Hunny madam in Gujarati Horror Stories by Real books and stories PDF | હની મેડમ

The Author
Featured Books
Categories
Share

હની મેડમ

કુદરતે દરેક ને એક અલગ નસીબ,કસબ અને શરીર સાથે પૃથ્વી પર મોકલ્યા છે.. સાથે સાથે એની અકળ ગતિ એવી છે કે કોની જીંદગી નું કયું પાનું કેવાં સંજોગો ઊભા કરશે અથવા કેવી કસોટી લેશે એ કોઈ સમજી નથી શક્યુ...એની દરેક પરીક્ષા અણધારી અને રહસ્યમય હોય છે..પણ.. દરેક વ્યક્તિ એટલી નસીબદાર પણ નથી હોતી કે એ પોતાના પેપર ને બીજા સાથે બદલી શકે..
          એક સાધારણ પરિવારની દિકરી અને નાનાં ગામડાંમાં ભણી ગણીને મોટી થયેલી હિરવા.. એનું આગળ નું ભણતર પૂરું કરવું શહેરમાં ગઈ અને એક એક નવું રૂપ અને નવું નામ મેળવી લીધું...

હિરવા દેખાવ માં કોઈ હિરોઈન થી કમ ન હતી..પણ આજ સુધી એને ક્યારેય કોઈ સ્ટેજ ન હતું મળ્યું એટલે હિરવા નું હિર કોઈ જોઈ જ ન શક્યું... કોલેજ નાં છેલ્લા વર્ષમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં હિરવા એક મોડેલ બની હતી.. આજે ખરેખર એ સંગેમરમર માંથી કંડારી હોય એવી કોઈ કવિની કલ્પના લાગતી હતી.. કાર્યક્રમ માં શહેર નાં નામી બેનામી વ્યક્તિ અને ફોટોગ્રાફર પણ હતાં જેમણે હિરવા ને રાતોરાત એક મોડેલ બનાવી દિધી... એ એક જ રાત માં સેલીબ્રીટી બની ગઇ...તે હિરવા માંથી હની..બની ગઇ હતી.. તેની પાસે કેટલીયે એડવર્ડટાઈઝ માટે નાં પ્રપોઝલ આવવા લાગ્યા..એ એનું કામ ખુબ ઈમાનદારી અને સાહજિક રીતે કર્યે જતી હતી...એક ફોટો શૂટ વખતે એની મુલાકાત અનીલ સાથે થઇ જે એક પેન્ટર અને ફોટોગ્રાફર હતો.. એનાં અવાજ અને વાતોની જાદુગરી એ હિરવા નું મન અને દિલ બંને જીતી લીધાં.. અને હની ના એપાર્ટમેન્ટ માં થોડાક સમય માં એ લીવ ઈન રીલેશનશીપ માં રહેવા લાગ્યા....

             ઓ હની...આઇ એમ સોરી...કામ ના લીધે હું પહોંચી ન શક્યો.. વિક્રમ ફ્લેટ માં પ્રવેશતા જ બોલ્યો..એક ચાવી વિક્રમ પાસે રહેતી...પણ બેડરૂમ,હોલ કિચન બધું જ ખાલી.... હની પ્લીઝ આઈ એમ સોરી ડિયર.. જો હતું તારાં માટે શું લાવ્યો છુપાવો પ્લીઝ બહાર આવ હવે ક્યાં સુધી નારાજ રહીશ... ડોર બેલ રણકી... અત્યારે કોણ હશે?? કોઈ આવતું તો નથી.. ક્દાચ હની હશે... દરવાજો ખોલ્યો.. સામે એક યુવાન હતો.. હેલ્લો મિ. વિક્રમ.. હું સતીષ....હની મેડમ નો મેક-અપ મેન હતો..જી કહો શું કામ હતું..અંદર આવો...

સતિષ : સતિષ સોફા પર ગોઠવાયો..તમે ખરેખર નસીબદાર છો..
વિક્રમ : જી હું સમજ્યો નહીં...
સતિષ. : આ ફ્લેટ હની મેડમ ના ગયા પછી બંધ જ છે... આજુબાજુ વાળા નું કહેવું છે કે એ ભૂત બની ગયા છે તો કોઈ કહે છે એમની છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ એટલે એમની આત્મા ભટકે છે... એટલે આ ફ્લેટ માં આવનાર એક જ દિવસમાં ફ્લેટ ખાલી કરી જતા રહે છે....ઓ .. હું જે કામ માટે આવ્યો હતો એ રહી ગયું... આજે અનીલ સર ની આર્ટ ગેલેરી નું એક્ઝીબીશન છે... આપે એમનો ફલેટ ખરીદ્યો એટલે આપને પણ આમંત્રણ આપવા આવ્યો છું... સાંજે મળશું....

