Humsafar - 15 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 15

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમસફર - 15

રુચી : તમે બંને......શેની રાહ જોઈ રહ્યા છો ? અત્યારે જ અંહીયા થી નિકળો ! ફિલ્મ પુરી થઈ ગઈ 

અમન : ચાલ વીર ( એ બંને રૂમ ની બહાર ચાલ્યા ગયા અમન વીર સામે જોવે છે )

અમન : તું પીયુ નાં રૂમમાં શું કરી રહ્યો હતો ?

વીર : મારે એની સાથે વાત કરવી હતી , એટલે હું ચાલ્યો ગયો ... મને શું ખબર હતી કે હું આ બધું જોઈશ?

અમન : હમ્મ 

પીયુ હજુ પણ બાથરૂમ માં જ હતી

રુચી : બહાર આવી જા 

પીયુ : ના મારે નથી આવવું 

રુચી : પણ શું કામ?એ બંને ચાલ્યા ગયા

પીયુ : દીદી તમે નથી સમજી રહ્યા મને કેવુ ફિલ થાય છે અત્યારે " આ કેટલું શરમજનક છે "

રુચી : મને ખબર છે પણ આ બધું ભૂલ થી થઈ ગયુ 

પીયુ : પણ મારી સાથે જ કેમ?

રુચી : હા , હવે બહાર આવી ને તૈયાર થઈ જા

પીયુ : દીદી મારે ક્યાય પાર્ટી માં નથી જવું તમે બધા જાવ

રુચી : પણ કેમ?

પીયુ: બસ નથી જવું તમે જાવ

રુચી : પાકુ?

પીયુ : હા, તમે જાવ હું ઠીક છું

રુચી : ઠીક છે 

           થોડાક સમય પછી રુચી અને અમન પાર્ટી માં જવા માટે નીકળી જાય

રુચી : વીર પણ ન આવ્યો ?
અમન : હા.... એને ઠીક નહોતું લાગતું એટલે એ ન આવ્યો 

રુચી : ઓહકે 

અમન : શું પીયુ ઠીક છે ?

રુચી : હા...એ ઠીક છે 

અમન : તને નથી લાગતું કે ગિફ્ટ ની સાથે અમે તેમને થોડાં ફૂલ પણ આપવા જોઈએ ?

રુચી : હમ્મ 

અમન: ગુલાબ ઠીક છે ?

રુચી : હમ્મ 

અમન : તને ગુલાબ ગમે છે ?

રુચી : હમ્મ 

અમન : ઠીક છે તો હું ફૂલો ની શોપ ઉપર કાર ઉભી રાખું 

રુચી : હમ્મ 

અમન : શું તને હું પંસદ છું ?( રુચી એની સામે જોવે છે શોકડ થઈ ને) ઠીક છે જો તું મને પંસદ ન કરતી હોય તો  , મેં ફક્ત એટલાં માટે પૂછ્યું કારણ કે તું બધાં જવાબ બસ હમ્મ માં આપતી હતી ( સ્માઈલ કરતા કહે )
તું એક્સાઇટેડ છે તારી ફ્રેન્ડ ને મળવા માટે ?

રુચી : હમ્મ 

અમન : ફરી ?

રુચી : હા.... ( સ્માઈલ ) હું એક્સાઇટેડ છું 

અમન : હવે સારું છે ( સ્માઈલ આપતા કહે ) બાય ધ વે તું સુંદર લાગી રહી છે 

રુચી : થેન્ક યુ 

       પછી અમને એક ફુલો ની દુકાન જોઈ એટલે એને દુકાન ની સામે ગાડી ઉભી રાખી અમન અને રુચી બંને ગાડી થી બહાર નીકળી ને દુકાન માં જાય છે અમન બુકે બનાવવા માં વ્યસ્ત હોય છે રુચી એની બાજુ ની દુકાન માં જાય છે કારણ કે ત્યાં એક મહિલા ને લોકો પરેશાન કરતા હતા અને એ મહિલા ઉંમર મા વધુ હતા એ લોકો એ મહિલા પાસે પૈસા માંગે છે મહિલા કહે છે કે મારી પાસે પુરા પૈસા નથી હું પછી આપી દઈશ પણ એ લોકો એની વાત નથી સાંભળતા અને દુકાન ની વસ્તુ તોડફોડ કરવા લાગ્યા એ મહિલા રોવા લાગી

રુચી : હેય.... મિસ્ટર તમને સમજાતું નથી કે એ લેડી શું કહે છે  ?

