balveer in Gujarati Children Stories by Mumux Taral Rana books and stories PDF | બાળવીર

Featured Books
Categories
Share

બાળવીર

ફરી  રાત પડી, મનોજ રાતથી ખૂબજ ડરતો હતો.  માં તો પાંચ મહિના પહેલાંજ ગુજરી ગયાં હતાં.અને પપ્પા હતા ખરા પણ એ દારૂના નશામાં જ પડ્યા રહેતા. જેટલું કમાતા તે બધુજ દારૂ પીવા માં ઉડાડી દેતા .પોતે તો હજી ૧૨ વર્ષનો જ હતો. તેના પપ્પા દારૂ પીને તેને ખુબજ મારતા.

            તેના પપ્પા દારૂ લઈને ઝૂંપડામાં આવ્યા, ખાટલા ઉપર બેસિને દારૂ ની લહેજત ઉડાડવા લાગ્યા. મનોજ પોતાનું ફાટેલું મેલું ગંધાતુ ગોદડું ઓઢીને સૂવાનુ નાટક  કરવા લાગ્યો. 

         ત્યાં તેના પપ્પા તેને મારવા લાગ્યા અને બોલ્યા ."જા ફટાફટ દારૂ લેતો આવ. અને ઉચો માલ લઈ આવ ને, જા જલ્દી." એમ કહીને ગોદડું તેના પરથી ફેંકી દીધુ અને પછી એને વધારે માર્યો  તેણે તેના પપ્પા એ ક્યાંકથી ચોરી કરેલો મોબાઈલ ફોન પોતાની ભેગો લઇ લીધો અને ખચકાતા ખચકાતા બોલ્યો "હા પપ્પા હૂં હમણાં જઈને દારૂ લેતો આવું છું."

        મનોજ પરાણે ઘર માંથી નીકળે છે. દારૂ લેવા પોહોંચેં છે ,ત્યાં લાંબી લાઈન જોઈ તેને કંટાળો આવે છે.  તેને લાઇન માં ઊભવું નહોતું એટલે એક ખુણો માં ખાલી ટેબલ પર માથું ઢાળી બેસી જાય છે. ત્યાં તે અમુક લોકો ને  દારૂ  પીતે પીતે વાતો કરતાં સાંભળે છે. એને કંઈક વિચિત્ર લાગે છે, એટલે તે વિડિયો રેકોર્ડીંગ કરી લે છે. એમાનો એક વ્યક્તિ બોલતો હોય છે કે "સ્કૂલમાં બોમ્બ મુકાઈ ગયો છે, પંદર ઓગષ્ટના એક બાજુ ધ્વજ વંદન થાશે અને બીજી બાજુ ભુંમ......"

"શું.....સ્સ...શી  ત્યાં બીજાએ કીધું  ચૂપ જો કોઈ સાંભળી ગયું ને તો દાવ થઈ જાશે. આપણી બધી મહેનત પાણીમાં જાશે." 

"ઓય... એ છોકરા શું કરે છે..." ત્યાં એક જણું મનોજને આ બધુ કરતાં જોઈ ગયું, તે બોલ્યું ઓય જોવો ઓલો  છોકરો લાગે છે કે તે આપણું વિડિયો રેકોર્ડીંગ કરી રહ્યો છે હમ્મ પકડો એને"

મનોજ પોતાને મુસીબતમાં જોઈ ત્યાંથી ભાગે છે. ગુંડાઓ પણ મનોજ ની પાછળ પીછો કરવા લાગ્યા. તેઓએ ઘણા સમય સુધી પીછો કર્યો. લપાતો છૂપાતો મનોજ એક મોટા પાઇપો પાછળ સંતાઈ ગયો. પણ મનોજ બહુ વાર સુધી સંતાઈ ન શક્યો,, પણ તેણે મોબાઈલ ને ખાડો કરી સંતાડી દીધો ખાડા માથે ત્યાં આજુ બાજુ પડેલો કચરો ઢાંકી દીધો, વધારે વાર તે છૂપાયેલો ન રહી શક્યો. બધાએ તેને પકડી જ લીધો અને ખૂબ જ માર્યો. તેની તલાશી પણ લીધી પણ તેની પાસેથી મોબાઇલ મળ્યો નહિ.  

