chalte chalte yu hi koi mil Gaya - 7 in Gujarati Classic Stories by raval uma shbad syahi books and stories PDF | ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 7

Featured Books
Categories
Share

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 7

ભાગ --૭  ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં

સરસપુર ગામ

શિવરામ અને નરેશભાઈ ગામમાં પહોંચ્યા ત્યારે દિવસ ઉગવામાં જ હતો.ઘરે આવીને ખડકીની સાંકળ ખખડાવતાં બૂમ મારે છે
"બા ઓ બા! ખડકી ખોલો."
અંદરથી અવાજ આવે છે."કુણ સે ભઈ?સવિતા જોજે જરાક કાન દઈને સાંભળ જે કુણ આયું સે"?

(ફરીથી )... "બા ઓ બા હું શિવરામ સુ ખડકી ખોલો."શિવરામે સાંકળ ખખડાવી કહ્યું.

સવિતા: "બા આ તો આમનો અવાજ લાગે સે."

"શિવરામ આયો? મારી દેવુંને લઈ આયો હશે... હેડ ઝટ,ને ખડકી ખોલ ....આ લે બતી (ટોર્ચ)." પાલી બા એ હરખથી કહ્યું.

(સવિતા ખડકી ખોલે છે)" આવો...નરેશ ભઈ આવો તમેય".
(જીપ બાજું નજર કરતાં) "મોટાં ભઈને દેવું..ને નાનજી ભઈ બધાં ચા સે?" આમતેમ જોતાં સવિતા એ કહ્યું.

એટલાંમાં તો બાળકોને સુવડાવતાં માંડ માંડ આંખ લાગેલી રતન અવાજ સાંભળી સફાળી જાગી જાય છેને "મારી દેવું આઈ...મારી દેવું આઈ...કરતી   ખડકી ભણી દોટ મૂકે છે."

પણ આંખો આગળ લાગેલા આંસુઓનાં જાળાંને અર્ધી ઊંઘ... થાક.. ચિંતાને કારણે જાણે એને કશું ભાન જ ના હોય એમ આમ તેમ ડાફેરા મારે છે પણ કંઈ જ સ્પષ્ટ દેખાતું નથી.

પાર્વતી બા: "એટલાંમાં ઝડપથી આવતાં... આય ભઈ. ચા સે મારી દેવું? લાય આ ખાટલામાં સુવડાય એને... ચા જીપ માં સે? મારો તો જીવમાં જીવ આયો ભઈ.. માંડ માંડ રાત કાઢી સે.છોકરાય પરાણે જપાડ્યા સે."(જીપ બાજુ દોડે છે)

રતન ..સવિતા..પાર્વતી બા...બધાં આમતેમ જીપની ચારેબાજુ ફરી વળ્યાં પણ કોઈને નાં જોતાં

"ભઈ દેવું નહીં..?માધવ નહીં..?નાનજી માસ્તર નહીં? ચા સે બધાં?હારે નહીં આયાં? હું થયું સે"?
બોલને આમ મોંઢામાં મગ ચમ ભર્યા સે?" ચીંતા સાથે કહ્યું.

(શિવરામ ગળગળો થઈ જાય છે) "બા દેવું અને મોટાં ભઈને બધાં હજી અમદાવાદ મોટાં દવાખાને સે."

"શિવાભઈ દવા તો આપી દીધીને દાક્તરે?
તાણ હવે હું લેવાં રાખ્યા સે..હારે ચમ નાં આયાં?"

"હ.. હા..હા.હોવે ભાભી દેવુંને દવા આલી દીધી સે દાક્તરે."(અચકાંતા અચકાંતા બોલે છે)

"દેવું ને કંઈ થયું નહીં રતનભાભીએ તો દાક્તરે આરામ કરવા હારુ બે દી રોકાવાનું કીધું સે." નાનજી માસ્તરે કહ્યું.

(રતન ને કંઇક અજુગતું લાગતાં)
"શિવાભઈ તમને  મારી દેવું નાં હમ સે હાચુ ક્યો શું થયું સે દેવું ને? ચમ નહીં આયું ઘેર કોઈ તમારા હારે?"
"હા બોલને ભઈ ચાણ નો મુંઢામાં મગ ભરીને બેઠો સે.બોલ હું થયું સે દેવુ ને??" પાલી બા એ પૂછ્યું.

