Humsafar - 16 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 16

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમસફર - 16

અમન : હા....બડી અમે બસ પાંચ મિનિટ માં પહોચી રહ્યા છીએ  ( સમ્રાટ નો કોલ હોય છે ) ( પછી એ કોલ કાપી નાખે) ચાલો..... આપણે લોકેશન ની ખૂબ નજીક આવી ગયા છીએ...તો ચાલો જઈએ 

રુચી : હમ્મ ( શરમાતી કહે)

                         (  At home  )

પીયુ : આહ.....ભુખ લાગી છે મારે પણ પાર્ટી માં જવુ જોઈતું હતું હવે શું કરુ

( એ બોલતા બોલતા રૂમ માં થી નીકળી ને કિચન તરફ જાય એ જોવે કે વીર એના માટે કઈક બનાવી રહ્યો હતો એટલે એ વીર ને જોઈ ને પાછી વળી જાય પણ વીર પીયુ ને જોઈ જાય છે )

વીર : શું તું ભૂખી સુઈ શકીશ ?
( પીયુ ઉભી રહી પણ પાછુ વળીને જોયું નહિ ) બાય ધ વે બધા કહે છે કે હું એક સારો કુક છું તું મરી નહીં જા મારા હાથ થી બનેલું ખાય ને  ( પીયુ વીર ની સામે જોવે છે અને એક નાની એવી સ્માઈલ કરે , વીર પીયુ નો બીહેવ્યર જોવે છે) સાથે બેસીને ખાય 

પીયુ : ઓકે 
( એ બંને સાથે ડિનર કરે છે)

વીર : સોરી ફોર એવરી થિંગ 

પીયુ : હમ્મ.... ઇટ્સ ઓકે ( એ ખાતા ખાતા કહે )

વીર : શું તારે પણ કંઈ કહેવું છે ?

પીયુ : હા.....ફુડ સારું છે થેન્ક યુ 

અમન  અને રુચી પાર્ટી માં પહોચી ગયા ત્યાં મોટા મોટા બિઝનેસમેન અને ઘણા મોટા મોટા વ્યક્તિઓ આવ્યા હતા 
રુચી થોડીક નર્વસ થઈ જાય છે આટલા બધા લોકો ની વચ્ચે , અમન રુચી ને નોટીસ કરી લ્યે છે એટલે એને રુચી નો હાથ પકડી લીધો અને રુચી અમન ની સામે જોવે છે 

અમન : ચિંતા ન કર હું હંમેશા તારી સાથે છું 

રુચી આશી ને ગોતે છે કારણ કે એના સિવાય બીજા કોઈ ને નથી જાણતી અંહીયા 

અમન: હેય..... સમ્રાટ 

સમ્રાટ : હેય....અમન કેમ છે.... બાય ધ વે તું મોડો છે 

અમન : સોરી અમે ટ્રાફિક માં ફસાઇ ગયા હતા 

સમ્રાટ : ઠીક છે.... ઠીક છે.....હાય રુચી 

રુચી : હાય.....કોન્ગ્રેટ્સ.......પણ આશી ક્યાં છે ? 

અમન : હા....ભાઈ.... ક્યાં છે અમારા ભાભી 

સમ્રાટ :  એ રહી આશી ( એ આશી ને ઉપર થી નીચે આવતા જોવે છે અને એને આશી તરફ આંગળી ચીંધીને કહ્યું , આશી ત્યાં આવે, એ ખૂબ જ સરસ લાગતી હતી )
તું ખૂબ જ સુંદર લાગી રહી છે  ( એમ કહીને સમ્રાટ એ આશી ના ગાલ ઉપર કિસ કરી )

અમન : હા....આશી સમ્રાટ એકદમ ઠીક કહે છે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો  ( રુચી મોઢું ચડાવીને ને અમન સામે જોવે છે , પછી રુચી આશી ને ગલે લગાવે છે)

આશી : આટલું મોડું કેમ કર્યું ખબર છે હું ક્યાર ની રાહ જોઈ રહી હતી તારી

રુચી : સોરી..... આશી એ રસ્તા માં ( એને બધું યાદ આવે જે રસ્તા માં થયુ હતું એ શરમાઇ જાઈ જ્યારે એ એ કિસ નું વિચારે )

આશી : શું થયું હતું રસ્તા માં ?અને તુ શરમાઈ છે કેમ ?

