સગાઈ ની તૈયારી પુરજોશમાં ચાલુ હતી. હવે નિયતિનો વધુ સમય ખરીદી અને રાહુલ સાથે વાતો કરવામાં જતો હતો..
હેતુ પણ સમજતી હતી કે અત્યારે નિયતિ નો ગોલ્ડન ક્રિએટ હતો..
પણ નિયતિ દિવસમાં એકવાર હેતુને મળવા જરૂર આવતી નેં આખા દિવસની વાતો કરતી..
હેતુ પણ નિયતિથી બહુ ખુશ હતી કારણ કે નિયતિના ઘરે મહેમાનોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી અને નિયતિને પણ હેતુ વગર ચાલતું જ નહીં આખા દિવસમાં પોતે શું લાવી છે શું કર્યું છે રાહુલ સાથે કઈ વાત કરી છે દરેક વાત હેતુ આગળ શેર કરતી...
હેતુ પોતાની કવિતા લખી અને એપ ઉપર અપલોડ કરે છે ત્યાં જ મેસેજ જોવે છે પછી વિચારે છે કે આને જવાબ આપું કે નહીં કારણ તેના ઉપર ઘણા મેસેજ આવેલા હોય છે પણ દરેકને જવાબ આપવા માટે હેતુનું મન માનતું નથી ખબર નહીં આ મેસેજ માટે તેને વિચાર કેમ આવે છે...!!!!
હેતુને સોશિયલ મીડિયાથી ભારે ચીડ તે ક્યારેય કોઈ આઈકોન વાપરતી નહીં પણ આ કવિતા ની એપ તેના દીદી વાપરતા હતા અને જ્યારે તેમના લગ્ન થઈ ગયા ત્યારે તે મોબાઇલ હેતુને આપતા ગયા...
હેતુના દીદી ના લગ્ન થયા ત્યારે જીજુએ તેમને નવો મોબાઈલ અને નવું સીમકાર્ડ લઈ આપ્યું હતું એટલે આ મોબાઇલ હેતુને મળ્યો હતો..
હેતુના ઘરની સ્થિતિ પહેલેથી સાવ નોર્મલ એટલે બધા પાસે મોબાઇલ શક્ય નહોતો હેતુના પપ્પા પાસે જે મોબાઈલ હતો તે દીદી પાસે હતો તે હવે હેતુ પાસે આવ્યો હતો...
નિયતિની સગાઈ રંગે ચંગે પૂરી થઈ ગઈ હતી નિયતિ બહુ જ ખુશ હતી હવે તેણે આગળ ભણવાનું છોડી દીધું હતું પરંતુ હેતુ તો ચાલુ જ હતું નિયતિ હવે કોલેજ આવવાનું બંધ કરી દીધું હતું એ તું એકલી જ કોલેજ જતી...
ક્યારેક ક્યારેક નિયતિ એની સાથે આવતી અને કહેતી સાવ બુદ્ધુ છે અને બીકણ પણ છે કોઈને જોવે નહીં કે ડરપોક સાલી ઉભી રહી જાય કેટલી વાર કહ્યું છે સામે જવાબ આપતી જા નહિતર આ દુનિયા તને ખાઈ જશે...
હેતુ કહેતી મારી મા તું મારા ભેગી છો પછી મને શેની બીક.
નિયતિ કહે કાયમ હું તારા જોડે નથી રહેવાની. મેં તને પહેલા જ કહ્યું હતું કે સીધો જવાબ અત્યારે અહીંયા ચાલતો નથી...
હેતુ કહે પણ ખોટી મગજમારી શું કરવાની? કોઈ આપણને કંઈ આડા અવળું કરે તો બોલવાનું...
નિયતિ કહે ના કરે તો પણ સીધું ચાલવાનું જ નહીં..
હેતુ એ કહ્યું સારું હવેથી ધ્યાન રાખીશ બસ સીધી નહીં ચાલે આડી ચાલીસ તારી જેમ...
બંને બહેનપણીઓ હસતી હસતી ઘરે જાય છે..
નિયતિએ કહ્યું સારું હેતુ હવે હું સાંજે આવીશ...
હેતુ એ કહ્યું બપોરે કેમ નહીં??
નિયતિ એ કહ્યું તને બધી ખબર છે પછી શું કામ મને પૂછે છે!!!
હેતુ કહે ના મને તો પછી ખબર નથી અને નિયતિ હેતુને વળગી પડે છે...
હેતુ કહે જા જા હવે તારા જેવું કોણ થાય!!
નિયતિ હેતુને એક ચુંબન ચોડીને પોતાના ઘરે જતી રહે છે..
હેતુ બપોરે પોતાનું લખતી હતી ત્યાં જ મેસેજ આવ્યો" હાય" હેતુ એ સામે "જય શ્રીકૃષ્ણ" કહ્યું એટલે તરત જ એક કવિતા મોકલી હેતુ એ" વાહ વાહ" કરી વાત પડતી મૂકીને મોબાઈલ બંધ કર્યો અને પોતાનું લખવાનું ચાલુ રાખ્યું...
હેતુને સૌથી પ્રિય એકાંત અને દરિયાના ઉછળતા મોજા. હેતુને તેમાં ખોવાઈ જવું બહુ જ ગમતું .જિંદગીની લાગેલી ઘણી ઠોકરો વચ્ચે ઉભું રહેવું બહુ જ મુશ્કેલ હતું છતાં હેતુ કિનારા સાથે અથડાતા મોજાની જેમ કિનારો બની ઉભી હતી..
પોતાનામાં જ મશગુલને રહેતી નેં પોતાની જાત સાથે દ્વંદ યુદ્ધ કરતી હેતું....