(શિવરામભાઈ માથે હાથ દઈ બેસી પડે છે)
"દાક્તરે ઑપરેશન તો કરી દીધું સે. પગે ફેક્ચર થયું સે,ને  માંથા માં ટાંકા આયાં સે.પણ..."શિવરામે થોડાંક ખચકાટ સાથે કહ્યું.

" પણ....?"

"પણ.....ભાભી...દેવું...ને...જો...."(ડૂમો બાઝી જતાં શિવરામ બોલી નથી શકતો)

"નરેશ ભઈ તમે ક્યો ને..આ તો કશું કેતાં નહીં ને રોવે સે..ને અમનેય બીવડાંવે સે. જે હોય હાચું ક્યો તમે."સવિતા એ ખૂબ જ ઉચાટ સાથે પૂછ્યું .

"સવિતા ભાભી દેવુંને ઓપરેશન કરીને પાટો બાંધી દિધો સે.ને પગે ફેક્ચર થયું સે.પણ.."

સવિતા :"પણ... શું???? "

"તમે બેય જણ પણ પણ કરો સો પણ સે શું એ તો ક્યો."
"પણ ભાભી દેવુંને આયાંથી લઈને જતાં જતાં લોઈ બઉં નીકરી જ્યું સે..એટલે..."

રતન  સવિતા અને પાર્વતી બા...."એટલે શું?"

"શિવરામ...એટલે.... જો ૭૨ કલાકમાં દેવું ભાનમાં નહીં આવે તો..."
રતન : "તો?????"
શિવરામ ભાઈ : "તો.....ભાભી આપણી દેવું...કદાચ... આ ગામમાં પાસી...."
(એટલાં માં જોરદાર તમચો પડવાનો અવાજ)

"ખબરદાર...જો.આગળ એકે શબ્દ બોલ્યો સે તો.. હવારનાં પોરમાં આવી વાત કરતાં લાજ નહીં આવતી..દેવું તો મારી દેવની દીધેલ સે.. ઈ ને કાંય નઈ થાય.." પાલી બા ગુસ્સભર્યા આવાજે કહ્યું.

"બા તમે જરીક ટાઢા પડો..તમે  (શિવરામ)અને નરેશ ભઈ આવો...ઘરમાં હેડો... ને લગીર ફોડ પાડીને વાત ક્યો." સવિતા એ વાતની ગંભીરતા સમજતા કહ્યું.

બધાં ઘરમાં જાય છે.

થોડીવાર બધાંનાં મોં પર જાણે તાળા લાગી ગયાં હોય એમ ચૂપ બેઠાં છે.એટલે ચુપ્પી તોડતાં... સવિતા નરેશ ભાઈને પૂછે છે 

"નરેશ ભઈ તમે ક્યો,આ તો કંઈ હાચુ કે સે નઈ તમે માંડી ને વાત કરો."

" ભાભી દાક્તરે કીધું સે કે પેલાં જ આપડી દેવુંનું લોહી ઘણું બધું વહી ગયું ને એમાંય અમદાવાદ પહોંચતા બહું મોડું થઈ ગ્યું.એટલે ... ઑપરેશન કરી તો લીધું પણ હજી ૭૨ કલાક સુધી  ભાનમાં આવી જાય નહીં તાં સુધી ચિંત્યાં જેવું રે સે.પછી કય વાંધો નહીં."

"પણ એ ભાનમાં તો આઈ જ જશે ને..?"રતન બોલી.

"ભાભી એ જ જોવાનું સે હવે, આપણે..ભગવાનનાં હાથ સે બધું..ભરોસો રાખો હઉ હારા વાના કરસે." શિવરામે રતનને કહ્યું.

એટલાં માં સ્નેહા ઊંઘમાં આંખ મસળતી મસળતી આવે છે.શિવરામને જોઈ ને..

"કાકા કાકા...દેવુંને ઘરે લઈ આવ્યા?
ક્યાં છે એ? અને પપ્પા ક્યાં છે? મટી ગયું દેવુંને હવે?હવે અમે સાથે રમશું નહીં મમ્મી??"

આ સાંભળી રતન રડી પડે છે.

" મમ્મી તું કેમ રડે છે? હવે તો દેવું આવી ગઈને ઘરે?" સ્નેહાએ રતનનાં આંસુ લૂછતાં કહ્યુ.