"સાહેબ, ભાગતાં મોબાઈલ રસ્તામાં જ પડી ગયો."  મનોજ રડતાં રડતાં કહ્યું. 

"તું બોલીશ અને અમે માની લેશું?" એક મારતો રહ્યો અને બીજા મોબાઈલ શોધતા રહ્યા. પણ મોબાઈલ હાથ લાગ્યો નહિ. મનોજ બેભાન થવાનું નાટક કરી જમીન પર પડી ગયો, કયારેક એના પપ્પા પણ વધારે પીટતા તો તે બેભાન થવાનું નાટક કરતો જેથી વધારે મારથી બચી શકાય. અને આ ઉપાય પણ અહીં કામ આવ્યો.

"જવાદો આ છોકરાને કેટલો નાનો અને ગરીબ ઘરનો લાગે છે. હવે તો આ બેભાન થઈ ગયો છે. આમ પણ આનો વિશ્વાસ કોઈ કરશે જ નહિ. આની પાછળ ટાઇમ ન બગાડાય હજી આપણે ઘણી તૈયારીઓ કરવાની છે." બધા જ વાત સાથે સહમત થયા અને મનોજ ને છોડી ભાગી ગયા.


      મનોજ ને ખૂબજ ઇજા પહોંચી હતી ,પણ એણે  મોબાઈલ ને તો કાઈજ થવા ના દીધું . લોઈ લુહાણ હાલત માં ત્યાંજ પડ્યો  રહ્યો.  તેણે પોલીસ સુધી આ વાત પહોંચાડવાનો નિર્ણય લીધો. પણ તેની સામે મોટો પ્રશ્ન હતો પોલીસ સુધી આ વાત કેવી રીતે પહોંચાડવી,  ખૂબજ વિચાર કર્યા પછી એણે કચરામાંથી ફોન કઢાયો અને નેટ ઉપર થી કમિશ્નર અને ડી જી પી ના નંબર શોધી કાઢ્યા. અને એણે જે વિડિયો બનાવ્યો હતો તેને  પોલીસ વોટસેપ  ગ્રુપ માં તથા, સાથે  સાથે કમિશ્નર અને ડી જી પી ને સેન્ડ કરી દીધો, પણ મનોજને આટલું પૂરતું ન લાગ્યું એણે નજીકના પોલીસ સ્ટેશન માં જાવા માટે પગ ઉપાડ્યા. 

         ઘવાયેલી હાલતમાં તે પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યાં એની મૂલાકાત એસ આઈ અતુલસિંહ યાદવ સાથે થઈ મનોજ એમને આખી વાત કરે છે પણ અતુલ સિંહ યાદવ એની વાત પર વિશ્વાસ નથી કરતાં, એમને વિડિયો બતાવે છે ત્યારે એસ આઈ અતુલસિંહ યાદવ નવાઈ પામે છે કારણકે  વિડિયો માં જે લોકો છે તેઓ નામી આતંકવાદી હોય છે. તે વિડિયો જોઈ રહ્યા હોય છે તે દરમ્યાન માં મનોજે ભારી માર ખવાને કારણે મનોજ  બેભાન થઈ જાય છે મિસ્ટર અતુલસિંહ યાદવ એને  ફટાફટ નજીકના  દવાખાના માં સારવાર અર્થે મોકલે આપે છે.

             ત્યાં સુધી આ વાત ની ખબર કમિશનર અને ડી જી પી ને ખબર પડી જાય છે, એટલે city search opearation શરૂ થઈ જાય છે.  શહેરના આવવા જવા ના રસ્તા બંધ કરી દેવામાં આવે છે, તમામ નાના મોટાં રસ્તાઓ ઉપર નાકા બંધી કરી દેવામાં આવી હતી ,રાત હોવા છતાં દિવસ જેવો ધમધમાટ પોલીસ બેડાં માં આવી ગયો હતો. 

