Sidha saral Suvakyo je tamne Prerit karshe - 1 in Gujarati Philosophy by yeash shah books and stories PDF | સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 1

Featured Books
Categories
Share

સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 1

1) William shaksphere quote : if you want success In life ....
Know more then other
Work more then other
Expect  less then other

(2) બુદ્ધ ભગવાન કહે છે : માણસ ના દુઃખ નું કારણ છે....
જે નથી એની જંખના અને જે છે એની અવગણના..

(3) સંત જ્ઞાનેશ્વર કહે છે :    માણસ જે કામ પ્રામાણિકતા થી   કરે એમાં તલ્લીન થઈ શકે અને જેમાં તલ્લીન થઈ શકે એમાં એ પ્રવીણતા મેળવે..  જેમાં પ્રવીણતા. મેળવે એમાં સફળતા મેળવે...

(5) ચીની ગુરુ laotze કહે છે : જો તમે પરિવર્તનો ને સ્વીકારી અને મૃત્યુ ના ભયથી મુક્ત થાવ તો જીવન માં કોઈ પણ સિદ્ધિ મળવી શક્ય છે..

(6) આઈન્સ્ટાઈન : બે વસ્તુ આ જગત માં સનાતન છે.. એક જગત અને બીજું માણસની મુર્ખામી.. અને હું જગત બાબતે
હજુ ચોકસાઇ પૂર્વક કહી શકતો નથી..

(7) Gandhiji :  be the change you want to see in the world..

(8)  Abraham Lincoln : Give me six hours to chop down a tree and I will spend the first four sharpening the axe.

(9) શાહબુદ્દીન રાઠોડ કહે છે લાઓતઝે ના શબ્દો : જીવનમાં ક્યાં અટકવું એ જો ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય..

(1) શાહબુદ્દીન રાઠોડ : જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ સમસ્યા નથી હોતી..

(2)  એકાદ કલાનો સંગ હોય તો જીવન તરી જવાય..

યશ.... Says

  (1) જ્યાં અધીરાઈ છે ત્યાં તરસ છે.. જ્યાં તરસ છે ત્યાં તૃપ્તિ નથી અને તૃપ્ત જીવો તરસથી મુક્ત છે.. ધીરે સે જાના બગીયન મેં રે ભવરા.. ધીરે સે જાના...

(2) ઉતાવળે જો ખોટી લાઇન પકડી લો તો  નિરાશા હાથ લાગે છે .. ભલે એ લાઈન અમૃત જ કેમ ન આપે...

(3) સૃષ્ટિ નું મૂળ પ્રેમ અને કામ છે...
    સમર્પણ જેનો સ્વભાવ છે ..

(4)  રાધાઓનો મોહન થાય તો આધા ઓ મોહિની ને  પ્રેમ કરી શકે...

(5) કોઈ નો અર્થ બળાત્કારે ગ્રહણ કરવા થી મુસીબત તેમજ અનર્થ સર્જાય છે..
(6) દામ્પત્ય માં સ્ત્રી ,પુરુષ એકબીજાને પ્રેમ કરે અને બન્ને એકબીજાને સમર્પિત રહે તે જરૂરી છે..

પૂજ્ય મુરારી બાપુ ના વચનો

1. યુવાનોએ હમેશા સંવાદ ના મૂળ માં મન  જીતવાની ભાવના રાખવી, મૈત્રી રાખવી.. અને એ પ્રમાણે વાતચીત કરવી..
2. બધા યુવાનો એ,
         માતા
         માતૃભાષા
         પાઠશાળા (માતૃસંસ્થા)
         માતૃભૂમિ નું હમેશા સમ્માન કરવું..

3. બધાએ કયું કામ કરવું જોઈએ એ પ્રશ્ન ના જવાબ માં સંત કહે છે..

૧. એવું કામ કરવું જે વિવેક સહમત હોય.
૨.એવું કામ કરવું જે સામર્થ્ય અનુસાર હોય...
3.એવું કામ કરવું જેમાં અન્યનું હિત હોય
         
૪.માણસ ના દુઃખ નું મૂળ તેની ઈચ્છાઓ છે..

૫.  વાર્તાલાપ કરવો અથવા મૌન સેવવું.. વિવાદ સમસ્યા નું કારણ બની શકે..

ઓશો : (1) અસ્તિત્વ આનંદ આપે છે.. દુઃખ ની ખોજ માણસ જાતે કરે છે...

