Humsafar - 11 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 11

Featured Books
Categories
Share

હમસફર - 11

આશી : સમ્રાટ તું મને અંહીયા શું કામ લાવ્યો હું અંહીયા કોઈ ને જાણતી નથી.... કેટલું અજીબ લાગી રહ્યું છે 

સમ્રાટ : હું તને ફક્ત એટલાં માટે લાવ્યો છું કે તું બધાં ને મળી શકે  ..... અને આનાં થી સારો મોકો શું હોય શકે બધા ને મળવા માટે ( સમ્રાટ અને આશી બંને રાજ ,વીર , સુમિત અને રીતિક પાસે જાય છે )

સમ્રાટ : હાય.... ગાય્સ 

સુમિત : હાય ... સમ્રાટ.....ઓહ શું આ આશી છે ?

સમ્રાટ : હા ....હા આ આશી છે મારો પ્યાર ....મારી જીંદગી ....મારું બધું જ 

રાજ : હાય ....આશી 

     ( પછી સમ્રાટ બધાની પહેચાન કરાવે છે આશી ને ત્યારે અમન ના મોમ પણ ત્યાં આવે છે )

અ/ મ : વીર અમન ક્યાં છે ? ફાધર એને બોલાવી રહ્યા છે રુચી પણ આવતી જ હશે .... ક્યાં છે આ છોકરો ?( એ ચિંતા માં દેખાય )

વીર : હું જાઉં છું અને જોઉં છું ક્યાં છે એ તમે ચિંતા ના કરો 

      રુચી એના પરીવાર સાથે મેરેજ હોલ માં દાખલ થાય છે બધા અવાજ અને તાલીઓ સાથે સ્વાગત કરે છે રુચી સ્ટેજ તરફ જાય છે પણ અમન ક્યાંય નથી દેખાતો

ફાધર : દુલ્હો ક્યાં છે ?

( રુચી પીયુ સામે જોવે ચિંતા થી કારણ કે એને અતિત યાદ આવે છે )

પીયુ : દીદી... ચિંતા ના કરો જીજાજી એવા નથી એ આવતા જ હશે ( પછી પીયુ બધી તરફ જોવે છે અને એ શોક્ટ થઈ જાય છે ) દીદી સામે જોવો ( રુચી સામે જોવે છે અને એ પણ શોક્ટ થઈ જાય છે એ જોવે છે કે અમન સાયકલ ઉપર આવી રહ્યો છે એ કેટલો પરફેક્ટ લાગી રહ્યો હતો સફેદ સુટ માં અમન ને આવી રીતે જોઈ ને રુચી ના ચેહરા પર એક સુંદર સ્માઈલ આવી જાય છે )

પીયુ : હે ભગવાન..... શું માણસ છે સાચે જ દીદી તમે ખૂબ જ લક્કી છો ... એ એક રાજકુમાર છે એક સાચો રાજકુમાર 
( રુચી શરમાઈ જાય છે)

વીર : આહહ..... ભાઈ ક્યાં હતા તમે બધા ચિંતા કરી રહ્યા હતા ?

અમન : મારે એક સ્પેશિયલ એન્ટ્રી મારવી હતી એટલે હું સાઇકલ લઇને આવ્યો 

ફાધર : મિસ્ટર ડી'સોઝા શું તમે મિસ.રુચી શર્મા ને તમારી વાઇફ તરીકે સ્વીકાર કરો છો ?

( અમન રુચી સામે જોવે છે અને પછી ફાધર સામે જોવે છે )

અમન : હા... હું કરું છું 

ફાધર : મિસ.રુચી શર્મા શું તમે મિસ્ટર અમન ડી'સોઝા ને પોતાના હસબન્ડ રુપે સ્વીકાર કરો છો ? 

રુચી : ( હા માં મોઢું હલાવી ) હા 

ફાધર : હવે તમે બંને તમારો પ્રેમ અને ખુશી દર્શાવવા માટે એકબીજાને કિસ કરો 

( આ સાંભળીને રુચી ની ધડકન વધી ગઈ )

રુચી ના મમ્મી : પીયુ આ આદમી કેવી અશ્લીલ વાતો કરે છે આવી રીતે કોઈ લગ્ન થોડાક થાઈ ( ધીમા અવાજે)

પીયુ : ( ધીમા અવાજે ) મમ્મી પ્લીઝ અંહિયા આવી જ રીતે લગ્ન થાય 

       પછી અચાનક પાછળથી થી કોઇક આવે છે અને વીર ને ગલે લગાડે છે 

રાહુલ : શું મેં લગ્ન મિસ કરી નાખ્યાં ?

વીર : ( રાહુલ સામે જોવે છે) હા લગભગ 

રાહુલ: હું માની નથી શકતો કે મારો સાથી મારા વિના લગ્ન કરી રહી છે?

વીર : પણ હવે તમારે વિશ્વાસ કરવો પડશે 

રાહુલ : હા.... શું છોકરી સુંદર છે ?

વીર : ખુદ જ જોઇ લો 

રાહુલ : ( એ ગ્રુમ અને બ્રાઇડ ની તરફ જોવે છે અને એની આંખ ખુલી જ રહી જાય છે) ર..... રુચી 

વીર : શું તમે એને જાણો છો ?

