Bhitarman - 20 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 20

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

ભીતરમન - 20

મેં હજુ તો તુલસીના ફળિયામાં પગ પણ નહોતો મુક્યો છતાં મન અહીં આવી મન મારુ ઠરી રહ્યું હતું. એક અલગ જ ખુશનુમા રમણીય વાતાવરણ મારા મનને સ્પર્શી મને હકારાત્મક ઉર્જા આપી રહ્યું હતું. મારા મનનો ભાર ઘણા સમય બાદ આજે થોડો હળવો થઈ રહ્યો હોય એવું હું અનુભવી રહ્યો હતો.

પુરુષો અને સ્ત્રીઓની બેઠક વ્યવસ્થા અલગ હતી. હું બાપુ જે ઓરડામાં ગયા ત્યાં એમની પાછળ ચાલતો બેઠક ખંડમાં પ્રવેશ્યો હતો. બેઠક ખંડમા રૂમની ત્રણેય દીવાલે ખાટલાઓ રાખ્યા હતા. બે ખાટલાઓની વચ્ચે નાની સાગની સુંદર આરસકામની કોતરણી વાળી ત્રણ પાયાની ટિપોઈ રાખેલી હતી. અને એના પર કાચનો સુંદર કુંજો અને એમાં ઘરના આંગણે ઊગેલાં સુંદર તાજા ફૂલો, આખા બેઠક ખંડની શોભામાં વધારો કરી રહ્યા હતા. ખાટલા પર પાથરેલ ગોદડું પણ રંગબેરંગી કાપડ અને એમાં એના સાથે શોભે એવા દોરાથી લીધેલા ટેભાની ભાતથી ગોદડું ખુબ આકર્ષિત લાગી રહ્યું હતું. હું ચુપચાપ બેઠો આખા રૂમનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તુલસીના બાપુ અને એના પરિવારના પુરુષ સભ્યોએ અમને સરસ આવકાર આપ્યો હતો. અમારી આગતા સ્વાગતા થઈ ગયા બાદ અમારી સગાઈની તૈયારી કરવા લાગ્યા હતા. 

મારુ મન હવે બેચેન થવા લાગ્યું હતું. અત્યાર સુધી જે મનમાં શાંતિ હતી એ હવે બેચેનીમાં પલટાઈ ગઈ હતી. ઝુમરી સાથે જે વિધિ થવી જોઈતી હતી એ તુલસી સાથે થઈ રહી હોવાથી હું મનોમન ખુબ વ્યાકુળ થઈ રહ્યો હતો. ઓરડાની વચ્ચોવચ બે બાજોટ રાખ્યા હતા. એક પર મને અને બીજા બાજોટ પર તુલસીને બેસાડી હતી. હું માત્ર શારીરિક જ ઉપસ્થિત હતો મન મારું ઝુમરી ને જ ઝંખતું હતું. મેં હજુ તુલસીનો ચહેરો જોયો નહોતો અને મારે જોવો પણ નહોતો. વડીલ સ્ત્રીઓ બધી જ એક પછી એક સગાઈની વિધિ કરી રહી હતી. હું નજર નીચી રાખી ચૂપ બેઠો હતો. તુલસીને જયારે પાયલ પહેરાવા ગયા ત્યારે મારી નજર નીચે તરફ જ હોય મારુ ધ્યાન એના પગ તરફ ગયું હતું. એની પાયલ ઝુમરીની પાયલ જેવી જ હતી, એ પાયલ કાઢી અને માએ બીજી પાયલ પહેરાવી હતી. મને મંદિરમાં મળી હતી એ છોરી તુલસી જ હતી એની મને ખાતરી થઈ ગઈ હતી. ફરી મને કુદરત પર ખૂબ ક્રોધ આવી રહ્યો હતો. કુદરત મારી સાથે શું રમત રમી રહી હતી એ હું સમજી શકતો નહોતો. 