(2) ગઇકાલ ગુજરી ગઈ અને આવતીકાલ કદાચ જન્મ લેશે એમ વિચારી વર્તમાનમાં રહેવું..
(3) જ્યાં સુધી શરીરના કેન્દ્રો સાથે ચેતના જોડાયેલી છે ત્યાં સુધી જ તે જીવે છે.. એક વારે એ પણ જતી રહેશે તો જ્યાં સુધી શક્ય છે એ ચેતના દ્વારા નિર્ધારિત કામ કરતા રહેવું..
4) be a joke unto yourself..


કેટલાક સુવાક્યો..
  (1) પૌરાણિક પાત્રો વિશે અથવા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે સંવાદ કરવાથી.......સત્ય ,પ્રેમ,જ્ઞાન,બુદ્ધિ ,સમજણ ,વિવેક,ને સમ્માન ની પ્રાપ્તિ થાય છે.. વિવાદો કરવાથી કલેશ થાય છે અને બુદ્ધિ નું સ્તર ઘટે છે..


(2) કેટલીક કડવી વાતો કારેલા જેવી હોય છે..
સ્વાદ માં કડવી પણ આરોગ્ય ની ચાવી જ માની લો..

(3) લાફિંગ બુદ્ધ અને સેન્ટ નિકોલસ (સેન્તા ક્લોઝ) જે રીતે દરેક ને ભેટ આપી
તેના મુખ પર હાસ્ય અને પ્રસન્નતા લાવે છે તેમ વ્યક્તિ એ સ્વયં વ્યહવાર, વર્તન અને વાણી દ્વારા આ કરવું..

(4)ફ્યુઝ હોય, પાવર હોય અને સ્વીચ ચાલુ કરો તો લાઈટ થાય.. આમ બધા એકબીજા થી અલગ હોવા  છતાય એકમેક વગર નિરર્થક છે... કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે સંસ્થાનું આગવું મહત્વ છે..

(5) સૂર્યપ્રકાશ થી નદીનું પાણી તપે અને વરાળ બની ઉપર જઇ વાદળ બને.. એ વાદળ ઠરી વરસાદ પડે.. જેનાથી ધરતી પરના વૃક્ષો ને , મનુષ્યને અને તમામ જીવોને પોષણ મળે.. આમ વ્યક્તિ ને ચેતનશાળી રાખનાર પ્રકૃતિ ચેતનયુક્ત છે.. એમ વિચારી કર્મ કરો તો પાપમુક્ત થવાય.. દીક્ષા કે સંન્યાસ સંસારનો જ એક ભાગ છે..

(6) જેમ બાળક ને દૂધ આપ્યા પછી માતા જડ નથી બની જતી.. તેની પ્રગતિ અને અધોગતિ ની સાક્ષી હોય છે.. તેમ પ્રકૃતિ પણ તેની સાક્ષી છે.. અને મદદગાર પણ...

(7) અષ્ટાપદ દર્શન..
વૈરાગ્ય લેવો પણ સંસાર નો જ ભાગ છે.. પ્રગતિ કરી લેવી હોય તો કશું જ બદલવાની જરૂર ક્યાં છે..  વિરૃધાર્થી શબ્દો જ સંસાર છે.. એક બાજુ રૌદ્ર ધ્યાન છે.. બીજી બાજુ શાતા ધ્યાન.. પણ વાસ્તવમાં સંસાર ના વિરોધાભાસ અને પરમગતિ વચ્ચે એક મોટી નદી નું અંતર છે.. જ્યાં કોઈ નાવ નથી.. સાધુત્વ વૈરાગ કે દીક્ષા પર આધારિત નથી.. એ તો બસ પ્રગટે છે.. સ્વયં અને પ્રકૃતિ ના સબંધ વિશે સજાગ થવાથી...

(8)વનમાં જવું જ હોય તો સંશોધન કરવા જ જવું.. સ્વંય વિશે અથવા સમાજ વિશે.. જ્યાં એકાંત મળે એ જગ્યા વન સમાન છે.. એકાંત જ સાધના કે પરમગતિ માટે અવકાશ આપે છે..


(10) જે વાણી હિતકારી અને પીડાથી મુક્ત કરનાર તથા વ્યક્તિ નું ભલું કરવામાં સહાયક હોય તે દેશના છે..

(11) ઈચ્છાઓ ના લિસ્ટમાં એક ઈચ્છા એ પણ રાખવી કે મોત આવે ત્યારે જેટલું પ્રાપ્ત કર્યું એનો સંતોષ હોય... ઈચ્છા સંતોષ ની... હોવી જોઇએ...😊😊

(12) जज़्बात और नियत ठीक हो तो
सबकुछ ठीक है l - actress rekha