આપણે આગળ વાંચ્યું કે કેવી રીતે કાયોનીએ મરાલા ને દર્દનાક મોત આપ્યું, અને એ પણ એવી વ્યક્તિ ને મેળવવા માટે કે જે એને પરે નથી કરતો કે નથી એનાં વિશે વિચાર કરતો... હવે આગળ...
વોલ્ગા ની આંખ માંથી સતત આંસુડાં વહી રહ્યા હતા,મરાલા કરતાં વધુ એ પીડાઈ રહ્યો હતો, એ હજુ પણ માનવા તૈયાર ન હતો કે એની વ્હાલી મરાલા એને છોડીને ખૂબ દૂર ચાલી ગઈ છે,એ આંખો બંધ કરીને ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યો.. કે આ બધું ખોટું હોય, ફક્ત એક સપનું હોય... હું મારી મરાલા સાથે ખુબ ખુશ થઇને રહીશ....આ બધું ખોટું છે....અને તે વધુ જોરજોરથી રડવા લાગ્યો..પણ.. એને ચૂપ કરાવનાર કે એની પીડા સમજનાર કોઈ નથી,
મરાલા: મારાં વહાલાં એપલ.... તું દરરોજ ની જેમ કાયોનીને સફરજન આપજે, થોડાક દિવસ પછી એ તારાં પર વિશ્વાસ કરતી થઈ જાય પછી એની પાસે તું લગ્નનો પ્રસ્તાવ મૂકજે,એ તારી બધી જ વાત માનશે, એટલે તું મારાં શરીરને આસાનીથી મેળવી શકીશ અને એને વિધિવત દફન કરી શકીશ, તું એને એવી જગ્યાએ લઈ આવજે જ્યાં હું મારો બદલો પૂરો કરી શકું.... વોલ્ગા ને ભાન જ ક્યાં હતી કે એ બધું સમજે અને વિચારે... એને તો પોતાની દુનિયા ખુવાર થઈ ગઈ એ જ વિચાર ધ્રુજાવી દેતા હતા.... છતાં એ પોતાની વ્હાલી મરાલા માટે બધું કરવા માટે તૈયાર થઈ ગયો.
મરાલા અને વોલ્ગા ના પ્લાન મુજબ વોલ્ગા દરરોજ કાયોનીની રાહ જોતો ઊભો રહેતો, દરરોજ સફરજન આપવા લાગ્યો... થોડાક દિવસ થયા ત્યારે કાયોની એ સામેથી જ વોલ્ગા ને એની સાથે લગ્ન કરી લેવા માટે કહ્યું...કાયોનીની વાત સાંભળી વોલ્ગા ને ખૂબ નવાઈ લાગી... એને ખબર હતી કે કાયોનીએ મરાલા ને એટલે જ મારી નાંખી કે એ મને મેળવવા ઇચ્છતી હતી..પણ ... આવી રીતે સામે થી લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો એટલે એ હેરત પામી ગયો....
કાયોની : વોલ્ગા તું મને તારી સાથે લઈ જા, તારી પત્ની બનાવી ને, તું જેમ રાખીશ એવી રીતે હું ખુશ રહીશ.... તું મારી સાથે લગ્ન કરી લે.
વોલ્ગા : આ તમે શું કહો છો? આપ તો મહેલોમાં રહેનારી છો, મારું ઘર તો ઘોડાનાં અસ્તબલ જેવું છે, આપે ફરી એકવાર વિચાર કરવો જોઈએ..આપ મારી સાથે ખુશ નહીં રહી શકો. (જેમ જેમ વોલ્ગાના મોં માંથી ના નીકળે એમ એમ કાયોની વધારે આગ્રહ કરવા લાગી,) પરંતુ આપના પિતા ખુબ ધનવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એમને ખબર પડશે તો એ મને ભરબજારે સૂડી પર લટકાવી દેશે, એનાં કરતાં હું મારી મરાલા સાથે જ જીંદગી જીવી લઈશ.
