Humsafar - 17 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 17

Featured Books
Categories
Share

હમસફર - 17

બીજી તરફ

"આશી રુચી ને એના રૂમમાં લઈ જાય છે"

આશી : આમાં થી તને જે ડ્રેસ પંસદ હોય એ પેહરી લે

રુચી : પણ આશી સાચે જ જરુરત નથી હું ઠીક છું

આશી: તુ એમ જ માની જાશે કે બે મુક્કા મારું ? હવે બકવાશ બંધ કર અને જલ્દી થી કપડાં બદલી ને બહાર આવી જાજે હું જાઉં છું નહીંતર ગેસ્ટ શું વિચારશે 

રુચી : ઠીક છે

આશી : જલ્દી આવજે 

રુચી : હમમ ( પછી આશી ચાલી જાય છે)

' પછી રુચી એક ડ્રેસ પંસદ કરી ને પેહરી લ્યે છે એ ડ્રેસ એને ફીટ થઇ જાય છે અને એ રૂમમાં થી બહાર આવે છે '

રાહુલ : સેક્સી દેખાઈ રહી છે 

રુચી રૂમમાં થી બહાર આવે ત્યારે એને અવાજ સંભળાય એટલે એ પાછળ ફરીને જોવે છે કે કોન બોલ્યુ એ જોવે કે એક ખુણા માં રાહુલ ઉભો છે જાણે એ રુચી ની રાહ જ જોઈ રહ્યો હતો રુચી એને જોઈ ને એની તરફ જાય છે

રુચી : તું અંહીયા શું કરી રહ્યો છે ? 

રાહુલ : બસ બેબી તારી બહાર આવવા ની રાહ જોઈ રહ્યો હતો 

રુચી : મને બેબી કહેવા નું બંધ કરી દે 

( પછી રુચી જવાની કોશિશ કરે છે પણ રાહુલ એનો હાથ પકડી લ્યે છે પાછળથી અને એને ખુદની પાસે ખેંચી લીધી રાહુલ રુચી ને દીવાલ સાથે ઉભી કરી ને બંને હાથ એની આજુબાજુ માં રાખે છે ) 

રુચી : આ શું કરી રહ્યો છે ? મને છોડી દે રાહુલ 

( રુચી એને ધક્કો મારે છે પણ એને કંઇ અસર નથી થતી રાહુલ રુચી સામે સ્માઈલ કરે છે)

રાહુલ :  બેબી બનવાનું બંધ કર .... હું જાણું છું કે તને મને તારી આસપાસ મારી હાજરીને તું પંસદ કરે છે 

રુચી : આ તારી ગલતફહેમી છે 

રાહુલ : રુચી મેં તને ખૂબ જ યાદ કરી 

રુચી : પણ મેં નહીં ( રાહુલ ને ધક્કો મારતાં કહ્યું  )

રાહુલ : આપણે હજુ પણ સાથે રહી શકીએ છીએ કોઈ ને ખબર નહીં પડે  .....અમન ને પણ નહી ..... હું પ્રોમિસ કરું છું 

રુચી : શું તું પાગલ છે...... રાહુલ ? મને છોડી દે નહીંતર હું અમન ને બધું જ કહી દઇશ 

રાહુલ : તું આ ન કરી શકે ..... કારણ કે તું મારી અને અમન ની ફ્રેન્ડશીપ કેટલી મજબૂત છે એ જાણે છે .......એ મારી ખિલાફ કંઈ જ નહીં સાંભળે 

રુચી : મને છોડી દે ( રુચી રાહુલ ને જોર થી ધક્કો મારે છે અને પછી થપ્પડ મારે છે ) શેમ ઓન યુ એક અમન છે જે તારી ઉપર આંખો બંધ કરી ને ભરોસો કરે છે અને તું એનાં વિશ્વાસ નો ફાયદો ઉઠાવી રહ્યો છે !!!!( પછી રુચી ત્યાં થી ચાલી જાય છે)

રાહુલ : કંઈ જ ફર્ક નથી પડતો જે થાય તે હું તને મારી લાઇફ માં પાછી લાવી ને જ રહીશ  ( રુચી ની પાછળ થી બોલે )

રુચી પાર્ટી હોલ માં પાછી આવે છે એની આંખો આંસુ થી ભરેલી હોય છે એ વિચારે છે કે મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે?? શું કરવું ને શું નહીં કંઇ સમજાતું નથી પણ હવે મારે અમન ને બધુ કેહવુ પડશે ફર્ક નથી પડતો કે એ શું રિએક્ટ કરશે પણ હવે હું આ બધું બરદાસ્ત નહીં કરી શકુ
( એ અમન પાસે જાય છે )

રુચી : અમન મારે તને કંઇક કહેવું છે 

અમન : હા...બોલ 

રાહુલ : હેય....અમન.... સાંભળ
( અચાનક રાહુલ પણ ત્યાં આવી જાય એ રુચી તરફ જોવે છે )