જીવનસાથી એ આપણા જીવનનું એવું પાત્ર છે જેનું સ્થાન બધા જ સ્થાન કરતા ઉંચુ હોય છે, છતાં આપણા જ જીવનનો નિર્ણય આપણા હાથમાં ન હોય એ વાત હું સ્વીકારી શકતો નહોતો. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનું એવું જોડાણ છે જેમાં મન પણ જોડાયેલ હોવું જોઈએ પણ મારુ મન સંપૂર્ણ પણે ઝુમરીમાં જ જોડાઈ ગયું હતું. હું મારા વિચારોમાં મગ્ન હતો અને અમારી સગાઇ પણ થઈ ચુકી હતી. મારા મોઢામાં મારી માએ ગોળધાણા ખવડાવ્યા ત્યારે મેં જોયું કે મારા મન વગર પણ હું તુલસી સાથે જોડાઈ ગયો હતો. તુલસી કોણ એ પણ હું જાણતો નહોતો છતાં એના જીવનની બધી જ જવાબદારી મારા પર આવી ગઈ હતી. માએ બધા વડીલોના આશીર્વાદ લેવાના મને કીધા હતા. હું એમની સુચનાને અનુસરી રહ્યો હતો, મા જેમ કહે એમ હું કરી રહ્યો હતો. પણ મન મારુ દુઃખી હતું. હું ઝુમરી સાથે અત્યારે અન્યાય કરી રહ્યો છું એ વેદનાને સહન કરતુ હતું. ઝુમરીના મૃત્યુને ફક્ત ત્રણ જ મહિના થયા હતા અને મારા જીવનમાં તુલસીને ધરારથી ધેકલવા જ બાપુએ બહુ જ ટૂંકા સમયમાં મારી સગાઈ ગોઠવી હતી. બાપુની દરેક ચાલ મને સમજાઈ રહી હતી. બાપુના આવા વ્યક્તિત્વના લીધે જ એ મારાથી દૂર થઈ ગયા હતા.

જે હક ફક્ત અને ફક્ત ઝુમરીનો જ હતો ત્યાં બાપુએ ધરારથી તુલસીને બેસાડી હતી. મેં ઝુમરીને ભીતરે જ યાદ કરી અને માફી માંગી હતી. ઝુમરીની માફી માંગતા મારા મનમાં એક ડૂમો ભરાય ગયો હતો. ચહેરા પર સામાન્ય ભાવ અને મન ખુબ જ આક્રદ રુદન કરી રહ્યું હતું અને એનું સંતુલન કરવા મારે ખુબ જ ઝઝૂમવું પડતું હતું.


************************************


ઝુમરી મૃત્યુ પામી એને એક મહિનો થઈ ગયો હતો છતાં મનમાં એમ જ થતું હતું કે કદાચ ઝુમરી પાછી મારા જીવનમાં આવી જાય! મારુ મન હકીકતથી દૂર ભાગતું હતું. એક પણ ક્ષણ એવી નહોતી કે જે ઝુમરી વગર મેં વિતાવી હોય!

મુક્તાર સાથેનું મારુ કામ સરસ ગોઠવાઈ ગયું હતું. હું જ્યારથી મુક્તાર સાથે જોડાયો હતો ત્યારથી એના દરેક ધંધામાં ચડતી જ થઈ હતી. મારુ ભાગ્ય મુક્તારને ખુબ ફાયદો કરાવી રહ્યું હતું. એ મારાથી અને મારા કામથી ખુબ પ્રભાવિત થયો હતો. મુકતારે મારે માટે એક હોન્ડા લીધું હતું. મુક્તારને આ એક મહિનમાં અત્યંત ફાયદો થયો હતો  એ ફાયદાની સામે હોન્ડા ખરીદવું ખુબ નાની વાત હતી, પણ મને આ ભેટ મારા જીવનમાં હંમેશા યાદ રહી જવાની હતી એ નક્કી હતું! હું ખુબ જ ખુશ થઈ ગયો અને એનો આભાર માનતા બોલ્યો, "આજે ભલે મને આટલી સરસ અને મોંઘી ભેટ આપી પણ હવે પછી ક્યારેય આમ ખોટો ખર્ચો ન કરતો."

