Kakori Train Robbery - 1 in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | કાકોરી ટ્રેન લૂંટ - 1

Featured Books
Categories
Share

કાકોરી ટ્રેન લૂંટ - 1

ભારતમાં અંગ્રેજાેનું સાશન હતું, જેમાંથી છુટકારો મેળવવા માટે આઝાદીની લડાઇ ચાલી રહી હતી. પરંતુ વાત ૧૯૨૫ના સમયગાળાની છે. આ સમય દરમિયાન દેશની આઝાદી માટે લડત આપતા ક્રાંતિકારીઓને જાેઇએ તેટલું ફંડ મળતું ન હતું. જેના પગેલ તેમની આર્થિક સ્થિત કફોડી બની હતી. એક એક પૈસા માટે દેશની આઝાદીની લડતના લડવૈયાઓ લાચાર બન્યાં હતા. દેશની આઝાદી માટે તેઓએ પોતાના તન અને મન સાથે ધન પણ આપી દીધું હતું. જેથી તેઓ પાસે યોગ્ય કપડાં પહેરવાના પૈસા પણ ન હતા. એટલું જ નહીં આઝાદીના લડવૈયાઓ તો દેવું કરીને પણ લડત આપી રહ્યા હતા. જેના કારણે તેમના માથે દેવાનો પણ ભાર વધી ગયો હતો.

જેથી આઝાદીની લડતમાં સતત પ્રાણ ફૂંકવા માટે મોટા મોટા વેપારીઓ અને જામીનદારો પાસેથી જબરજસ્તી પૈસા લેવાની શરૂઆત કરી. જાેકે, તેમાં પણ તેમનું મન માનવું ન હતું. દરમિયાન તેમને વિચાર આવ્યો કે, લૂંટ જ કરવી છે તો સરકારી તિજાેરીની કેમ નહીં? દેશવાસીઓને લૂંટીને જે ધન ગોરા હાકેમો લઇ જતાં હતા તેમને જ લૂંટી તે જ રકમને દેશની આઝાદીની લડતમાં વાપરવાનો વિચાર મુકવામાં આવ્યો.

દેશની આઝાદીમાં ક્રાંતિકારીઓના લિસ્ટમાં ટોપ ૧૦માં આવતા ક્રાંતિકારી રામ પ્રસદ બિસ્મિલે તેમની આત્મકથામાં લખ્યું છે કે, એક દિવસ હું છુપા વેશે ક્યાંક જવા માટે લખનૈ રેલવે સ્ટેશન પર ટ્રેની રાહ જાેઇ રહ્યો હતો. ત્યારે સ્ટેશન પર ઊભેલી ટ્રેનના ગાર્ડના ડબ્બામાં કુલીઓ કેટલીક લોખંડના પતરાની પેટીઓ ચઢાવતા હતા. જે પેટીઓમાં દેશવાસીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલા ટેક્સના રૂપિયા હતા. ધ્યાનથી નિરિક્ષણ કર્યુ તો તમામ પેટીઓ પર નતો કોઇ તાળું હતું ન તો કોઇ સાંકળ. જે દ્રશ્ય જાેતાની સાથે જ નક્કી કરી લીધુ હતું કે, આ પેટીઓને લૂંટવી છે.

જે બાદ બિસ્મિલ દ્વારા ટ્રેનના ગાર્ડની બોગીમાં લઇ જવાતી લોખંડના પતરાની પેટીઓને લૂંટવાની ઘટના બનાવાઇ. જે માટે તેમને નવ સાથીઓની જરૂર હતી. પરંતુ બિસ્મિલને ખબર હતી કે, આ યોજના માટે વિશ્વાસુ સાથીઓ સાથે હિંમતવાન સાથેની પણ જરૂર છે. જેથી જે ક્રાંતિકારીઓેમાં આ બંને ગુણ હતાં તેમની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. રામ પ્રસાદ બિસ્મિલે લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પસંદ કરેલા નવ સાથીઓમાં રાજેન્દ્ર લાહિરી, રોશન સિંહ, સચીન્દ્ર બક્ષી, અશફાક ઉલ્લા ખાન, મુકુંદી લાલ, મન્મથ નાથ ગુપ્ત, મુરારી શર્મા, બનવારી લાલ અને ચંદ્રશેખર આઝાદનો સમાવેશ કરાયો હતો.