         હોટેલ,લોજીસ, કાફે, પાર્ટીહોલ, એરપોર્ટ્સ, બસ સ્ટેશન,રિકશા ટેક્સી સ્ટેન્ડસ  વગેરે  સ્થળો પર પોલીસ નો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો ,તથા શહેરના નાના મોટા તળાવો નદીઓના કિનારા ઉપર પોલીસ તૈનાત થઈ ગઈ, હોસ્પિટલ્સ તથા રેસિડેન્શિયલ એરિયા માં પણ કોઈને ખબર ના પડે એવી રીતે વેશ બદલીને પોલીસને તૈનાત કરી દેવામાં આવી, મનોજ પર પણ હુમલો થવાની શક્યતા હતી એટલે તે જે હોસ્પિટલ માં હતો તેમાં પણ પોલીસને ખાસ મનોજ પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું હતું. ટેરેરીસ્ટ ભાગી ન શકે તે માટે પોલીસ દ્વારા આ વાતને મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતી રહી હતી . આ આખા ઓપરેશનને ડીજીપી એ મનોજ નામ આપ્યું હતું.

        વાત દારૂ ના અડ્ડા થી શરૂ થઈ હતી એટલે પોલીસ શહેરના તમામ દારૂ ના અડ્ડાઓ પર તપાસ કરે છે  અને ત્યાં વોચ ગોઠવે છે. 

            બીજી સવાર એટલે કે ૧૪ મી ઓગસ્ટ ની સવાર થાય છે. છતાં કોઈ પણ માણસ પોલીસના હાથમાં આવ્યા નહિ. તેમને મનોજ પર પણ શંકા જાગી પણ તેની પરિસ્થિતિનો વિચાર આવતા શંકા દૂર થઈ જતી હતી. આખરે, એક શંકાસ્પદ માણસ ધ્યાનમાં આવે છે એક લોજ પાસે. એક કોન્સ્ટેબલ એનો પીછો કરે છે  શંકાસ્પદ વ્યક્તિ ના હાથમાં એક મોટી થેલી હોય છે. આ એ જ વીડિયોમાં દેખાતો એક આતંકવાદી હોય છે. આખી પોલીસ ફોર્સ સૂચના મળતાં જ હરકતમાં આવે છે. અને આ આતંકવાદીનો પીછો પકડવામાં આવે છે.

એક કેમિકલના ગોડાઉનમાં પોતાના સાથીઓને મળે છે. "અરે યાર, આ પંદર ઓગષ્ટના કારણે પોલીસે બધે જ નાકા બંધી કરી રાખી છે એટલે એનાથી છુપતા છૂપતા આવવું પડ્યું."

         "હવે એ બધુ મૂક, કાલનો દિવસ આ રાજ્યના સીએમ નો છેલો દિવસ. શ્રી ઋષિ મધુછંદા કન્યા  વિદ્યામંદિરમાં સવારે એક બાજુ ધ્વજવંદન અને બીજી બાજુ રીમોટનું બટન દબાવતાં જ બોમ ફાટશે કેટલાયને ફાડતો જાશે." વાતની મજા માણતા જોર જોરથી હસી રહ્યા હતા.ગોડાઉન શહેરની બહાર હતું એટલે તેમને કોઈના સાંભળી જવાનો ડર જ ન હતો, અને અભિમાનમાં કલ્પનાતો હતી જ નહિ.. આ બધું જ પેલા આતંકવાદી ના પાછળ પીછો કરતા આવેલા કોન્સ્ટેબલ અને બીજા પોલીસ ઓફિશર્સે આખી વાતચીત નું રેકોર્ડિંગ કરી લીધું અને તરત જ તેમના સીનીયરસને મોકલી દીધું. જોકે અહીં મળેલા એક પણ આતંકવાદી ને બોમ્બની સાચી માહિતી ન મળે ત્યાં સુધી તેમને પકડવાના નહોતા. અને પીછો છોડવાનો ન હતો

