પ્રેમ સમાધિ
પ્રકરણ-103
વિજય એની ચેમ્બરમાંથી મ્હાત્રેની પાછળ પાછળ બહાર નીકળ્યો એને થયું. અમારાં બંન્નેનાં મોબાઇલમાં એક સાથે ફોન આવ્યા ? મારાં ઉપર નારણનો અને એનાં ઉપર કોનો ? મ્હાત્રેને એકબાજુ જઇને ગંભીરતાથી વાતો કરતો જોઇને વિજય એની પાસે ના ગયો એનાં મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ જાણે ચાલી રહેલું એને થયું આ પેલો નીચ કપાતર મધુ કંઇ પણ કરી શકે.... હું અહીં શીપ પર મુંબઇ છું મારાં વફાદાર બધાં અહીં છે દમણમાં ઘરે કાવ્યા અને કલરવ એકલાં છે ત્યાંનો મને વિચારજ ના આવ્યો ? પણ મને ક્યાંથી આવે સમાચારજ એવાં આપેલા કે...
વિજય વિચારમાં પડ્યો એણે રામભાઉને પોતાની પાસે બોલાવ્યા... એમને બોલાવવા ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં એમનો મોબાઇલ બીઝી આવ્યો હતો એણે ખારવાને બૂમ પાડી રામુને બોલાવવા કહ્યું એની અકળામણ વધી ગઇ એનો જીવ અંદરને અંદર બળી રહેલો.. ત્યાં એને થયું મેં પેલાં દિનેશ મહારાજને ઘરે રાખ્યાં છે એમને ફોન કરવા દે... ઘરે છોકરાઓ છે ઘણી બધી કેશ... વિજયે તરતજ મોબાઇલ કાઢી દિનેશ મહારાજને ફોન કર્યો....
સામેથી દિનેશ તરતજ ફોન ઉપાડ્યો...વિજયે પૂરી સ્વસ્થતા સાથે ગંભીરતાથી કહ્યું "દિનેશ ત્યાંના શું સમાચાર છે ? બધુ બરાબર ? દિનેશે કહ્યું “હાં બોસ બધુ બરાબર છે કાવ્યા દીકરી એનાં રૂમમાં છે મોટેથી સંગીત વાગી રહ્યું છે એવું સંભળાય છે એ ખૂબ ખુશ છે... બાકી બધુ એકદમ બરાબર.... “
વિજયે કહ્યું "સારું છે હવે મારી એકવાત ધ્યાનથી સાંભળ જે ફક્ત તારે જાણી તારી પાસેજ રાખવાની છે મારાં ખાસ મિત્ર ભૂદેવનો પત્તો મળી ગયો છે... મારી પાછળ કોઇ ષડયંત્ર થઇ શકે એવો મને વ્હેમ છે હું શીપ પર મુંબઇ છું અહીં મને થોડો સમય લાગી શકે એવું છે ત્યાં બંગલામાં મારી રજા સિવાય કોઇજ પ્રવેશે નહીં એ ધ્યાન રાખવાનું છે પેલો હરામી મધુ જેલમાંથી ભાગી છૂટ્યો છે મને છેલ્લા સમાચાર મળ્યા મુજબ એ પોરબંદર છેલ્લે જોવા મળેલો એ કદાચ દમણ પણ આવી શકે છે સીક્યુરીટી એકદમ ટાઇટ કરી દે જે એક ચકલું મારી ઇચ્છા વિરુદ્ધ ફરકવું ના જોઇએ. કાવ્યા કલરવ ક્યાંય હવે બહાર ના નીકળે હું ફરીથી ફોન ના કરું ત્યાં સુધી મારી સૂચના મુજબ કરવાનું છે..” ત્યાં વિજયનાં મોબાઇલ પર પાછળ બીજો ફોન આવી રહેલો.. વિજયે કહ્યું “ફોન મુકુ છું જરૂર પડે મને ગમે તે સમયે ફોન કરી શકે છે”. એમ કહીને ફોન કાપ્યો.. ત્યાં જોયું નારણનો ફરીથી ફોન આવી રહ્યો છે. એણે ફોન ઊંચક્યો અને બોલ્યો "હાં નારણ બોલ શું થયું ? કેમ અત્યારે ફોન કર્યો ?” વિજય બે બાજુનાં મનમાં વિચારોમાં હતો પણ સાવધ હતો.
નારણે કહ્યું "વિજય તું મુંબઇથી ક્યારે આવવાનો ? તારો શું પ્રોગ્રામ છે ? ડીલ પતી ગયું છે મારી પાસે એક સમાચાર આવ્યા છે સાચાં ખોટાં ખબર નથી પણ તને કહેવું જરૂરી લાગ્યું એટલે ફોન કર્યો.. પેલો મધુ પોલીસનાં હાથમાં આવતો આવતો ચુકી ગયો છે એની પાસેથી કરોડોની ડ્રગ્સ પકડાઇ છે એનું શીપ જપ્ત થયું છે પણ નવાઇની વાત છે કે એની શીપમાંથી નાની છોકરીઓ પણ પકડાઇ છે આપણાં આખાં ટંડેલ સમાજમાં વાતો ફરી રહી છે. તારાં સુધી વાત આવીજ હશે... શું કહે છે ?”
