Talash 3 - 8 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 8

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 8

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

જયારે જીતુભા અનોપચંદને ત્યાંથી નીકળ્યો એ વખતે સોનલની આંખ ખુલી હતી. લગભગ 3 કલાકની ઊંઘથી એ રિલેક્સ લગતી હતી. મનમા ચિંતા તો હતી જ પણ એને 2 જણા પર ભરોસો હતો એક તો એનો ભાઈ જીતુભા કેજે આજ દિન સુધી એના પર આવનાર દરેક મુસીબત નો આડો પહાડ બનીને ઉભો હતો અને સોનલ પર ઉની આંચ પણ આવવા દીધી ન હતી. બીજો એનો મનનો માણીગર પૃથ્વી. સોનલને પૃથ્વી વિશે જાજી ખબર ન હતી. પણ સગાઈ પછી અને સગાઈ પહેલા જયારે સરલાબહેન સાથે એ કલ્યાણમાં પૃથ્વીના ઘરે અનાયાસે રોકાઈ હતી (વાંચો તલાશ) એ દિવસે અને પછી એકાદ બે વખત એ પૃથ્વીને મળી હતી ઉપરાંત જીતુભાએ પૃથ્વીના અનેક પરાક્રમો વિષે એને જણાવ્યું હતું એને ભરોસો હતો કે જેવી પૃથ્વીને સુરેન્દ્ર સિંહના કિડનેપની ખબર પડશે કે તરત જ એ મદદ માટે દોડ્યો આવશે. પણ વિક્રમે એને કહ્યું હતું કે પૃથ્વીને મારા માણસો મારી નાખશે એ યાદ આવતા જ એ થોડી ઉદાસ થઇ ગઈ પણ એને ભરોસો હતો કે પૃથ્વી એ લોકોને પહોંચી વળશે. આમ સોનલના 2 આધાર સ્તંભ પર વિક્રમે પ્રહાર કર્યો હતો અને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે 'તારા ભાઈની નોકરી હું ખાઈ જઈશ અને તારા થનારા પતિને હું મરાવી નાખીશ હવે બીજું કોઈ તને બચાવી નહિ શકે અને તારે ના છૂટકે મારી સાથે પરણવું પડશે.' પણ વિક્રમને એ ખબર ન હતી કે સોનલનો એક રક્ષક વિક્રમ જયારે સોનલને ધમકાવી રહ્યો હતો ત્યારે એનાથી માત્ર 10 ફૂટ દૂર હતો અને બધું સાંબળી રહ્યો હતો એ મોહિત હતો.એને સમજાયું હતું કે સોનલ કૈક અજીબ મુસીબતમાં ફસાઈ છે શું છે એ જાણવું પડશે, અત્યારે વચ્ચે કૂદવા કરતા એણે સાંજે એના ઘરે જઈને મળીને આખી વાત સમજવાનું નક્કી કર્યું. પાંચ વાગ્યા પછી જયારે એ પોતાની પત્ની સાથે જીતુભાના ઘરે જવા નીકળતો હતો, એ જ વખતે એક અજાણ્યા માણસે એને કોલ કર્યો.

xxx 

બપોરે 2 વાગ્યેથી કામે લાગેલો પવાર આખરે સાડાપાંચ વાગ્યે એ પાનની ટપરી પર પહોંચ્યો કે જે, સોનલના ઘરની સામે આવેલી હતી. એની સાથે એની જ ઉંમરના લગભગ 5-7 જુવાનિયા હતા જે આમ તો ભણેલ ગણેલ પણ બેરોજગાર હતા. અને બધા આજુબાજુની ચાલીમાં રહેતા હતા. અને પવારના જુના મિત્રો હતો પવારે લગભગ 1 વાગ્યે એમને કોલ કર્યો હતો અને પોતાને લાગેલ લોટરી વિશે જણાવ્યું હતું અને મોજમસ્તીની પાર્ટી માટે મળવા બોલાવ્યા હતા હજાર બારસોના ખર્ચ પછી પવાર એ લોકોને સમજાવવામાં સફળ થયો હતો કે લોક સેવા કરીએ તો ક્યાંક સારી નોકરી પણ મળી શકશે અને આપણા બધાના નામ પર લાગેલા ટપોરીનો ધબ્બો પણ દૂર થશે અને પોતે બધાને એક મહિનો સ્પોન્સર કરવાની તૈયારી પણ બતાવી હતી. બધાને ભેગા કરીને એ બંગાળ કેમિકલ્સની સામે સાગર એપાર્ટમેન્ટની નજીકના સિગ્નલની સામેની સાઈડ જુના પ્રભાદેવી રોડ પર આવેલ પોતાના જાણીતા પાનની ટપરી વાળા ચોરસિયા પાસે પહોંચ્યો હતો. 