કાયોની : (મરાલા નું નામ સાંભળીને થોડી ગભરાય અને તેના મોં પર એક અણગમો ઉભરી આવ્યો) ના વોલ્ગા તું જ્યાં રાખીશ ત્યાં હું રહીશ, અહીં થી થોડે દૂર દરિયાકિનારે મારા પપ્પા એ કોટેજ બનાવડાવ્યું છે, જ્યાં હું એક-બે વાર રજા પર જઈ આવી છું, એ જગ્યા ખૂબ શાંત અને સુંદર છે, કોઈ વિચારી પણ નહીં શકે કે આપણે ત્યાં છીએ..
બધું જ પ્લાન મુજબ જઈ રહ્યું હતું,કાયોનીના મનમાં નવી જીંદગી માટે નવા સપના અને વિચારો આકાર લઈ રહ્યા હતા, વોલ્ગા નાં મનમાં ઘણું બધું ગોઠવાઇ રહ્યું હતું અને એ બંને ને સાંભળનાર અને અદ્રશ્ય રીતે જોનાર મરાલા પણ પોતાના ખુનીઓ ને મારવા માટે ઘણું બધું ગોઠવી ચૂકી હતી.
હંમેશા શાંત અને સૂમસામ રહેતા રસ્તા પર ગાડીઓ ની લાઈન લાગી ચૂકી હતી, સમાચાર નાં તંત્રી, પોલીસ અધિકારી અને શહેરના વિવિધ મોટાં લોકો જમા થઈ ગયા હતા, લોકો ની ભીડ ઉમટી હતી અને દરેકનાં મોં ઉપર ડર, આશ્ચર્ય, કેટકેટલાંય પ્રશ્નો જેના કોઈ જવાબ ન હતાં હતી તો ફક્ત બે અત્યંત વિકૃત અને ભયાનક લાશો, જેને જોઈને પોચા હ્રદયવાળા નું હ્રદય બેસી જાય.એક લાશ હતી કાયોની ની અને બીજી લાશ હતી વોલ્ગા ની.
જેવી રીતે કાયોનીએ મરાલા ને દર્દનાક મોત આપ્યું એવી જ હાલત કાયોનીના શરીરની હતી.. એનાં કરતાં પણ વધુ એનાં બને હાથ ની આંગળીઓ અને હથેળી ને કપડા નાં લીરાની જેમ ચીરી નાખી હતી, અને એનાં શરીરમાંથી હ્રદય કાઢી લીધું હતું, ત્યાં ફક્ત બાકોરું હતું, શરીરનું લોહી વહી ગયું હતું અને એ લાશ કાયોનીના બેડ પર પડી હતી.જે કાયોનીને શોધવા માટે પોલીસ અને પરિવાર એક અઠવાડિયા થી આકાશ પાતાળ એક કર્યાં હતાં એ આવી હાલતમાં મળી... અને સાથે એક સાવ ગરીબ છોકરાંની લાશ જેને કાયોની કે એનાં પરિવાર સાથે જમીન આસમાન નો ફરક હતો. વોલ્ગા નાં હ્રદય પર એક ધારદાર સળિયો ભોકાયેલો હતો, એનાં શરીર પરથી સુખડ ની સુગંધ આવતી હતી...
આ મૃત્યુ કેવી રીતે થયાં અને આ લાશ અહીં સુધી કેવી રીતે પહોંચી એ બધાં માટે રહસ્ય હતું,એ સાથે એક બીજું રહસ્ય પણ હતું,જે દિવસે કાયોની ઘરેથી લાપતા થઈ તે દિવસથી ચોકીદાર પણ ક્યાંક ગુમ થઈ ગયો હતો જેનો પતો લાગ્યો ન હતો....
આવું કેવી રીતે બની ગયું? વોલ્ગા નાં મોતનું કારણ કોણ હશે? શું કાયોની એ વોલ્ગા નો જીવ લીધો કે બદલો લેવા આંધળી બનેલી મરાલા એ બંને ને મોતને ઘાટ ઉતારી દીધા હશે? કેવી રીતે એ બંને ની લાશ અહીં પહોંચી..હે જાણવા માટે વાર્તા નો છેલ્લો ભાગ જરૂર વાંચજો....