Gujarat and Congress - 1 in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | ગુજરાત અને કોંગ્રેસ - 1

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

Categories
Share

ગુજરાત અને કોંગ્રેસ - 1

તાજેતરમાં જ લોકસભાની ચૂંટણે યોજાઇ જેમાં ભારતીય જનતા પાર્ટીની હેટ્રીક થતી રહી ગઇ. છેલ્લા બન્ને ચૂંટણીમાં ભાજપનો રાજ્યની ૨૬માંથી ૨૬ બેઠકો પર વિજય થયો હતો. પરંતુ તાજેતરની ચૂંટણીમાં એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો અને રેકોર્ડ થતા રહી ગયો. ત્યારે વર્ષો સુધી ગુજરાતમાં રાજ કરનાર કોંગ્રેસના અધપતનની વાત આજે કરવાની છે. ગુજરાતની સ્થાપના સમયથી જ કોંગ્રેસ વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોનું રાજ્યમાં અસ્તિત્વ રહ્યું છે. રાજ્યની સ્થાપના થઇ તેના પ્રથમ દાયકામાં જ કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. જે બાદ દોઢ જ દાયકામાં ગુજરાતમાં બિનકોંગ્રેસી સરકાર બની હતી.

ગુજરાતના મતદારોએ લગભગ ૩૦ વર્ષ પહેલા છેલ્લા કોંગ્રેસી મુખ્યમંત્રી જાેયા હતા. એટલું જ નહીં કોંગ્રેસ રાજ્યની વિધાનસભામાં બહુમત મેળવવામાં સતત નિષ્ફળ જઇ રહી છે. જેના પગલે જ આજે નળીયાથી તળીયા સુધી ભાજપનું રાજ છે. ત્યારે વાત ૧૯૬૨ની કરવી છે. ૧૯૬૨માં ચૂંટાયેલા ધારાસભ્યોનો કાર્યકાળ પૂર્ણ થયો. જે પહેલા દેશના રાજકારણમાં એક મોટી ઘટના સર્જાઇ હતી. સ્વતંત્રતા પછીના પ્રારંભીક વર્ષો દરમિયાન જવાહરલાલ નેહરુ સામ્યવાદી સોવિયેત સંઘ અને ચીનની તર્જ પર દેશનો આર્થિક વિકાસ કરવા માગતા હતા. જેના વિરોધના પગલે જ ૧૯૫૯માં સ્વતંત્ર પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો.

તે સમયે સ્વતંત્ર પક્ષ દ્વારા ગુજરાતમાં પાટીદારો એન ક્ષત્રિયોનું પક્ષ સમીકરણ સાધવાના પ્રયાસો કરાયા હતા. વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૫૪માંથી કોંગ્રેસને ૧૧૩ જ્યારે સ્વતંત્ર પક્ષને ૨૬ બેઠકો મળી હતી. તેમજ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી અને અપક્ષને સાત-સાત બેઠકો મળી હતી. ઉપરાંત નૂતન મહાગુજરાત જનતા પરિષદને ફાળે માત્ર એક જ બેઠક આવી હતી. તે સમયે કોંગ્રેસની વિપરીત વિચારધારા ધરાવતા સ્વતંત્ર પક્ષને ગુજરાતમા સ્થાપિત કરવામાં ભાઈકાકા પટેલ, મીનુ મસાણી, નારાયણ દાંડેકર, પીલુ મોદી અને જયદીપસિંહ બારિયાની મહત્વની ભૂમિકા હતી.

રાજ્યના પત્રકારત્વમાં રાજકીય વિશ્લેષક તરીકે સૌથી મોખરે એવા હરિભાઇ દેસાઇએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ વિરોધી પરિબળોના આગમન તેમજ તેમને મજબૂત કરવામાં કોંગ્રેસના આંતરિક તત્ત્વો જ મહત્વનું પરિબળ બન્યા હતા. ગુજરાતની સ્થાપના બાદ જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે સમયે મોરારજી દેસાઇની ગુજરાતના રાજકારણ પણ પકડ મજબૂત હતી. તેઓ ઇચ્છતાં હતા કે, ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને બનાવવામાં આવે. પરંતુ તે સમયે બળવંતરાય મહેતા એક બેંકમાં કારકૂન તરીકે ફરજ બજાવતા ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા હતા. જેથી તે સમયે નજર વડોદરા તરફ દોડાવવામાં આવી હતી. વડોદરાના તે સમયના રાજવી ફતેહસિંહ રાવ ગાયકવાડ પોતાના વિશ્વાસુ ધારાસભ્યો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડે અને સ્વતંડ પક્ષમાં જાેડાય. જેથી સ્વતંત્ર પક્ષને સરકાર રચવામાં મદદ મળે. તેવો તખ્તો પણ ઘડાયો હતો. પરંતુ તે સમયે ગાયકવાડ જાતે જ મુખ્યમંત્રી બનવા ઇચ્છતા હતા જેથી યોજના પર પાણી ફરી વળ્યાં હતા.

જાેકે, જીવરાજ મહેતા બાદ ગુજરાતની કમાન બળવંતરાય મહેતાના હાથમાં આવી. તેઓ મુખ્યમંત્રી હતા તે સમયે પાકિસ્તાન એરફોર્સના વિમાને બળવંતરાય મહેતાના વિમાનને નિશાન બનાવી તોડી પાડવામાં આવ્યંુ હતું. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. જે બાદ તેમની જગ્યાએ હિતેન્દ્ર દેસાઇના હાથમાં મુખ્યમંત્રીની કમાન સોંપવામાં આવી હતી.

વાત ૧૯૬૭ની વિધાનસભાની ચૂંટણીની કરીએ તો ૧૬૩ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. જેમાંથી ૯૩ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. તે સમયે માત્ર ૧૧ બેઠકોથી કોંગ્રેસે બહુમતી મેળવી હતી. જ્યારે સ્વતંત્ર પક્ષને ૬૬, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીને ત્રણ અને જનસંઘને ફાળે એક બેઠક આવી હતી. એટલું જ નહીં પાંચ બેઠકો પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. જાેકે, તે બાદ જ કોંગ્રેસના અધપતનની શરૂઆત ગુજરાતમાં થઇ હતી. ૧૯૬૭ની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસમાં ભાંગલા પડયાં હતા. તે સમયે કે. કામરાજ, મોરારજી દેસાઇ, નિલમ સંજીવ રેડ્ડી અને સત્યેન્દ્ર નારાયણ સિંહા જેવા કોંગ્રેસના મોવડીએ કોંગ્રેસને અલવિદા કહ્યું અને સંસ્થા કોંગ્રેસની રચના કરી હતી. જે બાદ હિતેન્દ્ર દેસાઇની આગેવાનીમાં ધારાસભ્યો કોંગ્રેસ (ઓ) સાથે જાેડાયા હતા. જે ગુજરાતની સ્થાપનાનો પ્રથમ દાયકો હતો અને કોંગ્રેસે સત્તા ગુમાવી હતી.