Red batan - Last Part in Gujarati Crime Stories by Sagar Mardiya books and stories PDF | રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - (અંતિમ ભાગ)

Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - (અંતિમ ભાગ)

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી)  ભાગ :3અંતિમ


       એક તરફ બહાર ધોમધખતો તાપ વરસી રહ્યો હતો. બીજી તરફ કીયાના ફ્રેન્ડનો પોલીસચોકીમાં કોલાહલ શરૂ થયો હતો. ઈ.રાઠોડ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા. તેને આવેલા જોઇને બધા ચૂપ થઈ ગયા. ચેમ્બરમાં જઈ રાઠોડ સાહેબે તમામને અંદર લાવવા રાજુને સૂચના આપી.


“જુઓ તમે બધા સારી રીતે જાણો છો કે તમને બધાને અહિયાં શા માટે બોલાવવામાં આવ્યા છે. કિયા અને યજ્ઞેશ તમારી સાથે ભણતા તમારા મિત્ર હતા. તમને ડીસ્ટર્બ ના થાય એટલા માટે જ તમારી અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી નહોતી.”


“સર, અમે બધા મિત્રો તે રાત્રે પાર્ટી ખતમ કરી સાથે જ છૂટા પડ્યાં હતા....”


કિયાની ફ્રેન્ડ મિતાલીની વાત કાપતા ઈ.રાઠોડ બોલ્યા, “તે વાતની અમને જાણ છે. અમારે માત્ર એટલું જ જાણવું છે કે તમારા બંને મિત્રો ગુમ થઇ ગયા છતાં તેના ઘરે ગયા કેમ નહી? તપાસ પણ કેમ ના કરી કે બંને અચાનક કોલેજે આવતા બંધ કેમ થઇ ગયા?”


કોઈ પાસે આ વાતનો જવાબ હતો નહી. બધાએ એકીસાથે મૌન ધારણ કરી લીધું.


ઈ.રાઠોડ સતાવાહી અવાજમાં બોલ્યા, “તમારું મૌન જ તમારી પર શંકા કરવા અમને મજબૂર કરી રહ્યું છે. જે હોય તે સાચેસાચું બોલી દો.”


“સર, અમે તે બંનેના ઘરે ના ગયા તે અમારી ભૂલ છે, તે વાત અમે સ્વીકારીએ છીએ, પણ અમે વધારે કશું જાણતા નથી.”


“ઠીક છે. તમારે સાચું બોલવું ના હોય તો તમારી મરજી, પણ ફિંગરપ્રિન્ટ મેચ થઇ ગયા પછી સાચી હકીકત કહેવી તો પડશે જ. બીજી વાત તે ઘટના સ્થળે જો તમારી કોઈ વસ્તુ મળશે તો પછી...” ઈ.રાઠોડે જાણી જોઇને વાત અધુરી મૂકી બધાને રવાના કર્યા. બધા ચુપચાપ કશું બોલ્યા વિના જ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયા.


  બધા ગયા પછી ઈ.રાઠોડે રાજુ સામે જોઈ બોલવાની શરૂઆત કરી, “બધા પર નજર રાખ. રીપોર્ટ આવી જાય એટલે બધાને ફરી બોલાવજે.”


   રાજુને સૂચના આપી રવાના કરી ઈ.રાઠોડ ડ્રોવરમાંથી પેલું બટન કાઢી  નિહાળવા લાગ્યા.  


****

  બે દિવસ પછી પોલીસ સ્ટેશનમાં બધા હાજર થયા. આ વખતે કિયા અને યજ્ઞેશના પેરેન્ટ્સને પણ બોલાવામાં આવેલા. 

ઈ.રાઠોડે બધા સામે એક નજર ફેરવી બોલવાની શરૂઆત કરી, “હવે ખૂની સામે ચાલી ગુનો ક્બૂલી લે તો તેના માટે સારું રહેશે.”


   બધા એકબીજાની સામે જોવા લાગ્યા.


“ઠીક છે. બોલવાની હિંમત ના થતી હોય તો અમે જ જણાવી દઈએ કે અસલી ખૂની કોણ છે?” રાઠોડ સાહેબની વાત સાંભળી બધા આશ્ચર્યભરી નજરે તેની સામે નિહાળવા લાગ્યા.


“મિ. વિકાસ અને મિસ મિતાલી તમે કશું કહેશો?”


“અમે.. અમે...” કહેતા બંને બોલતા અચકાવા લાગ્યા અને એકબીજાની સામે જોવા લાગ્યા.


“વિકાસ તારા આ ટીશર્ટનું બટન ક્યાં છે?” કોલર પકડી ઈ.રાઠોડે વિકાસને પૂછ્યું.