યોજનામાં બિસ્મિલ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જેમાં લૂંટ ક્યાં કરવી અને ક્યારે કરવી તે પણ નક્કી થઇ ગયું હતું. બિસ્મિલ દ્વારા લૂંટ કરવાનું સ્થળ શાહજહાંપુર રૂટ પર લખનૌથી આઠ કિલોમીટર દૂર આવેલા કાકોરી સ્ટેશનની પસંદગી કરી. કાકોરી ખુબ જ નાનુ સ્ટેશન હતું. જેથી ત્યાં લૂંટ કરવામાં મુશ્કેલી આવે તેમ ન હતી. યોજાના તૈયાર થઇ ગઇ પરંતુ લૂંટ જ્યાં કરવાની હતી તે સ્થળની સંપૂર્ણ માહિતી મેળવવાનો ર્નિણય લેવામાં આવ્યો. જેથી બિસ્મિલ અને આઝાદ સહિતના તમામ કાકોરી સ્ટેશન પર જાસૂસી કરવા ગયા. જે બાદ ૮મી ઓગસ્ટ ૧૯૨૫ના રોજ કાકોરી સ્ટેશન ખાતે જ લૂંટનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાેકે, તે પ્રયાસ નિષ્ફળ નિવડયો હતો.

તેમની આત્મકથામાં બિસ્મિલ લખે છે, ૮મી ઓગસ્ટના રોજ નક્કી કર્યા અનુસાર અમે લખનૌની છએદીલાલ ધર્મશાળાથી રેલવે સ્ટેશન જવા નિકળ્યાં. કોઇને અમારા પર શંકા ન થાય તે માટે અમે એક જ ધર્મશાળાનાં જુદા જુદા રૂમમાં રહ્યાં હતા. જ્યાંથી એમ જુદા જુદા રેલવે સ્ટેશન જવા નિકળ્યાં હતા. અમે સ્ટેશન પહોંચ્યા ત્યારે એક ટ્રેન પ્લેટફોર્મ પરથી રવાના થઇ રહી હતી. અમે તપાસ કરી તો પ્લેટફોર્મ પરથી રવાના થઇ રહેલી ટ્રેન ૮ ડાઉન એક્સપ્રેસ જ હતી. જે ટ્રેનમાં અમારે જવાનું હતું અને લૂંટની ઘટનાને અંજામ આપવાનો હતો. અમે રેલવે સ્ટેશન ૧૦ મિનિટ મોડા પહોંચ્યા અને અમારો તે દિવસનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જેથી અમે નિરાશ થઇ ધર્મશાળા તરફ પરત ફર્યા.

બિસ્મિલ આત્મકથામાં લખ્યું છે કે, અમે દેશની આઝાદીના લડવૈયા હતા. જેથી અમે નક્કી કર્યુ હતું કે, એક પણ દેશવાસીને નુકશાન પહોંચાડવું નહી. જેથી ટ્રેનમાં પહેલાથી જ જાહેરાત પણ કરવાની હતી કે, અમે ગેરકાયદે રીતે અંગ્રેજ સરકાર દ્વારા દેશવાસીઓ પાસેથી લૂંટવામાં આવેલા રૂપિયા લેવા આવ્યા છીએ. તેની સાથે એવું પણ નક્કી કરાયું હતંુ કે, ૧૦ પૈકીના જે ત્રણ વ્યક્તિને પિસ્તલ ચલાવતા આવડે છે તે ગાર્ડની કેબીનની નજીક જ ઉભા રહેશે અને થોડા થોડા સમયે હવામાં ફાયરિંગ કરશે. જેથી કોઇને નુકશાન ન થાય અને કોઇ વચ્ચે પણ ન આવે.