જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા.
શ્રીકૃષ્ણ ના જન્મદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ કૃષ્ણ પક્ષ તિથિ...
કૃષ્ણ એટલે પ્રકૃતિ નો દેવ,આંખે દીઠ્યો શૃંગાર,
કૃષ્ણ એટલે હૃદય માં ઉમડતા જમના ના નીર...
જન્માષ્ટમી ના દિવસે રાત ના બાર વાગે કૃષ્ણ જન્મ કરવામાં આવે છે.
“નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી” ની ધૂન ગવાય
છે.ભગવાન ને પારણાં માં ઝુલાવાય છે. અને આરતી કરી ને પંજરી ,માખણ મિશ્રી નો પ્રસાદ વહેંચાય છે.
જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય પાપને હરનારું છે. આ દિવસનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે.
ભગવાન શ્રી કૃષ્ણ ના પિતા નું નામ વાસુદેવ જે શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને માતા દેવકીજી જે નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે.
દેવકીનો ભાઇ કંસ...
બહેનને વિદાય આપવા રથ હાંકે છે.
આ વખતે આકાશવાણી થાય છે. "તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે." કંસે ભયભીત બની બહેન દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા.
એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર.
શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આ દિવસે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા .
ભગવાનનો જન્મ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વાસુદેવે જોયા.અને કહ્યું કે"મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો." પિતા વાસુદેવ જ્યારે ગોકુળમાં બાલકૃષ્ણ ને મુકવા જતા હતા ત્યારે એની જાતે જ વાસુદેવજી ના હાથ પગ ની બેડીઓ અને તાળા તૂટીને દરવાજા ખુલી ગયા હતા, યમુના પાર કરવામાં મુશ્કેલી પડી ત્યારે શેષનાગ પોતે વાસુદેવનું રક્ષણ કરવા આવ્યા હતા, પણ જ્યારે વાસુદેવના માથા સમું જળ આવી ગયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જમણા પગનો અંગુઠો ટોપલા માંથી બહાર કાઢીને યમુનાજી ને સ્પર્શ કર્યો..તો યમુનાજી પણ ધન્ય થઈ ગયા અને રસ્તો આપી દીધો હતો ત્યાર બાદ વાસુદેવ ગોકુળમાં આવીને યશોદાજી અને નંદરાયજીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને મૂકી ગયા હતા.
"यदा यदा हि धर्मस्य..." આ કોલ પાળવા શ્રી કૃષ્ણ એ દેવકીજીની કૂખે અવતાર લીધો.
જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર, માતા યશોદાજીની ગોદમાં!
શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ.
સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. હર્ષોલ્લાસ થઈ ગયો.
ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા હતા. શિવજી પણ પધાર્યા હતા. હરિ અને હરની નજર એક બની. શિવજી તો આનંદવિભોર બની નૃત્ય કરવા લાગ્યા હતા. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થયોહતો.
પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા હતા..
શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા.
કંસ દ્વારા રાક્ષસી પૂતના, રાક્ષસ શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર જેવા રાક્ષસો ને શ્રી કૃષ્ણ ને મારવા માટે મોકલે છે પણ શ્રી કૃષ્ણ તે બધા રાક્ષસો નો વધ કરે છે.
તેમજ કંસનો પણ વધ કર્યો હતો.
આ બધા દૈત્યો ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શક્યા નહોતા.
શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે.
કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ "ચાણુર" કામનું પ્રતીક છે અને મલ્લ "મુષ્ટિક" એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે.
ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા.ત્યાર પછી જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે.
કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે.
કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું.
જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને "માનસી સેવા" કહે છે.
તનુ એટલે કે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ "તનુજા સેવા".
વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ "વિત્તજા સેવા". સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે.
ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસે અષ્ટમી હતી અને શ્રી કૃષ્ણ ત્યારે ગોકુળ માં હતા , તેથી શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ ને “ગોકુળ અષ્ટમી” પણ કહે છે.
જન્માષ્ટમી ની પૂજા અન્ય પૂજા કરતાં જુદી રીતે થાય છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે 12 વાગે કરવામાં આવે છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે.
ઈશ્વરનું પ્રાગટ્ય એટલે મહોત્સવ...
ઇશ્વર નું સૌંદર્ય એ આંખનો ઉત્સવ...
ઐશ્વર્ય સંતોષ એ આનંદનો ઉત્સવ...
ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ...
ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે.
આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ.
કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે.
જેલ માં જન્મ…
ગોકુળ માં બાળપણ….
વ્રજ માં રાસલીલાં…..
હસ્તિનાપુર માં રાજનીતિ…
મથુરામાં શાસન …
એવા હતા શ્રી કૃષ્ણ….
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી
સૌ ની જિંદગીની દરેક પળ સુખમયી
બની રહે એવી જન્માષ્ટમી
ની હાર્દિક શુભકામના....