વિજય સાવ અજાણ્યાં થઇને કહ્યું "નારણ હું અહીં મોટી ડીલ પતાવવામાં બીઝી છું વળી સુમન સાથે છે એને બધી ટ્રેઇનીંગ આપી રહ્યો છે મુંબઇ થોડું શોપીંગ કરીશ હવે થોડો બજારમાં જઇને હલકો થઇને આવુ. એમ કહીને હસ્યો.... પછી બોલ્યો નારણ... આ મધુ છટકીને ક્યાં જવાનો ? આજે નહીં તો કાલે પકડાઇજ જશે જો કરોડોનું ડ્રગ જપ્ત થયું છે તો બીજુ કે મારાં ભૂદેવનો પત્તો લાગ્યો કે નહીં એ તપાસ કરવાની છે મને એમની શોધ છે... અહીં હમણાં રામભાઉ કોઇ ફોનમાં ક્યારનાં બીઝી છે એ આવે એટલે બધી જાણ થશે હું....”
ત્યાં નારણે થોડાં મોટાં અવાજે કહ્યું “વિજય તે બહુ હલ્કાઇથી મારી વાતને વજન આપ્યા વિના ગંભીર થયા વિના સાંભળી મને જવાબ આપી રહ્યો છું તે ડ્રીંક લીધુ છે ? મને તો તારી.. અને તારાં કરતાં વધુ કાવ્યાની ચિંતા છે એ છોકરી દમણમાં એકલી છે. મને થયુ તને પૂછીને કાવ્યાને મારી પાસે લઇ આવું મારાં ઘરે સુરત જો તું પરમીશન આપે તો પેલાં ગુંડા મધુ પર કોઇપણ ભરોસો ના થાય એ છૂટી ગયો છે તો કલરવની તપાસ કરતો ચોક્કસ દમણ આવશે.”
વિજય વિચારમાં પડી ગયો એ એકદમ ગંભીર થઇ ગયો બોલ્યો "નારણ શું પરિસ્થિતિ આટલી બધી ગંભીર છે ? તો હું દમણ સીક્યુરીટી ટાઇટ કરી દઊં છું કાવ્યા બંગલો છોડીને ક્યાંય બહાર નહીં જાય.. હું થોડાક વ્યવસ્થા કરું છું... નારણ એવું લાગે તો તું અને ભાભી બંગલે આવી જાવ હું અહીનું પતાવી પ્લેન દ્વારા દમણ પાછો આવી જઊં... અહીં મારે એક ખૂબ અગત્યનું કામ પતાવવાનું છે એ પતાવીને આવું છું.. મારાં ફોનની રાહ જોજો હું પાછો ફરીથી હમણાં તને ફોન કરું છું” એમ કહી વિજયે ફોન કાપ્યો...
વિજયે ફોન કાપ્યો અને સામે મ્હાત્રે ઉભો હતો મ્હાત્રેએ કહ્યું “વિજયભાઉ થોડી વાત ગંભીર થઇ ગઇ છે પેલો મધુ પોરબંદરથી નીકળી ગયો છે એનું શીપ દરિયામાં છે પણ એ શીપ પર નથી એ બીજી કોઇ રીતે ક્યાંય જવા નીકળ્યો છે અહીં તમારાં મિત્ર શંકરનાથ મુંબઇમાં છે તમે એમને મળી લો એમણે આંખો ખોલી છે ભાનમાં છે પણ કશુંજ બોલતાં નથી આંખો ફેરવ્યાં કરે છે હું તમને એમનો કબ્જો સોંપી દઊં એનાં માટેજ અહીં આવેલો.. મારે પાછાં કંડલા પહોંચવાનું છે બીજીબાજુ આ મધુને ડ્રગમાં અને કસ્ટમ ચોરીમાં પકડવાનો છે નાકોટીસ ટીમનો મારાં ઉપર ફોન હતો.”
વિજયે કહ્યું “મુંબઇમાં ક્યાં છે ?” મ્હાત્રે એ કહ્યું “અમારી કસ્ટડીમાંજ હતો પણ અમારે પ્રેસને કંઇ બતાવવું જણાવવું ન્હોતું તેથી એક વિશ્વાસપાત્ર ગણિકાને ત્યાં છે એનું નામ છે પન્ના સાલ્વે... મેં તમને બધીજ વાત કરી છે તમે અહીંથી મારી સાથે આવો એટલે મારું કામ પુરું... પછી બધુજ શાંતિથી પરવારો પછી શાંતિથી મળીશું...” એમ કહી હસ્યો..
વિજયે પૂછ્યું... “પન્ના સાલ્વે ? "આ તો ગણિકા છે એનો થોડાં સમય પહેલાં મારાં અને મારાં મિત્ર પર ફોન હતો પણ કશું બોલી ન્હોતી એ તો પેલાં નારણ સાથે...”. ત્યાં વિજયને વિચારોમાં પડેલો જોઇ મ્હાત્રેએ કહ્યું “વિજયભાઉ કોઇ ચિંતા ના કરો... નારણને છોડો... આ પન્ના ખૂબજ વિશ્વાસુ છે નારણની આંખમાં ધૂળ નાંખવા અમેજ ફોન કરાવેલો... એ સમયે તમારો ભૂદેવ પન્નાનાં ઘરેજ હતો... હમણાં ચાલો પછી બધું સમજાઇ જશે.....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-104