અહી સાઇબર બ્રાન્ચે આતંકવાદીઓના લોકેશનને આધારે તેમના મોબાઈલ નંબર શોધીને તેમના સંપર્કમાં આવેલા બધાનો ડેટા તૈયાર કરી લીધો. પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા શ્રી ઋષિ મધુછંદા કન્યા વિદ્યામંદિરમાં ખૂણે ખૂણે બોમ્બની શોધ કરવામાં આવી પણ બોમ્બ ક્યાંય મળ્યો નહિ. હવે પંદર ઓગષ્ટના વધારે સાવધાની રાખવાની જરુર હતી. સ્કૂલમાં છુપા વેશમાં પોલીસ નજર રાખવા લાગી.

                ૧૫ ઓગસ્ટ ની સવાર સવાર ના ૬ વાગ્યે શ્રી ઋષિ મધુછંદા કન્યા વિદ્યામંદિરમાં પાંચ સફાઈ કર્મીઓ સફાઈ માટે આવ્યા. બીજા લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ ચેક કરવા ટેકનીશ્યનની ટીમ પણ આવી પહોંચી. સાથે સ્કુલનો સ્ટાફ પણ આવી ગયો જોકે દરેકનું કડું ચેકીંગ ત્યાં હાજર રહેલ પોલીસ ઓફિસરસ દ્વારા કરવામાં આવતું હતું. સાઉન્ડ સિસ્ટમ ચેક કરનારને તેમાં કોઈ ગડબડ દેખાઈ તેણે આજુબાજુ રહેલા લોકોને જાણ કરી. અને મોટો બોમ્બ એક સ્પિકરમાંથી મળી આવ્યો. સફાઈ કર્મચારીઓની તલાશી લેતાં રિમોટ પણ મળી આવ્યું. બધા જ આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા. 

પોલીસ અને મનોજની દિલેરીને કારણે એક દુર્ઘટના રોકવી શક્યા બની હતી અને  શ્રી ઋષિ મધુછંદા કન્યા વિદ્યામંદિરમાં સીએમ દ્વારા ધ્વજ વંદના કરવામાં આવ્યું .આકાશમાં ત્રિરંગો શાનથી ફરકી રયો.
  આખી આતંકવાદીઓની ટીમને પકડી પાડી અને નેશનલ સિક્યોરિટી ના હાથ માં સોંપી દેવા માં આવ્યો . થોડાક દિવસમાં મનોજ પણ બરોબર થઈ ગયો. ડીજીપી દ્વારા  રાષ્ટ્રીય બાળવીર પુરસ્કાર માટે મનોજનું નામ મોકલવામાં આવ્યું. તેના પપ્પાને દારૂ છોડાવવા રિહેબિલીટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા, સાથે સાથે મનોજને ગવરનમેન્ટ સ્કૂલ અને છાત્રાલયમાં મોકલી આપવામાં આવ્યો. મનોજની મજૂરી છૂટી ગઈ અને તેની ભણવાની ઈચ્છા પૂરી થઈ.

                        સમાપ્ત

નોંધ. આ આખી વાર્તામાં ભૂલ સુધરાવવામાં મારી મમ્મીએ ખૂબ મદદ કરી છે. તેણે દરેક શબ્દ કેમ લખાય તે મને શોધાવડાવ્યા અને શબ્દોના અર્થ પણ મમ્મી અને પપ્પાએ જ શીખવ્યા છે. તેમ છતાં ભૂલો થઈ. મને ગુજરાતી હજી બરાબર આવડતું નથી ઘણી ભૂલો થાય છે. પ્રધાનમંત્રી વીરતા પુરસ્કાર વિશે હું વાંચતો હતો ત્યારે મને આ ઘટના વાર્તા રૂપે લખવાની ઈચ્છા થઈ અને મે એક નાનકડો પ્રયત્ન કર્યો. આશીર્વાદની અપેક્ષા સાથે પ્રણામ.