1 in Gujarati Short Stories by Rj Nikunj Vaghasiya books and stories PDF | ગુલામી - સૌરાષ્ટ્રની સત્ય ઘટના

Featured Books
Categories
Share

ગુલામી - સૌરાષ્ટ્રની સત્ય ઘટના

જૂના જમાના નું વિજાપુર ગામ અને ગામ માં હતો બહારવટિયા ઓ નો આતંક એની ખબર આખા ગામ માં ફેલાયેલી હતી . જીવી બા નામે એક ડોશી એ ગામ માં રહેતા હતા એના બે નાના  બાળકો હતા ડોસી જંગલમાં જાય છાણ ને લાકડા વીણી કે બીજા શહેરમાં વેચી આવે અને તેમાંથી જે પૈસા મળે તેમાંથી પોતાની ગુજરાન ચલાવે.  એક વખત થયું એવું કે ડોશી માં જંગલમાં લાકડા કાપવા ગયેલા.  નાના બે બાળકો ઘરે હતા. એ સમયે બારવટીયા આવ્યા અને છોકરાઓ તો ગભરાય ગયા અને એક સંતાઈ ગયો ગાય ની ગમાંણ માં અને એક બીજો ખાટલા પાછળ છુપાય છે ત્યાં બારવટીયા તેને જોઈ જાય છે. અને પકડી લે છે. માં જંગલમાંથી સાંજે ઘરે આવે છે ત્યારે એને ખબર પડે છે તેના એક છોકરા ને બારવટીયા લઈ જાય છે. અને બીજો જે છુપાઈ ગયો હતો એને ભેટીને ખૂબ જ રડે છે. થોડા દિવસ  પછી જ્યારે દોશી જંગલમાં લાકડા કાપવા પાછી જાય છે ત્યારે પાછા બારવટીયા આવે છે. અને નાના છોકરાને પણ  પકડીને લઈ જાય છે. અને ડોસી રાત્રે આવે છે તો ખૂબ જ એકલું અનુભવે છે અને ખૂબ જ રડે છે. વિધિ ના લેખ એવા લખાય છે કે જે મોટો છોકરો છે એ ખૂબ જ ધનિક માનસ નો ગુલામ બને છે ક્યાં એને ઘરનું કામ પોતુ ને એવું કરવાનું હોય છે. અને નાનો છોકરો શેઠ ને ત્યાં વેચાય છે ત્યાં પણ નાનો છોકરો પણ ગુલામી જ કરે છે. પરંતુ તેનો શેઠ ખૂબ જ ઉદાર હોય છે. અને એને એના ભાગ ની મિલકત પણ આપે છે. આમ ડોશી મા નો નાનો છોકરો પોતે શેઠ બની જાય છે. અને એ પણ ઘરમાં નોકરો રાખતો થઈ જાય છે. એમાં બને છે એવું એનો ખુદનો જ ભાઈ એને ખબર નથી હોતી તે ત્યાં નોકરી માંગવા આવે છે. અને નાનો ભાઈ એને નોકરી આપે છે. નાના ભાઈ ને ખબર નથી હોતી પરંતુ મોટો ભાઈ એના નાના ભાઈને ઓળખી જાય છે. કઈ કેતો નથી પણ એકલો એકલો ગીત ગાયા કરે છે. એમાં બને છે એવું કે નાના ભાઈ ની છોકરી ને ગીતો નો બહુ શોખ હોય છે. એટલે એ જે નોકર બનેલો મોટો ભાઈ છે. તેની ત્યાં ગીતો સાંભળવા આવે છે. મોટાભાઈ નું ગીત આ પ્રમાણે છે. "મોટા તે દેશ તના મોટા કુબા માં નાના કુબા માં રહે ડોસ્લી જી રે એક સમય જાગિયો ગોકીરો ગામ માં આવી પોચ્યા ચાર પાંચ જી રે નાનો સંતાનો ગાયો ની ગમાંણમાં મોટા ને લઈ ગયા બારવટીયા જી રે" આ ગીત રોજે નાના ભાઈ ની દીકરી સાંભરે અને ખાવા નું પણ એને જ આપી દે એક દિવસ નાનો ભાઈ જે શેઠ હતો. એને કંઈક અલગ લાગ્યું અને એ પણ નાની છોકરી જ્યાં જતી હતી એની ત્યાં એની સાથે ગયો અને એનો જે મોટો ભાઈ ગીત ગાતો હતો એ સાંભળી ગયો. પછી એને ખબર પડી કે આ તો મારો નાનપણમાં. ગુમાવેલ ભાઈ છે. અને બંને ભાઈ ભેટી પડ્યા અને રાજી ખુશી થી રહેવા લાગ્યા. ( આ ઘટનાથી આપણને શીખ મળે છે કે સમય કોઈનો વફાદાર નથી હોતો અને સમય કાલે શું કરે એની કોઈને ખબર નથી હોતી પણ આપણે પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડશે સમય સામે કોઈનો હાલ્યું નથી અને હાલસે પણ નહીં)