ પોતાના પપ્પાને વચ્ચે જ અટકાવતાં બોલે છે કે, "પણ ડેડ શું ખુશીના સમાચાર છે તે તો કહો..."કમલેશભાઈ: યુ ડોન્ટ બીલીવ, તું ગેસ તો કર કે તે શું હશે??
અને એવા તો શું ખુશીના સમાચાર છે કે શ્રી કમલેશભાઈ ખુશીનાં માર્યા ઉછળી રહ્યા છે.
આપને પણ મારી વિનંતી છે કે આપ પણ ગેસ કરીને મને આપના અમુલ્ય પ્રતિભાવ આપશોજી. આપના અમુલ્ય પ્રતિભાવનો મને ઈંતજાર રહેશે...આભાર 🙏~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ
16/9/24