Humsafar - 14 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 14

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમસફર - 14

રુચી : કાશ મમ્મી પપ્પા થોડાક વધુ દીવસો માટે રોકાઈ ગયા હોત 

પીયુ : હા....

અમન : ચિંતા કરવાની જરૂરત નથી આપણે થોડાક દિવસો પછી એમને બોલાવી લેશું 

પીયુ : ઓહ કે.... બાય ધ વે જીજુ તમારી આંખો આટલી બધી ફૂલેલી અને લાલ કેમ દેખાય છે?

અમન : આ બધી તારી દીદી ની મહેરબાની છે એને મને આખી રાત સુવા નથી દીધો 

પીયુ : ઓહો.... દીદી ( ચીડાવે છે ) ( અમન રુચી સામે જોવે છે અને સ્માઈલ કરે છે )

રુચી : મેં કંઈ જ નથી કર્યું 

અમન : તને ખબર છે પીયુ આ કેટલી નટખટ છે  ( પીયુ એ રુચી ને ચીડાવતી નજરે જોયુ ) આને મને બેડ ઉપર શ્વાસ પણ નથી લેવા દીધો શાંતિ થી ( એ આગળ બોલે એ પહેલા એનો ફોન વાગ્યો એટલે એ કોલ ઉપર વાત કરવા સાઇડ માં ચાલ્યો જાય )

પીયુ : ઓય....હોય .... દીદી શું વાત છે પેહલી જ રાત્રે જીજાજી ને ઈમપ્રએસ કરી દીધા ( ચીડાવે છે)

રુચી : ચુપ થઈ જા

પીયુ : કેમ તમે ખુશ નો થયા?

રુચી : પીયુ..... હું તારુ મર્ડર કરી નાખીશ જો હવે તે આ બકવાશ બંધ નો કરી તો 

પીયુ : જે હિસાબે જીજાજી કઈ રહ્યા હતા એ હિસાબે તો તો તમે આખી રાત મજા કરી હશે અને અત્યારે તમને મારી વાત પણ બકવાશ લાગે છે 

પીયુ : જેવુ તુ વિચારે છે એવું કંઇ નથી થયું મારી માં 

પીયુ : મતલબ?

રુચી : એ આખી રાત ખુરશી ઉપર બેઠા હતા અને મારું ફુટબોલ મેચ જોઈ રહ્યા હતા ( કંટાળી ગઈ ) આ કેટલી ખરાબ ફિલીંગ છે ( પીયુ આ સાંભળીને ખૂબ જ હસવા લાગી )

પીયુ : જેવુ મેં વિચાર્યું હતું...... શું પેહલી રાત દીદી ( પછી અમન ત્યાં આવે કોલ ઉપર વાત કરી ને)

અમન : રુચી ... પીયુ આપણે આજે રાત્રે પાર્ટી માં જવાનું છે 
રુચી અને પીયુ : પાર્ટી ??
અમન : સમ્રાટ અને આશી ના મેરેજ ની પાર્ટી માં એમને આપણે બધા ને ઇન્વાઇટ કર્યા છે તો સાંજે તૈયાર રહેજો મારે થોડુક કામ છે ઓફિસ તો હું જાઉં છું ( પછી અમન જાય ) ( રુચી થોડાક ટેન્શન માં દેખાય )

પીયુ : શું થયું દીદી ??
રુચી : મારે નથી જવું પાર્ટી માં
પીયુ : મને ખબર છે તમે આવુ કેમ કહી રહ્યા છો રાહુલ ના કારણે ને
રુચી : એ શું કામ આવ્યો મારી લાઇફ માં પાછો 
પીયુ : દીદી જીજાજી તમારી બધી વાત માને છે અને સમજે છે તો તમે એમને સારો સમય જોઈ બધુ કહી દો ને 
રુચી : મને પણ એમ જ લાગે છે કે મારે એમને બધુ કહી દેવું જોઈએ પણ મને ડર લાગે છે કે એ મારો વિશ્વાસ કરશે કે નહીં 
પીયુ : જરૂર કરશે.... કારણ કે એ તમને પ્યાર કરે છે ( રુચી પીયુ સામે જોવે છે)

પછી પીયુ જોવે કે એની સામે થી વીર ગયો પીયુ એને અવાજ મારે છે 

પીયુ : ઓય.....બીર 

રુચી : એનુ નામ વીર છે

પીયુ : મને ખબર છે

વીર : શું ?

પીયુ : તું શું પીય રહ્યો છે મારે પણ પીવું છે 

વીર : તો જા અને ખુદ લઈ લે 

પીયુ : તું આપી દે ને 

વીર : ક્યારેય નહીં 

પીયુ : દીદી તમને ખબર છે કાલે રાતે મેં શું જોયું  ( જોર થી બોલે વીર ની સામે જોઈ ને)

                  (       યાદ માં        )

