ભાગ ૧૧
મિત્રો આપડે આ વાર્તા ના ભાગ ૧૧ સુધી પોહચી ગયા છે તમને આ વાર્તા ગમે છે તેની મને ખુશી છે પણ એક નિવેદન છે વાર્તા ને વાચ્યા પછી rate જરૂર આપજો તેથી મને ખબર પડે કે મારે વાર્તા માં શું સુધારવા ની જરૂર છે , તો ચાલો આગળ વધીએ વાર્તા માં.
રમેશ દુકાન ભાડે મળી ગઈ તે માટે ખૂબ ખુશ હતો , શહેર માં રેહવું હોય તો કોઈ સ્ત્રોત તો શોધવો જ પડે પૈસા કમાવા નો નઈ તો ખર્ચા ક્યાં થી કાઢવા ના ,
રમેશ એ દુકાન ચાલુ કરી તેની દુકાન માં ગ્રાહક પેહલા ઓછા આવતા પણ જ્યારે લોકો ને આ કરિયાણા ની દુકાન ની ખબર પડવા લાગી એટલે ધીરે ધીરે ગ્રાહક વધવા લાગ્યા .
સોનું પણ તેની સ્કૂલ એ જવા લાગી તેને પણ સ્કૂલ માં ફાવવા લાગ્યું તેના નવા મિત્રો પણ બન્યા સોનું હોશિયાર પણ હતી ભણવા માં એટલે છોકરીઓ માં કોઈ ને કઈ પ્રશ્ન હોય તો તે લેક્ચર પછી સોનું ને પૂછે ,
સોનું ને પણ બીજા ને સમજાવા માં મજા આવતી તે કહેતી આ બહાને મારી પ્રેક્ટિસ પણ થાય , તે ક્યારેય કોઈ ને ના કહેતી નઈ સમજાવા માટે.
એમનમ ૧૦ દિવસ થયી ગયા સોનું ને સ્કૂલ એ જતા અને રમેશ ને દુકાન એ જતા , મેના પણ ઘર નું કામ પતાવી ને દુકાન એ આવતી રમેશ ની મદદ કરતી દુકાન માં સમાન વેચવા માં અને હિસાબ કરવા માં,
બેય પતિ પત્ની ને શહેર માં ઘર ચલાવવા નું ફાવી ગયું હતું અને સોનું ને પણ સ્કૂલ માં ફાવી ગયું હતું , પછી રમેશ એ સોનું ને કહ્યું બેટા હવે તું સુજલ ભાઈ ને ત્યાં જયી ને એક્ટિંગ માં તારું કરિયર ની શરૂવાત કરવા માટે સક્ષમ છે??
સોનું એ પણ હા પાડી કે તેને કોઈ વાંધો નથી હવે આમે સ્કૂલ નું ગૃહકાર્ય તે ઘરે આવી ને કરી લેતી અને સ્કૂલ માં જે સમજાવે તે બરોબર સમજી લેતી.
એટલે બપોરે જમી ને ગૃહકાર્ય કરી ને તે ફ્રી જ હોતી પછી રમેશ તેને ડાયરેક્ટર સુજલ ને ત્યાં l ગયો , આજે એક્ટિંગ કરવા માં તેનો પેહલો દિવસ હતો,
રમેશ એ કહ્યું ગભરાતી નઈ બેટા એક્ટિંગ આપડે એમજ કરવા ની જેમ કે આપડે સાચે મા તે કરતા હોઇએ તો એક્ટિંગ રિયલ દેખાશે.
સોનુ એ કહ્યું હા પપ્પા તમારી વાત હું ધ્યાન માં રાખીશ , સોનું અને રમેશ પછી ડાયરેક્ટર સુજલ પાસે ગયા.
સુજલ એ કહ્યું અરે રમેશ ભાઈ , સોનું આવી ગયા તમે હું તમારી રાહ જોતો હતો , તો સોનું છો ને તૈયાર એક્ટિંગ કરિયર માં કદમ રાખવા માટે, સોનું એ કહ્યું હા અંકલ હું તૈયાર છું.
હું સારી એક્ટિંગ કરવા માટે ખૂબ મેહનત કરીશ , સુજલ એ કહ્યું આ થયી ને વાત ચલ હું તને કઈ તરે શું કરવા નું છે ,
રમેશ ભાઈ ત્યાં સાઇડ માં બેઠા હતા , સુજલ એ સોનું ને ફિલ્મ વિશે જણાવ્યું તેને ફિલ્મ નું નામ જણાવ્યું ટાઇટલ હતું રેખા After School
તેને કહ્યું આ પિક્ચર માં તારે લીડ એક્ટર ની મિત્ર ની રોલ કરવા નો છે જે બોલી સકતી નથી , તારે આખા પિક્ચર માં ઈશારા થી તારી એક્ટિંગ દર્શકો ને બતાવવા ની છે.
સુજલ એ સોનું ને સ્ક્રિપ્ટ આપી આ તેને બોલવા નું નહતું તેમાં લખ્યું હતું જે સોનું ને કઈ રીતે આ વાત ઈશારા માં કેહવી, આ સોનું માટે થોડું અઘરું હતું.
ફર્સ્ટ સીન શૂટ ની તૈયારી થયી રહી હતી સોનું ઘબ્રાયી લાગતી હતી પણ સુજલ એ તેને કહ્યું , તું કરી શકીશ ચિંતા ના કર ભલે એક વાર માં શૂટ ના થાય જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ટેક લેશું.
સોનું એ ખૂબ મેહનત કરી , જેવું તેને કેહવા માં આવ્યું તેવું તેને કરવા નો ટ્રાય કર્યો એક વાર માં નહતું થયું પરંતુ ૧૦ વખત ટેક લીધા બાદ એક બેસ્ટ સીન સોનું નો શૂટ થયું.
સોનું ખૂબ ખુશ હતી કે તેનો ફર્સ્ટ સીન પૂરો થયો અને રમેશ ભાઈ પણ ખૂબ ખુશ હતા .
આ ભાગ અહી સુધી રાખીએ મિત્રો , આગળ નો ભાગ જલદી આવશે.😊