અમન: હા....રાહુલ 

રાહુલઃ તને એ છોકરી યાદ છે જેણે ગયા વર્ષે મારા પર ખોટો આરોપ લગાવ્યો હતો

અમન : હા....તો 

રાહુલ : ગઈ કાલે એ છોકરી મારી પાસે માફી માંગવા આવી હતી

અમન : તેણીને આવવું પડ્યું .....તેની હિંમત કેવી રીતે થઈ મારા ફ્રેન્ડ પર આરોપ લગાવવાની .....તે કૂતરી ( ગુસ્સે થઈ ને કહે )

રાહુલ : મારા પર આટલો ભરોસો કરવા બદલ ધન્યવાદ.... બાય ધ વે  એ તું હતો જેને એ છોકરી ને જેલ મોકલી અને આજ સુધી એની આખી ફેમિલી ચૂકવી રહી છે 

અમન : થેન્ક યુ કહેવા ની જરૂરત નથી..... તારા માટે કંઈ પણ .... આફ્ટરોલ તું મારો નાનપણ નો ફ્રેન્ડ છે 

રાહુલ : હા  ( એ બંને સ્માઈલ કરે છે)

રુચી આ બધું સાંભળ્યા પછી એકદમ બ્લેન્ક થઈ જાય કારણ કે અમન રાહુલ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે 

અમન : રુચી તું કંઇક કહી રહી હતી , શું કહી રહી હતી ?

રુચી : ( એ રાહુલ તરફ જોવે છે જે ઓલરેડી રુચી તરફ જોઈ રહ્યો હતો ) કંઈ જ નહીં મારે ઘરે જવું છે શું આપણે જઈ શકીએ ? 

અમન : ઓહ... ઓહકે..... ઠીક છે બાય ( રાહુલ ને કહે )

રાહુલ : બાય  ( એકબીજાને ગલે લગાવી ) બાય રુચી 

" રુચી જવાબ નથી આપતી "

રુચી : મને ઠીક નથી લાગતું..... પ્લીઝ જઈએ 

અત્યારે રુચી એના રૂમમાં છે એ બસ એજ વિચારતી હતી કે કોઈપણ આટલો વિશ્વાસ કેમ કરી શકે એ પણ આંખો બંધ કરી ને કોઈ ઉપર 

રુચી એના મનમાં - ખબર નહીં એ કઈ છોકરી ની વાત કરી રહ્યો હતો ? અને શું ખબર એની ભૂલ હતી પણ કે નહીં ? હું શું કરું કેમ કહું અમન ને કે એનો બેસ્ટ ફ્રેન્ડ જ એની વાઇફ નો એક્સ હતો અને હવે એ મને એની લાઇફ માં પાછી લાવવા માંગે છે શું કરું કઈ સમજાતું નથી  શું પીયુ સાથે વાત કરુ , નહીં એ અત્યારે સુતી હશે રાત ઘણી થઈ ગઈ છે

અમન : ( બાથરૂમ માં થી નીકળી ને આવે છે) તું હજુ નથી સુતી ? સુઈ જા સારું થઈ જશે  

રુચી : હમ્મ ( રુચી બેડ ઉપર સુઈ જાય છે )

       (     બીજા દિવસે વીર ના રૂમ માં       )

પીયુ એની આંખો ખોલે એને બેડ ઉપર બીજા કોઈ ને મેહસૂસ કરે એજ સમયે વીર પણ આંખો ખોલે એ બંને શોક્ટ થઈ ને એકબીજા ને જોવે પછી પીયુ ને યાદ આવે કે ગઈ રાત્રે શું થયું અને એ વધુ શોક્ટ થઈ ગઈ અને એ અચાનક જ બેઠી થઈ ને ખુદ નું શરીર બ્લેનકેટ વડે કવર કરે છે અને વીર પણ એમ જ કરે એ બંને ની વચ્ચે એક જોરદાર ઓકર્વડનેસ થાય એ બંને એકબીજાની સામે જોવે છે પણ કાઈ બોલતા નથી 

પીયુ એના મનમાં - આ શું કર્યું મેં  , મમ્મી હવે શું થશે ? આ નહોતુ થવું જોઈતું શું થશે જ્યારે દીદી ને ખબર પડશે અને બધા ને ખબર પડશે તો ?

વીર એના મનમાં - ખુદ ની ઉપર કન્ટ્રોલ કેમ ન કર્યો ખબર નહીં આ શું વિચારતી હશે મારા વિશે ( વીર ઓકર્વડનેસ ને ખતમ કરવા માટે વાત કરવા ની ટ્રાય કરે પણ એને એક પણ યોગ્ય શબ્દો નથી મળતા )

       "પછી એ બંને એ એક આવાજ સાંભળ્યો"

રુચી : પીયુ........!

પીયુ અને વીર : ( શોકડ ) શીટ....!

    પીયુ ધાબળો વીંટાળી ને એના કપડા ( જે જમીન ઉપર પડ્યા હતા ) ઉપાડી ને બાથરૂમ માં ભાગી જાય વીર ને ત્યાં એમનામ છોડી દે

વધુ આવતા અંકે........


  ~~~~~~~~~~~~~~ × ‌~~~~~~~~~~~~~~~~

જો આ ભાગ સારો લાગ્યો હોય તો પ્રતિભાવ અને રેટિંગ આપી જણાવજો 😇