રુચી : નહીં તો કાંઇ પણ નથી થયું , આ તારા માટે ગીફ્ટ ( રુચી ગીફ્ટ આપતા કહે )

આશી : આની શું જરૂર હતી રુચી 

રુચી : મને ખબર છે પણ આ તારા લગ્ન નું ગિફ્ટ છે  ( રુચી ગીફ્ટ આપતા કહે )

હેય બંને નવાં કપલ ને કોન્ગ્રેટ્સ  ( પાછળ થી અવાજ આવ્યો એટલે બધા પાછળ ફરીને જોવે છે એ રાહુલ હતો રાહુલ રુચી તરફ જોઈ ને સ્માઈલ કરે છે રુચી ની સ્માઈલ ગાયબ થઈ જાય રાહુલ ને જોઈ ને )

આશી - સમ્રાટ: થેન્ક યુ સો મચ રાહુલ 

અમન : થેન્ક યુ ભાઈ

રાહુલ : રુચી..... તું થેન્ક યુ કહેવા નથી માંગતી ?

રુચી : હમ્મ..... થેન્કસ હું હમણાં આવું  (એમ કહીને એ સાઇડ માં જાય અને વેઇટર ને એક જ્યુસ નો ઓર્ડર આપી એ એક ખાલી ખુરશી પર બેસી જાય અને સાઈડ માં જોવે જ્યાં અમન અને રાહુલ એક બીજા સાથે વાત કરતા હતા એ બંને ખુશ હતા ) ( એના મનમાં - એ બંને ખુશ જ હોય ને એ બંને નાનપણ ના મીત્રો જે છે છતાં પણ કેટલો ફરક છે બંને માં એક એ મને ધોકો આપ્યો અને બીજા એ મને સાથ આપ્યો )

આશી : હવે તમે બધા ઇન્જોય કરો હું મારી બેસ્ટ ફ્રેન્ડ પાસે જાઉં છું 

સમ્રાટ : ઠીક છે ( સ્માઈલ )

આશી : ( આશી રુચી પાસે જાય છે )તુ અત્યાર સુધી નથી બદલી ને તને પેલા પણ કોઈ સાથે વાત જાજી નહોતી કરતી અને અત્યારે પણ કોઈ સાથે જાજી વાત નથી કરતી

રુચી : આશી તને તો ખબર જ છે હું નાનપણથી આવી જ છુ

આશી : હા..... હા.... મને ખબર છે , અરે હા પીયુ કેમ ના આવી અને વીર પણ?

રુચી : એની તબિયત સારી નહોતી એટલે ( અચાનક જ વેઇટર થી ડ્રીંક ની ટ્રે આખી રુચી ઉપર પડી જાય છે  એ વેઇટર જ્યારે રુચી ને ડ્રીંક દેવા જાય ત્યારે રાહુલ તેનો પગ વેઇટર ના રસ્તે રાખે છે એના કારણે બધી ડ્રીંક રુચી ઉપર પડી જાય) ( રુચી શોકડ થઈ જાય )

આશી : આ શું છે ? તું આંધળો છે ?
( આશી નો અવાજ સાંભળી ને બધા ત્યા આવી જાય )
રુચી :આશી..... ભૂલ થી થઈ ગયુ હશે ચીલ્લાવ માં હું સાફ કરી લઈશ 

અમન : શું થયું ?

રુચી : કંઇ જ નહીં ભૂલ થી મારી ઉપર થોડીક ડ્રીંક પડી ગઈ

સમ્રાટ : તારી આખી ડ્રેસ ખરાબ થઈ ગઈ છે રુચી તું આશી સાથે જઈને ડ્રેસ ચેન્જ કરી લે 

રુચી : પણ ઠીક છે 

આશી : તુ બોલવાનું બંધ કર નહિતર વેઇટર નો ગુસ્સો તારી ઉપર ઉતારી નાખીશ ( રુચી ચૂપ થઈ જાય અને આશી સાથે જવા લાગી )

                        બીજી તરફ

પીયુ : ફુડ સાચે જ સારું હતું ( એના મનમાં યાર આ તો સાચે જ હસબેન્ડ મટીરીયલ છે એમ તો સારું થયું કે હું દીદી સાથે ન ગઈ પાર્ટી માં નહીંતર આની સાથે સમય ન મળ્યો હોત ) સોરી કાલ રાત માટે કારણ કે હું જાણું છું તું ઇનોસેન્ટ છે અને હું ખોટું વિચાર્યું તારા વિશે એનાં માટે પણ સોરી  

વીર : ઇટ્સ ઓકે અને હું પણ માફી માગું છું 

પીયુ : હમ્મ 

વીર : તને ડ્રામા ગમે ?

