Vishwas and shrddha - 22 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 22

Featured Books
Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 22

 {{{Previously: શ્રદ્ધા: તમારું નામ શું છે?

વેઈટર : પ્રિતેશ, મેમ. Thank you. 

શ્રદ્ધા : સરસ નામ છે તમારું, તો પ્રીતના ઈશ્વર! ફરી મળીશું. 

વિશ્વાસ : thank you, દોસ્ત.

આમ, બંને ત્યાંથી સંતુષ્ટ થઈને નીકળે છે. પ્રિતેશ પણ એમને જોતો રહે છે અને વિચારે છે, દરેક ને કેટલું માન સન્માન આપે છે. " તમારી જોડી હંમેશા ભગવાન સલામત રાખે અને જેવાં તમે બંને સાથે ખુશ છો એમ હંમેશા રહો એવી મારી પ્રભુ ને પ્રાર્થના! }}}

વિશ્વાસ અને શ્રદ્ધા કંઈ બોલ્યાં વગર શાંતિથી ચાલે છે. વિશ્વાસને શ્રદ્ધાનો હાથ પકડવાની ઈચ્છા થઈ જાય છે, પણ સિદ્ધાર્થ વિશે વિચારીને એ એની ઈચ્છાને દબાવી દે છે. શ્રદ્ધાની એકદમ નજીક ચાલવાથી વિશ્વાસની હાર્ટબીટ વધી જાય છે અને શ્રદ્ધા પણ એવું જ ફીલ કરતી હોય છે. 

થોડીવારમાં પાછાં વિશ્વાસના રૂમ પર પહોંચે છે. 

વિશ્વાસ ફરીથી દરવાજો ખોલીને શ્રદ્ધા માટે રાહ જુએ છે. આ વખતે શ્રદ્ધાથી રહેવાતું નથી અને બોલી જાય છે. 

શ્રદ્ધા : હજી પણ એવો જ છે તું, નહીં!? જેન્ટલમેન! ( બોલતાં બોલતાં જોરથી હસે છે. ) 

વિશ્વાસ : હા, અમુક આદતો જીવનશૈલી બની ગયી છે. હું પોતાની જાતને રોકી નથી શકતો. તારી જગ્યાએ બીજું કોઈ હોત તો પણ... ( આટલું બોલતાં વિશ્વાસ અટકી જાય છે. ) 

શ્રદ્ધા પણ કંઈ જવાબ આપતી નથી. 

શ્રદ્ધા બેડરૂમની બાલ્કનીમાં જઈને ઉભી રહી જાય છે. વિશ્વાસ પણ એની પાસે જઈને ઉભો રહે છે. બાલ્કનીમાંથી બહારનું રોમાંચક દ્રશ્ય દેખાય છે. એક તરફ એક સરપ્રાઈઝ પ્લાન કરેલું છે, કોઈએ  પ્રપોઝ કરવાનું પ્લાંનિંગ કર્યું હશે એવું લાગી રહ્યું છે. બંને જોઈને હસે છે. 

વિશ્વાસ : કેટલી બદલાઈ ગયી છે ને, આજની જનેરેશન! 

આજથી થોડા વર્ષો પહેલાં છોકરો છોકરીને કે છોકરી છોકરાને સમય અને જગ્યા વિષે વિચાર્યા વગર બસ એમ જ પ્રપોઝ કરી દેતાં હતા. અને આજે કેટલું પ્લાંનિંગ કરે છે! 

શ્રદ્ધા : મઝાની વાત એ છે કે, પહેલાં બંનેમાંથી કોઈને ખબર નહતી હોતી કે આવું કંઈ થઈ જશે અને આખી લાઈફ બદલાઈ જશે. હવે, તો કેટલું પ્લાંનિંગ કરે છે અને એ પણ પબ્લિક પ્લેસમાં હદ છે યાર.!

વિશ્વાસ : સાચી વાત, સમય સમયની વાત છે આ તો! 

શ્રદ્ધા : સમયથી યાદ આવ્યું, આપણી વાત અધૂરી હતી....