"બસ ને! તરત ગણતરી કરી લીધી ને?" સામું મને મેણું મારતાં મુક્તાર બોલ્યો હતો.

"અરે ના ના! મારો આવો ભાવ નહોતો, મનમાં ન લેજે. હું સહેજ હસતા ચહેરે બોલ્યો હતો.

"અરે વાહ! એ બહાને તારા ચહેરા પર હાસ્ય તો જોયું! સારું લાગે છે. હસતો રહે, જીવનમાં તકલીફ તો બધાને રહેવાની જ! હિંમત ન હારતો તું ખુબ મહેનતુ છે. તારી મહેનત અવશ્ય ફળ આપશે." મારી પીઠ થાબડતાં મુક્તાર હસતા ચહેરે બોલ્યો હતો. 

હું સાંજના આઠ વાગ્યાની આસપાસ મારા ઘરે પહોંચ્યો હતો. મારી શેરીમાં પ્રવેશતા મારા હોન્ડાનો અવાજ સાંભળીને ટાબરીયાઓ તરત બહાર દોડતા આવી ગયા હતા. એ લોકો મારી પાછળ કિકિયારીઓ કરતા આખી શેરીને ગજવતાં છેટ મારા ઘર સુધી મને મૂકી ગયા હતા. મેં એમને ચક્કર મરાવવાની લાલચે રોકી રાખ્યા હતા. હોન્ડા અમારા ગામમાં ત્રણ કે ચાર જ હતા. આથી બાળકોને માટે એ એક સરસ રમકડાં જેવું આકર્ષણ આપતું હતું.

મેં માને બહારથી જ બૂમ મારીને બોલાવી હતી. મા તરત જ દોડતી બહાર આવી અને હોન્ડા જોઈને આશ્ચર્યમાં પડી ગઈ હતી. "તે લીધું?" માએ તરત જ પૂછ્યું હતું.

"ભાગીદાર ને મારી સાથે ભાગીદારીથી ખુબ ચડતી થઈ છે એમણે મને ભેટ આપી છે." મેં માને પગે લગતા કહ્યું હતું.

"ખુશ રહે મારા દીકરા! તું ખરેખર ખુબ જ નસીબદાર છે, તારા જન્મ પછી જ તારા બાપુની આવકમાં ખુબ વધારો થયો છે." હરખના આંસુ સાથે માએ મને આશીર્વાદ આપ્યા હતા.

મારા હોન્ડા પર માએ સ્વસ્તિક કર્યું અને કંકુ ચોખાથી એમાં ચાંદલો કરીને વધાવ્યું હતું. મારા હોન્ડાની ચાવી અમારા મંદિરમાં અડાડી અને માતાજીની એક ચૂંદડી પ્રસાદરૂપે હોન્ડાના આગળના ભાગે બાંધતા એ બોલી, "આ ચૂંદડી માતાજીની હંમેશા તને અકસ્માતથી બચાવશે આને કાઢતો નહીં." 

મારી સાથે ઉભા હતા એ બધા જ ટાબરિયાઓ ક્યારે ચક્કર મારવા મળે એ રાહ માં જ હતા. એ બધાજ એકસાથે મારી હોન્ડામાં બેસી ગયા હતા. હું સરકસનો ભાગ ભજવતો હોઉં એમ મેં એમને આખી શેરીમાં ફેરવ્યા હતા. એમને ઉતાર્યા બાદ મેં માને બેસવા કહ્યું હતું. મા તો ખુબ જ ડરી રહી હતી. મા ક્યારેય હોન્ડામાં બેઠી નહોતી આથી એને કેમ બેસવું એ અવઢવમાં અડધો કલાક મથવું પડ્યું હતું. આજે ઘણા સમય પછી હું અને મા હસ્યા હતા.

વિવેકની પ્રગતિ એના જીવનને ક્યાં મોડ પર લાવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