દરિયા ની લહેરો પર થી લહેરાતો ઠંડો અને શાંત પવન મિલનની ઉત્સુકતાની સાથે સાથે મળવા નું વચન આપી ને મોડું કરનાર નાં વિરહ ની વેદના ને વધુ ભડકાવે છે,એક ચોવીસ વર્ષનો યુવાન જે પોતાની પ્રેમિકા ને આજે લગ્ન માટે પ્રપોઝ કરવાનો હતો,એક સુંદર ફુલ નો ગુલદસ્તો અને પોતાના હાથે બનાવેલી પીતળ ની વિંટી હાથ માં લઈને રાહ જોતો ઊભો હતો. હેન્રી વ્યવસાયે લુહાર પણ દિલથી એક ઉદાર અને પ્રેમાળ હ્રદય નો માલિક, એની પ્રેમિકા સેલ્વીની રાહ જોતો ઊભો હતો.
કેટલા દિવસ પછી એ મદમસ્ત સુગંધ માં ખોવાઈ જવું છે, એનાં ગુલાબી ગાલ પર રેલાતી શરમ ની લાલી ને મનભરીને નિહારવી છે, એનાં રેશમી વાળ માંથી આવતી રોઝ નાં ઈત્ર ની સુગંધ માં ખોવાઈ જવું છે, એનાં નરમ હાથોથી એક ટુકડો ખાઈ ને હમેશાં માટે ધરાઈ જવું છે, પણ એ હજુ આવી કેમ નહીં? કદાચ એની માએ કામ માટે રોકી લીધી હશે, હમણાં આવતી જ હશે.એવુ વિચારી એ રાહ જોતો ઊભો રહ્યો.
હેન્રી જ્યાં ઊભો હતો ત્યાંથી આગળ અનંત સુધી વિસ્તરેલો અફાટ સમુદ્ર અને ડાબી બાજુ વર્ષો જુનું અવાવરું અને બદનામ લાઈટ હાઉસ, પાછળ રેતાળ દરિયા કાંઠો જે દિવસે તો ચહેલપહેલ થી ભરેલો હોય પણ અત્યારે એ નિર્જન છે, શાંત અને એકદમ ભયાનક જ્યાં કોઈ એને દૂર થી બોલાવી રહ્યું હતું, ગામનાં ચર્ચ પરની ક્લોક નવ ટકોરા વગાડી ચૂકી હતી,એનાં પર થી હેન્રી સમજી ગયો કે ઘણું મોડું થઈ ગયું છે, હવે સેલ્વી નહીં આવે...ફરી ક્યારેક અથવા ક્રિસમસ ની રાત્રે... એવું વિચારીને એ ઘર તરફ વળ્યો અને પોતાની સાઇકલ લઇને ચાલતો થયો પણ... એણે જોયું કે ઘોસ્ટ કોટેજમાં રોશની હતી, એણે અત્યાર સુધી સાંભળ્યું હતું કે ત્યાં લોહી તરસી ચુડેલ રહે છે,જે એક વખત ત્યાં જાય એની લાશ જ મળે છે, છતાં હેન્રી નું મન કોઈ અજાણ્યા આકર્ષક અને ખેંચાણ ને કારણે એણે પોતાની સાઇકલ એ અજવાળાં તરફ વાળી લીધી, કોઈ ડર નહીં, એને ભાન જ ન રહ્યું કે એ કયારે ઘોસ્ટ કોટેજ નાં આગળ ના દરવાજે પહોંચી ગયો, દરવાજો ખુલ્લો હતો,એ અંદર આવ્યો જોયું તો ચારે તરફ એકદમ સાફ અને વ્યવસ્થિત સજાવેલો બેઠક ખંડ એક મીણબત્તી સળગી રહી હતી, ચારે તરફ એક ઠંડક પ્રસરી ગઇ અને સુખડ ની સુગંધ સાથે એક હવા ની આછી લહેરખી પસાર થઈ ગઈ, હવાનો સ્પર્શ થતાં જ હેન્રી થોડોક ભાનમાં આવ્યો, એ અહીં મોત નાં મોં માં કેવી રીતે પહોંચી ગયો એ એને સમજાતું ન હતું, એનું હ્રદય જાણે હમણાં ફાટી પડશે એવો ડર લાગ્યો,પણ કોઈ સુરીલા કંઠે ગીત ગાતું એની તરફ આવી રહ્યું હોય એવું લાગ્યું, એણે ચારે તરફ નજર ફેરવી મીણબત્તી નાં અજવાળાં માં એને એક ઓળો દેખાયો, એ ઓળો હેન્રી ની વધુ નજીક આવ્યો અને કહ્યુ, તું આવી જ ગયો ને હું વર્ષોથી થી તને મળવા માટે તડપુ છું, આ ફુલો નો ગુલદસ્તો અને લગ્નની વીંટી મારા માટે લાવ્યો છે....
હેન્રી ને સમજાતું ન હતું કે એ એનું નામ કેમ જાણે છે? છતાં એણે હિંમત કરી ને પૂછ્યું: તું કોણ છે? મારું નામ કેવી રીતે જાણે છે? શું તું એ જ ચુડેલ છો ને કે જે લોકો નું લોહી પી જાય છે?એક સાથે ઘણા સવાલ અને ડર સાથે એ બેઠકખંડમાં એ ડરામણા ઓળાની સામે ઊભો હતો. એ જાણતો હતો કે હવે એ થોડીકવાર નો મહેમાન છે, છતાં ડરને મનમાં દબાવી એ ઊભો હતો.
હવે આગળ..? શું હેન્રી ત્યાંથી જીવતો પાછો આવશે? એ ચુડેલ કોણ છે? અને હેન્રી સાથે એને શું સંબંધ છે? કે કોઈ આગલા જન્મ નો અધૂરો વાયદો? વધુ આવતા ભાગમાં....