વિશ્વાસ (થોડો સ્વસ્થ થઈને ) : હા, મેઈલ્સની વાત હતી ને! શ્રદ્ધા, મને સાચ્ચેમાં ખબર નથી કે આવાં કોઈ મેઇલ્સથી આપણે વાત કરી હોય ક્યારેય! મેં તને જેમ કહ્યું હતું એમ કે છેલ્લી વખત જયારે વાત થઈ હતી ત્યારે તું પાર્ટીમાં હતી અને પછી આપણે સાત વર્ષ પછી મળ્યાં એ પણ ત્યાં રેસ્ટોરન્ટમાં બે દિવસ પહેલાં, ( નિસાસો નાખીને ) મેં તને કોન્ટેક્ટ કરવાનો બહુ જ પ્રયત્ન કર્યો હતો અને પછી તારા મેરેજનાં સમાચાર મળ્યાં એટલે ......

શ્રદ્ધા : તેં ઇમેઇલ્સ તો જોયા ને? તને નથી લાગતું કે કંઈક છે જે બરાબર નથી કે બંધબેસતું નથી? જો તું sure હોય કે એ તું નહતો તો પછી? કોણ હતું એ? 

વિશ્વાસ : મને પણ એમ જ  છે કે કોણ હશે જેણે તારી સાથે વાત કરી? અને એ પણ આવી રીતે? તને ક્યારેય એવું ના લાગ્યું કે કંઈક ગરબડ છે? મેં તારી સાથે ક્યારેય આવી રીતે વાત નથી કરી પહેલાં, તો અચાનકથી મેઈલ્સમાં કેમ આવી રીતે હું વાત કરું? અને કરું જ તો, અત્યારે કેમ નહીં? 

એક કામ કર, મને બધાં મેઇલ્સ ફોરવર્ડ કરી દે. મારો એક ફ્રેન્ડ છે, cyber forensics expert. હું એની સાથે વાત કરીને તપાસ કરાવું કે આ મેઈલ્સ કોણે ક્યાંથી send કર્યા  છે. 

શ્રદ્ધા : હા, બરાબર છે. At least, ખબર તો પડે કે કોણે મેઇલ્સ કર્યા છે, પણ હજુ પણ વાત અધૂરી છે, વિશ્વાસ. 

વિશ્વાસ : બોલ, શું છે જે તને હજુ પણ તકલીફ આપે છે, શ્રદ્ધા? હું એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ.

શ્રદ્ધા : મેઇલ્સ તો તેં નથી કર્યા, તો ફેસબુકમાં મેં જોયેલાં ફોટોઝ એ શું હતું? મેઇલ્સમાં મને તેં i mean જે કોઈ પણ હતું એણે એમ કહ્યું હતું કે તારી લાઈફમાં કોઈ છે અને હવે તું મને ભૂલી જવાં માંગે છે. 

વિશ્વાસ : what? હવે આ શું બોલે છે તું? તને ખબર છે, મેં તારા સિવાય કોઈને મારી લાઈફમાં ક્યારેય કોઈ જગ્યા આપી નથી. ક્યાં ફોટોઝની વાત કરે છે? અને કયું ફેસબુક? મારું કોઈ જ એકાઉન્ટ નથી. અને મેં કોઈ જ ફોટોઝ અપલોડ નથી કર્યા ક્યાંય પણ! કોઈ પણ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર નહીં! ક્યારેય નહીં! 

શ્રદ્ધા : seriously? તારું કોઈ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ જ નથી? તો આ પણ એક ફ્રોડ હશે! વિશ્વાસ.....( આંખોમાં આંશુ સાથે શ્રદ્ધા વિશ્વાસને ગળે વળગી જાય છે અને જોરથી ભેટી પડે છે. વિશ્વાસ પણ શ્રદ્ધાને આશ્વાસન આપે છે. એનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવે છે. )

વિશ્વાસ : જરૂરથી, પણ તને ક્યારેય ખબર જ ના પડી કે એ ફેક એકાઉન્ટ હોઈ શકે કે આ હું નહીં, બીજું કોઈ હોઈ શકે? તેં વિડિઓ કોલ પર વાત કરવાં માટે નહતું કહ્યું ? ક્યારેય? 

શ્રદ્ધા ( સ્વસ્થ થતાં ) : ના, પહેલાં થોડાં દિવસ સુધી કોઈ કોન્ટેક્ટ જ નહતો આપણો અને પછી થોડાં દિવસ પછી અચાનકથી મેઈલ આવ્યો, ઇમેઇલ id માં તારું નામ જોઈને હું ખુશ થઈ ગયી, અને આટલાં દિવસનો ગુસ્સો શાંત થઈ ગયો અને બસ મને જાણવું હતું કે તું બરાબર છે ને? 