"ચોરસિયા એ લોગ સબ અપને દોસ્ત હૈ. હિસાબ કે ટેન્શન નહિ, ઈનકો પાન સિગરેટ સોડા મના મત કરના. ચહેરા દેખલે સબ કા. હિસાબ મહિને કે આખિર મેં એ લે પાંચ હજાર રખ." કહી પવારે હજાર હજારની પાંચ નોટ ચોરસિયાને આપી.  

"અરે પવાર ભાઈ કહા ગાયબ હો ગયે થઈ કિતને દિન હો ગયે આપકે દર્શન કરકે" ચોરસીયાએ વિવેક દાખવતા કહ્યું અને પાંચ હજાર જિલ્લામાં સેરવી પવારની ફેવરિટ સિગારેટનું પેકેટ એને આપ્યું. 

"અરે આપણી લોટરી નીકળી હે માલુમ નહિ તુંમકુ, મેં ઘૂમને ગયા થા. સુબે હી લોટ હું. સબકો પાન સિગારેટ દે દે. ઔર એ કોણ યહ બાજુમેં રેસ્ટોરાં ડાલકે બેઠ ગયા?"

"કોઈ મોટી પાલ્ટી હૈ, ઇતના ચલતા નહિ હે 4 દિન પેલે હી ચાલુ હુવા હૈ" 

તો તો સાલે સબ ટપોરી જમા હોતે હોંગે ઇધર એ સબ અપને એરિયામાં નહીં ચલના ચાહિયે, ક્યાં બોલ્તે હો દોસ્ત લોગ?" પવારે પોતાની ગેંગને પૂછ્યું.

"સહી બાત હે પવાર, વો દેખો એ જો સામને ટેબલ પે બેઠે હે ના એ વહીચ લોગ હે જિસને સુબે ઈક બાઈક ઉડાડી થી અપની કાર સે બિચારીએ દોનો જણે અભી હોસ્પિટલ મેં હોયેંગે."

"તી ચા ... આઈ લા..(એ ની માં ને) ઈ સાલે અપને એરિયામેં આકે એક્સિડન્ટ વિગેરે કરકે આરામસે બેઠેલે હે, સાલે કલ સે તો આપણી માં-બહેન ભાભીઓ કો ભી છેડેગે. ઈન કો છોડના નહિ ચાહિયે. એ મંગેશ વો કોર્પોરેટર તેરે બાજુમેં હી રહેતા હૈ ના ફોન લગા ઉસે."

"પર પવાર ભાઈ વો બડે આદમી.."

"બડે તો ઉસે અપુંનને હી બનાયા હૈ અપને વોટ સે તો વો જિત્તે હે. મુજે નંબર દે મેં બાત કરતા હું." 

કોર્પોરેટર સાથે પવારે કૈક જાદુથી એવી વાત કરી કે કોર્પોરેટરે કહ્યું હું પાંચ મિનિટમાં ત્યાં આવું છું એના પર નજર રાખજો. એ ફોન પછી પવારે બીજો એક ફોન કર્યો અને એના ટપોરી મિત્રોથી થોડે દૂર જઈને વાત ચાલુ કરી.

