Fate in your hands in Gujarati Book Reviews by Rakesh Thakkar books and stories PDF | ભાગ્ય તમારી મુઠ્ઠીમાં

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

Categories
Share

ભાગ્ય તમારી મુઠ્ઠીમાં

ભાગ્ય તમારી મુઠ્ઠીમાં- રોબિન શર્મા  
પુસ્તક પરિચય:- રાકેશ ઠક્કર

        ‘વ્યક્તિગત તથા વ્યાવસાયિક શ્રેષ્ઠતા માટે જીવન બદલી નાખતી માર્ગદર્શિકા’ તરીકે ઓળખવામાં આવેલા પુસ્તક ‘ભાગ્ય તમારી મુઠ્ઠીમાં’ ના લેખક રોબિન શર્માએ એમાં દરેક પ્રકરણમાં પ્રેરણાત્મક ઉક્તિઓ પણ આપી છે. કુલ 36 પ્રકરણ છે.  
        પહેલા પ્રકરણ ‘હવે સંપૂર્ણતા સાથે જીવો’ શીર્ષકમાં તે જીવન વિષે વાત કરીને માણસો શ્રેષ્ઠ રીતે જીવવાનું મોકૂફ રાખે છે એવા માણસોને સલાહ આપતા કહે છે કે,‘આપણામાંના મોટાભાગના લોકો એવી રીતે જીવે છે જાણે આપણી પાસે દુનિયાનો બધો સમય પડ્યો હોય. આપણે આપણાં ઉચ્ચતમ તથા સર્વશ્રેષ્ઠ સુધી પહોંચવા માટે જીવવાનું બાજુ પર મૂકી દઈએ છીએ અને છતાં, દિવસો અઠવાડિયાંઓમાં, અને અઠવાડિયાંઓ મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં સરતા જાય છે. તમને ખ્યાલ પણ આવે તે પહેલાં, તમારું જીવન પૂરું થઈ ગયું હશે અને મોટાભાગના લોકો, જ્યારે તેઓ તેમની મરણ પથારીએ હોય ત્યારે તેમને આ એક જ પસ્તાવો હોય છે : કે તેમણે પૂરતાં જોખમો ન ઉઠાવ્યાં, કે તેમને તેમની સર્વોચ્ચ અંગત શક્તિનો ખ્યાલ ન આવ્યો અને કે તેમણે વધારે પ્રેમ ન આપ્યો.’
        આ પ્રકરણની પ્રેરણાત્મક ઉક્તિમાં એડવીન લુઇસ કોલનું સુવાક્ય છે,“તમે પાણીમાં પડવાથી ડૂબી જતા નથી : તમે તેમાં પડ્યા રહેવાથી ડૂબી જાવ છો.” 
        ત્રીજા પ્રકરણનું શીર્ષક છે,‘સફળતા માટેનો સમતોલ નમુનો’ એમાં સફળતા પામવા કેવા બનવું જોઈએ એના વિષે વાત કરતાં કહે છે,“હું માનું છું કે આપણાં જીવનમાં ખરી સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે વ્યવહારુ તથા આધ્યાત્મિક બંને થવું જરૂરી છે. વ્યવહારુ બાજુએ આપણે આપણા ઇરાદાઓ જાહેર કરીએ, આપણી કલ્પના સ્પષ્ટ કરીએ અને પછી આપણાં સ્વપ્નોને જીવંત બનાવવા માટે પગલાં ભરીએ તે આવશ્યક છે. એક વખત આપણે આ સ્થિતિએથી કામ કર્યું હોય ત્યારે એ પણ આવશ્યક છે કે આપણે આપણાં લક્ષ્યો માટેની પકડ ઢીલી રાખીએ અને એક એવા સ્વીકારની જગ્યાએ ચાલ્યા જઈએ જેમ કે જ્યાં તમે જાણતા હો કે તમે જે ઇચ્છો છો તે બરાબર તમે ઇચ્છો છો તેજ રીતે ન પણ થાય તોપણ જે થાય છે તે શ્રેષ્ઠ માટે જ થાય છે.”
        28 મા પ્રકરણનું શીર્ષક છે,‘કઇ વસ્તુ એલીટ પર્ફોર્મર (ચુનંદા દેખાવકર્તા) બનાવે છે?’ દરેક વ્યક્તિમાં મહાનતા પડેલી છે અને એના સુધી પહોંચવા માટે માત્ર સુરક્ષિત વાતાવરણની વાત કરીને એ કહે છે કે,“એલીટ પર્ફોર્મર્સ શ્રેષ્ઠતાને સમર્પિત હોય છે. ૨ દિવસના એલીટ પર્ફોર્મર્સ સીરીઝ કાર્યક્રમ દરમિયાન મેં સૂચક રીતે જેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેવી બાબતો પૈકીની એક એ હતી જે કોઈ પણ કર્મચારીને તેઓ જે કરે છે તે બધામાં ખરેખર શ્રેષ્ઠ બનવા માટે મદદગાર સાબિત થઈ છે. મારા માટે “શ્રેષ્ઠતા”એ ઘણો જ સુંદર શબ્દ છે. એલીટ પર્ફોર્મર્સ સતતપણે તેમને પોતાને નીચેનો પ્રશ્ન પૂછતા રહે છે : “શું હું જે રીતે દેખાઈ રહ્યો છું તે સાચા અર્થમાં શ્રેષ્ઠ છે અને શું તે એવા કોઈકનાં પ્રતિબિંબરૂપ છે જે વિશ્વસ્તરીય ધોરણ પર કામ કરે છે?”
        આ પ્રકરણમાં આપેલી પ્રેરણાત્મક ઉક્તિ જોઈએ.
        “તમારા બધા જ નીતિમત્તાભર્યા ફેંસલાઓને પ્રોત્સાહિત કરો અને જ્યારે પણ તક ઊભી થાય ત્યારે તેને કામે લગાડો. એ વાતની ખાતરી કરો કે જેવી રીતે શરીરના પગને કસરત આપવાથી તે મજબૂતાઈ મેળવે છે અને આ કસરત જ તેને તેમ કર્યા કરવાની આદત પાડશે.” – થોમસ જેફરસન
        આ પ્રકરણમાં એ રોજનીશી લખવાનું મહત્વ સમજાવી એના લાભ વર્ણવે છે. અને કહે છે કે,“એક રોજનીશી લખવી તે તમારી સમજણને વધુ ઉંડી બનાવે છે. કંઈક લખી લેવાની માત્ર ક્રિયા જ તમને શીખવાનાં વધુ અસરકારક સંકલનની છૂટ આપે છે. જ્યારે તમે એક સેમીનારમાં જાવ અને ત્યાં નોંધ ઉતારો ત્યારે તમે નોંધ ન ઉતારી હોય ત્યારે યાદ રહ્યું હોય તેના કરતાં નોંધી લીધેલું વધારે “ચોંટડૂક” બનશે. તેવી જ રીતે, રોજનીશી લખવી તે તમને જીવનમાંથી શીખવા દેશે. તે તમારા દિવસોને તમારે માટે કામ કરવા દેશે. તમે દરરોજ વધુ શાણા બનો છે.”
        જો આપણે ભાગ્યને મુઠ્ઠીમાં કરવું હોય અને વ્યક્તિગત કે વ્યાવસાયિક જીવનમાં સફળતા મેળવવી હોય તો માર્ગદર્શન માટે જયકો પબ્લિશીંગ હાઉસ, મુંબઈ દ્વારા પ્રકાશિત આ પુસ્તક વાંચવું જોઈએ.