રાહુલ : ન...ના હું એને કેમ જાણી શકું ?

વીર : તો તમને એમનું નામ કેમ ખબર પડી ?

રાહુલ : પાગલ પેલા બોર્ડ ઉપર જો  ( એ એક બોર્ડ તરફ ઈશારો કરતા કહે છે જેમાં રુચી અને અમન ના નામ લખ્યા હતા )

વીર : ઓહ.....હા

         રુચી અમન ને કિસ કરવા નથી માંગતી પણ એ અત્યારે કઇ ન કરી શકે 

ફાધર : તમે હવે કિસ કરી શકો છો ( બીજી વાર બોલે )

રુચી : આ તમે શું કરો છો ? ( ધીમા અવાજે અમન ને કહે ) પ્લીઝ નહિ 

રુચી ના મમ્મી : પીયુ ની આંખો ઉપર હાથ રાખ્યો અને કહ્યું તારે આ બધું ના જોવાય

પીયુ : એના મમ્મી નો હાથ હટાવી ને કહે મમ્મી હું નાની નથી 

         અમન રુચી ની સિચવેશન સમજતો હતો એ એને અનકન્ફીટેબલ ફિલ કરાવા નહોતો માંગતો એટલે એને એક ડ્રામા કર્યો જેનાથી કે બધા ને લાગે કે એ બંને એ એકબીજાને કિસ કરી 

ફાધર : અભિનંદન તમે બંને હવે હસબન્ડ વાઇફ છો ભગવાન તમને આશીર્વાદ આપે ( પછી બધા તાલીઓ વગાડે અને ચીયર કરે એ બંને માટે )

સમ્રાટ આશી ને લઈને જલ્દી સ્ટેજ ઉપર આવે છે 

આશી : સમ્રાટ તું મને અહીં કેમ ખેંચી લાવ્યો 
( ધીમા અવાજે) દરેક વ્યક્તિ આપણી તરફ જોઈ રહ્યા છે આ ખૂબ જ શરમ જનક છે

સમ્રાટ : એક સરપ્રાઇઝ છે ....શ્શ ( સ્મિત ) ફાધર તમે આજે વધુ એક વેડિંગ કરાવશો ?

ફાધર : અફ કોર્સ કેમ નહીં માયા સન 

સમ્રાટ : થેન્કસ ( પછી એ નીચે બેસીને એનો હાથ આશી તરફ આગળ કર્યો આશી કનફ્યુઝ થઈ ગઈ ) આશી.... શું તું મારી સાથે મેરેજ કરીશ 

આશી : ( આશ્ચર્ય ) સમ્રાટ આ મજાક નો સમય નથી 

સમ્રાટ : આ મજાક નથી .....હું અત્યારે તને મારી પત્ની તરીકે ઈચ્છું છું તેથી મહેરબાની કરીને હા કહી દે નહીંતર હું તને કિડનેપ કરી લઈશ 

આશી : ( આશી હા માં મોઢું હલાવી ને ) હા 

સમ્રાટ : યાહ......( એ આશી ને ગલે લગાવી લ્યે છે પછી ફાધર મેરેજ કરાવવા લાગે છે મેરેજ થયા પછી )

Priest : now you both are also officially hasband wife god bless you 
ફાધર : હવે તમે બંને પણ ઓફિશિયલી  હસબન્ડ વાઈફ થઈ ગયા છો ભગવાન તમને આશીર્વાદ આપે 

અમન : ( સમ્રાટ પાસે આવીને ) અભિનંદન માય ફ્રેન્ડ 

સમ્રાટ : અમન તને પણ અભિનંદન 

અમન : થેન્ક યુ એન્ડ આશી તને પણ અભિનંદન 

આશી : થેન્ક યુ અને તમને પણ અભિનંદન  ( રુચી લગાતાર આશી તરફ જોવે છે આશી પણ ઉત્સુકતા થી જોવે છે)

રુચી : આ...આશી ?

આશી : રુચી શર્મા? ( રુચી હા માં ઈશારો કરતા આશી તરફ જોઈ ને સ્માઈલ કરે છે અને ગલે લગાવે છે અને બાકી બધા કનફ્યુઝ થઈ જાય છે એમ કે અંહીયા શું થઈ રહ્યું છે )

રુચી : મને વિશ્વાસ નથી થતો કે હું તને અંહિયા આવી રીતે મળીશ મેં તને બહુ જ યાદ કરી યાર

આશી : મેં પણ તને બહુ યાદ કરી 

રુચી : કહ્યા વગર તે સ્કૂલ છોડી દીધું કાઇ નહિ તો એક વાર જાણ તો કરાય ને 

આશી : શું કરું યાર અચાનક જ પપ્પા એ બીઝનેશ અહીં શિફ્ટ કરી લીધો અને એ એટલુ જલ્દી થયું કે મને ટાઇમ જ ના મળ્યો  , પણ હું બહુ ખુશ છું તને અહીં જોઇને


વધુ આવતા અંકે.........