( પીયુ અને વીર જ્યારે મેરેજ હોલ થી ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે વીર પીયુ ની આગળ નીકળી જાય છે પીયુ એની પાછળ પાછળ જાય છે થોડીક વાર પછી મેરેજ હોલ ની બહાર એક છોકરી વીર ને ખુદ નો બોયફ્રેન્ડ સમજી ને એની સાથે ચીપકી રહી હતી 
વીર એને દુર કરવાની કોશિશ કરી રહ્યો હતો પણ એ છોકરી નશામાં ચૂર હતી એટલે એ વીર ની વાત પણ નથી માનતી થોડીક વાર પછી પીયુ પણ દુર થી આ જોઈ જાય એ એ છોકરી ને વીર થી દુર કરવા માટે જાતી હતી પણ એ જોવે કે વીર એ છોકરી ને દુર કરવાની કોશિશ કરી રહ્યો છે એટલે એ ત્યાં જ ઉભી રહી ને બધુ જોઇ રહી હતી પણ એ છોકરી એની  હદ વટાવી રહી હતી એ વીર ને કિસ કરવા વીર ની પાસે જતી હોય છે આ જોઈ ને પીયુ બરદાસ્ત ન કરી શકી એટલે એ વીર તરફ જવા લાગી એ એ છોકરી ને કાઈ કહે અથવા વીર થી દુર કરે એ પહેલાં એની ફ્રેન્ડ આવી ને એ છોકરી ને ત્યાં થી લઈ જાય છે વીર પીયુ ને જોઈ ને વિચારે કે આને ગલતફહેમી નથી થઈ ને એટલે એ" પીયુ ને કહે કે એ છોકરી" એ આગળ કાંઈ બોલે એ પહેલાં પીયુ બોલવા લાગી મને ખબર નહોતી કે તુ આવો હશે ક્યા જીજાજી અને ક્યાં તુ રસ્તા પર કોઈ પણ છોકરી ને કિસ કરવા ની કોશિશ કરે છે આ સાંભળીને વીર ખુદ ની સફાઈ આપે છે પણ પીયુ એની વાત ઉપર થી ડગી નહિ એટલે વીર એને સમજાવાનું છોડી દે છે પીયુ ને મજા આવી રહી હતી વીર ને પરેશાન કરી ને  )

વીર : ઠીક છે.... હું આપું છું  ( વીર નથી ઈચ્છતો કે પીયુ એની બેવકૂફી થી કાંઇ પણ ગડબડ કરે)

પીયુ : સારું પણ બે લાવજે સ્ટ્રો સાથે 

( વીર ગુસ્સા માં કિચન માં જાય અને મનમાં કહે આ કોઈ ને કાંઇ પણ કહે એ પહેલાં આનુ કંઈક કરવુ પડશે  પછી એ બે ગ્લાસ બનાના મિલ્ક સ્ટ્રો સાથે લઈને આવે છે )

પીયુ : થેન્ક યુ બીર ( વીર એને ઘુરે છે )

રુચી : થેન્કસ 

વીર : ઇટ્સ ઓકે ( પછી એ ત્યાં થી ચાલ્યો ગયો )

રુચી : હવે જઈને નાહી લે ઓલરેડી બપોર થઈ ચૂકી છે અને તુ હજુ આમજ બેઠી છે

પીયુ : હું પણ એજ વિચારી રહી હતી 

એ બંને પછી એના એના રૂમમાં જાય છે બીજી તરફ વીર પીયુ ના વિષય માં વિચારે છે એ એના મનમાં કહે " મારે એની સાથે વાત કરવી પડશે એ સમજે છે શું ખુદને"

લગભગ સાંજ થવા આવી

રુચી : ( પીયુ ના રૂમ માં આવી ) હે ભગવાન આ છોકરી ને મેં નહાવા નું કહ્યું હતું અને આ અંહીયા આવી ને સુઈ ગઈ પીયુ......ઉઠ....

પીયુ : શું થયું દીદી શું કામ ચિલ્લાઈ રહ્યા છો

રુચી : પીયુ આપણે પાર્ટી માં જવાનું છે અને અમન આવી રહ્યા છે જો તું તૈયાર ન થઈ તો તુ વીર સાથે આવી જાજે તારા કારણે બધા ને મોડુ થશે 

પીયુ : હું તમારી સાથે આવીશ એ બીર સાથે નહીં

રુચી : તો તૈયાર થઈ જા જલ્દી

પીયુ : ઠીક છે ( એ બાથરૂમ માં જાય છે)

વીર : ખબર નહિ ગમે તે થાય એ જાગી હોય કે નહી.... ગમે તે થાય હું આજે તેની સાથે વાત કરીશ ફરી જોવા જઈશ તે જાગી કે નહી ?


( એ પેહલા પણ પીયુ ના રૂમ માં ગયો હતો વાત કરવા પણ ત્યારે પીયુ સુતી હતી એટલે એ પાછો વહી ગ્યો હતો , એ પીયુ ના રૂમ માં જાય છે એની આંખો ખુલી રહી જાય કારણ કે એ જ્યારે રૂમ માં આવે એજ સમયે પીયુ બાથરૂમ માં થી નીકળી હતી એને ફકત એક ટુવાલથી ખુદને કવર કરી હતી , પીયુ વીર ને ખુદ ના રૂમ માં જોઈ ને શોક્ટ થઈ જાય છે એની આંખો ખુલી રહી જાય અને એ જોર થી ચીલ્લાવે છે વીર ખુદની આંખો બંધ કરી નાખે છે)

વીર : આઈ એમ સોરી 

( અમન અને રુચી પીયુ નો ચીલ્લાવાનો અવાજ સાંભળે છે એટલે એ બંને પીયુ ના રૂમ માં જાય છે એટલે પીયુ વધારે ચીલ્લાવા લાગે છે એ બંને બીજી તરફ જોવે છે જેમકે એમને કાંઈ નથી જોયું અને પીયુ પાછી બાથરૂમ માં ચાલી જાય )

વધુ આવતા અંકે........