xxx  

"ઇન્સ્પેક્ટર મોહિત સર, હું પવાર બોલું છું. તમે મને નથી ઓળખતા પણ સોનલ મેડમે મને તમારા વિષે એક વખત વાત કરી હતી. અત્યારે એ બહુ મોટી મુશીબત માં છે. કહીને પવારે સુભાસ અંકલે પવારને સોનલની મુસીબતોનો જે અંદેશો આપ્યો હતો એના વિશે ટૂંકમાં કહ્યું અને ઉમેર્યું કે પ્થથર ફેંકનારનો પીછો કરવા સુભાસ અંકલે જે બે જણાને બાઈક પર મોકલ્યા હતા એમને ઉડાવનાર અહીં બેઠા છે અને એ લોકોની આગવી રીતે પોલીસ સ્ટાઈલમાં પૂછપરછ જરૂરી છે."

"થેંક્યુ પવાર પાંચ મીનીટમાં હું પોલીસ વેન મોકલું છું અને હું થાણામાં પહોંચું છું. એ જે કોઈ હશે, હું કોઈને છોડીશ નહિ." કહેતા મોહિત પાછો ઘરમાં ઘુસ્યો અને પોતાનો યુનિફોર્મ બદલાવ્યો પત્નીને કહ્યું અર્જન્ટ ડ્યુટી પરથી કોલ આવ્યો છે કહી બાઈક સ્ટાર્ટ કરતા પહેલા એક મોબાઈલ વેન એ એરિયામાં મોકલવાનું કહ્યું જ્યાં સોનલનું ઘર હતું. 

xxx 

"પવાર, હું આવી ગયો ક્યાં છે એ લોકો?" કહેતા કોર્પોરેટર શિરકે પૂછ્યું એમની સાથે એમના 5-7 કાર્યકર્તા હતા જેમાં મહિલા શાખા પ્રમુખ અને અન્ય મહિલા પણ હતી. 

"જુઓ સામે જ બેઠા છે. આતો હું તમને ઓળખું એટલે મેં ફોન કર્યો કેમ કે, વિધાનસભા ચૂંટણી નજીક છે અને ઘણા મોટા માથાની ટિકિટ કપાવાના ચાન્સ છે તમે અહીં ની વસ્તીમાં હીરો બની જશો તો તમારા ચાન્સ ઘણા ઉજ્વળ છે" કહી પવારે એમને પોરસ ચડાવ્યો. 

"થેંક્યુ પવાર તારી આ ફેવર હું યાદ રાખીશ. ચાલો હવે બધા. કહી શિરકે એ પોતાના કાર્યકર્તા અને પવારની તોડી સાથે એ રેસ્ટોરાંમાં પ્રવેશ કર્યો કોર્પોરેટર અને બીજા લોકોને ભેગા થયેલા જોઈ આજુબાજુની વસ્તીમાંથી ટોળું જામવા માંડ્યું હતું. 

xxx 

મુકેશ ભાઈ, રાજીવ સર ને ફોન લગાવીને કહી દો બધું બરાબર છે. એ મેડમનો ભાઈ બહાર ગયો છે અને મેડમ હજી ઘરમાં જ છે. અને અહીં કોઈ ટેન્શન નથી. મુકેશે આ બધી વાત રાજીવને કરી રહ્યો હતો એટલામાં કોર્પોરેટર અને અન્ય લોકોનું ટોળું રેસ્ટોરાંમાં દાખલ થયું. મુકેશ - ગણપતને સમજાયું નહિ કે શું થઇ રહ્યું છે. કોર્પોરેટરે એમને પૂછ્યું "કોણ છો તમે લોકો?

જી અમે અમે નાસ્તો કરવા આવ્યા છીએ." કૈક ગભરાતા ગણપતે કહ્યું.

અચ્છા એ પવાર આ રેસ્ટોરાં તો બહુ જ સારી લાગે છે જોને આ બેય જણા સવારે નાસ્તો કરવા આવેલા પાછા અત્યારે આવ્યા છે."

"સિરકે સાહેબ ગઈ કાલે પણ એ લોકો અહીં જ બેઠા હતા." પવારના મિત્ર એ કહ્યું.