વિક્રમ એની એક જ વાત સમજી શક્યો આજે અનીલ સર ની આર્ટ ગેલેરી નું એક્ઝીબીશન છે... આપે એમનો ફલેટ ખરીદ્યો એટલે આપને પણ આમંત્રણ આપવા આવ્યો છું... હની મેડમ હતા.... હતાં થી શું મતલબ? અને એની આત્મા?  તો મારી સાથે છે એ કોણ છે...? કોઈ પ્રેત?? અને આ ફ્લેટ હની નો છે તો એનો માલિક અનીલ કેવી રીતે હોઈ શકે???? એનું માથું ભમવા લાગ્યું..એ ત્યાં સોફા પર જ સૂઈ ગયો.. ઉઠ્યો ત્યારે કંઈ યાદ ન હતું....એણે કાર્ડ જોયું...સાંજે ફ્રેશ થઈ ને એ આર્ટ ગેલેરી પહોંચ્યો... અનીલ ને જોતા જ એના પર ઝૂનૂન સવાર થઇ ગયું..પણ..બધા લોકો ની હાજરી માં એણે કશું ન કર્યું....એક્ઝીબીશન પુરું થયું ત્યાં સુધી તે ત્યાં જ રહ્યો અને ગમે તેમ મનાવી ને એ અનિલ ને ફલેટ પર લઈ આવ્યો.....

એક ખડખડાટ હાસ્ય...અનીલ ના તો મોતીયા મરી ગયા.. આ હાસ્ય હની નું છે.. હની....હની તું ક્યાં છે..? પ્લીઝ મને માફ કરી દે... હું મારી ભૂલ સ્વીકારું છું.. મને માફ કરી દે... વિક્રમ ને હજી કંઈ સમજાતું ન હતું કે આ બધુ શું થઇ રહ્યું છે..... એણે હની ને બોલાવી.... હની સુંદર કપડાં માં રોઝ ફલેવર સ્પ્રે ની સુગંધ સાથે હાજર થઇ.....

             વિક્રમ તને બધી ખબર પડી જશે...એ અનિલ તરફ ફરી અને હકીકત જણાવવા કહ્યું....અનિલે પોતાનો ગુનો કબૂલ કર્યો.. હું પહેલાં થી જ પરણિત હતો.. છતાં હની ની સુંદરતા અને માસુમિયત થી હું બહેકી ગયો... એની સાથે રહેવા થી મારું કામ અને નામ વધ્યું..પણ જ્યારે હનીએ લગ્ન નું કહ્યું.. પછી અમારી વચ્ચે ઝઘડાઓ શરુ થયા..પણ હની મારા માટે સોનાનું ઈંડું આપતી મરઘી હતી.. એટલે મેં એને ફોસલાવી અને એ માની ગઈ.. પણ એક દિવસ એણે મારી ફોન પર ચાલતી વાત સાંભળી લીધી કે હું થોડાક દિવસ માં જ હની થી પીછો છોડાવી લઈશ....એ મને મારવા આગળ વધી..મારી સામે એક ફૂલદાની હતી એને મે હની ને માથા પર મારી..એ બેહોશ થઈ ગઈ.. પછી બાથ ટબ માં બેસાડી હેર ડ્રાયર થી શોર્ટ સર્કિટ કરી એનાં મોતને એક અકસ્માત બનાવી દિધું.... એનાં પૈસા ,ફલેટ માં હું વારસદાર હતો.. એટલે બધુ મારું થયું....

હની લોહી ના આસુડે રડી રહી હતી... એણે અનીલ ની છાતી માં પોતાના અણીદાર નખ ભરાવ્યા અને એને લોહી લુહાણ કરી નાખ્યો... એ એકેએક શ્વાસે માંફી માંગતો હતો..પણ હની એને ઢસડીને બાદ ટબ પાસે લઈ ગઈ.. જેવી રીતે એને મારી હતી એવું જ મોત એણે અનિલ ને આપ્યું....

                વિક્રમ તે મને સાચો પ્રેમ કર્યો..છ મહિના માં ક્યારેય તે મને સ્પર્શવા કે મારી સાથે સંબંધ બાંધવા માટે નથી કહ્યું.... એટલે જ મેં તને કોઈ નૂકશાન ન કર્યું.... હું હિરવા જ ઠીક હતી..આ લાઇમલાઇટમાં હું ખોવાઇ ગઇ... હિરવા માંથી હની મેડમ બની અને હની હંમેશા ને માટે ખોવાઈ ગઈ.. હવે તું તારી જીંદગી ખુશી થી જીવજે.. હું હવે મુક્ત છું....