થોડાં દિવસ મેઇલ્સથી વાત થઈ, પહેલાં મને કંઈ અલગ ના લાગ્યું, મેં તને મારો નવો નંબર આપ્યો, તેં મને ફોન જ ના કર્યો. મેં ઘણું કર્યું પછી તેં મને ફેસબુક મેસેન્જરમાં ઓડિયો કોલ કર્યો. મેં વિડિઓ કોલ માટે ઘણું કહ્યું, પણ તેં હંમેશા કોઈને કોઈ બહાના જ કર્યા, થોડાં ટાઈમ પછી તારું બિહેવિઅર બદલાઈ ગયું. તું મારી સાથે કંઈક અલગ જ રીતે વાત કરવા લાગ્યો હતો, તું મને કોઈ જ જવાબ નહતો આપતો, સમય નહતો આપતો, જેમ અહીંયા તું હતો એવું કંઈ જ તારામાં દેખાયું નહીં.  હું વિચારતી હતી, કે આવું કેમ? પણ પછી લાગ્યું કે આપણો અલગ ટાઈમ ઝોન, અને તારું સ્ટડી ચાલું હતું, એટલે આવું થતું હશે. હું પણ તારી સાથે વધારે માથાકૂટ કરવા નહોતી માંગતી અને એમાં પણ ઘરે મારા લગ્ન માટે છોકરો શોધી રહ્યાં હતા, જે મેં તને જણાવ્યું હતું, તો તેં મને કહ્યું હતું કે, હા, કરી લે લગ્ન. એટલે મને પણ શાંતિ અને તું પણ ખુશ રહીશ. 

વિશ્વાસ : ( વાત અટકાવતાં ) તને ખબર છે કે હું એવું ક્યારેય ના કહી શકું. અને જયારે તે ફેસબુક મેસેન્જરમાં ઓડિયો કોલ કર્યો ત્યારે મારો અવાજ પણ ના ઓળખ્યો?  તું મને સમજી જ ના શકી. તેં બસ એક વખત કહેવાથી માની લીધું ને કરી લીધાં મેરેજ? તને તો એ પણ નહોતી ખબર કે એ હું હતો કે નહિ? એ જોયાં વગર જ, લગ્ન પણ કરી લીધા? અને એ કોઈ વ્યક્તિને હું (વિશ્વાસ) સમજીને તેં વાતો પણ કરી?

શ્રદ્ધા : હા, ભૂલ હતી મારી. સૌથી મોટી ભૂલ. કે હું તને જાણી ના શકી. વાંક મારો પણ નહતો...હું તો તને પ્રેમ કરતી હતી. તારું પાછું આવવું શક્ય નહોતું, મને ત્યાં આવવાં પણ ના દેવાઈ, અહીંયા જ બધાએ મારા સિદ્ધાર્થ સાથે લગ્ન કરાવી દીધાં. અને તું પણ અહીં નહોતો. અને તારી જગ્યાએ એ જે કોઈ પણ હતું, મારી સાથે વાત કરતુ હતું એણે મને ઘણું દુઃખ આપ્યું, તારાથી નફરત કરાવી દીધી. મને તો સપનામાં પણ ખ્યાલ નહોતો કે એ તું નહોતો. મને લાગ્યું કે એક વર્ષમાં તું મને એટલો પ્રેમ નહીં કરી શક્યો હોય કે મારી સાથે આખી લાઈફ વિતાવી શકે. 

વિશ્વાસ : હું કહીને ગયો હતો કે હું પાછો આવીશ અને હંમેશા માટે એકબીજા સાથે આપણે અહીંયા રહીશું. તને મારી વાત પર એટલો પણ વિશ્વાસ નહતો. 

શ્રદ્ધા : તારી સાથે જ વાત કરી હતી અને તેં જ મને કહ્યું હતું કે હવે સમય બદલાઈ ગયો છે અને તારી પરિસ્થિતિ પણ બદલાઈ ગયી છે. કેવી રીતે તારી વાત હું ના માનતી? તેં જ મને તારાથી દૂર કરી હતી અને હવે તું...