College campus - 115 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 115

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 115

ડૉ. નિકેતે પરીને મૂડમાં લાવવાના ઈરાદાથી તેને પૂછ્યું કે, "મિસ પરી, તમારા જેવી બીજી પણ બે ત્રણ છોકરીઓ હોય તો લઈ આવો ને.. આપણે તેને ઈન્ટર્ન તરીકે રાખી લઈશું..""ખરેખર?" પરીએ સ્વાભાવિકપણે જ પૂછી લીધું."ના ના, હું તો મજાક કરું છું..તમે એક જ બસ છો..." અને ડૉ. નિકેત હસી પડ્યા સાથે સાથે પરી પણ હસી પડી...હવે આગળ....પરી ઓલાકેબમાં બેસીને પોતાના ઘરે પરત ફરી રહી હતી."હાંશ, આજે ઈન્ટર્નશીપનો પહેલો દિવસ પૂરો થયો.." પરી મનમાં જ બબડી..જાણે પોતાની જાત સાથે વાતો કરી રહી હતી.. અને જાણે પોતાની અંદર ખોવાઈ રહી હતી.ક્યારેક પોતાની જાત સાથે વાતો કરવાની પણ ખૂબ મજા આવે છે. અલબત્ત આપણે જ આપણા એક બેસ્ટ ફ્રેન્ડ છીએ અને એક સાચા માર્ગદર્શક પણ છીએ. અને હા આપણાં અંતરનો અવાજ.. અંદરથી જે જવાબ મળે તે ક્યારેય ખોટો હોતો નથી.પરીને માટે સ્ટડી પછીનો એક ડૉક્ટર તરીકેની ડ્યુટી બજાવવાનો આ પ્રથમ દિવસ હતો..અને એક સીનીયર ડોક્ટરના હાથ નીચે કામ કરવાના અનુભવનો પણ આ પહેલો દિવસ હતો...અને તે પણ નિકેત ત્રિવેદી જેવા ડોક્ટરના હાથ નીચે કામ કરવાનો અનુભવ..પરી માટે એક સુંદર લ્હાવો હતો..અને તેનાથી પણ વધારે પોતાની માંની ખડેપગે ચાકરી કરવાનો એક અદ્ભુત લ્હાવો..આજે પરીએ આખો દિવસ ડોક્ટર નિકેતની સાથે રહીને એવું અનુભવ્યું કે, એક સ્વજનને સાજા કરીને ઘરે લાવવાની જેટલી તાલાવેલી તેના પરિવારજનોને હોય છે તેનાથી વધારે તાલાવેલી એક સારા ડોક્ટરને એટલે કે નિકેત જેવા ડોક્ટરને..એક દર્દી પોતાની હોસ્પિટલમાંથી સાજો થઈને.. ઉભો થઈને..આમ જાણે એક સુંદર અમૂલ્ય જીવન તરફ દોટ મૂકતો આગળ વધે તે જોવાની તાલાવેલી હોય છે.. એક દર્દીને નવું જીવન મળવાથી પોતે હાંશ અનુભવવી અને તેના અંતરના પવિત્ર આશિર્વાદ મેળવવાની જે તડપ અને તૃપ્તિ છે તે બધા જ સદગુણો પરીને ડોક્ટર નિકેતની અંદર જોવા મળ્યાં...તે નિકેતના વિચારોમાં ખોવાયેલી હતી અને સાથે એમ પણ વિચારતી હતી કે પોતે ખૂબ નસીબદાર છે કે, ડોક્ટર નિકેત જેવા ડોક્ટરના હાથ નીચે પોતે ઈન્ટર્નશીપ કરી રહી છે..ડોક્ટર નિકેત કેટલા ધીરજવાન અને ગુણવાન છે તે અનુભવ આજે તેને નિકેત સાથેની આ પ્રથમ મુલાકાતમાં જ થઈ ગયો હતો..અને કદાચ માટે જ પોતાની મોમ જેવા કેટલાય દર્દી જેમણે જીવવાની આશા પણ છોડી દીધી હોય છે તેમને ડોક્ટર નિકેત પોતાની હોસ્પિટલમાંથી સાજા કરીને પોતાના જીવનમાં રંગો ભરવા માટે પાછા મોકલે છે..મોમ.. મારી મોમ.. મારી મોમ.. પણ સાજી થઈ જશે..ગમે તે થાય.. હું તેને પાછી લાવીને જ રહીશ..અને પરીની આંખોના ખૂણા ભીંજાઈ ગયા..એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી..તેણે પોતાની આંખો લૂછી અને ફોન ઉપાડ્યો..."હલો..""દી, કેટલે પહોંચી? કેટલી વાર લાગશે ઘરે આવતાં અને કેવો રહ્યો આજે તારો પહેલો દિવસ?""બધા પ્રશ્નો ફોન ઉપર જ પૂછીશ કે પછી ઘર માટે કંઈ બાકી પણ રાખીશ?""ઓકે ઓકે બાબા ઘરે આવીને બધું કહેજે બસ..પણ તું કેટલી વારમાં ઘરે આવે છે તે તો કહીશ કે નહીં?""