"સાચું બોલો ક્યાં રહો છો નહીતો હમણાં કૂટાઈ જશો" સિરકે એ દમદાટી આપતા કહ્યું અને એ બન્નેને પરસેવો વળી ગયો. ચાલુ ફોનમાં રાજીવે આ બધું સાંભળ્યું એ પણ ગભરાયો અને રાડ નાખતા મુકેશને કહ્યું કે એ જે લોકો હોય એના લીડરને મારી સાથે વાત કરવું. મુકેશે ફોન સિરકે તરફ લંબાવ્યો પણ ચાલાક પવાર ને આ વાત ધ્યાનમાં હતી. એને ફોન પર ઝાપટ મારી અને આંચકી લીધો અને મુકેશનો કાંઠલો પકડતા ક્યુ. "અમારા શિરકે સાહેબ એમ તારા કોઈ મોટા માથાની ધમકીથી ડરશે નહિ સમજ્યો સાહેબ તો લોકસેવક છે તારે એને લાલચ આપવી છે હરામખોર" કહીને એને મુકેશ ને એક લાફો મારી દીધો અચાનક કોલાહલ થયો અને બધા મુકેશ ગણપત પર તૂટી પડ્યા શિરકે સાહેબ પણ માંડ બચ્યા.  

"સાહેબ આ બાજુ હવે એ લોકોને પબ્લિક ભરી પીશે અને પોલીસ પણ આવે જ છે. આ રેસ્ટોરાંનો મેનેજર કાઉન્ટર પર બેઠો છે. તમારી સ્ટાઈલમાં એની પાસે આ રેસ્ટોરાંનું લાઇસન્સ અને અન્ય પેપર માંગો. આમેય અહીંથી ચાલીઓમાં જવાના રસ્તા ટૂંકા છે કદાચ આ રેસ્ટોરાંએ ગેરકાયદે બાંધકામ કર્યું હોય" પવાર હવે ફૂલ ફોર્મમાં હતો. પબ્લિકે ફૂટી નાખ્યા પછી મુકેશ અને ગણપત અર્ધ મરેલા થઇ ગયા હતા. ત્યાં પોલીસવેન આવી અને પવાર વિષે પૂછ્યું. પવાર ટોળાનો હીરો બની રહ્યો હતો એના સાગરીતો પણ ફુલાઈ રહ્યા હતા. પવારે પોલીસને કહ્યું કે આ લોકે સવારે એક્સિડન્ટ કર્યું છે. સાક્ષી હાજર છે અને રોજ આવતી જતી મહિલાઓની છેડખાની કરે છે. આ એરીયમાં નથી રહેતા છતાં રોજ આવીને બેસે છે.એટલે સિરકે સાહેબના કહેવાથી મે જ મોહિત સાહેબને ફોન કરેલો. તરત માર ખાઈને ભાંગેલા એ બન્ને ને પોલીસવાનમાં નાખી ને પોલીસ લઇ ગઈ.પવારે સાવચેતીથી મુકેશ નો ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં મૂક્યો અને ટોળાને કહ્યું કે "સિરકે સાહેબે આ રેસ્ટોરાંની ઓરીજીનલ પેપર સાથે માલિકને કાલે બપોરે અહીં બોલાવ્યા છે,  ધીરે ધીરે ટોળું વીખરાયું પણ ત્યાં સુધીમાં સિરકેનું નામ અને કામ લોકોના મનમાં વશી ગયા હતા અને સિરકેને પોતે એમએલએ બને તો ભવિષ્યમાં પવરમાં એક કોર્પોરેટર દેખાતો હતો.

xxx 

સોનલ પોતાની બાલ્કનીમાં આવી સામે જોયું તો મોટું તોડું એકઠું થયું છે. એને સહેજ નવાઈ લાગી તે માનવ સહજ ઉત્સુકતાથી બાલ્કનીમાં જ ઉભી રહી. એટલામા પોલીસ વેન આવી અને 2 માણસોને ઉપાડીને લઇ ગઈ ટોળું ધીરે ધીરે વિખરાઈ રહ્યું હતું. એની બિલ્ડીંગ પણ કેટલાક લોકો એ ટોળામાં સામેલ હતા એ લોકો બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં આવ્યા સોનલે એમાંથી એક ને પૂછ્યું "કાકી શું થયું હતું ત્યાં કેમ લોકો ભેગા થયા છે?'