"સ્નેહા બેટા દેવું હજી બે દી પસી આવશે.દાક્તરે ઇને આરામ કરવાનું કીધું સે."સવિતા સ્નેહાને સમજાવતાં કહ્યું 

"તો કાકી હવે હું હાર્દિક અને હર્ષ એને જરાંય હેરાન નહીં કરીએ.ને એનું બહું જ ધ્યાન રાખશું."

"હા બેટા..! આપણે બધાં દેવું ઘણું ઘ્યાન રાખશું.એટલે ચાલ હવે થોડીવાર સૂઈ જા. પછી દેવું આવે એટલે તારે આખો દી એની સંભાળ લેવાની સે.એટલે હાલ તું ધરાઈ ને આરામ કર." સવિતા એ સ્નેહાને સમજાવતાં કહ્યું.

(સવિતા સ્નેહાને લઈને અંદરનાં ઓરડામાં  જાય છે.)

શિવરામ ભાઈ :" નરેશભાઈ તમે ઘેર જાઓ તમતમારે હવ,તારા ભાભીને છોકરા ચીંત્યા કરતાં હસે."

"રતન ભાભી..પાલી બાં..ભગવાનનું નામ લો..ભરોહો રાખો હઉ હારા વાના કરસે મારો રામ."કહી નરેશ ભાઈ ઘરે જાય છે.

રતન  જાણે સુધ બુધ ભૂલીને સૂનમૂન થઈ બેઠી છે.પાર્વતી બા ભજન ગાય છે.
😔😔😔😔😔😔😔😔😔
"રામ સમર તારે કોઈ ફિકર નથી
રામ સમર તારે કોઈ ફિકર નથી

તારા સબ દૂર દુખડા થાશે રે......
સબ દૂર દુખડા થાશે રે......
રામ સમર તારે કોઈ ફિકર નથી".
🪕🪕🪕🪕🪕🪕🪕🪕🪕

અમદાવાદ સિવિલ હોસ્પિટલ 🏥

માધવભાઈને નહાયા વિના અન્નનો દાણો પણ ગ્રહણનાં કરાય એવો નિયમ તો હતો જ. અને આજે તો  દેવિકાને ભાનમાં આવ્યા પછી જ ઘરે જઈને મહાદેવ અને કુળદેવીનાં દર્શન કર્યા પછી જ પાણી પીવું એવી આકરી પ્રતિજ્ઞા લઈ બેઠાં છે.
કહે છે...
"હે માં જગદંબા ! હે માં જગતજનની! હે જોગમાયા! હે મારા ભોળાનાથ! હે જગતપિતા! હે મહાદેવ! હે પરમકૃપાળુ પરમેશ્વર !
જાણથી હમજણો થયો તારી ભક્તિ કરું સું. તારી આરાધના કરું છું, તારા વ્રત પૂજાપાઠ કરું છું આજ સુધી કશું માગ્યું નથી. તે તો એટલું આપ્યું કે માગવું જ નહીં પડ્યું મારે. આટ આટલી તકલીફો માં ય મારી દેવું આ દુનિયા માં હેમખેમ આઈ.આવડી મોટી ઉછરી પાછરી મારી દેવ રુપ દીકરી આજ મરણ પથારી એ પડી સે.
હે મારા માં ને બાપ! મારી દેવુંને ભાનમાં લાઈ દયો..જ્યાં હુધી દેવું ભાન માં નહીં આવે હું પાણી  અને અન્નનો ત્યાગ કરું સુ."
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

શબ્દ સમજ
ચાંણ નાં - ક્યાર નાં, હેડ - હાલ, ઝટ - જલદી,
સુ - છું, ભણી - તરફ, ચાં- ક્યાં, ડાફેરા મારવાં- આમતેમ શોધવું, સફાળી -ઓચિંતી, હઉ -બધું ,
ચિંત્યા- ચિંતા,નિકરી - નીકળી, આલ્યુ - આપ્યું,
સે - છે. આઈ - આવી
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

        ભાગ ૭ ---
*માધવભાઈની આકરી તપસ્યાનું ફળ શું મળશે?
*કેવી રીતે વીતશે ૭૨ કલાક?
*દેવિકાનાં સમાચાર સાંભળી રતનની કેવી હાલત થશે?
*શું ઉપાય કરશે દેવિકાનાં પરિવારજનો?

આગળ શું થશે જાણવા વાંચતા રહો ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં નો આગળ નો ભાગ -૮ 
########################
                                           લેખિકા
                       યોગી ઉમા'શબ્દ સ્યાહી' ✍️