ભાગ 1 એ માત્ર આ વિષય ની આછેરી ઝલક હતી.મે ભાગ-1 લખ્યો ત્યારે ઘણા વાંચકોને આ વિષય થોડો અજીબ લાગ્યો,પણ હું ય શું કરૂં એક સાધુકન્યા તરીકે આ બધુ આજુ બાજુ જ આકાર લેતુ હોય એટલે જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ અમારા મનમાં એક સત્ય એ સ્થાન લઈ જ લીધુ હોય છે કે , સાધુ પરંપરા માં મૃત્યૂ પછી સમાધીઓ જ અમારા કુટુંબીજનો અમારી સાથે છે,અને અમારા સુખ દુઃખ તેેની સમાધીએ બેસીને કહેતા હોઈએ છીએ. આ સમાધીઓની એક રસપ્રદ વાત એ છે કે , જ્યારે વ્યકિત મૃત્યુ પામે ત્યારે તેની સમાધી વિધી કરતી વખતે મૃતકનુ મોં દક્ષિણ દિશા તરફ રાખવામાં આવે છે.આનુ કારણ એ કે જ્યારે સમાધી બાંધકામ થાય ત્યારે પૂર્વ દિશાા તરફ કરવામાં આવે છે ,એનો આધ્યાત્મિક અથૅ એવો થાયછે કે જ્યારે કોઈ વ્યકિત મૃતક ની સમાધી એ બેસી ને સુખ કે દુઃખ ની વાતો કે પ્રાથૅના કરે તો સમાાધિસ્થ ના જમણા કાનમાં કહે છે ,જે એવુ માનવામાં આવે છે કે સમાાધિસ્થનો જમણો કાન ભગવાનવિષ્ણુ સુધી પહોંચવાનો માર્ગ છે.એટલે પ્રાથૅના સફળ થાય જ એવુ માનવામાં આવે છે.
મે જે જોયુ છે અને અનુભવ્યુ છે એ તમારી સાથે શેર કરી રહી છુ, આસ્થા અને શ્રધ્ધાના આ વિષય માટે વધારે કોઈ તર્ક સાથે ન જોડીએ અને શાંતિપૂર્વક આ અનુભૂતિને અનુભવિએ એ જ હિતકારી
આસ્થા અને શ્રધ્ધાનુ કોઈ સ્વરૂપ ન હોય, પણ આ ધરતીમાં ધરબાયેલા પાળીયા કે સમાધી માં બેઠેલા પાસે જાવ ત્યારે આપણને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે.
દરેક સમાધિ અને પાળિયા પોતાનો એક ઈતિહાસ લઈ ને દટાયા છે. આપણે આજીવન આ ઈતિહાસ ને યાદમાં અપનાવવો જ રહ્યો.ક્યારેક સમય મળે અને આ પાળિયાના કે સમાધિસ્થના પેટાળમાં ક્યો સંધષૅ અને ઈતિહાસ છૂપાયેલો છે,એ જાણકારી મેળવવી એ આજના જીવંત લોકોની નૈતિક ફરજ છે.
બૌદ્ધ ધર્મમાં મૃત્યુનુ પૂજન થાય છે.બૌધ્ધિષ્ટ સાધુ ના મૃત્યુને 'નિર્વાણ' શબ્દ આપવામાં આવ્યો છેવાણ એટલે દિવાની વાટ.જ્યારે દીવામાંથી તેલ ખૂટી જાય છે ત્યારે વાટ માંથી પ્રજ્વલિત જ્યોત સ્થિર અને અચલ થઈ જાય છે પછી ધીમે ધીમે એ જ્યોત ઓલવાઈ જાય છે.આ જ નિર્વાણનો અથૅ. જૈન ધર્મ નુ પણ કઈક આવુ જ છે.જૈન મુનિઓ તેના મૃત્યુને બહુ નજીક થી અને સહજભાવ સાથે સ્વિકારતા મે જોયા છે. અન્ન- જળ અને ઔષધિનો પણ ત્યાગ કરી, મૃત્યુની રાહ ,કુદરતી મૃત્યુની રાહ જોતા જૈન મુનિઓનો ઉલ્લેખ ઈતિહાસમાં છે જ.હું તો આને મૃત્યુ તપસ્યા કહીશ.જૈન ધમૅમાં આના માટે એક શબ્દ છે 'સંથારો'.હસતા મોંએ મૃત્યુને સહજભાવ થી સ્વિકાર કોઈ મુનિઓ, સાધુઓ કે જ્ઞાનિઓ જ કરી શકે.
મૃત્યુ એક એવો આનુભૂતિ છે જે સામાન્ય મનુષ્યની સમજમાં આવતું નથી પણ જીવતા સમાધિ લેનાર સાધુ - સંન્યાસીઓ ,સંતો માટે મૃત્યુઘંટ એ જ મોજ અને મહોત્સવ છે. જીવનની સફરમાં કોઈ આવા સંતનો ભેટો થાય અને સત્સંગ નો લ્હાવો મળે તો ચૂકવો નહીં ,વાત તો મૃત્યુની થતી હશે પણ સાંભળતા સાંભળતા અંદરથી જીવી ઉઠશો. મારે તો અનુભવના ભાથા છે, આ ભાથા બાંધતા બાંધતા જ જીવનની સફર જીવંત રાખી છે.
આવા મૃત્યુના સાધકો માટે તો મૃત્યુ એ એક જીવન માંથી બીજા જીવનમાં જવા માટેનો માર્ગ જ હોય છે.એમના માટે તો "મૃત્યુ પામ્યા" એમ કહેવાય છે.પણ "જીવન પામ્યા" એમ કહેવાવુ જોઈએ. ખરી હકીકત એ છે કે મૃત્યુ એ માત્ર શરીરને ખંખેરી નાખવાની ક્રિયા છે એમ આ સંતો માને છે, કારણ....આત્મા તો અમર છે. આવા યાદમાં અમર ,આત્મા થકી અમર એવા ઘણા સાધકો પાળીયા માં, સમાધીમાં સમાયા છે.ગુજરાત એવા અમુક ગામ પણ એવા છ કેઆખા ગામમાં પાળીયા પથરાયેલા છે.શૂં હશે આ જમીનમાં સમાયેલા યોધ્ધાઓનો સંધષૅ!! એવી સમાધીઓ ,જે આજે પણ જીવંત છે.અને લોકોની પ્રાથૅનામાં પણ હાજર જ છે. આ છે આપણી ભારતીય સંસ્કૃતિના પાયા.
આવતા અંકમાં આ ભારતીય સંસ્કૃતિના પાયામાં અને પાળીયામાં કોણ કોણ સમાયા છે એની આછેરી ઝલક વાંચીશુ.તો વાંચતા રહો ચેતન સમાધી.....અનંત યાત્રા.....