"કઈ નહિ બેટા આજ કલ મુંબઈમાં ટપોરીગિરી વધી ગઈ છે કેટલાક હરામખોરો બહાર થી આવીને અહીં આપણા એરિયામાં છેડખાની કરતા હતા એની કોર્પોરેટરને ખબર પડી તો લોકો પાસે માર ખવરાવીને પોલીસમાં સોપી  દીધા.એની સાથે વાત કરતા કરતા સોનલનું ધ્યાન ફરી એ દિશામાં ગયું ત્યાં ધમાલ હતી એણે જોયું કે પવારનો લોકો જયજયકાર કરી રહ્યા છે.

xxx 

સતત પાંચેક કલાક ડ્રાઇવિંગ કરીને એ થાક્યો હતો. હાઇવે પર એક સરસ ધાબો જોઈને એણે પોતાની સુમો ઉભી રાખી બાથરૂમ જઈને એ ફ્રેશ થયો મોઢું ધોઈને ચા પીધી સાથે એક સેન્ડવીચ પણ મંગાવી ચા નાસ્તો કરતા કરતા એણે મોહનલાલે એને સોંપેલું કામ મનોમન યાદ કર્યું ઘડિયાળમાં જોયું પોણા સાત વાગવા આવ્યા હતા. હમણાં સૂરજ ઢળી જશે. પોતાને સ્પીડમાં સુમો ચલાવવાનો છે એ ફરીથી યાદ કરીને એ પૈસા ચૂકવી રેસ્ટોરાંમાંથી બહાર આવ્યો ત્યાં રહેલી પાનની દુકાનમાં એને 4-5 પણ બંધાવ્યા. અને સુમોમાં બેઠો સુમો ચાલુ કરતા પહેલા એણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને એક નંબર ડાયલ કરવા માંડ્યો.

xxx 

ભગ્ન હૃદય જીતુભાએ પોતાની કાર સ્ટાર્ટ કરી, એ યંત્રવત ડ્રાઈવીંગ કરી રહ્યો હતો એના મગજમાં વિચારોના ઉથલપાથલ થઇ રહી હતી. એને હતું કે અનોપચંદ મામાને શોધવામાં મદદ કરશે જ. પણ અનોપચંદે તો માત્ર સુફિયાણી સલાહ જ આપી થોડા રૂપિયા આપ્યા હતા. અને હા શું કહ્યું હતું. 'આવજો ન કહેવાય દીકરા આવું છું કહેવાય' એ પોતાના ઘરની નજીક પહોંચ્યો દૂરથી લોકોના ટોળા વચ્ચે એણે પવારને જોયો, એક મિનિટ તો એને પવારને બોલાવીને સલાહ આપવાનું મન થયું કે નોકરીમાંથી તું ય રાજીનામુ આપી દે. પણ પવાર તો એની ટોળી સાથે ગપ્પા ગોષ્ઠિ માં મસ્ત હતો. . જીતુભાએ રોડ ક્રોસ કરીને પોતાની કાર પોતાના કમ્પાઉન્ડમાં લીધી અને ઉભી રાખી એના ફોનમા રિંગ વાગી જીતુભા એ ફોન ઉચક્યો અને કહ્યું "હલ્લો." સામેથી જે કહેવાયું એ સાંભળીને જીતુભાને લાગ્યું એનું હૃદય બેસી જશે. કેમ કે સામેથી કોઈ બોલી રહ્યું હતું. "જીતુભા, મેં ગિરધારી બોલ રહા હુ, રાત કો સાઢે બારહ બીજે તક મેં ઉદયપુર પહુંચ જાઉંગા ઔર એરપોર્ટ પર આપ કે ઇન્તજાર કરુંગા."  એના મગજમાં અનોપચંદનું છેલ્લું વાક્ય ગુંજી રહ્યું હતું. "ગિરધારી તારી સહાય કરશે." 

 

ક્રમશ: 

 

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.