A Blessing or a Curse - Part 38 in Gujarati Classic Stories by Payal Chavda Palodara books and stories PDF | વરદાન કે અભિશાપ - ભાગ 38

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વરદાન કે અભિશાપ - ભાગ 38

વરદાન કે અભિશાપ (ભાગ-૩૮)

                (સુરેશ જે ગાડીમાં જઇ રહ્યા હતા તે ગાડીનો ભયંકર અકસ્માત થયો હતો. ગાડીની અંદર રહેલ તમામ લોકો બહુ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડ્રાયવરની બાજુની સીટમાં બેઠેલ સુરેશ, તેની પાછળ બેઠેલ તેમની પત્ની ભાનુ અને તેની પાછળ બેઠેલ સુરેશના મિત્રની મા. આ ત્રણેયનું ધડાકાભેર બંધ ટ્રકમાં ગાડી ઘૂસી જવાથી કમકાટીભર્યુ ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આટલો ગંભીર અકસ્માત અને તેમાં પણ ત્રણ વ્યક્તિના મોત. આંખે જોનારના તો રુંવાટા જ ઉભા થઇ ગયા હતા. તરત જ ત્યાંના સ્થાનિકે પોલીસ અને હોસ્પિટલમાં ફોન કરી જાણ કરી દીધી. ડોકટરે વારાફરતી ત્રણેયને ચેક કર્યા પછી પોલીસ સામે નકારમાં માથું હલાવતાં પોલીસને પણ આભાસ થઇ ગયો કે આ ત્રણેયમાં હવે પ્રાણ રહ્યા નથી. તેઓ પણ હતાશ થઇ ગયા તેઓને જોઇને આજુબાજુ ઉભેલા લાોકો પણ હતાશ થઇ ગયા. ઇજાગ્રસ્તની હાલત એટલી ગંભીર હતી કે તેઓ કંઇ બોલવા સક્ષમ જ ન હતા અને બેભાન અવસ્થામાં હતા. એવામાં સુરેશના પર્સમાંથી તેની ઓફિસનું કાર્ડ અને ખીસ્સામાંથી મોબાઇલ નીકળ્યો. પોલીસે તમામ વસ્તુઓ જપ્ત કરી અને તેના પરિવારજનો સાથે સંપર્કમાં લાગી ગઇ. પોલીસ દ્વારા સુરેશના પર્સમાંથી જે ઓફિસનું કાર્ડ મળ્યું તેમાં તેની અટક સાથે તેના મોબાઇલમાં એક છેલ્લો ફોન હતો અને તે નંબર હતો નરેશનો !!!!!! હવે આગળ................)

            અકસ્માતના સ્થળે પોલીસ દ્વારા જરૂરી તપાસની કાર્યવાહી પૂરી કરી, સુરેશના પર્સમાંથી જે મોબાઇલ મળ્યો હતો તેમાં છેલ્લે ફોન કોલ કરેલ નંબર પર તેવો કોલ કરે છે.

            નરેશનો ફોન નીચે રૂમમાં હતો અને તે પરિવાર સાથે ધાબા પર સૂઇ ગયો હતો. તે એટલો ભર ઉંઘમાં હતો કે તેને ચાર-પાંચ વખત ફોન વાગ્યો તે તેને સંભળાયો જ નહિ. આખરે તે ઉંઘમાંથી બહાર આવે છે અને તેને આભાસ થાય છે કે તેનો ફોન વાગે છે. તે સુશીલા તરફ નજર કરે છે અને તેને ઉઠાડે છે. સુશીલા નરેશની બૂમથી જાગી જાય છે.

નરેશ : તને કોઇ અવાજ સંભળાય છે?

સુશીલા : ના, કેમ?

નરેશ : મને એમ લાગે છે કે મારો ફોન વાગી રહ્યો છે.!!!!

સુશીલા : (ધ્યાનથી અવાજ તરફ કાન કરે છે) લાગે તો મને પણ છે કે તમારો ફોન વાગે છે. જાઓ જલદી ઉપાડો.

નરેશ : હા.

