Humsafar - 13 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 13

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

Categories
Share

હમસફર - 13

રાહુલ અમન અને રુચી ને એ હાલત માં જોઈ ને ત્યાં થી ચાલ્યો જાય છે અમન અને રુચી ને થોડીક વાર પછી અનકન્ફીટેબલ ફિલ થાય છે રુચી કિસ કર્યા પછી અમન ની સામે જોવે છે અમન હજુ શોક્ટ જ હતો કારણ કે એને વિચાર્યું પણ નહોતું કે રુચી એને કિસ કરશે એ પણ આવી રીતે રુચી નર્વસ હોય છે

રુચી : આઈ.....આઈ એમ સોરી .... મેં બસ આ કરી નાખ્યું..... વાત એમ છે કે ..... પીયુ એ ચેલેન્જ કરી હતી...આઈ એમ રીયલી સોરી ( અમન હવે વધુ શોક્ટ થઈ જાય અને રુચી સામે જોઈ ને સ્માઈલ કરે )

અમન : ઠીક છે 

    રુચી રાહુલ ને ગોતે છે પણ એ ત્યાં થી ચાલ્યો ગયો હતો અને રુચી પણ એજ કરવા માંગતી હતી કે રાહુલ ચાલ્યો જાય રુચી એ જે વિચાર્યું એ જ થયું પાર્ટી પણ લગભગ ખતમ થવાની તૈયારી હતી 

રુચી : હું થાકી ગઈ છું ..... શું આપણે ઘરે જઈ શકીએ?

અમન : હા.... કેમ નહીં 

પછી રુચી બહાર આવી જાય છે અમન પણ એની પાછળ જાય છે અમન પીયુ ને જોવે છે એટલે એ ઉભો રહ્યો

અમન : પીયુ તારી દીદી ને ચેલેન્જ કરતી રહેજે  ( હસતા કહે પીયુ ને )

પીયુ : હ...? ( એને કંઇ સમજાણું નહિ પછી અમન ત્યાં થી ચાલ્યો ગયો ) મેં શું ચેલેન્જ કરી ? ( વિચારે )

  ધીરે ધીરે બધાજ લોકો જવા લાગે છે હવે થોડાક જ લોકો હતા પીયુ અને વીર પણ હવે ઘરે જવા નો વિચાર કરે છે 

પીયુ : એય..... બીર હું પણ આવુ છુ તારી સાથે ( આ સાંભળીને વીર પીયુ ને જોવે છે એટલે પીયુ બોલે) આવી રીતે મને ઘુરે છે કેમ ?

વીર : પહેલા.... તારી ભાષામાં મને શ્રાપ આપવાનું બંધ કર.... અને મારું નામ બીર નથી વીર છે...... ભૂલી જા.... મને વી કહેજે... તે ટૂંકું અને સરળ છે 

પીયુ : ( આંખો ઘુમાવી ને યાદ કરે છે હું તો ભૂલી જ ગઈ આને ગુજરાતી નથી આવડતું ) હું તને શ્રાપ નહોતી આપી રહી .... હું બસ એમ કહી રહી હતી કે હું પણ તારી સાથે આવીશ અને હું શું કામ તને વી કહું.... તારું કેટલું પ્યારું નામ છે બીર 

વીર : તું શું કામ મને એરીટેટ કરી રહી છે ? 

પીયુ : કારણ કે હું સ્પેશિયલ છું 

વીર : તું મારી સાથે એક શરતે આવી શકે છે  

પીયુ : શું શરત ?

વીર : તારે આખા રસ્તે ચૂપ રહેવું પડશે 

પીયુ : અને શું કામ ?

વીર : કારણ કે હું તારી બકવાસ બરદાસ્ત નથી કરી શકતો  

પીયુ : શું હું બકવાસ કરું છું ? તારી હિંમત કેમ થઈ એવું કહેવાની ?( પછી વીર ત્યા થી નીકળવા લાગે છે ) ઉભો રહે....ઓય ..... ઠીક છે હું કંઈ જ નહીં બોલું 

( At home ) 


રુચી અત્યારે એના રૂમમાં બેઠી હતી એ કપડા ચેન્જ કરી ને બેઠી હતી અમન બાથરૂમ માં હતો રુચી હજુ એ કિસ ના વિષય માં વિચારે છે અને એને બહુ જ ખરાબ લાગે છે
એ એના મનમાં ( રુચી તુ એક નંબર ની પાગલ છો શું જરૂરત હતી કિસ કરવાની ખબર નહીં એ શું વિચારતા હશે  અને આજે તો પેહલી રાત....ના....ના ... એવું નહીં કરે એ ...હા એવું નહીં કરે એ... પણ એને એમ વિચાર્યું કે મેં કિસ કરી એટલે હું એ બધું પણ કરવા તૈયાર છું તો , મેં એને કિસ કેમ કરી , હવે હું શું કરું ? આજે તો હું એને રૂમ ની બહાર પણ ના કાઢી શકુ ) આ બધું અમન બાથરૂમ ના દરવાજા ની બહાર ઉભા રહી ચુપચાપ જોઇ રહ્યો હતો રુચી અલગ અલગ ચેહરો બનાવી રહી હતી જ્યારે એ કિસ નુ વિચારતી હતી એના કારણે અમન હસી રહ્યો હતો અને ચુપચાપ રુચી ને જોઈ રહ્યો હતો  , પણ જલ્દી જ રુચી ને સમજી જાય કે અમન એને જ જોવે છે એ નર્વસ થઈ જાય રુચી બેડ ઉપર થી ઉભી થઇ ને બહાર ની તરફ જવા લાગી 

રુચી : હું આજે પીયુ ના રૂમ માં સુઈ જઈશ ( પણ અમન રુચી નો હાથ પકડી લ્યે છે )

અમન : ના તુ ક્યાંય પણ નથી જવાની અહીં સુઈ જા અને ખરાબ ફિલ કરવા ની અને નર્વસ થવાની જરૂર નથી હું કાંઈ પણ નહિ કરુ મને ખબર છે તને અત્યારે કેવુ ફિલ થાય છે હવે તુ રીલેક્સ થઇ જા , જો તુ બહાર જઈશ તો આપણે આપણા મોમ ડેડ ને શું જવાબ આપીશું ?

રુચી : ( રુચી વિચારે કે અમન ઠીક કહે છે શું જવાબ આપીશું જો હું બહાર જાવ તો ) પણ આપણે એક બેડ ઉપર કેમ સુઈ શકી?

અમન : ચિંતા કરમાં હુ કંઇ નહીં કરુ તારી ઈચ્છા વગર તુ બસ શાંતી થી સૂઈ જા

રુચી : ના....વાત એમ નથી એમા એવું છે ને કે હું નીંદર મા ફુટબોલ રમુ છુ , એટલે આપણે જો એક બેડ ઉપર હશું તો શાયદ હું તને વગાડી શકું છું નીંદર મા

અમન : જે થાશે એ જોયું જાશે હવે તુ સુઈ જા 

પછી અમન અને રુચી એક જ બેડ ઉપર સુઈ જાય છે પણ થોડીક વાર પછી રુચી અમન ને એનો ટેલેન્ટ દેખાડવા નુ ચાલુ કર્યુ રુચી તો શાંતી થી સુવે છે પણ અમન ને સુવા નથી દેતી અમન એના મનમાં ( આ સાચેજ આ બધું કરે છે નીંદર મા ) હું આવી રીતે કેમ રહીશ રોજ રાત્રે ? અમન એના મનમાં ( જો આને  કોઈ પણ ના કહી શકે કે આ એજ છોકરી છે જે જાગતી હોય ત્યારે કેટલી પ્યારી લાગે અને અત્યારે આને આખા બેડ ને એક પ્લે ગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે )એ ખુદને કહે કે કોન્ગ્રેસ મીસ્ટર અમન આ તમારી પહેલી રાત છે હવે ઇન્જોય કર આનુ મેચ 

બીજા દિવસે સવારે રુચી જાગી અને એને જોયુ કે અમન તેની સામે ખુરશી માં બેઠો છે અને રુચી ને જોવે છે રુચી તરત જ ઉભી થઇ જાય

અમન : ગુડ મોર્નિંગ 

રુચી : તમે અહીંયા કેમ બેઠા છો અને મને આવી રીતે કેમ જોઈ રહ્યા છો ?

અમન : હું ફુટબોલ મેચ જોઈ રહ્યો હતો જે તુ આખી રાત રમી રહી હતી ( રુચી સમજી જાય કે એને અમન ને રાત્રે સુવા નથી દીધો એને વધુ ખરાબ લાગે ) 

રુચી : મેં પેહલા જ કહ્યું હતું ? હવે હું શું કરું અત્યારે ?
( એ સીધી બાથરૂમ માં ભાગી જાય છે કારણ કે એને સમજાતું નહોતું કે એ શું બોલે ) ( રુચી ની આ હરકત થી અમન એને જોઈ જ રહ્યો ) 

બીજા દિવસે રુચી ના મમ્મી પપ્પા પાછા અમદાવાદ જવા માટે તૈયાર થઈ ગયા હતા એ પીયુ ની રાહ જોતા હતા કારણ કે રુચી અને અમન પેહલા જ ત્યાં હાજર હતા શર્માજી કહે પીયુ હજુ કેમ ના આવી એ સાંભળીને ને અમન રુચી ને કહે તું પીયુ ને લઈ આવ ( રુચિ પીયુ ના રૂમ માં જાય છે )

રુચી : હજુ સુતી છે ઉઠી જા મમ્મી પપ્પા જઈ રહ્યા છે

પીયુ : બસ ૫ મિનિટ દીદી

રુચી : આ આપણુ ઘર નથી કે તુ હજુ સુતી છો ઉઠ હવે

પીયુ : તો થઈ જશે

રુચી :  સપનુ જોવાઈ ગયું હોય તો ઉઠી જા હવે મમ્મી પપ્પા તારી રાહ જોવે છે જલ્દી તૈયાર થઇ ને ચાલ નીચે ( આ સાંભળીને પીયુ ઉઠી જાય )

પીયુ : પેહલા કેમ ના જગાડી મને એમ કહીને ફટાફટ બ્રશ કરવા માટે બાથરૂમ માં જાય છે

અમન : મે તને અંહીયા પીયુ ને બોલાવા માટે મોકલી હતી અને તુ અહીં એની સાથે વાતો કરવા લાગી "વાહ"

રુચી : મારો વાંક નથી આ પીયુ હું આવી ત્યારે સુતી હતી

પીયુ : હા , ચાલો ( બ્રશ કરી તૈયાર થઈ જાય છે અને કહે)

એ ત્રણેય નીચે જાય છે રુચી ના મમ્મી પપ્પા તૈયાર જ હતા જવા માટે એ રુચી ને અને પીયુ ને બાય કહીને નીકળી જાય છે રુચી , પીયુ અને અમન હોલ રૂમ માં હોય છે 


વધુ આવતા અંકે......