ટ્વેન્ટી મિનિટમાં""ઓકે, મૂકું ચાલ""ઓકે"ફોન મૂકીને પરી પાછી વિચારોમાં ખોવાવા લાગી એટલી વારમાં તેના સેલફોનમાં ફરીથી રીંગ વાગી..તે બબડી.."આ છુટકીને આજે શું છે? ફોન ઉપર ફોન કર્યા કરે છે.."પણ આ તો બીજા કોઈનો ફોન હતો..અનક્નોવન નંબર..ઉપાડું કે ન ઉપાડું..બે ત્રણ સેકન્ડ વિચારોમાં ખોવાઈ ગઈ..પછી થયું કોઈ કામનો ફોન હોઈ શકે છે.."મેડમ આજકાલ ક્યાં ખોવાઈ ગયા છો?"અવાજ પરિચિત હતો..તે જરા ટટ્ટાર બેસી ગઈ.."કોણ?""પરિચય આપવો પડે એટલો હું દૂર નથી તમારાથી..!""આવી ઉલ્જન ભરી વાતો કરીને પહેલીયા કોણ બુજાવે છે?"અને પરી મનમાં વિચારવા લાગી કે, અવાજ જાણીતો લાગે છે..."થોડા દિવસ અમે તમને ફોન ન કર્યો તો અમને ભૂલી પણ ગયા મેડમ?""તમે તમારું નામ બતાવો છો કે, હું હવે ફોન મૂકું?" પરી જરા અકળાઈને બોલી..પરી સમજી ગઈ હતી કે સામે કોણ છે..પણ જ્યાં સુધી તે નામ ન બતાવે ત્યાં સુધી પોતે પણ તેનું નામ બોલવા નહોતી માંગતી..."અરે બાપ રે, આપ તો બુરા માન ગયે.. આપ એક કામ કીજીએ અપને દિલ પે હાથ રખીએ ઔર ઉસસે પૂછીએ કી આપકો સચ્ચે દિલસે ચાહનેવાલા ઔર સચ્ચે દિલસે યાદ કરનેવાલા ઈસ દુનિયામાં કૌન હૈ?""ઐસે તો બહુત હૈ હૂઝુર આપ કો ક્યા પતા?""અચ્છા તો ઐસા હૈ..""હં.‌.""મિસ ડૉક‌‌..સમીર ઈઝ હીયર""ઑહ..આઈ સી.. બાય ધ વે આ ફોન નંબર..""હા આ નંબર મારો જ છે..નવો લીધો છે.. મોબાઈલ જ નવો લીધો છે.""ઑહ એવું છે.""જૂનો મોબાઈલ ચોરાઈ ગયો છે." સમીરે હસતાં હસતાં કહ્યું...પરી ખડખડાટ હસી પડી.. તમારા પોલીસવાળા પાસેથી પણ કોઈ ચોરી કરી જાય તે નવાઈની વાત નથી?""હા યાર, એમાં શું થયું ખબર છે? હું એક સર્ચ મિશન ઉપર હતો અને ત્યાંથી મારો મોબાઈલ ચોરાઈ ગયો, ખબર જ ન પડી..""ઑહ નો..""બોલ શું કરે છે?""બસ, આ ઘરે પહોંચી. એક મિનિટ ચાલુ રાખ."પરી ઓલા કેબ માંથી નીચે ઉતરી અને સમીર સાથે વાત કરતાં કરતાં આગળ વધી.."બહુ દિવસ થઇ ગયા તને મળવું છે યાર..""હવે હમણાં તો પોસીબલ જ નથી કારણ કે મારી ઈન્ટર્નશીપ ચાલુ થઈ ગઈ છે.""અચ્છા એવું છે? કઈ જગ્યાએ તે લીધી ઈન્ટર્નશીપ..""મારી મોમને જે હોસ્પિટલમાં એડમીટ કરી છે તે જ હોસ્પિટલમાં..""ઑહ અચ્છા એવું છે. તો તો હું ગમે ત્યારે આવી જઈશ ત્યાં..""ના હોં એવું નહીં ચાલે.. એવી રીતે હું નહીં મળું.. આવવું હોય તો મને ફોન કરીને પછી જ આવજે..""ઓકે મેડમ તમારી રજા લઈને પછી આવીશ બસ.. હવે ખુશ..""હં.. બોલ બીજું શું ચાલે છે.." સમીરે પૂછ્યું."બસ કંઈ નહીં શાંતિ જો.. અને સાંભળ હવે ઘર આવી ગયું છે.. ઘરે બધા મારી રાહ જૂએ છે એટલે હું ફોન મૂકું છું..""અરે..અરે.. એક મિનિટ સાંભળ તો ખરી.. ફરી ક્યારે ફોન કરે છે." સમીરની આજે ફોન મૂકવાની જરાપણ ઈચ્છા નહોતી પરંતુ પરી થોડી થાકેલી પણ હતી એવું તેને લાગ્યું એટલે તે ચૂપ રહ્યો."બે ત્રણ દિવસ પછી કરું.." "ઓકે, મેડમની જેવી ઈચ્છા.. ઓકે તો બાય મિસ ડૉક..""બાય.."અને પરીએ ફોન મૂક્યો અને પોતાના ઘરમાં પ્રવેશી..જ્યાં છુટકી, તેની ક્રીશા મોમ, તેના ડેડ અને નાનીમા તેની રાહ જોતાં બેઠા હતા..અને છુટકી પાસે તો પ્રશ્નોની વણથંભી વણઝાર તૈયાર જ હતી...વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    2/9/24