            નરેશ ઝડપથી ધાબા પરથી નીચે ઉતરી રૂમનો દરવાજો ખોલે છે. તો સાચે જ તેનો ફોન વાગતો હોય છે. તેની નજર તરત જ ઘડીયાળ તરફ પડે છે. ત્યારે ઘડીયાળમાં અઢી વાગ્યા હતા. તે ચિંતામાં આવી જાય છે કે, આટલી મોડી રાતે તેને કોણ ફોન કરતું હશે.!!!!!!! તેણે ફોન જોયો તો નંબર તો તેના ભાઇ સુરેશનો હતો. તેણે તરત જ ફોન ઉઢાવી લીધો.

નરેશ : હલો, સુરેશ. (હલો કહેતા જ ફોન કપાઇ જાય છે. તે ફરીથી નંબર લગાવે છે.) હલો, સુરેશ.  

સામેપક્ષે : હલો. તમે કોણ બોલો છો?

નરેશ : અરે ભાઇ આ મારા ભાઇનો નંબર છે. તમે કોણ તેના મોબાઇલ પરથી વાત કરો છો? મારા ભાઇને ફોન આપો.

સામેપક્ષે : (બાજુમાં ઉભેલા મોટા પોલીસ સાહેબને જણાવે છે કે, આ ફોન નંબર મૃતકના ભાઇનો છે. એટલે તે મોટા સાહેબ ફોન લઇને વાત કરવાની શરૂઆત કરે છે.)  

મોટા પોલીસ અધિકારી : હલો, નરેશભાઇ. આ તમારા ભાઇનો જ નંબર છે. હું રાજકોટથી પોલીસ ઇન્સ્પેકટ વાત કરું છું. તમે જયાં છો ત્યાંથી શાંતિથી મારી વાત સાંભળો.  

નરેશ : શું થયું છે, સાહેબ ? મારા ભાઇના ફોન પર તમે વાત કરો છો? બધું બરાબર તો છે ને, સાહેબ?

મોટા પોલીસ અધિકારી : (મૂંઝવણમાં આવી જાય છે કે કઇ રીતે તેના ભાઇના મૃત્યુના સમાચાર આપવા) ભાઇ, ધીરજ રાખજો. આ જેમનો ફોન છે એ તમારા ભાઇનું અહી રાજકોટમાં ગંભીર અકસ્માત થયો છે. સાથે તેમના પત્નીને પણ ઇજા થઇ છે.

નરેશ : શું ? (તેનાથી ચીસ નીકળી જાય છે. માંડમાંડ પોતાના પર કાબૂ રાખી તે વાત કરે છે.) મારા ભાઇ-ભાભીને બહુ તો નથી વાગ્યું ને ?

મોટા પોલીસ અધિકારી : (હવે તેઓ વધારે ચિંતામાં આવી જાય છે) ભાઇ, રાજકોટમાં તેમની ગાડી બંધ ટ્રકમાં ઘૂસી જવાથી તમારા ભાઇ-ભાભી અને એક દાદીમાનું અહી ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.

નરેશ : (રડવા લાગે છે) સાહેબ આમ ના હોય, તમે બરાબર જોવો. મારા ભાઇ-ભાભી મને છોડીને ના જઇ શકે.

મોટા પોલીસ અધિકારી : ભાઇ, હિંમત રાખો. પણ આ સત્ય છે. તમે તમારા પરિવારના કોઇ વ્યક્તિને લઇને અહી આવી જાઓ. બાકીની પ્રોસેસ હું કરાવું છું. ભાઇ, પણ શાંતિથી આવજો. હડબડાટમાં ના આવતા. સાથે કોઇ મજબૂત વ્યક્તિને લેજો.

નરેશ : (રડમસ અવાજે) હા સાહેબ.

            નરેશ ફોન મૂકી દે છે અને જોરજોરથી રડવા લાગે છે. નરેશનો અવાજ સાંભળી તરત જ સુશીલા નીચે આવે છે. તે નરેશને સંભાળે છે પણ તે તો રડયા જ કરે છે. સુશીલાને કાંઇ સમજાતું નથી કે શું થયું છે પણ તેના મનમાં એ ડર બેસે છે કે નકકી કંઇક ખરાબ જ થયું છે.

 

(નરેશ આવા આઘાતજનક સમાચાર ઘરમાં કઇ રીતે આપશે? અને આટલી રાત્રે તે કોને સાથે લઇ જશે? કેમ કે એકલા જવાની તેની હિંમત જ ન હતી. આની અસર પરિવાર પર શું થશે? મૃ્ત્યુ એ પણ ઘરના બે સદસ્યના)

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૯ માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા