Ghost Cottage - 6 - (Last Part) in Gujarati Horror Stories by Real books and stories PDF | Ghost Cottage - 6 - (Last Part)

The Author
Featured Books
Categories
Share

Ghost Cottage - 6 - (Last Part)

આગળ નાં ભાગ માં વાંચ્યું કે દરેક પોતાના અલગ વિચારો અને સપના પૂરા કરવા યોજનાઓ ગોઠવી રહ્યા હતા... પરંતુ જે રીતે વોલ્ગા અને કાયોનીની લાશ મળી હતી એ કંઇક અલગ કહાની રજૂ કરે છે.. વાંચીએ આગળ....

                 નક્કી કર્યા મુજબ કાયોની ઘરેથી નીકળી ગઈ અને વોલ્ગા સાથે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગઈ, સાથે થોડોક સામાન પણ હતો, બંને એક વાહનમાં બેસી ને એ કોટેજ સુધી પહોંચવા ના જ હતાં, પણ્ કાયોની એ ડ્રાઈવર ને ગાડી ચર્ચ લઇ જવા કહ્યું.. વોલ્ગા ને સમજાણું નહીં કે એ શા માટે અત્યારે ત્યાં જવા માટે કહે છે, કેમકે એનાં પ્લાન મુજબ કાયોની,પેલો ચોકીદાર અને મરાલા ની લાશ લઈને એ કોટેજમાં જવાનું હતું અને એણે બધું ગોઠવી લીધું હતું....પણ ચર્ચ પાસે જઈને કાયોની એ વોલ્ગા ને કહ્યું આજે આપણાં લગ્ન છે, વોલ્ગા એ તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે એનો પ્લાન ઉંધો પડી જશે, હવે એ પોતાના જાળમાં ફસાયો હતો,એ લગ્ન માટે ના પણ ન પાડી શકે અને એને લીધાં વિના જઈ પણ ન શકે કે એને છોડીને ભાગી પણ ન શકે, 

વોલ્ગા : આપે અચાનક જ આવો નિર્ણય કેમ કર્યો? આપણે તો બધાથી દૂર ચાલ્યા જશું જિંદગીભર માટે તો લગ્ન પણ પછી કરી લેશું, સુંદર કપડાં અને થોડા લોકોની હાજરીમાં.

કાયોની : આપણે લગ્ન કરી લીધાં હશે તો મારાં પિતા આપણને માફ કરી દેશે,પણ જો ભાગી ને એમનાં હાથમાં આવશું તો એ ગોળીએ દેશે, હું એમને ઓળખું છું એ ભૂલ માફ કરી દે છે, એટલે આપણે લગ્ન કરી ને એમની પાસે જઈને માંફી માંગી લેશું એ જરૂર માફ કરી દેશે. સારાં કપડાં ની ચિંતા ન કરો, હું આપણા માટે સુંદર કપડાં સાથે જ લાવી છું, પોતાની પાસે રહેલા બેગ માંથી વર - વધુ પહેરે એવાં કપડાં કાઢ્યા અને વોલ્ગા ને તૈયાર થઈ જવા કહ્યું.

              પોતાનો બદલો પૂરો થશે એવી આશા માં મરાલા સાથે ને સાથે જ હતી પણ ચર્ચના પવિત્ર વાતાવરણ ની આજુબાજુ પણ એ જઈ શક્તી નથી, તેથી કાયોની અને વોલ્ગા વચ્ચે શું થઈ રહ્યું એ કે થશે એ રોકી શક્તી નથી....એ ખૂબ ગુસ્સે થઈ અને આજુબાજુના વિસ્તારમાં એણે આતંક મચાવ્યો, કેટલાંય ઝાડ અને ઘર સળગાવી દીધા..એ ઘુરકિયા કરતી રાહ જોઈ રહી હતી બંને ની... જ્યારે બીજી તરફ ચર્ચ ના પાદરીએ બંનેને સહમતી થી લગ્નના સૂત્રમાં બાંધી દિધા સાથે પવિત્ર પાણી ભેટમાં આપ્યું અને હંમેશા ખુશ રહેવા નાં આશિર્વાદ આપ્યા....કાયોનીની ખુશીઓનું કોઈ ઠેકાણું ન હતું, પણ એને ક્યાં ખબર હતી કે એ પળો ફક્ત થોડીવાર માં એક ખોફનાક પળો માં ફેરવાઇ જશે.

                  બંને જણા ચર્ચ માંથી નીકળીને કોટેજ જવા નીકળ્યા મરાલા દૂરથી એમની રાહ જોતી ભડકે બળી રહી હતી કે ક્યારે એ આવે અને ક્યારે એ પોતાનો બદલો પૂરો કરે....પણ...આ શું? બંને જણા વર વધુના કપડાં માં સજ્જ હતાં, પોતાના પ્યારાં એપલ ને એણે પોતાની કાતિલ સાથે એનાં પતિ તરીકે જોવાનું સ્વપ્ન માં પણ નહતું વિચાર્યું..પણ.. અત્યારે એ જે જોઈ રહી હતી એ હકીકત જ હતી, એટલે એ વધુ ઉગ્ર બની..આગળ શું ઘટવાનું છે એનાથી બંને અજાણ એ કોટેજ પર પહોંચી ગયા...

                           કાયોની એ પોતાનો સામાન એક તરફ મૂક્યો અને વોલ્ગા ને બાથમાં ભર્યો.. ત્યાં જ એક જોરદાર પ્રહાર થયો અને કાયોની હવામાં અધ્ધર ઉડીને ભીંત પર ભટકાઇ ને જમીન પર પડી,એ દર્દ થી તડપી ઉઠી..અચાનક થયેલા હુમલા થી વોલ્ગા નું હ્રદય પણ થડકી ગયું, વિકૃત ચહેરા સાથે અત્યંત ગુસ્સામાં મરાલા વધારે બિહામણી લાગી રહી હતી... એને જોઈ ને કાયોની નું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યું..એ એટલી હદે ડરી ગઈ જાણે હમણાં એનું હ્રદય બહાર નીકળી જશે, એનું કદરૂપું રૂપ જોઈ એની આંખો પહોળી થઇ ગઈ એને લાગ્યું કે હમણાં એનાં માથાના સો ટુકડા થઈ જશે...કાયોની ને મૂકી મરાલા વોલ્ગા ની નજીક આવી અને કહ્યું : તે પણ મને દગો આપ્યો, લગ્નનું વચન મને આપ્યું અને મારા પ્રેમ અને જીંદગી ને છિનવનારી સાથે તે લગ્ન કરી લીધાં.. તને પણ સજા મળશે..કાયોનીએ વોલ્ગા અને મરાલા ની વાત સાંભળી.... એને હવે સમજાયું કે એણે વોલ્ગા સાથે ત્યાં આવીને કેવડી મોટી ભૂલ કરી છે..પણ હવે અફસોસ કરવાથી કંઈ નહીં થાય..કાયોનીએ મરાલા ની માંફી માંગી... એનાં શબ્દો સાંભળતાં જ મરાલા વિફરી અને કાયોનીને હવામાં અધ્ધર લટકાવી દિધી....

મરાલા : તે દિવસે હું અસહાય હતી,બેબસ હતી, તારો પ્રતિકાર ન કરી શકી પણ... આજે મને થયેલા ઘાવ અને દર્દ નો હિસાબ લઈશ... એણે કાયોની પર અદ્રશ્ય રીતે જ કોરડા વિજંવા નું શરુ કર્યું..એક એક કોરડે મખમલ જેવી ચામડી ઉતરડાઈ રહી હતી...કાયોનીની કારમી ચીસ થી ત્યાં નું વાતાવરણ દર્દ અને ડરથી વધું ભયાવહ લાગી રહ્યું હતું...

            વોલ્ગા થી એ ન જોવાયું, એણે મરાલા ની માંફી માંગી... પ્લીઝ મારી વહાલી મરાલા એને છોડી દે,માફ કરી દે, હું માનું છું કે એણે તારી સાથે ખૂબ ખોટું કર્યું..પણ તું બધું જાણી જોઈને એવી જ પીડા કેમ આપી શકે... એને જવા દે..... વોલ્ગા નાં મોઢેથી કાયોની માટે દયાજનક શબ્દો સાંભળી મરાલા વધુ આક્રમક બની ગઇ.. એણે બાજુમાં સળગતી આગ માંથી એક સળગતું લાકડું લીધું અને એનાં સુંદર શરીર પર ડામ ચાંપવા લાગી..કાયોની પીડાથી બેભાન જેવી થઇ ગઇ...પણ મરાલા જંપી નહીં.. એણે સળગતાં કોલસા કાયોનીના મોં માં ભરી દિધા... બેભાન હોવા છતાં એ પીડાથી રીબાઈ રહી હતી... વોલ્ગા ને ખબર હતી કે એ મરાલા ને રોકી નહીં શકે...અને આવી રીતે એ કાયોનીને તરફડતી અને પીડાદાયક હાલતમાં પણ જોઇ નથી શકતો.. ત્યાં જ ચોકીદાર પણ આવ્યો જે આ વાતથી અજાણ હતો કે અહીં શું બન્યુ છે.....કાયોની થી એનું ધ્યાન ભટકાવવા માટે એણે મરાલા ને ચોકીદાર તરફ ઈશારો કર્યો...ચોકીદાર હજુ દૂર થી આવી રહ્યો હતો.. હવાની લહેરખી ની જેમ મરાલા પલક જપક્તા જ ચોકીદાર ની આગળ ઊભી રહી ગઈ... અત્યંત બિહામણી અને ભયાનક મોં અચાનક જ સામે આવી જતાં ચોકીદાર ડરીને ગોથું ખાઈ ગયો, બીકને કારણે એ પોતાના બંને હાથ હ્રદય પર મૂકી આંખો મીંચી ને જમીન પર ટુટીયુવાળી ને સ્થિર થઈ ગયો...મરાલા એ નજીક જઈને કહ્યું : ચાંદ મામુ શરબત પીશો? એક લોહી થી છલકતો ગ્લાસ એણે ચોકીદારની સામે ધર્યો.... કેમ આજે શું થયું? હું મરાલા છું, આજે મારાં હાથનું શરબત નહીં પીઓ? એક ક્રૂર અટૃહાસ્ય ચારે તરફ રેલાઈ ગયું... એણે એ ગ્લાસ ચોકીદાર પર રેડી દિધો.. બીકને કારણે ચોકીદાર નું શરીર સૂન્ન થઈ ગયું હતું, આવાજ ગળામાં જ રોકાઇ ગયો,બધી ચેતના બુઠી થઈ ગઈ હતી, એને એમ જ હતું કે હમણાં હ્રદય નાં ફુરચા નીકળી જશે...મરાલા આગળ કંઈ બોલે એની પહેલા એને લાગ્યું કે વોલ્ગા અને કાયોની ક્યાંક જઈ રહ્યા છે... એણે જોરથી ચીસ પાડી અને પોતાની અંદર રહેલા ગુસ્સા ને ચોકીદાર પર ઢોળ્યો એણે એક જ પ્રહાર થી ચોકીદાર ને જમીન માં દાટી દિધો અને વોલ્ગા અને કાયોની તરફ ભાગી અને બંને ને પકડી ને ફરીથી એ જ જગ્યાએ નાંખ્યા.... વોલ્ગા ને હવામાં અધ્ધર લટકાવી એ કાયોની તરફ વળી... એનાં સુંદર શરીર પર ડામ અને ચાબુક નાં ઘાવ જોઈ એ ખુશ થઈ રહી હતી..એક અણીદાર સોયા વડે એણે કાયોનીના ગાલ પર અણી ભોકાવવાની શરૂ કરી,કાયોની દર્દથી ચીસો પાડતી હતી.. વોલ્ગા પણ એને માફ કરી દેવા માટે આજીજી કરતો હતો..પણ મરાલા એનો બદલો લેવામાં આંધળી બની હતી....આ એ જ હાથ છે જેના થી તે મારાં વહાલાં એપલ ને અડ્યો હતો... પોતાનાં તીક્ષ્ણ નખ થી એણે કાયોનીના હાથ ચીરી નાંખ્યા....કાયોની ને જરાપણ ભાન ન હતી, જાણે  હમણાં એનાં શરીરમાંથી જીવ નીકળી જશે...મરાલા એ ગરમ સળીયા ભોંકી એની આંખો ફોડી નાખી.... છતાં એનાં શરીરમાં જીવ હતો....પણ મરાલા ને એમ જ હતું કે કાયોની મરી ગઈ છે અને એનો બદલો પૂરો થશે.....પણ હજુ વોલ્ગા ની સજા બાકી છે.... એણે વોલ્ગા ને જમીન પર પાડ્યો અને એની ઉપર બેસી ગઇ.... તારાં દિલમાં ફક્ત હું હતી, છતાં આજે મારાં કરતા વધારે તને એની પરવા હતી, તને પણ એવું જ દર્દનાક મોત મળવું જોઈએ જેવું કાયોનીને મળ્યું છે...

               ત્યાં જ ધીમો અને અસ્પષ્ટ આવાજ સંભળયો.... દર્દ અને જીવવાની ઝંખના ભર્યો....મરાલા જેને મરેલી સમજતી હતી એ કાયોની હજુ શ્વાસ ભરી રહી હતી....મરાલા ફરી એકવાર એનાં પર ટુટી પડી.... તું બદ્જાત છો..તે મારી જીંદગી તબાહ કરી...અને મારાં પ્રેમ ને છીનવી લીધો... હજુ આ હ્રદય વોલ્ગા માટે ધબકે છે ને..તો એને પણ શાંત કરી દઉં...એમ કહી એણે એક જ ઝાટકે કાયોનીનુ હ્રદય શરીરમાંથી બહાર ખેંચી લીધું...કાયોની નો શ્વાસ થંભી ગયો....

વોલ્ગા : તું પાપીણી છો, તું ખૂનની પ્યાસી ચૂડેલ છો.. તને કોઈ પ્રેમ ન કરી શકે... એટલું કહેતાં જ એણે પવિત્ર પાણી પોતાના હાથમાં લીધું અને કાયોની નાં શરીર પર છાંટ્યું... જેથી તેની આત્મા ને શાંતિ મળે અને પોતે હાથે જ લોખંડના સળિયા ને હ્રદય પર મારી ને પોતાનો જીવ લઈ લીધો.... મરતાં મરતાં એણે કાયોની ને કહ્યું.... તું હમેશ ને માટે ભટકતી રહીશ.... તને કોઈ પ્રેમ નહીં કરે, તને ક્યારેય મુક્તિ નહીં મળે.....મરાલા કંઈ કરે કે કંઈ બોલે એ પહેલાં વોલ્ગા નો જીવ એનું શરીર છોડી ચૂક્યો હતો.....

                   હેન્રી અચાનક જ કોઈ ભયાનક સ્વપ્ન જોઈને થડકી ગયો હોય એમ આંખો ખોલીને જોયું....એ જ સુખડ ની સુગંધ...એ ઓળો હેન્રી ની નજીક જ હતો.... હવે તને સમજાય ગયું કે તું કોણ હતો.. ને હું તને શા માટે ઓળખું છું.... તું મારી સાથે લગ્ન કરી લે એટલે હું હંમેશા ને માટે આઝાદ થઈ જાઉં.....

        હેન્રી એ કહ્યું કે તે ઘણાં લોકો નાં જીવ લીધા છે, તો શું ભરોસો કે તું મારો જીવ નહીં લે,

એ ઓળો સુગંધ બની આખાં ખંડમાં પ્રસરી ગયો અને એક જ ક્ષણમાં હેન્રી ની નજીક આવી ગયો..એ બધાં ડરપોક હતાં.. મેં કોઈ ને નથી માર્યા...એ બધાં અહીં આવ્યા અને મેં એમને મારી આટલાં વર્ષો ની ઈચ્છા જણાવી પણ એ પોચા હ્રદયવાળા મારું રૂપ જોઈ ન શક્યા અને મરી ગયા..પણ તું બહાદુર છો.... તું જ મને મુક્તિ અપાવીશ....

        અને હું ના પાડું તો? હેન્રી એ નીડરતાથી જવાબ આપ્યો..

           ત્યાં જ પેલો ઓળો વમળની જેમ હેન્રી ની આસપાસ વીંટળાવા લાગ્યો... હેન્રી જાણતો હતો કે એ મને જીવતો જવા નહીં દે...અને એનો સામનો હું કરી નહીં શકું.... ત્યાં જ એનાં મનમાં ઝબકારો થયો... વોલ્ગા એ પવિત્ર પાણી ની બોટલ ત્યાં અંગીઠી પાસે મૂકી હતી... આટલાં વર્ષો સુધી એ ત્યાં હશે એ શક્ય તો નથી પણ શું ખબર કે આજે ઇશુ ની દયા થઇ જાય અને મને અને મરાલા ને મુક્તિ મળી જાય.... એણે કહ્યું ઠીક છે પણ મારી એક શરત છે.. નવાં કપડાં પહેરીને જ હું લગ્ન કરીશ...મરાલા આટલું સાંભળતા જ ખુશ થઇ ગઈ અને હમણાં તૈયાર જ છે એમ કહી સ્થિર થઈ.. એક  પળનો પણ વિલંબ કર્યા વગર હેન્રી અંગીઠી તરફ ધસ્યો અને હાથ થી અંધારામાં કશું શોધવાં લાગ્યો.... શું શોધે છે વોલ્ગા? મરાલા નો ઓળો એની નજીક આવી ગયો..... કંઈ નહીં બોલી હેન્રી સાવધાની પૂર્વક ઉભો થઈ ગયો અને એક મોકો મળે એની રાહ જોવા લાગ્યો.... ત્યાં જ મરાલા ઓળાં માંથી એક આકાર સ્વરૂપે દેખાવા લાગી...અને હેન્રી તરફ આગળ વધી ત્યાં જ હેન્રી એ પેલું પવિત્ર પાણી મરાલા પર છાંટવા લાગ્યો...મરાલા છટપટતી હતી..તે પણ દગો કર્યો.. હું કોઈ ને નહીં છોડુ.. હું બધાં ને સજા આપીશ...કહેતા કહેતા તો એ હવામાં ઓગળી ગઈ..... વાતાવરણ શાંત બની ગયું....સુખડની સુગંધ ને બદલે વર્ષોજૂની ધૂળ નાં ગોટા ઉડ્યા...હવા મંદ પડી ગઈ અને વાતાવરણમાં તાજગી છવાઇ ગઇ....

                   વોલ્ગા પ્રભુ નો આભાર માનતો, બહાર નીકળી ગયો જોયું તો ચર્ચ ની ઘડિયાળ માં સવારે પાંચ વાગવા નાં ડંકા વાગી રહ્યા હતા..જેવો એ રસ્તે ચડ્યો કે સામે થી એનાં સમણાં ની રાજકુમારી આવી રહી હતી... એણે ઊંડો શ્વાસ લીધો અને ફરી થી પ્રભુ નો આભાર માન્યો...

સમાપ્ત..