પીયુ : હા... કેમ નહીં મને ડ્રામા ગમે છે 

વીર : તો પછી સાથે જોઇએ 

પીયુ : ઠીક છે 

     પછી વીર એ ટીવી ચાલુ કર્યુ પણ ટીવી પર કિસીંગ સીન આવી રહ્યો હતો એટલે વીર અને પીયુ બંને નર્વસ થઈ જાય એ જોઈને 

વીર : હું ચેન્જ કરું 

પીયુ : હમ્મ 

"બીજી ચેનલ પર પણ એવું જ આવી રહ્યું હતું "
'એ બંને વધુ નર્વસ થઈ જાય વીર પાછી ચેનલ બદલાવે '

( વીર એના મનમાં - આજે બધી જ ચેનલો માં કિસિંગ સીન જ કેમ આવી રહ્યા છે ? )

"વીર પાછી ચેનલ બદલાવે પણ એમાં પણ કિસીંગ સીન જ આવી રહ્યો હતો એટલે વીર ટીવી બંધ કરી નાખે છે"

વીર : ટીવી પર કંઈ જ સારું નથી આવી રહ્યું 

પીયુ : હા.... મને પણ આવા ડ્રામા પંસદ નથી 

વીર : મને પણ 

( પીયુ એના મનમાં - આ શું બોલી રહી છે પીયુ તુ તો ડ્રામા ની ફેન છે ખાસ કરીને કિસીંગ સીન ની આ શું થઈ રહ્યું છે હું આટલુ નર્વસ કેમ ફિલ કરુ છુ ? એમ કરુ કે કંઈક ખાઈ લવ શાયદ એના થી નર્વસનેસ ચાલી જાય)

" પછી એ ટેબલ ઉપર થી ચેરી ના બાઉલ માં થી ચેરી લઈ ને ખાવા લાગી પણ જ્યારે એ ખાતી હતી ત્યારે વીર નુ ધ્યાન પીયુ ના હોંઠ પર જાય છે "


(વીર એના મનમાં - આહ.... હું પણ ચાખવા માગું છું...સીટ..... વીર ખુદ નાં હોશ માં આવ આ બધું શું વિચારી રહ્યો છે તું )

પીયુ : હેય .....તને હોરર મુવી ગમે ?

વીર : હા...મને હોરર મુવીસ ગમે છે 

પીયુ : ઠીક છે તો હોરર મુવી જોઈએ 

વીર : ઠીક છે 

પીયુ : હું લાઇટ બંધ કરી ને આવું 

વીર : પણ શું કામ ?( એ ડરેલો દેખાય)

પીયુ : હોરર મુવીસ અંધારાં માં જ જોવાની મજા આવે 

      પીયુ ને હોરર ફિલ્મ પંસદ હોય છે પણ વીર ને આવી ડરાવની ફિલ્મ પંસદ નથી એ થોડોક ડીસ્ટર્બ થઈ જાય પીયુ એને નોટિસ કરી લ્યે છે વીર જ્યારે ટીવી પર ડરાવનો સીન આવે ત્યારે પીયુ નો હાથ પકડી લ્યે છે એના લીધે પીયુ ની ધડકન વધી જાય છે 

પીયુ : મને આ મુવી ખુબ જ ગમે છે આ મુવી મેં 70 વખત જોઇ છે 

વીર : શું ? ( શોકડ ) 70 વખત ?

પીયુ : હા....

( વીર એના મનમાં - અંહીયા એકવાર જોવી મુશ્કેલ છે અને આને આ મુવી 70 વખત....આહ ) 

પીયુ : હવે આ ભૂત આ છોકરા ની પાછળ ઉભો હશે  .... જેમ તારી પાછળ એક ભૂત ઉભું છે .... અત્યારે 

વીર : સટ અપ ! મને આવા મજાક જરાં પણ પંસદ નથી 

     એ બંને એકબીજાની સામે જોવે છે પછી વીર પીયુ ના હોંઠ ને જોવે છે એને એ પલ યાદ આવે જ્યારે પીયુ ચેરી ખાઈ રહી હતી એ ધીરે ધીરે પીયુ ની તરફ જવા લાગે એ પીયુ ને કિસ કરવા માંગતો હતો અને પીયુ પણ વીર ને કિસ કરવા માંગતી હતી એટલે એને વીર ને રોક્યો નહી પછી એ બંને એકબીજાને કિસ કરવા લાગે છે એક લાંબી કિસ પછી વીર પીયુ ને ખુદ ની બાહો માં ઉપાડી ને એના રૂમમાં લઈ જાય છે એ બંને હજુ પણ કિસ કરી રહ્યા છે એ સમયે એ બંને ની લાગણીઓ ને એ સમજી નહોતા શકતા કે શું થઈ રહ્યું છે એ બંને બસ જે થઈ રહ્યું હતું એ થઈ દેવા માંગતા હતા એ બંને બસ ઇન્જોય કરી રહ્યા હતા


વધુ આવતા અંકે........


  ~~~~~~~~~~~~~~ × ‌~~~~~~~~~~~~~~~~

જો આ ભાગ સારો લાગ્યો હોય તો પ્રતિભાવ અને રેટિંગ આપી જણાવજો 😇