“તે તો...તે તો... કપડા વોશ કરતી વેળાએ તૂટી ગયું હશે...”


“અને બંનેની લાશ પાસે પહોંચી ગયું હશે? એમ આઈ રાઈટ?”


“આ... આ તમે શું ... બોલો છો?” વિકાસ અચકાતા બોલ્યો અને બીજી સેકન્ડે તેના ગાલ પર જોરદાર થપ્પડ પડી.


“વિકાસ, મિતાલી બંને સાચે સાચું બોલી દો.”


બીજી થપ્પડ પડશે તે બીકે વિશાલે આખરે રાઠોડ સાહેબ સામે પોતાનો ગુનો કબુલ કરી લીધો. 


   કિયા અને યજ્ઞેશ એકબીજાને પ્રેમ કરતાં હતા, પરંતુ વિકાસ કીયાને પ્રેમ કરતો અને મિતાલી યજ્ઞેશને. થર્ટી ફર્સ્ટની પાર્ટી પહેલાં જ આ બાબતે તે લોકોનો ઝઘડો થઇ ગયેલો. ત્યારે થોડી વાટાઘાટો બાદ ઝઘડો શમી ગયો હતો, પરંતુ તે ઘટનાએ વિકાસ અને માલતીની અંદર વેરના બીજ રોપી દીધા હતા. બંને સાથે રહેવાને કારણે વિકાસ અને માલતી એકબીજાની નજીક આવી ગયા. બંનેએ મળી પોતાને પ્રેમમાં દગો આપનાર કિયા અને યજ્ઞેશને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. થર્ટી ફર્સ્ટની પાર્ટી પતાવી ચારેય વિકાસની ફોરવ્હીલમાં ઘરે જવા નીકળ્યા.  રસ્તામાં લઘુશંકાનું બહાનું કાઢી વિકાસે કાર સુમસામ રસ્તા પર રોકી. વિકાસ અને યજ્ઞેશ બંને કારથી થોડે દુર ગયા એટલે કિયા અને માલતી પણ કારમાંથી બહાર આવ્યા. વિકાસે યજ્ઞેશ સાથે ઝપાઝપી કરી. વિકાસે પહેલાથી જ પોતાની પાસે સંતાડી રાખેલું ચપ્પુ કાઢી તેના પેટમાં હુલાવી દીધું. ત્યારબાદ કીયાને પણ એ રીતે મારી નાખવામાં આવી.


   બંનેની હત્યા કરી ઝાડીઓમાં તેની લાશ ફેકી માથે પાંદડા નાખી દીધા. કોઈને ખબર ના પડે તેમ ત્યાંથી ચુપચાપ નીકળી ગયા.


આખી ઘટના સાંભળી કિયા અને યજ્ઞેશના માબાપનું લોહી ઉકળી ઉઠ્યું. બંનેને મારવા એકદમ નજીક ઘસી આવ્યા. વિકાસ અને માલતી એકદમ ગભરાઈ ગયા. લેડીસ કોન્સ્ટેબલ અને રાજુએ બંનેના પેરેન્ટસને ઘડીક શાંત રહેવા અને એકબાજુ બેસવા સમજાવ્યા.


તાળી પાડતા ઈ.રાઠોડ બોલ્યા, “વાહ! પ્લાન તો જોરદાર ઘડ્યો, પણ તમે બીજા ગુનેગારોની માફક થાપ ખાઈ ગયા. ઝપાઝપી દરમિયાન તમારા ફિંગરપ્રિન્ટ તેની બોડી પરના સબૂત બની ગયા અને વધારામાં વિકાસના ટીશર્ટનું બટન!!... તમને તે દિવસે બોલાવવામાં આવેલા ત્યારે જ મને તમારી બંને પર શંકા ગયેલી, પરંતુ પાક્કા પુરાવાના અભાવે કશું કહ્યા વિના જ જવા દીધા, પરંતુ આ રાજુ તમારી પર નજર રાખી રહ્યો હતો. આખરે તમારા ફિંગરપ્રિન્ટ મેચ થઇ ગયા અને સાથે વિકાસે તૂટેલા બટનવાળું જ આજે જ ટીશર્ટ પહેર્યું એટલે તમારી વિરુધ્ધ પાક્કા એવીડન્સ મળી ગયા.”


   વિકાસ અને મિતાલીને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા. પોતાનાં સંતાનના ખૂની પકડાઈ ગયા તે બદલ બંનેના પેરેન્ટ્સે ઈ.રાઠોડનો આભાર માન્યો. 


                               *સમાપ્ત*