માણસ : તું કોણ છે ? તને કોણે એ લેડી ની સાઇડ લેવા નું કહ્યું ? અંહીયા થી ચાલી જા 

રુચી : પ્લીઝ એની વસ્તુઓ ન તોડો  , હું પુલિસ ને કોલ કરીશ જો તમે આ બધું બંધ ન કર્યું તો 

માણસ : તું પુલિસ ને કોલ કરીશ ઠીક છે કર 

રુચી :  ( એ વ્યક્તિ રુચી તરફ આવે છે એક સેકન્ડ માટે રુચી ને ડર લાગે છે પણ પછી એ ડર વગર એ વ્યક્તિ ને કહે છે ) મારી નજીક ન આવ 

માણસ : નહીંતર તું શું કરીશ ?( એ સતત રુચી તરફ વધી રહ્યો હતો )

રુચી : સ્ટોપ.... મેં કહ્યું સ્ટોપ 

    પણ એ વ્યક્તિ હસે છે એટલે રુચી એને ધક્કો મારે છે એ વ્યક્તિ ચીલ્લાવે છે એટલે બધા લોકો રુચી તરફ જોવે છે એ વ્યક્તિ ના માથા માં થી લોહી નીકળે છે બાકી ના લોકો રુચી ને પકડવા માટે આવે પણ રુચી ભાગવા લાગી એ અમન ને જોવે છે એટલે એ અમન નો હાથ પકડી ને ભાગવા લાગી અમન ને કાઇ સમજાતું નથી કે શું થયું 

રુચી : ભાગ

અમન : ( એ જોવે કે એમની પાછળ બે - ત્રણ માણસો આવે છે ) રુચી આપણે ભાગી કેમ રહ્યા છીએ 

રુચી : કારણ કે મેં કોઈક નું માથું ફોડી નાખ્યું છે 

અમન : ( પુરે પુરો શોકડ થઈ ગયો ) પણ કેમ ?

રુચી : શું તમારું માથું ફોડીને દેખાડું ?

અમન : ના....મારો મતલબ છે કે આ તે શું કામ કર્યું ?

રુચી : હું દોડતા દોડતા નથી કહી શકતી 

અમન : ટૂંક સમયમાં આપણી પાસે જો છુપાવા માટે કંઈ હશે નહીં તો મને ખબર નથી કે આપણું શું થશે 

એ બંને એક ખુણા માં સંતાઈ ગયા ત્યાં અંધારું હતું એટલે એમને ગોતવા મુશ્કેલ છે 

અમન: લાગે છે કે તેઓ ગયા છે

રુચી : તમે શ્યોર છો ?

અમન : મને લાગે છે કે કોઈ આવી રહ્યું છે 

    અમન રુચી ની વધુ પાસે જાય છે એ બંને એટલા પાસે હતા કે એકબીજાની ધડકન પણ સંભળાય એ બંને એકબીજાની આંખોમાં જોવે છે અમન ખુદની ફિલીંગ કન્ટ્રોલ નથી કરી શકતો એટલે એ વધુ નજીક જાય એ રુચી ને કિસ કરવા માટે એ ખુદ ના હોંઠ રુચી ના હોંઠ પર રાખે છે અને કિસ કરવા લાગ્યો રુચી પણ ખુદને કન્ટ્રોલ ના કરી શકી એ પણ અમન ને કિસ કરવા લાગી એક કિસ પછી અમન સ્માઈલ કરે છે પાછો રુચી ને કિસ કરવા લાગ્યો પણ જલ્દી જ આ ખતમ થઈ જાય કારણ કે અમન નો ફોન વાગ્યો એ બંને ઓકર્વડ થઈ જાય છે એ બંને એકબીજાની સામે જોવે છે જેમકે એકબીજા ને જાણતા ન હોય અમન કોલ ઉપાડે છે


વધુ આવતા અંકે........

~~~~~~~~~~~~~~ × ‌~~~~~~~~~~~~~~~~

જો આ ભાગ સારો લાગ્યો હોય તો પ્રતિભાવ અને રેટિંગ આપી જણાવજો 😇